opreation seven sisters in Gujarati Crime Stories by Rupen Patel books and stories PDF | ઓપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૯

Featured Books
Categories
Share

ઓપરેશન સેવન સિસ્ટર્સ : પ્રકરણ ૯

પ્રકરણ ૯ : પત્તાયા કોસ્ટ, થાઇલેન્ડ—'સોમચાઇ' ની ઓસન યોર્ટ

લાઓસના કેસિનોમાંથી મેળવેલો સેટેલાઇટ ડેટા બ્લોક થઈ ચૂક્યો હતો અને દિલ્હીના આઈ.બી. વોર રૂમ સાથેનો સંપર્ક કાયમ માટે કપાઈ ગયો હતો. ઇન્સ્પેક્ટર વિપુલ અને તેમની ટીમ હવે ઇન્ટરનેશનલ વોટર્સમાં સાવ એકલી હતી. પરંતુ, કમાન્ડોનો અસલી કસોટી કાળ એ જ છે જ્યારે કોઈ સપોર્ટ ન હોય. વિપુલે પત્તાયા ના ગુપ્ત દરિયાઈ કિનારે પહોંચીને કટોકટીનો પ્લાન એક્ટિવ કર્યો. તેમણે દિલ્હીની રાહ જોયા વગર, થાઇલેન્ડના સ્થાનિક દરિયાઈ માફિયા નેટવર્કને ટ્રેક કરવા પોતાની ખુફિયા ચેનલો ઓન કરી.
રાત્રિના પોણા ત્રણ વાગ્યા હતા. પત્તાયાના ઉછળતા દરિયાની મધ્યમાં, કાંઠાથી લગભગ ૧૨ નોટિકલ માઈલ દૂર તરતી હતી—૧૦૦ મિલિયન ડોલરની સુપર-યોર્ટ 'ધ ઓસન કિંગ'. 
આ માત્ર લક્ઝરી યોર્ટ નહોતી, પણ થાઇલેન્ડના ગ્લોબલ ડોન 'સોમચાઇ લોપબુરી' નું ચાલતું-ફરતું હેડક્વાર્ટર હતું. સોમચાઇ આખા એશિયામાં મિલિટ્રી ગ્રેડ વેપન્સ ની દાણચોરી અને દરિયાઈ માર્ગે ડ્રગ્સ સપ્લાય કરવાનો કિંગપિન હતો. 
યોર્ટ પર અત્યારે ગ્લોબલ માફિયાઓની હાઇ-પ્રોફાઇલ મીટિંગ ચાલી રહી હતી અને તેના શક્તિશાળી કમ્પ્યુટર્સ ભારતની કરન્સી માર્કેટને ક્રેશ કરવા માટેના ફાઇનલ કાઉન્ટડાઉનમાં લોક હતા.
વિપુલે પોતાની ટીમને હાઇ-ટેક બ્લેક નિયોપ્રિન અંડરવોટર સૂટ્સ પહેરાવ્યા. તેમણે પીઠ પર ટ્વિન ઓક્સિજન સિલિન્ડર્સ કસ્યા અને હાથમાં Sig Sauer v2  રાઇફલ્સ લીધી. વિપુલ અને તેના ચાર કમાન્ડોએ પાણીની અંદર ચાલતા હાઇ-ટેક અંડરવોટર સ્કૂટર નો ઉપયોગ કર્યો. સમુદ્રના કાળા અંધારા પાણીમાં, રડાર અને સોનારની નજરમાં આવ્યા વગર તેઓ યોર્ટની બિલકુલ નીચે પહોંચી ગયા.
યોર્ટની ચારેય બાજુ હાઇ-ડેફિનેશન નાઇટ-વિઝન કેમેરા અને હથિયારધારી થાઇ ગાર્ડ્સ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. વિપુલે યોર્ટના પાછળના એન્જિન રૂમના એક્ઝોસ્ટ એરિયા પાસે ચુંબકીય દોરડું  હવામાં ફેંક્યું. દોરડું લોખંડી દીવાલ સાથે સાયલન્ટલી ચોંટી ગયું. વિપુલ ચિત્તાની ઝડપે દોરડું પકડીને યોર્ટના ડેક પર ચડી ગયા.
ચંદ્રના ઝાંખા પ્રકાશમાં એક થાઇ ગાર્ડ સિગારેટ ફૂંકતો ફૂંકતો વિપુલની દિશામાં આગળ વધ્યો. વિપુલે પલક ઝપકાવ્યા વગર, પોતાની સાયલન્સર વાળી પિસ્તોલથી સચોટ નિશાન સાધ્યું. 
'ફુશ...' ના હળવા અવાજ સાથે ગાર્ડની ખોપડી વીંધાઈ ગઈ અને તેની લાશ દરિયામાં ખાબકે તે પહેલાં વિપુલે તેને હવામાં જ દબોચી લીધી. બાકીના કમાન્ડોઝ પણ ડેક પર આવી ગયા.
તેમણે યોર્ટના કંટ્રોલ રૂમની બારીમાંથી અંદર જોયું. અંદર સોમચાઇ લોપબુરી બ્લેક સિલ્ક કુર્તામાં, હાથમાં મોંઘી સ્કોચ પકડીને સેટેલાઇટ લેપટોપ સામે બેઠો હતો. લેપટોપની સ્ક્રીન પર ભારતના સ્ટોક માર્કેટના ઇન્ડેક્સ અને બેંકિંગ સર્વર્સના ગ્રાફ લાલ લાઈટથી બ્લિંક થઈ રહ્યા હતા. સોમચાઇ આગામી થોડી મિનિટોમાં જ ભારત પર અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિપ્ટો માઇનિંગ સાયબર એટેક લોન્ચ કરવાનો હતો, જે ભારતીય અર્થતંત્રને કાયમ માટે ઘૂંટણિયે લાવી દે તેમ હતો.
"એક્શન!" વિપુલે બૂમ પાડી અને કમાન્ડોઝે કંટ્રોલ રૂમનો બુલેટપ્રૂફ કાચનો દરવાજો બ્લાસ્ટ કરીને તોડી નાખ્યો.
"ઇન્ડિયન આઈ.બી.! કોઈ પોતાની જગ્યા પરથી હલશે નહીં!" વિપુલની ગર્જનાથી આખી યોર્ટ ધ્રુજી ઉઠી.
પરંતુ સોમચાઇના પર્સનલ બોડીગાર્ડ્સ અત્યંત ટ્રેન્ડ હતા. તેમણે તુરંત જ સબ-મશીનગન્સ થી અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું. 
યોર્ટના આલીશાન કાચ, કિંમતી કલાકૃતિઓ અને ઝુમ્મરો ગોળીઓના વરસાદથી વેરવિખેર થઈ ગયા. વિપુલે સોફાની આડ લીધી અને રોલ થઈને સોમચાઇના કમાન્ડર પર બે રાઉન્ડ ફાયર કર્યા. યોર્ટ સમુદ્રના મોજાં વચ્ચે જોરજોરથી હલતી હતી, જેનાથી નિશાન સાધવું અત્યંત મુશ્કેલ હતું.
સોમચાઇ કંટ્રોલ રૂમમાંથી ભાગીને યોર્ટના હેલિપેડ તરફ દોડ્યો, જ્યાં તેનું પર્સનલ ચોપર ટેક-ઓફ માટે તૈયાર થઈ રહ્યું હતું. વિપુલે તેનો પીછો કર્યો. ખુલ્લા ડેક પર ભારે પવન અને સમુદ્રના પાણીના ઉછળતા ટીપાં આંખોને અંજાવી રહ્યા હતા. સોમચાઇએ હેલિકોપ્ટરની સીડી પકડી લીધી. વિપુલે પોતાની રાઇફલ ફેંકી, દોડીને કૂદકો માર્યો અને સોમચાઇની ટાંગ પકડીને તેને હેલિકોપ્ટર પરથી નીચે ખેંચી લીધો. બંને ડેકના લોખંડી ફ્લોર પર પટકાયા.
સોમચાઇએ ખિસ્સામાંથી નાની બ્રાઉનિંગ પિસ્તોલ કાઢીને વિપુલ પર શૂટ કરવાનો પ્રયત્ન કર્યો, પણ વિપુલે તુરંત જ તેના કાંડા પર પ્રહાર કર્યો અને પિસ્તોલ દરિયામાં ફેંકી દીધી. વિપુલે કડક અવાજે પૂછ્યું, "બહુત કૂદ લિયા સોમચાઇ... હવે બોલ, આ એટેકનો મેઇન સોર્સ કોડ ક્યાં છે?"
સોમચાઇનો ચહેરો લોહીથી લથપથ હતો. તે હજુ પણ ઘમંડથી હસ્યો, "ઇન્સ્પેક્ટર... તું મને મારી નાખીશ તો પણ આ એટેક નહીં રોકાય. તારા દેશના એરપોર્ટ પર આગામી ૨૪ કલાકમાં ડ્રગ્સ અને વેપન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો કન્સાઇનમેન્ટ ઉતરવાનો છે. આ ઓટોમેટેડ પ્લાન છે. આનું કનેક્શન ક્યાં છે ખબર છે? તારા પોતાના જ શહેરમાં... અમદાવાદના એ જ કાફેમાં!"
વિપુલે સોમચાઇને હથકડી પહેરાવી અને તેના સેટેલાઇટ લેપટોપને સીઝ કર્યું. સાયબર એક્સપર્ટે તુરંત જ લેપટોપને ઓવરરાઇડ કરીને ભારતનું સેટેલાઇટ કનેક્શન રિસ્ટોર કર્યું. દિલ્હીમાં બેઠેલા આઈ.બી. ચીફ અય્યર સરની સ્ક્રીન પર લાઈવ કનેક્શન ઓન થયું.
"સર! સોમચાઇ અંડર કસ્ટડી છે, એટેક બ્લોક કરી દીધો છે,"* વિપુલે હાંફતા હાંફતા રિપોર્ટ આપ્યો.
પરંતુ સામે છેડેથી અય્યર સરનો અવાજ ગર્વથી નહીં, પણ અત્યંત ચિંતાથી ભરેલો હતો.
"વિપુલ, ગેમ હજુ પૂરી નથી થઈ... સોમચાઇ સાચું કહી રહ્યો છે. અમને હમણાં જ એર ટ્રાફિક કંટ્રોલ તરફથી ઇન્ટેલિજન્સ મળી છે. આગામી ૧૨ કલાકમાં એક વિદેશી ડિપ્લોમેટિક કાર્ગો પ્લેન સીધું 'અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ' પર લેન્ડ થવાનું છે. કાગળો પર એમાં ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ છે, પણ અસલી માલ કરોડોની 'યાબા' ગોળીઓ અને સાયબર જામર્સ છે. અને વિપુલ... આ કન્સાઇનમેન્ટ રીસીવ કરવા માટે જે વ્યક્તિ એરપોર્ટના વીઆઇપી ગેટ પર ઊભી છે ને... એ આઈ.બી.નો જ એક સીનિયર ઓફિસર છે! આપણી અંદર જ મોટો ગદ્દાર બેઠો છે!"
વિપુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. રમત જ્યાંથી શરૂ થઈ હતી, એ જ અમદાવાદની ધરતી પર હવે ફાઇનલ લોહીયાળ જંગ ખેલાવવાનો હતો. કાયદો અને ગદ્દારી હવે સામસામે આવવાના હતા!

*(ક્રમશઃ...)*


આપના રીવ્યુ જરૂર આપજો.
આપને મારી બીજી નવલકથા ઓ અને વાર્તાઓ વાંચવી ગમશે તો આપ મારા પ્રોફાઈલ ને સર્ચ કરવા વિનંતી.