Love you yaar bhag-102 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | લવ યુ યાર - ભાગ 102

Featured Books
Categories
Share

લવ યુ યાર - ભાગ 102

લવે કેમેરા પોતાના હાથમાં પકડી લીધો અને પોતાના હોઠ જૂહીના સુંદર ગુલાબી હોઠ ઉપર ગોઠવી દીધાં... લવ જૂહીને એક પ્રગાઢ ચુંબન કરી રહ્યો હતો અને આજે તેને જાણે છોડવા જ માંગતો નહોતો...

જૂહી પણ આજે લવના એ ચુંબનમાં ખોવાઈ ગઈ હતી...

વર્ષોથી બંને એકબીજાને ઓળખતા હોય અને એકબીજાને માટે જ સર્જાયા હોય તેમ બંને એકબીજાનામાં મસ્ત બની ગયા હતા...

બંનેનું આ પ્રગાઢ ચુંબન લાંબુ ચાલ્યું...

થોડી વાર પછી વાવ જોવા માટે બીજું પણ કોઈ ત્યાં આવ્યું હોય તેવો ગણગણાટ સંભાળાવા લાગ્યો ત્યારે જૂહીને ભાન થયું કે પોતે લવની બાહોમાં છે અને લવને ચુંબન આપી રહી છે તે એકદમ લવથી સહેજ દૂર ખસી ગઈ અને ફ્રેશ થવાની કોશિશ કરવા લાગી..

જિંદગીમાં પહેલીવાર કરેલું પ્રગાઢ ચુંબન આટલું નશીલું હોઈ શકે છે તેની તો તેને આજે જ જાણ થઈ હતી.

તે ખૂબજ શરમાઈ રહી હતી... તેનાથી જે કંઈ પણ થઈ ગયું હતું તે તેની સમજની અને સ્વીકૃતિની બહાર હતું.. તે લવથી આગળ આગળ ચાલવા લાગી..

લવે દોડીને તેનો હાથ પકડી લીધો અને પોતાના માથા ઉપર એક હાથ રાખીને તે અચાનક જ બોલી ઉઠ્યો, "સોરી યાર...પણ તારો સ્પર્શ જ એટલો બધો લોભામણો હતો કે હું મારી જાતને રોકી ન શક્યો.. આઈ એમ રીયલી સોરી.."

"ચલ જૂઠા.." જૂહી એટલું જ બોલી શકી અને લવના હાથમાંથી કેમેરા લેવા લાગી.

લવ પણ આગળ કંઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ફોટો પડાવવા માટે પોઝ આપવા લાગ્યો.

લવના ચાર પાંચ સારા ફોટા પડી ગયા પછી લવે કેમેરા જૂહીના હાથમાંથી પોતાના હાથમાં લઈ લીધો અને જૂહીની બાજુમાં ઉભો રહીને તે સેલ્ફી લેવા લાગ્યો...

એક બે ફોટામાં જૂહીએ પોતાના હાથ વડે પોતાનું મોં ઢાંકી દીધું હતું અને તેવા ફોટામાં ફક્ત તેની અણિયાળી આંખો દેખાઈ રહી હતી...

પ્રેમની કબૂલાત કરવાની જૂહીને કોઈ જરૂર જ નહોતી..તેની આંખોમાંથી જ લવ માટેનો પારાવાર પ્રેમ નીતરી રહ્યો હતો...

વાવની અંદર ગોળ ગોળ બે ચાર વખત ફરી લીધા બાદ જૂહી લવને પૂછવા લાગી કે, "ચાલ હવે આપણે નીકળીશું?"

લવે પણ હકારમાં માથું ધુણાવ્યું અને બંને જણાં વાવની બહાર નીકળીને પોતાની કાર તરફ આગળ વધ્યા...

થોડી વાર બંને વચ્ચે ચૂપકીદી છવાઈ રહી અને લવ કંઈક બોલવા જતો હતો તે પહેલા જ તેનો ફોન રણકી ઉઠ્યો...

જોયું તો ઈરાનો ફોન હતો... લવ કાર ડ્રાઈવ કરતો હતો એટલે તેનો ફોન સ્પીકર ઉપર હતો...

જેવો લવે ફોન ઉપાડ્યો કે તુરંત જ ઈરા લવને કહેવા લાગી, "બોલ માય ડિયર શું કરતો હતો..? તું મને મીસ કરે કે ન કરે હું તને ખૂબજ મીસ કરું છું.. ખરેખર યાર તું ખૂબ યાદ આવે છે સમજાતું નથી મને કે તારી સાથે શું રિલેશન છે પણ તું પલકે ને પલકે બસ યાદ આવ્યા જ કરે છે..અને સાંભળ ને યાર તારા માટે શું લાવું..? બોલ ને બોલતો કેમ નથી..? તને શું ગમશે? બોલ ફટાફટ બોલ.."

"અરે યાર, તું બોલવા દે તો બોલું ને..?"

"હા યાર નહીં મારી બકબક બંધ થાય તો તું કંઈક બોલે ને એ તો હું ભૂલી જ ગઈ.. ઓકે ચાલ જલ્દી કહી દે કે તારા માટે શું લાવું..?"

"તારે જે લાવવું હોય તે લાવજે.. આઈ હેવ નો પ્રોબ્લેમ... તું જે પણ લાવીશ તે મને ગમશે જ.."

"ના પણ સાંભળ ને તને ગમતી કોઈ વસ્તુ લાવું તો સારું ને..?"

"તું જે લાવીશ તે મને ગમશે જ.."

"ઓકે, ચાલ.‌. તો એવું જ કરીએ.. અને હા સાંભળ તું મને પીક અપ કરવા માટે ટાઈમ પર આવી જજે હં.. મારે એરપોર્ટ ઉપર બહુ વેઈટ ન કરવું પડે.."

"હા હા આવી જઈશ.. ઓકે બોલ બીજું કંઈ..?"

"બસ ના બીજું કંઈ નહીં.."

ઈરા સામેથી ફોન કટ કરે તે પહેલાં જ લવે ફોન કટ કરી દીધો અને એક ઉંડો રાહતનો શ્વાસ લીધો...

"બાપ રે એટલું બધું બોલે છે ને આ છોકરી.. મારું તો માથું પકવી દે છે આની સાથે કેમ કરીને રહેવાય..?"

"એ તો હવે તારી જ ફ્રેન્ડ છે એટલે તારે જ વિચારવાનું..."

"અરે, આની બકબક ચાલુ થાય ને એટલે મગજ વિચારવાનું બંધ કરી દે છે..." લવ ખરેખર અકળાઈ રહ્યો હતો અને વિચારી રહ્યો હતો કે ઈરા અહીંયા ઈન્ડિયા આવવાની છે તો પોતાની શું દશા થશે..

અને જૂહી તેની મજા લેતી હોય તેમ હસી રહી હતી..

"હસે છે શું યાર..મારી ઉપર થોડી તો દયા ખા.. અરે હા મારી પાસે આનો.. આ બકબકનો એક જોરદાર ઉપાય છે..."

"શું ઉપાય છે?"

"તું " 

"શું?"

"હા બસ તું જ.."

"પણ શું તું તું કરે છે..?"

"હું એને તારી પાસે ધકેલી દઈશ અને કહીશ કે તારે ક્યાંય પણ જવું હોય, કંઈ પણ ખરીદી કરવી હોય કે કંઈ પણ કામ હોય તે તને મળે... હાંશ.. બધી વ્યવસ્થા થઈ ગઈ.. હવે હું બચી ગયો.." અને લવ ખૂબજ ખુશ થઈ રહ્યો હતો.

"પણ એ અહીંયા આવે ત્યારે હું અહીંયા ન હોઉં તો..?"

"તો કંઈ વાંધો નહીં એ તો પછી હું જઈ આવીશ એની સાથે.. પણ જ્યાં સુધી તું અવેલેબલ છે ત્યાં સુધી મારે બીજી કોઈ ચિંતા નથી.."

"ઓકે.." એટલું બોલીને જૂહી વિચારમાં પડી ગઈ કે શું આવી પણ છોકરીઓ હોય છે જે આટલું બધું બકબક કરતી હશે અને વળી છોકરાઓ રિસ્પોન્સ ન આપે તો પણ તેમના ગળે પડતી હશે.." અને જૂહીએ એક ઉંડો શ્વાસ લીધો.

તેને આમ વિચારોમાં ડૂબેલી જોઈને લવ તેને પૂછવા લાગ્યો કે, ", શું વિચારે છે?"

"કંઈ નહીં બસ એ તો એમ જ.."

"જૂહી એક વાત કહું તને?"

"હા બોલ ને.."

"આજે જે કંઈ પણ બન્યું તેવું મારી જિંદગીમાં પહેલા ક્યારેય પણ બન્યું નથી.. મતલબ કે કોઈ પણ છોકરીને મેં આજ સુધી આવા કોઈ ઈન્ટેન્સથી ટચ પણ કરી નથી.."

જૂહી માટે ફરીથી એ બધું યાદ કરવું થોડું શરમજનક અને અજૂગતું હતું તેની નજર બારીની બહાર હતી ગાડીના કાચમાંથી તે બહાર જોઈ રહી હતી અને લવની આ સ્પષ્ટતા વિશે કંઈ પણ બોલવા નહોતી ઈચ્છતી...

અને લવ જાણે તેના મોં માં આંગળી નાંખીને તેને કંઈક બોલાવવા ઈચ્છતો હતો.

લવ નું બોલવાનું હજી ચાલુ જ હતું..

"હજી તું શું વિચારમાં ડૂબેલી છે?"

"કંઈ નહીં બસ એમ જ..."

"કંઈક તો છે યાર.. તું આમ ચૂપ થઈ ગઈ છે.."

"કહ્યું ને એક વાર કંઈ નહીં.."

"તારા મનની વાત તું મારાથી છૂપાવી નહીં શકે.. કહી દે ને પ્લીઝ યાર.."

"તમને છોકરાઓને કેવું નહીં જ્યારે જે મન થયું ત્યારે તે કરી દેવાનું પછી તેનું પરિણામ શું આવશે તે નહીં વિચારવાનું?"

"શેનું પરિણામ તું શું આ બધી વાતો કરે છે મારી તો સમજ બહાર છે આ બધું.."

"કંઈ નહીં છોડ ને યાર..."

"ના શું થયું છે તારા મનમાં શું ચાલી રહ્યું છે આજે તો તારે કહેવું જ પડશે.."

"એ જ કે મને આ રીતે કીસ કરતાં પહેલાં અને તારી નજીક લેતાં પહેલાં તે કંઈ વિચાર્યું હતું ખરું..? ના નહીં જ વિચાર્યું હોય.."

"અરે એમાં શું વિચારવાનું...?"

"તું જેટલું ઈઝીલી બોલી જાય છે કે એમાં શું વિચારવાનું, એટલું એ વાતને એક્ષેપ્ટ કરવું ઈઝી નથી.."

"તું યાર બહુ ઊંડું ઊંડુ વિચારે છે અને તું જે વિચારે છે તે મારી સમજ બહાર છે ઓકે..? એટલે આ બધું વિચારવાનું છોડી દે અને તૈયાર થઈ જા હવે બે મિનિટમાં તારી હોસ્ટેલ આવશે..."

અને બે જ મિનિટમાં હોસ્ટેલના ગેટ પાસે આવીને ગાડી અટકી ગઈ...

જૂહી ચૂપચાપ પોતાનું પર્સ હાથમાં લઈને નીચે ઉતરી ગઈ અને ચાલવા જતી હતી ત્યાં લવે હોર્ન વગાડ્યો અને જૂહીને કહ્યું, "મેડમ, હગ ન કરો તો કંઈ વાંધો નહીં પણ જરા સ્માઈલ તો આપીને જાવ નહીં તો મારી આખી રાત બગડશે..."

જૂહીએ પાછું વળીને લવની સામે જોયું અને કતરાતી નજરે નછૂટકે તે બાય બોલી અને ઝડપથી ચાલીને હોસ્ટેલમાં પ્રવેશી ગઈ...

લવ એકીટશે નાજુક નમણી સેલ્ફ રિસ્પેક્ટેડ જૂહીને જતી જોઈ રહ્યો...

વધુ આગળના ભાગમાં...

~ જસ્મીના શાહ 'સુમન' 

    દહેગામ 

    24/8/26