College campus bhag-146 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 146

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 146

સમીરનું નામ સાંભળતા જ પરી ચોંકી ઉઠી અને તે પોતાની સીટ ઉપરથી સફાળી ઉભી થઈ ગઈ અને તે કેબિનની બહાર નીકળવા જતી હતી ત્યાં ડોક્ટર નિકેત બોલ્યા કે, "ઓહો, મિસ્ટર સમીર આવ્યા છે..? તેમને અંદર કેબિનમાં મોકલો..."આ સાંભળીને પરી પાછી પોતાની સીટ ઉપર ગોઠવાઈ ગઈ...એટલામાં....થોડા ટૂંકા પણ સુંદર રીતે ગોઠવીને ઓળેલા સિલ્કી વાળ, વ્હાઈટ કલરનું લિનનનું શર્ટ અને નીચે ખાખી કલરનું ઈસ્ત્રી ટાઈટ પેન્ટ, છત્રીસની છાતી ધરાવતો અને પગમાં હિલવાળા બ્રાઉન કલરના શૂઝ પહેરીને જ્યારે સમીરે નિકેતની ઓફિસમાં પગ મૂક્યો ત્યારે ડોક્ટર નિકેતને પણ એમ લાગ્યું કે જો આ માણસ ધરતી ઉપર જોરથી પગ પછાડે તો આ ધરામાં પણ ખાડો પડી જાય એટલી તાકાત આ માણસ ધરાવે છે અને એટલો મજબૂત સ્ટાઉટ બોડી વાળો છે..તેને જોતાં વેંત જ નિકેતની આંખો પણ અંજાઈ ગઈ હતી અને તે પણ મિસ્ટર સમીરથી ઈમ્પ્રેસ થઈ ચૂક્યો હતો... તો પછી કોઈ પણ છોકરી તેનાથી ઈમ્પ્રેસ થવામાં કઈ રીતે બાકાત રહી શકે..?? તેમ તે વિચારવા લાગ્યો...નિકેતને તેની જલન થવા લાગી...ભગવાને આ બંનેનું મિલન શું કામ કરાવ્યું હશે..?આનો ચહેરો ઘણું બધું કહી આપે છે કે તે એન્ગ્રી યંગ મેન છે.. અને આનો રૂઆબ જ એવો છે કે પરી ડોક્ટરને છોડીને ઇન્સ્પેક્ટર સાથે પરણવા તૈયાર થઈ જાય...હે ભગવાન.. હું શું કરું..?મને તો કંઈ જ સૂઝતું નથી..તો શું પરીને ખરેખર મારે છોડી દેવી પડશે.. અને ભૂલી જવી પડશે.. ?આવા અનેક વિચારો ડોક્ટર નિકેતના દિલોદિમાગમાં ઘૂમરાવા લાગ્યા હતા...અને હ્રદયે તો જાણે ધબકવાનું બંધ કરી દીધું હતું... બે ત્રણ થડકાર તો જાણે તે ચૂકી ગયા હતા...મન બિલકુલ ઉદાસ થઈ ગયું હતું..હવે બાજી જરાપણ હાથમાં રહી નથી તે વાત સમીરને જોતાં જ પાક્કી થઈ ગઈ હતી...તેમણે ઉભા થઈને સમીરને પોતાની સામે રાખેલી ચેરમાં બેસવા કહ્યું અને ડોર બેલ વગાડીને મિસ રોઝીને અંદર બોલાવી અને મિસ્ટર સમીર માટે પાણી લાવવા કહ્યું...સમીરે થોડું પાણી પીધું અને ગ્લાસ ટેબલ ઉપર મૂક્યો એટલે ડોક્ટર નિકેતે તેને ચા કોફી માટે પૂછ્યું.. પરંતુ સમીર થોડો ઉતાવળમાં હતો.. તે એક કેસની તપાસમાં આ બાજુ નીકળ્યો હતો અને પરીને જોવાની તેમજ મળવાની તાલાવેલીમાં હોસ્પિટલના પગથિયાં ચડી ગયો હતો...ડોક્ટર નિકેત તેને ફોર્સ ન કરી શક્યા અને સમીરે પણ કહ્યું કે, "ફરી ક્યારેક.."સમીર અને પરી બંને ડોક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળ્યા અને સમીરે પરીની માધુરી મોમ પાસે જવા કહ્યું...બંને જણાં હરખભેર માધુરી મોમની રૂમમાં દાખલ થયા...માધુરી દવાને કારણે થોડી ઘેનમાં હોય તેવું લાગી રહ્યું હતું..સમીર તેની નજીક ગયો અને તેમનો હાથ પોતાના હાથમાં લીધો અને ચૂમી લીધો અને પછી એ જ હાથ પોતાના માથા ઉપર મૂક્યો અને પછી જવા માટે નીકળ્યો.. નીકળતાં નીકળતાં તેણે પરીની સામે પોતાનો હાથ ધર્યો અને પરીનો હાથ તેના હાથમાં પરોવાયો એટલે તેણે તેને પ્રેમથી ચૂમી લીધો અને તેને કહ્યું કે, "મારું કામ પૂરું થાય એટલે હું તને કોલ કરું" એમ કહીને પરીને બાય કહીને તે પોતાના કામે નીકળી ગયો...ડોક્ટર નિકેત ઉદાસ મને પોતાની કેબિનમાં રાખેલી સ્ક્રીન ઉપર આ સુંદર બેનમૂન જોડીને જતાં જોતાં રહ્યાં...પરી પોતાની મોમની નજીક ગઈ અને વ્હાલથી તેને ભેટી પડી અને તેને કહેવા લાગી કે, "મોમ હવે તું ભાનમાં આવી ગઈ છે, તારે અમારી સાથે વાતો કરવાની છે.. બહુ બધી વાતો.. તારી મોમ પણ તને મળવા માંગે છે.. તું બરાબર ભાનમાં આવી જા મોમ.. મારે તને ઘણું બધું કહેવું છે મોમ.." અને પરીની આંખો ફરીથી ભીંજાઈ ગઈ...માધુરી ભાનમાં તો આવી ગઈ હતી પરંતુ હજી પણ જોઈએ એવું તેનું રીએકશન નહોતું...પરી થોડી સ્વસ્થ થવાનો પ્રયત્ન કરવા લાગી એટલામાં મિસ રોઝીનો તેની ઉપર ફોન આવ્યો કે હોસ્પિટલમાંથી નીકળતાં તે તેને મળીને જાય...પરીના મનમાં હજાર વિચારો આવવા લાગ્યા કે, મને ડોક્ટર નિકેતે ફરીથી તેમની કેબિનમાં તો નહીં બોલાવી હોય ને..?? અને બોલાવી હશે તો હું શું કહીશ.. સમીર વિશે કંઈ પૂછપરછ કરશે તો.. કે પછી મોમ વિશેની કોઈ વાત હશે...??**************ગોળ ગોળ ઘૂમતાં ઘૂમતાં છેલ્લે કવિશાને ચક્કર આવી ગયા અને તે ઢળી પડી હતી જેને ઋષિલે કોઈને ખબર ન પડે તે રીતે પોતાના હાથમાં ઝીલી લીધી હતી અને તાળીઓના ગડગડાટ સાથે પડદો પડી ગયો હતો...છેલ્લે ઘરે જતાં જતાં પોતાના પેરેન્ટ્સ સાથે કવિશાએ ઋષિલની ઓળખાણ પણ કરાવી હતી અને તે એક બેસ્ટ ડાન્સર છે અને પોતે ડાન્સ ક્લાસ પણ ચલાવે છે તેમજ એક સારો કોરિયોગ્રાફર પણ છે તેમ જણાવ્યું હતું.કવિશાના મોમ ડેડ અને પરી, કવિશાનો આ દિલધડક પ્રોગ્રામ અને તેનું કોલેજનું સુંદર ગૃપ જોઈને ખુશ થયા હતા.કવિશા, પરી તેમજ તેમના પેરેન્ટ્સ ઘરે પહોંચી ગયા હતા.. રાત બરાબર જામી ચૂકી હતી.. બધા જ થાકી પણ ખૂબ ગયા હતા એટલે પોત પોતાના રૂમમાં જઈને સૂઈ ગયા...કવિશાનું મન ચકરાવે ચડેલું હતું...અને પરીને પણ આજે નીંદર આવતી નહોતી...બંને બહેનો બાજુ બાજુમાં જ સૂઈ જતી હતી...પરી કવિશાને પોતાના દિલની વાત કહેવા માંગતી હતી પરંતુ બે ત્રણ દિવસથી કવિશાનું પોતાના તરફનું વલણ જાણે બરાબર નહોતું એવું તે ફિલ કરી રહી હતી...આજનો કોલેજનો પ્રોગ્રામ જોયા પછી પરીને એવું લાગ્યું કે છુટકી આ પ્રોગ્રામને લઈને થોડી ટેન્શનમાં હશે એટલે ચૂપ થઈ ગઈ છે અને મારી સાથે વાતચીત ઓછી કરે છે...પરંતુ કવિશાના મનમાં શું ચાલી રહ્યું હતું તેની તો પરીને ભડક શુધ્ધાં નહોતી...બંને પોત પોતાના વિચારો કરતાં કરતાં સૂઈ ગયા...અને સવાર ક્યારે પડી ગઈ તેની ખબર પણ ન પડી...પરીને આજે એક મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં ઈન્ટરવ્યુ આપવા જવાનું હતું એટલે તે થોડી વહેલી જ ઉઠી ગઈ હતી અને ફટાફટ તૈયાર થઈને નીકળી ગઈ હતી...જેવી તે ઈન્ટરવ્યુ આપીને બહાર નીકળી કે તરત જ તેનો મોબાઈલ રણકી ઉઠ્યો..."તું ક્યાં છે?""લાઈફ લાઈન હોસ્પિટલમાં ઈન્ટરવ્યુ આપવા આવી હતી. હવે નીકળું છું.""મારે તને મળવું છે.""હા તો હું ઘરે જ આવું છું.""ના ઘરે નહીં, બહાર ક્યાંક..""કેમ શું થયું..એની પ્રોબ્લેમ..?""એ હું તને મળીશ એટલે જ કહીશ..""ઓકે, તો તું ક્યાં આવે છે.""લાઈફ લાઈનથી થોડે આગળ, રસસાગર રેસ્ટોરન્ટ છે. હું ત્યાં આવું છું.""ઓકે આઈ વેઈટ ફોર યુ.."અને પરીએ છુટકકીનો ફોન કાપ્યો અને ઓટો કરીને તે રસસાગર રેસ્ટોરન્ટ તરફ આગળ વધી....વધુ આગળના ભાગમાં....છુટકી પરીને શું કહેવા માંગે છે તે જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     24/8/26