Terror 26 in Gujarati Thriller by Maulik Vasavada books and stories PDF | ટેરર ૨૬ - ભાગ 7 (અંતિમ ભાગ)

Featured Books
Categories
Share

ટેરર ૨૬ - ભાગ 7 (અંતિમ ભાગ)

૨૬ જાન્યુઆરી દિલ્હીમાં ડેરી બપોરે ૧૨ વાગ્યે

ડેરીમાં આઠ આઠ કલાક ની ત્રણ શિફ્ટ ચાલતી હતી પણ એ દિવસે પ્રધાનમંત્રીની મુલાકાત હોવાથી બપોરે ૧૨ વાગ્યે જ શિફ્ટ બદલી નાખવામાં આવી. 

અતીક અહમદ ની જગ્યાએ શકીલ વેશપલટો કરીને ડેરીમાં ઘુસવા જાય છે અને પોતાની સાથે અતીક ના મિત્રને રાખે છે કે જે પણ ડેરીમાં જ નોકરી કરે છે. સાઈનાઈડ નો ઓર્ડર આપવામાં પણ તે સાથે જ હતો. સીકયોરીટી સ્ટાફ પહેલાં તો ખૂબ આનાકાની કરે છે પણ પછી ડેરી નું કામકાજ ન અટકી જાય તેથી જવા દે છે. 


૨૬ જાન્યુઆરી દિલ્હી ડેરી બપોરે ૧ વાગ્યે

ભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ પોતાના સમય પ્રમાણે જ ડેરીમાં પહોંચી જાય છે. ડેરીમાં એક સીસીટીવી કેમેરા નો કંટ્રોલ રૂમ બનાવી રાખવા માટે બે દિવસ પહેલાં જ તાકીદ કરવામાં આવી હતી. 

સીકયોરીટી સ્ટાફ સાથે બન્ને પ્રમુખ ડેરીમાં જુદા જુદા વિભાગ જોવા જાય છે. તેઓ ખૂબ ચીવટતાથી દરેક ઝીણામાં ઝીણી વિગતો સાંભળે છે. 

ફરતાં ફરતાં તેઓ શ્રીખંડ અને ફલેવર મિલ્ક ના વિભાગ માં આવે છે. આ જ વિભાગમાં અતીક અહમદ નો મિત્ર કામ કરતો હોય છે. શકીલ બન્ને પ્રમુખ ને આ વિભાગ વિષે સમજાવા આગળ આવે છે ત્યારે જ ડેરી ના  પ્રમુખ કે જે સાથે જ હોય છે તે શકીલ ને જોઈ કહેવા લાગે છે કે આ અજાણી વ્યક્તિ કોણ છે?! શકીલ તરત જ ટોળામાં ભળી જાય છે. અતીક નો મિત્ર તરત જ આ વિભાગ ના કામકાજ વિષે સમજાવા આગળ આવે છે. 

શકીલ ધીમે ધીમે પાછળ ખસતો જાય છે. ડેરી પ્રમુખ દ્વારા કહેવામાં આવેલી અજાણી વ્યક્તિ ની વાત સાંભળીને જ સીકયોરીટી સ્ટાફ શકીલ નો પીછો કરે છે. આ બધી જ ઘટનાઓ સીસીટીવી કેમેરામાં કેદ થતી હોય છે. 

બન્ને પ્રમુખો આ વિભાગની કામગીરી ની માહિતી જાણીને આગળ જતાં હોય છે ત્યારે જ  ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની કે જેણે લંચ અને બીજી વ્યવસ્થા કરી હોય છે તેનો જ એક કર્મચારી બન્ને પ્રમુખો નું અભિવાદન કરી તેમને ફલેવર મિલ્ક ઓફર કરે છે. પછી તેમના સીકયોરીટી સ્ટાફ ને પણ ઓફર કરે છે. 

બધા જ લોકો હાથમાં ગ્લાસ પકડી રાખે છે પણ પીતા નથી. તે કર્મચારી બધા ને પીવા માટે ઓફર કરે છે પણ બન્ને પ્રમુખો અને તેમનો સીકયોરીટી સ્ટાફ ગ્લાસ પાછા મુકી દે છે. 

"હું કહું છું પીવો ને?! " તે કર્મચારી બૂમ પાડીને કહે છે. 

"શુટ હીમ.... " એક બૂમ પડે છે. ( અશોક બસુ બુમ પાડે છે). 

તરત જ બન્ને પ્રમુખો ને કવર કરી સીકયોરીટી સ્ટાફ તે કર્મચારી પર ફાયરિંગ કરે છે. તે કર્મચારી ત્યાં જ પડી જાય છે. આ તરફ શકીલ અને તેના સાગરીત ને પણ એક સીકયોરીટી ટીમ જે એમના પાછળ ગઈ હતી તે પકડી લે છે. 

"શું છે આ ફલેવર મિલ્કમાં?! " ભારતીય પ્રધાનમંત્રી અશોક બસુને પુછપરછ કરે છે. 

"સર!! આ ફલેવર મિલ્કમાં સાયનાઇડ છે. આ તમને અને ઈગ્લેંડ ના પ્રમુખ ને તેમની સીકયોરીટી ટીમ ને મારી નાખવા માટે નું એક કાવતરું હતું. 

જયારથી અમને ખબર પડી કે ઈગ્લેંડ ના પ્રતિનિધિમંડળમાં બે વ્યક્તિ સાઉદી અરેબિયા થી જોડાઈ છે અને તે કાશ્મીર ગયા નથી ત્યારે જ અમે સમજી ગયા કે દિલ્હીમાં ૨૬ તારીખે કોઈ જાતનો કેમીકલ હુમલો જરૂર કરશે. એટલે જ મૈ આપને સલાહ આપી હતી કે કોઈ પણ અજાણી વ્યક્તિ ડેરીમાં આપને કોઈ પણ વસ્તુ ખાવા કે પીવા માટે આપે તો ખાતા નહીં. આ એક કેમીકલ હુમલો હતો. 

અતીક અહમદ ફલેવર મિલ્ક વિભાગમાં નોકરી કરતો હતો એટલે અમે સમજી ગયા કે જરૂર તેણે જ સાયનાઇડ ને દૂધની અંદર ભેળવીને કોઈ હુમલો કરવા માટે વિચાર કર્યો હશે. પણ પહેલાં અમે દૂધ ના નમુનાઓ ને ઉંદર પર ચેક કર્યા. આ બન્ને એ અતીક અહમદ ને ૨૫ તારીખે રાત્રે સાયનાઇડ આપીને ફલેવર મિલ્ક તૈયાર કરાવ્યું 

૨૫ બોટલ એકદમ અલગ રાખવામાં આવી હતી. તેની પર કોઈ જાતનો બેચ નંબર પણ ન હતો. જયારે એક બોટલ નો નમૂનો ચેક કર્યા તો તેમાં ઝેર મળ્યું. ઉદર ની મૃત્યુ થઈ ગઈ. અમે ફક્ત આ આતંકવાદીઓ ને બહાર લાવીને પકડવા માંગતા હતા. 

જે કર્મચારી આપને પીવા માટે ઓફર કરતો હતો તે હસન અહેમદ હતો. તેણે  ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની નો ડ્રેસ પહેરીને ડેરીમાં પ્રવેશ કર્યો હતો. અમને અતીક અહમદ ના પાસેથી તે ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીનું કાર્ડ મળી આવ્યું હતું. અમે આખી યોજના સમજી ગયા. 

શકીલ રઝા અને તેના મિત્ર ને પણ પકડી લીધા છે. તેઓ બીજા ઘણા રાઝ ખોલશે. જય હિદં સર!! " અશોક બસુએ જવાબ આપ્યો. 

આ રીતે ભારતીય જાસૂસી સંસ્થા અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના સહયોગ થી એક મોટો આતંકી હુમલો રોકી શકાયો. 

જય હિંદ!! જય ભારત!! 

આશા છે આપ સૌને આ કથા ગમી હશે. આપનો પ્રતિભાવ જરૂર આપજો.