પાછા વળ્યા પાછલા દિવસો - ભાગ ૭
વહેલી સવારમાં રાબેતા મુજબ પાર વિધિ બહેન રસોડામાં કામ કરી રહ્યા હોય છે અને તેમના પતિ રમેશભાઈ બારે ફરિયામાં ફૂલ ઝાડને પાણી પાતા હોય છે તે સવારમાં પાર્વતીબેન ને કામમાં મદદરૂપ પણ થાય છે ત્યારબાદ તે પોતાના કામે જાય છે, જ્યારે મોટો ભાઈ રોહન કંઈ પણ કામ કરતો નથી અને ભણતો પણ નથી તે નકામો છે અને કોઈ પણ ચિંતા વગર હજુ નિસ્પિકર સૂતો હતો. આ બાજુ શ્રદ્ધા પણ સવારમાં વહેલી ઉઠી જાય છે કારણ કે તે પણ પાર્લર નું કામ કરતી હોય છે તે પાર્લરમાં પાર્ટ ટાઈમ જોબ કરતી હોય છે તે ભણવામાં એટલી હોશિયાર ન હોવાથી તે નાના મોટા કામ કરતી હોય છે
આ તરફ જહાનવી તેના રૂમમાં સવારમાં પોતાની આંખો ઊઘડી ત્યારે તેનો મૂડ બહુ જ સરસ અને ખુશખુશાલ હતો. તેણે બારીની બહાર નજર કરી તો સવારનું વાતાવરણ અતિ સુંદર લાગી રહ્યું હતું. આસપાસના રંગબેરંગી ફૂલો પર પતંગિયાં મંડરાઈ રહ્યાં હતાં અને કુમળા તડકામાં કુદરત ખીલી ઊઠી હતી.
આવી સુંદર સવાર જોઈને તે તાજગી અનુભવે છે અને અચાનક જાનવીએ વિચાર્યું કે આજે નવા સ્ટુડન્ટ્સ અને તેમના માતા-પિતાને મળવાનું છે, એટલે મારે વહેલા તૈયાર થઈને નીકળવું પડશે. સ્ટુડન્ટ્સ અને તેમના ઘરમાં બધા પર એક સારો પ્રભાવ પડે તે માટે જાનવીએ વ્યવસ્થિત માથું ધોઈને તેના રેશમી વાળ સેટ કર્યા. તેણે એક સુંદર અને સાદો લાઈટ બ્લુ કુર્તો પસંદ કર્યો, જે તેના નીખરતા ચહેરા અને ચાર્મિંગ વ્યક્તિત્વ પર ખૂબ જ શોભી રહ્યો હતો. તૈયાર થતી વખતે તેણે પોતાના ડ્રોઅરમાંથી મમ્મી પાર્વતીબેનની લકી અને ફેવરેટ હેર ક્લિપ કાઢીને વાળમાં લગાવી લીધી. આંખોમાં એક ચમક અને મુખ પર હળવા સ્મિત સાથે જાનવી આજે અત્યંત મનમોહક અને આકર્ષક લાગી રહી હતી.
પોતાનું પર્સ વ્યવસ્થિત હાથમાં લઈ તેણે ઘડિયાળમાં જોયું તો સમય ખૂબ ઓછો હતો અને તેને મોડું થઈ રહ્યું હતું. તે દોડીને રસોડામાં ગઈ અને મમ્મીને કહ્યું, "મમ્મી, આજે હું નાસ્તો નહીં કરું, મને બહુ મોડું થાય છે! મારે કોલેજે જઈને લાઈબ્રેરીનું કામ પતાવવાનું છે અને પછી એક જગ્યાએ અગત્યના કામથી મળવા પણ જવાનું છે."
પણ મમ્મી પાર્વતીબેને તરત તેનો હાથ પકડી લીધો અને વહાલથી કહ્યું, "અરે વાહ! આટલી બધી ઉતાવળમાં કઈ તરફ ભાગી રહી છે? નાસ્તો કર્યા વગર તે કંઈ જવાતું હશે? ઊભી રહે તું, આ લે નાસ્તાનો ડબ્બો." એમ કહીને પાર્વતીબેને ડબ્બો તેના પર્સમાં મૂક્યો.
એ જ ક્ષણે પાર્વતીબેનની નજર જાનવીના માથામાં લાગેલી પોતાની એ લકી હેર ક્લિપ પર અને તેના ખીલેલા ચહેરા પર પડી. તે તરત જ સમજી ગયા કે જાનવી આજે કોઈ બહુ જ મહત્વના કામ માટે બહાર જઈ રહી છે, એટલે જ આટલી ઉત્સાહથી તૈયાર થઈ છે. તેમણે જાનવીને વધારે કંઈ પૂછ્યું નહીં, બસ પ્રેમથી તેના માથે હાથ મૂકીને કહ્યું, "બેટા, તું જે પણ સારા કામ માટે જઈ રહી છે, તેમાં તને પૂરેપૂરી સફળતા મળે! મારી શુભેચ્છાઓ તારી સાથે જ છે."
જાનવી મમ્મીના આશીર્વાદ લઈને ખુશ થતી ઘરની બહાર નીકળી ગઈ.
જાનવી ઘરથી નીકળીને બસ સ્ટેન્ડે પહોંચી અને બસ આવતા જ અંદર ચડી. તે જ ક્ષણે બસની ખુલ્લી બારીમાંથી આવતા પવનના હળવા સપાટા સાથે જાનવીની ઝુલ્ફો તેના ચહેરા પરથી સરીને ઉડવા લાગી. સવારના કુમળા તડકામાં તે ખૂબ જ સુંદર અને મનમોહક લાગી રહી હતી. બસમાં બેઠેલા જતીનની નજર અચાનક જાનવી પર પડી અને તે તેની સુંદરતામાં ખોવાઈને તેને બસ જોતો જ રહી ગયો.
જાનવીએ પણ જ્યારે જતીનની આંખોમાં પોતાના માટે એ ઊંડો પ્રેમ અને આકર્ષણ જોયું, ત્યારે એક ક્ષણ માટે તે પણ જતીનની નજરોમાં બંધાઈ ગઈ. બંનેની નજરો મળી અને હવામાં એક મીઠો રોમાન્સ છવાઈ ગયો. જતીન મનમાં ને મનમાં બોલે છે આજ તો કેટલી સુંદર લાગે છે ઉપરથી બ્લુ કલરના ટ્રાન્સપરન્ટ કુર્તામાં તે વધુ મોખ લાગી રહી છે. જતીન ના ધબકારા વધી જાય છે. જાનવી પણ તેના ચહેરાને જોતી રહે છે પરંતુ આગલી જ પળે જાનવીને પોતાની વાસ્તવિકતા યાદ આવી. તેણે મનોમન પોતાને ઢંઢોળી અને કહ્યું, "જાનવી, તું આ શું કરી રહી છે?..... તારે જતીનથી દૂર રહેવાનું છે... ખૂબ દૂર,...... એકદમ દૂર!"......
જતીનની બાજુમાં સીટ ખાલી હતી અને તે જ સમયે થોડે દૂર બીજી એક સીટ પર બેઠેલી બે મહિલાઓમાંથી એક મહિલા ઊભી થઈને ઉતરી ગઈ. જતીન હજુ જાનવીને પોતાની પાસેની સીટ પર બેસવા માટે ઈશારો કરે કે કહે, તે પહેલાં જ જાનવી પોતાની નજરો બચાવી ને પેલી મહિલાની બાજુમાં ખાલી પડેલી સીટ પર જઈને બેસી ગઈ. જતીનને જાનવીનું આ અચાનક બદલાયેલું વર્તન અજુગતું લાગ્યું, પણ તેને થયું કે કદાચ તે કોઈ વાતથી નારાજ હશે.
કોલેજ પહોંચતા જ જાનવીએ વિચાર્યું કે સૌથી પહેલા લાઈબ્રેરીએ પહોંચીને પુસ્તકો લઈ લઉં. બીજી તરફ જતીનના મનમાં પણ અસમંજસ હતી કે જાનવી શા માટે તેની સાથે સરખી રીતે બોલતી નથી, એટલે તે પણ પોતાની મૂંઝવણ દૂર કરવાના ઇરાદાથી જાનવીની પાછળ પાછળ લાઈબ્રેરી તરફ ગયો. પણ જાનવી ઝડપથી લાઇબ્રેરીમાં જતીન નો પીછો છોડાવવા માટે જતી રહી તેને ખબર હતી જતીનને ભણવામાં રસ નથી એટલે તેની પાસે લાઇબ્રેરીનું કપાસ કે કાર્ડ નથી લાઈબ્રેરીમાં જાનવીએ પોતાનું આઈડી કાર્ડ બતાવીને અંદર પ્રવેશ કર્યો અને પુસ્તકો પસંદ કરવા લાગી. પરંતુ જતીન પાસે લાઈબ્રેરી કાર્ડ ન હોવાથી તેને અંદર જવા ન મળ્યું, એટલે તે લાઈબ્રેરીની બહાર જ ઊભો રહીને જાનવી નીકળે તેની વાટ જોવા લાગ્યો.
બીજી બાજુ, ઘરે જાનવીની મમ્મી પાર્વતીબેનને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. સામેથી ગ્રાહકે કહ્યું, "પાર્વતીબેન, મેં સાંભળ્યું છે કે તમે ખૂબ જ સરસ રસોઈ બનાવો છો અને તમારું ઊંધિયું તો બહુ વખણાય છે! શું તમે મને ૨-૩ કિલો ઊંધિયાનો ઓર્ડર બનાવી આપશો? સાથે બીજાં પણ એક-બે શાક તૈયાર કરવાના છે, તો તેનો શું ભાવ થશે તે જણાવશો?" મમ્મી પાર્વતીબેને ખુશ થઈને કહ્યું, "હું શાકભાજીના ભાવ અને મસાલા ગણીને તમને પાંચ-દસ મિનિટમાં જ બધો હિસાબ કરીને ફોન કરું છું."
ગણતરી કર્યા પછી મમ્મી પાર્વતીબેન બધી શાકભાજી અને જરૂરી સામાન લાવવા માટે પપ્પા રમેશભાઈને બજારમાં મોકલે છે. ત્યારબાદ પાર્વતીબેન હજુ સુધી નિસ્પિકર સૂતેલા મોટા ભાઈ રોહનને ઉઠાડવાની કોશિશ કરે છે, "ઉઠ રોહન, ઘરમાં મોટો ઓર્ડર આવ્યો છે! તારે બજારમાંથી અમુક વસ્તુઓ લઈ આવવાની છે અને મને કામમાં થોડી મદદ કરાવવાની છે." પરંતુ રોહન સામેથી મોઢું મચકોડીને જવાબ દે છે, "હું કાઈ મદદ નથી કરવાનો! મને બહુ નીંદર આવે છે, મને ડિસ્ટર્બ ન કર અને રૂમની બહાર જા!" આટલું કહીને તે પાછો ઓઢીને સૂઈ જાય છે. પાર્વતીબેન તેને પડતો મૂકીને બડબડતાં બડબડતાં રસોડામાં કામ કરવા લાગે છે, "આ છોકરો તો સાવ નકામો છે, કોઈ કામમાં સાથ જ નથી આપતો!" રમેશભાઈ સામાન લઈને પાછા આવે છે અને કહે છે, "રહેવા દે પાર્વતી, હું તને મદદ કરાવી દઈશ." બંને જણા મળીને બપોર સુધીમાં ઓર્ડરની રસોઈ પૂરી કરે છે.
બીજી તરફ, કોલેજમાં જાનવી તેના મિત્ર મનોજ સાથે નવા સ્ટુડન્ટ્સને મળવા જાય છે. મનોજ જાનવીની ઓળખાણ બધા સાથે કરાવે છે અને ટ્યુશન માટેની બધી વાતો નક્કી થઈ જાય છે. સ્ટુડન્ટ્સ ખૂબ પૈસાવાળા ઘરના હોવાથી સારી ટ્યુશન ફી આપવા તૈયાર થાય છે, પણ જાનવી પણ શર્ત મૂકે છે કે અઠવાડિયા સુધી જાનવીનું ભણાવવાનું જોયા પછી એક મહિનાની ફી એડવાન્સમાં મળે. જાનવીની આ હોંશિયારી અને પ્રતિભા જોઈને મનોજને તેના પર બહુ ગર્વ થાય છે અને જાનવી પ્રત્યે તેનું આકર્ષણ અને પસંદગી વધુ વધી જાય છે.
પાર્લરમાં જાનવીની મોટી બહેન શ્રદ્ધાને મોહિની નામની એક છોકરી મળે છે. મોહિની તેને લાલચ આપતાં કહે છે, "તું આ પાર્લરમાં કામ કરે છે તો તને કાઈ ખાસ પૈસા નથી મળતા, પણ જો તારે એક્સ્ટ્રા પૈસા કમાવવા હોય તો હું તને બે બહારના મોટા ઓર્ડર આપું. તું એ પૂરા કર તો તને બહુ સારા પૈસા મળશે અને મને કમિશન મળશે."
સાંજે ઘરે આવીને શ્રદ્ધા ખુશ થતાં બધા ઘરના લોકોને વાત કરે છે કે મોહિનીએ તેને સરસ ઓર્ડર અપાવ્યો છે. જાનવી પણ આ વાત સાંભળે છે. તે જ રાત્રે જાનવીને તેની ફ્રેન્ડ સેજલનો ફોન આવે છે. વાતચીત દરમિયાન જાનવી મોહિની અને શ્રદ્ધાના ઓર્ડર વિશે જણાવે છે. સેજલ મોહિનીનું નામ સાંભળતાં જ જાનવીને સજાગ કરતાં કહે છે, "જાનવી, એ મોહિની છોકરી સાવ ફ્રોડ છે! તે શ્રદ્ધાબેનને ક્યાંક મોટી મુસીબતમાં ફસાવી દેશે."
જાનવી શ્રદ્ધાને આ ઓર્ડર માટે ના પાડવાની કોશિશ કરે છે, પણ શ્રદ્ધા માનતી નથી. આથી જાનવી અને સેજલ શ્રદ્ધાને આ ષડયંત્રમાંથી બચાવવા માટે પોતાની રીતે તૈયારી શરૂ કરે છે.
શું જાનવી પોતાની બહેન શ્રદ્ધાને મોહિનીના આ મોટા ષડયંત્રમાંથી બચાવી શકશે?
To be continue....