Krishnam Vande Jagatguru. in Gujarati Philosophy by Pragna Ruparel books and stories PDF | કૃષ્ણમ વંદે જગતગુરુ.

Featured Books
Categories
Share

કૃષ્ણમ વંદે જગતગુરુ.

     જન્માષ્ટમીના પવિત્ર દિવસે આપણે એવા શ્રીકૃષ્ણને યાદ કરીએ છીએ .જે "શ્રીકૃષ્ણને જગતના ગુરુ કહેવાય છે". જેમને જીવનને માત્ર ઉપદેશ આપ્યો નથી. પરંતુ જીવીને બતાવ્યું છે. એવા શ્રીકૃષ્ણ ભગવાનને મારા પંચાગ પ્રણામ 🙏

      શ્રીકૃષ્ણ મારા પ્રિય છે કારણ કે જીવનના દરેક સંબંધને કઈ રીતે જીવવા એ કૃષ્ણ ભગવાને આપણને જીવીને બતાવ્યું છે.   

   માણસ હંમેશા દુઃખોથી ડરે છે. અને રડે છે. મુશ્કેલી જીવનનો એક પાર્ટ છે. જેને પાર્ટ ઓફ લાઈફ કહી શકો. છતાં આપણે નાની નાની વાતોમાં અપસેટ થઈએ છીએ. ત્યારે કૃષ્ણ ભગવાનની યાદ કરવાના.

   આપણા જીવનમાં એના જેટલું દુઃખ તો ક્યારેય નથી આવ્યું. વિચારો મિત્રો, એમને તો જન્મ જ જેલ માં થયો? જન્મતાની સાથે જ માતાથી અલગ થવું પડ્યું. અને માતા !જે જગતગુરુ ની માતા છે. એમની આંખો માં પણ આંસુ ક્યારેય સુકાયા જ નથી.

    ભગવાન ની માતા અને ખુદ ભગવાન .જ્યારે આ પૃથ્વી પર આવે છે. ત્યારે તેમને પણ દુઃખોનો સામનો કરવો પડે છે. તો આપણે તો સામાન્ય માનવી. બસ, આ યાદ રાખો.જ્યારે, આપણા જીવનમાં દુખ આવે ને ત્યારે . આ પૃથ્વી પર આવનાર દરેક વ્યક્તિને કંઈ ને કંઈ નાની મોટી મુશ્કેલીઓ આવતી જ રહેવાની છે. આપણે એક મુશ્કેલીનું સોલ્યુશન કરીએ ને ત્યાં બીજી ઉભી જ હોય. પણ જો આપણા જોવાના નજરીઓ બદલશો તો આપણે સુખી. 

   આપણે વિચારીએ, ભગવાન ક્યારે દુઃખી થયા.? આખરે એ શરીર પણ, માણસનું જ હતું ને? તમે એના લીલા ચરિત્રો સાંભળો, વાંચો. ત્યારે તમને ખ્યાલ આવશે કે એના જીવનમાં સુખના દિવસો કેટલા અને દુઃખ ના કેટલા?

     ભલે એ ભગવાન છે! પરંતુ આ સંસાર આવો જ છે. એ બતાવવા માટે તેઓ આ પૃથ્વી પર આવી અને એ રીતે જીવીને બતાવ્યું. જે રીતે જે દુઃખો એક સામાન્ય માણસને પડે છે. એ બધા જ દુઃખો અને જે નથી પડતા એ બધા દુઃખો એમણે સહન કર્યા. જીવન અને કવન એકસરખું હોવું જોઈએ. એ આપણને ભગવાન શ્રીકૃષ્ણ શીખવે છે. 

પાંડવો અને કૌરવો નું યુદ્ધ ના થાય એના માટે એને ખૂબ પ્રયત્ન કર્યા. છતાં પણ યુદ્ધ થયું અને ગાંધારીએ એમને કહ્યું, તમે  ઈચ્છો તો આ યુદ્ધ રોકી શક્યા હોત. જેને શ્રીમદ ભાગવત વાચ્યું છે. જેને મહાભારત વાંચ્યું છે. એ બધાને ખબર છે. કૃષ્ણના કેટલા પ્રયત્નો હતા?આ યુદ્ધ રોકવા માટે. 

  અને સૌથી મોટી વાત એ છે. કે શ્રીકૃષ્ણ ભગવાનને હંમેશા અપ યશ મળ્યો છે. એ કેટલા સ્થિર હતા. એ આપણને ત્યારે સમજાય છે . જ્યારે યુદ્ધના મેદાન ઉપર તેઓ શ્રીમદ ભગવદ ગીતા આ સંસારને આપે છે. જેટલી સ્થિરતાથી એમણે અર્જુનને સમજાવ્યું. અને આ સૃષ્ટિને એક અદભુત પુસ્તક શ્રીમદ ભગવત ગીતાની ભેટ મળી.

    ખરેખર, જીવનમાં કોઈપણ એવી વાત નથી કે કોઈપણ એવી વસ્તુ નથી કે જે શ્રી કષ્ણ ભગવાનના જીવનમાં ના બની હોય. છતાં પણ હંમેશા શ્રીકૃષ્ણ ભગવાન હસતા મુખે બધું જ સહન કરે છે. ગોપીઓ નો પ્રેમ છોડી. ને મથુરામાં રાક્ષસો સાથે યુદ્ધ લડવા જાય છે. એક 11 વર્ષનો બાળક? 

     મને એટલા માટે શ્રીકૃષ્ણ ભગવાન પ્રિય છે. કારણ કે આપણે જીવન કઈ રીતે જીવવું એ રામાયણ શીખવે છે. અને કઈ રીતે ના જીવો એ શ્રી કષ્ણ ભગવાન શીખવે છે. એના જીવનના જે કંઈ અનુભવો છે. એના ઉપરથી આપણા જીવનમાં આપણે શું કરવું? એની ખબર પડે છે. શું ના કરવું ?એની પણ ખબર પડે છે.   

    જુગાર રમવાથી કેટલી પાયમાલી થાય છે.? એ  મહાભારતનું યુદ્ધ સમજાવે છે. છતાં આજે જન્માષ્ટમી છે. અને લોકોએ તેને જુગારાષ્ટમી બનાવી દીધી છે. પણ આ તો કૃષ્ણ! દરેકને માફ કરે છે. અન સાચા રસ્તા પર લઈ જવાની કોશિશ કરે છે. એટલે જ એને દુઃખો ભર્યું જીવન આપણા માટે જીવી બતાવ્યું છે.

     જેથી,આપણે જીવનથી નાસીપાસ ના થઈએ. અને કદાચ થઈએ તો શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી એમાંથી બહાર આવી એ. જન્માષ્ટમીના આ શુભ દિવસ પર આપ સૌને ઢેર સારી શુભકામનાઓ.

 જય સ્વામીનારાયણ, જય શ્રી કૃષ્ણ