Cooking therapy in Gujarati Motivational Stories by Pragna Ruparel books and stories PDF | કુકિંગ થેરાપી

Featured Books
Categories
Share

કુકિંગ થેરાપી

   કુકિંગ પણ એક થેરાપી:  મીનાક્ષી તિવારી

   હા,તમે સાચું જ વાંચ્યું. કુકિંગ એક થેરાપી છે. આજકાલ યંગ જનરેશનમાં કુકિંગ વિશે એક ગેરસમજ છે કે કુકિંગ એ સમયનો વેડફાટ છે.

  પરંતુ, કુકિંગ એક બેસ્ટ થેરાપી છે. એ થેરાપી એટલા માટે છે કે રસોઈ બનાવતી વ્યક્તિ નું સંપૂર્ણ ધ્યાન એમાં જ રહે છે. એટલે, તેમાં ધીરજ, એકાગ્રતા વધે છે. અને શાંતિનો અનુભવ થાય છે. 

    તમને ખબર છે? પોતાના હાથે બનાવી કોઈ પોતાની વ્યક્તિને પ્રેમથી જમાડવામાં જે શકુંન છે. ને તે મહારાજના હાથમાં કે તૈયાર ફૂડમાં ક્યાંથી આવે? એટલે તો કહેવત છે, પતિના દિલ નો રસ્તો પેટમાંથી પસાર થાય છે. એટલે કે તમારા પતિને ભાવતી નવી નવી વાનગી ખવડાવવાથી તેમનો તમારા પ્રત્યે પ્રેમ વધે છે. આ વાત જૂની છે. આજે પણ સાચી  લાગે છે. આમાં તમારું શું માનવું છે?

   આપણે ત્યાં તો આમ પણ આહાર (ફૂડ) અને આહાર બનાવનાર બેઉનું મહત્વ છે. કોઈ રસોઈ સરસ બનાવે તો તેને અન્નપૂર્ણા કહેવાય છે. અને સરસ બનાવીને ખવડાવે તો માતાનો દરરોજ અપાય છે. 

   આપણે ત્યાં"  અન્ન તેવો ઓડકાર" અને "અન્ન તેવું તો મન" આવી કહેવતો છે. અને એના ઉપરથી જ કુકિંગ નું મહત્વ સમજાય છે. રસોઈ બનાવનાર અને ખાનાર બેઉ નું મહત્વ છે. હવે આજની આધુનિક ભાષામાં વાત કરીએ. 

   કુકિંગ થેરાપી છે. તેનાથી પરિવાર સાથે જોડાણ થાય છે. સાથે બનાવી અને સાથે બેસીને ભોજન કરી કરવાથી પરિવારમાં બોન્ડિંગ સારું થાય છે. જાતે બનાવેલા ભોજનની ગુણવત્તા સારી જળવાઈ છે. સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને ભોજન બનાવ્યું હોય તો તે પોષણયુક્ત બને છે. અને ઘરે બનાવેલા ભોજનથી આપણું શરીર પણ સ્વસ્થ રહે છે. 

   જ્યારે વ્યક્તિ રસોઈ બનાવવા વ્યસ્ત હોય ત્યારે તાણમાં અને ચિંતા માં ઘટાડો થાય છે. અને જ્યારે સરસ રસોઈ બને ત્યારે વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. માટે રસોઈ બનાવનાર ના વખાણ કરવાના ના ચૂકશો.

   જે વ્યક્તિને નવી નવી વાનગીઓ બનાવવાનો શોખ હોય એની સર્જનાત્મકતા ખીલે છે અને વિચાર શક્તિ પણ વધે છે. સાથે સાથે પ્રેમથી રસોઈ બનાવનાર નો મગજ શાંત રહે છે. એકાગ્રતા વધે છે. એટલે મન તનાવ અને ચિંતાથી દૂર રહે છે. એવું નિષ્ણાતોનું માનવું છે. 

   કુકિંગમાં એકાગ્રતા અને ધ્યાન રાખવું. ખૂબ જ મહત્વનું છે. એટલે કોઈ પણ વ્યક્તિ તાણથી દૂર રહે છે. એ કુકિંગ સૌથી મોટો ફાયદો છે. 

    રસોઈ આનંદથી બનાવી પરિવારને ખવડાવવાની  હોશ મોટાભાગે દરેક સ્ત્રીઓને રહેતી. આજના યુગમાં પણ બહેનોને રસોઈ બનાવવાનો શોખ પણ છે .અને બનાવે પણ છે. કેટલાય બહેનો આને વ્યવસાય તરીકે પસંદ કરીને પોતાના ઘરને આર્થિક રીતે મજબૂત બનાવે છે. 

    આજે પોતાની કુકિંગની માસ્ટરીમાં એવા ઘણા બધા બેનો છે કે જે નાસ્તા અને ફરસાણ માટે સારી એવી નામના કમાઈ રહ્યા છે. અને સાથે સાથે સારા એવા આર્થિક રીતે પગભર પણ છે.

   આનું સૌથી મોટો દાખલો લિજ્જત પાપડ છે. જે સૌથી મોટો ગૃહ ઉદ્યોગ છે. એટલે જે બહેનો કુકિંગને સમયનો વેડફાટ માને છે. એ બેનોએ ખાસ એ સમજવાની જરૂર છે. કે રસોઈ એક કળા છે. ઘણા લોકોના ઘરની રસોઈ ખૂબ જ સરસ બનતી હોય છે. 

   દરેક બહેનોની આવડત અલગ અલગ છે. એકસરખા મસાલા અને એક સરખી શાકભાજી હોવા છતાં. દરેકની રસોઈના સ્વાદ અલગ અલગ હોય છે. આનો અનુભવ દરેક વ્યક્તિને હશે. એટલા માટે પણ રસોઈ એક કળા છે. 

  કહેવાય છે, ધાનને ધૂળ કરીને ખાઓ કે ધૂળને ધાન કરીને ખાવ એ સ્ત્રીના હાથની વાત છે. નવી પેઢી એ રસોઈ ને સમય નો બગાડ ના સમજતા રાંધણ કળા ને મહત્વ આપવું જોઈએ. પોતાની આ કળા વિકસાવીને નિષ્ણતોના કહેવા પ્રમાણે તનાવથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. જય સ્વામીનારાયણ