👷રાષ્ટ્રીય એન્જીનીયર દિવસ 👷
એન્જીનીયર કઈ રીતે તૈયાર થાય છે ?
એન્જીનીયર બનવાની સફરની એવી વાતો કે જેનાથી એન્જીનીયર ફિલ્ડ સિવાયના લોકો અજાણ છે તેવી વાતો.
હું એવું માનું છું કે એન્જીન્યરીંગનું ભણતર બીજા અન્ય તમામ ભણતરો કરતા તદ્દન જુદા પ્રકારનું છે. આ ભણતરથી ફકત ધંધાર્થી ઇજનેર જ નથી ઘડાતા પણ આખું જીવન ઉપયોગમાં આવી તેવી ઘણી બાબતોનું ઘડતર થાય છે.
એન્જીયરિંગનું ભણતરમાં વિધાર્થીઓ કોલેજમાં ઓછું ભણે છે પણ પોતાની જાતે વધુ ભણે છે.
સામાન્ય રીતે દરેક કોલેજોમાં તો પૂરતું ભણાવવામાં આવે જ છે. પરંતુ એન્જીનીયરીંગના વિધાર્થીઓ પ્રેક્ટિકલ લેબોરેટરીનું જ્ઞાન મેળવવા લેબમાં સમયસર પૂરતી હાજરી આપતા હોય છે અને અમુક અઘરા અને અગત્યના વિષયોના લેક્ચરો જ ભરે છે.
એન્જીનયરીંગ કોઈપણ વિભાગમાં શરૂઆતના એક દોઢ વર્ષમાં એન્જિયરિંગના અન્ય વિભાગો વિશે ટૂંકમાં ભણવાનું એક વિષય તરીકે ફરજિયાત આવે છે.. જેમ કે કોઈ સિવિલ એન્જિનિયરિંગ કરતા હોય તો તેને મિકેનિકલ, ઇલેક્ટિલકલ, કોમ્પ્યુટર વિગેરે.. વિશે ટૂંકમાં બેઝિક ભણવાનું ફરજિયાત આવે જ.
સેમેસ્ટરના અંતે દરેક વિષયોનું એસાઇમેન્ટ સબમિશન આવે જેમાં મોટી મોટી સાઇઝના દોરેલા નકશાઓ, એક એક વિષયના લખવાના થતા ઘણા બધા પેજના એસાઇમેન્ટ આ બધું જ ભીસ ના પડે ત્યાં સુધી કાઈ તૈયાર કરવાનું નહીં અને છેલ્લે છેલ્લે રાત દિવસ એક કરી ભગવાને આપેલ કેપેસિટી ઉપરવટ જઈને ઓછા સમયમાં પૂરું કરીને જમા કરાવી દેતા.
મને બરાબર યાદ છે કે આખું સેમેસ્ટર કાંઈ જ તૈયારી કર્યા વગર નિકળી જતું છતાં સારા માર્કસ સાથે ઉતિર્ણ થતા કેમ ?
કેમ કે પરીક્ષાના સાત દિવસ પહેલા જ એકડે એકથી તૈયારીની શરૂઆત થતી. ઘણા તો પેપરના આગલા દિવસે ભાવનગર હાઈકોર્ટ રોડના બુકસ્ટોલમાં બુક્સ ગોતતા હોય ! 😀
પણ હોશિયારની વ્યાખ્યામાં ગણાતા ભાવિ ઇજનેરો પરીક્ષાના સાત દિવસ પહેલા રીડિંગ વેકેશન પડતા જ એકદમ ભણતર પ્રત્યે ગંભીર અને એકાગ્ર થઈને રાત દિવસ એક કરી તૈયારીઓ શરૂ કરી દેતા રાત્રે મોડે મોડે સુધી વાંચે , ઘણા તો આખી રાત વાંચે અડધો દિવસ સુવે ને પાછા સતત આખી રાત સુધી તૈયારીઓ કરતા.
મારી જેવા મધ્યમ વિધાર્થીઓ વાંચતા પણ માપે માપે ! 🤓 ઘણા ને તો પરીક્ષાના આગલા દિવસ સુધી કંઈ જ ફેર ન પડે !😀 પણ પેપરના આગલા દિવસે એટલી ગંભીરતા અને એકાગ્રતા આવે કે નવી નકોર બુક કે જેમાં પ્રિન્ટિંગની સુગંધ આવતી હોય, નવા નકોર ચોંટેલા પાનાઓ ઉખેડતા જતા હોય અને એક-એક પાનું એવી રીતે મગજમાં ફીટ થતું હોય જાણે કોઈ કાગળો સ્કેન કરી પીડીએફ ફાઇલ તૈયાર કરતા હોય તેવી ફાઇલ મગજના મેમરી કાર્ડમાં બનાવી નાખતા જેમાં અમુક અઘરા ગણતરીવાળા સૂત્રો કે જેને ભણ્યા પછી કદાચ જિંદગીમાં ક્યારેય ઉપયોગમાં નથી આવવાના એવા અઘરા સૂત્રો કે, કદાચ તેને આડા દિવસે દસ વાર લખીને પાકુ કરો તોય યાદ ના રે ! આ બધું એક જ ઘાંયે મગજમાં સ્કેન થઈ જતું. કદાચ આ એકાગ્રતા અને ગંભીરતા સામે ઈજનેરના જીવનની તમામ ગંભીરતાઓ ટૂંકી જ પડે ! આવી રીતે આખી રાત અને બીજા દિવસે બપોરે પેપર આપવા જાય ત્યાં સુધી સતત વાંચેલું ત્રણ કલાકના પેપરમાં એવી રીતે ઓકી નાખતા કે જાણે ભરપેટ જમ્યા પછી તરત જ પાણી શીખે બધું ઓકી કાઢ્યું હોય અને તેમ છતાં પણ મજા જ આવતી હોય ! પેપર પત્યા પછી એવી કોઈ પણ ચિંતા ન હોય કે, હવે આ બધું લખી તો નાખ્યું પણ આગળના સેમેસ્ટર સુધી યાદ રહેશે કે નહીં ? હવે આગળના પેપરમાં કેમ થશે?
એક ફાયદો તે પણ હતો કે જેના માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU)નો આભાર માનીએ એટલો ઓછો પડે !
કેમ ? દરેક પેપરની વચ્ચે એકથી બે દિવસની રજા આવે તેવી રીતે જ પરીક્ષાના ટાઇમ ટેબલના ગોઠવણ કરતા. જેના કારણે અમે મસ્ત પેપર લખી હોસ્ટેલ આવી શાંતિથી જમીને કોઈપણ ચિંતા વિના સૂય જતા પાંચ છ વાગે જાગ્યા પછી જ આગળના પેપરનું વિચારવાનું.
પણ હવે મને સમજાય છે,
✔️આ જાતે કરેલી તૈયારીએ જ જીવનમાં આત્મનિર્ભર બનવાનું શીખવ્યું.
✔️કોઈના સમજાવવાથી તો બધા જ સમજે પણ જાતે સમજણ કેળવતા શીખવ્યું.
✔️ગંભીર પરિસ્થિતામાં પણ એકાગ્રતા કેમ રાખવી તે શીખવ્યું.
✔️ મોજના સમયે મોજ અને મહેનતના સમયે મહેનત કરતા શીખવ્યું.
✔️ અઘરામાં અઘરી પરિસ્થિતિમાં રસ્તા કાઢવાનું શીખવ્યું.
✔️ એન્જીનીયર બનેલ વ્યક્તિ કોઈપણ ફિલ્ડમાં સારા માં સારું કામ કરી શકે છે.
🎯
સામાન્ય નિયત થયેલું કામ કાજ તો સમાજ દરેક વ્યક્તિ કરે છે પણ દરરોજ અણધાર્યા વિઘ્નો દૂર કરી રસ્તા દરિયામાં રસ્તા કાઢવાનું કરવાનું કામ ઈજનેર સમાજ કરે છે.
🧿
મારી બાર વર્ષની સરકારી સેવામાં મેં કરેલ અનુભવ મુજબ સરકારની કોઈપણ ઝુંબેશરૂપી કામગીરી હોય કે ચૂંટણી હોય કે અન્ય કોઈ જનરલ કામમાં સૌથી જવાબદારી વાળી અને સૌથી ગુંચવણ વાળી જવાબદારી સરકારી ઈજનેરોને સોંપવામાં આવે છે કેમ કે સૌ જાણે છે કે ઇજનેરો પ્રશ્નો ઊભા કર્યા વિના રસ્તા કાઢીને કામ પાર પાડે છે.
સરકારી ઈજનેર અધિકારીશ્રીઓ સ્વભાવે ખૂબ સરળ (ડાઉન ટુ અર્થ) હોય છે. તેઓ પ્રોટોકોલમાં ઓછું અને કામ થાય તેમાં વધારે માને છે.
🎯થોડીક દુઃખની બાબતો.
ઇજનેરોની નોકરીમાં કામ કરવાના કલાકો નક્કી નથી હોતા.
આજે પ્લાનિંગ કર્યું હોય કોઈ એક કામનું અને આખી દિવસ નીકળે કોઈક નવા જ અન્ય બીજા કામમાં.
ઇજનેર કરાવવાના વિકાસ કામોના નિર્ણયો, બજેટ બધું નક્કી કરવા માટે બિનઈજનેર પાસે સત્તાઓ છે.
હાલ તો અમુક સમયે પરિસ્થિત એટલી નાજુક હોય છે કે,
" ફકત જમવા અને સૂવાનો સમય પણ માંડ મળે છે, એમાંય ફોન તો શરૂ ને શરૂ જ હોય "
💙 પણ તેમ છતાં હું મારા કામથી ખુશ છું 🥳🤩
ભારતમાં National Engineers’ Day (રાષ્ટ્રીય ઇજનેર દિવસ) દર વર્ષે 15 સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ઇજનેર અને ભારત રત્ન સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા (M. Visvesvaraya) ની જન્મજયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે.
“ઇજનેરી માત્ર માળખાં બાંધવાનું કાર્ય નથી, તે સમાજ માટે વધુ સારું અને ઉજ્જવળ ભવિષ્ય ઘડવાનું કાર્ય છે.”
ભારતના દરેક ઇજનેરને સલામ, જેમની બુદ્ધિ, મહેનત અને જવાબદારીથી દેશ સતત આગળ વધી રહ્યો છે. 🇮🇳⚙️
શું તમે આ માહિતી અગાઉથી વિશે જાણતા હતા કે આજે જ ખબર પડી ? તે કૉમેન્ટમાં જણાવજો.
જય હિન્દ 🇮🇳🙏
✍️ ગોપાલ સરૈયા