Sarkari Prem in Gujarati Classic Stories by Maulik Vasavada books and stories PDF | સરકારી પ્રેમ - ભાગ 66

Featured Books
Categories
Share

સરકારી પ્રેમ - ભાગ 66

જજ સાહેબ:
"એ કેસ સાથે આ કેસ‌ નો શું સંબંધ?"

નવનીત:
"જી બિલકુલ સંબંધ છે. એક નવયુવાન આઈ.એ.એસ ઓફીસર કે જે આટલી અઘરી પરિક્ષા અને આકરી ટ્રેનિંગ લઈ આઈ.એ.એસ બની ગયો હોય એને તમે લોકો આટલી હદે કમજોર ગણો છો કે એ આત્મહત્યા કરી લે."

જજ સાહેબ:
"તો શું એ આત્મહત્યા ન હતી?"

નવનીત:
"જી જરા પણ નહીં. મારી પાસે થોડા પુરાવા છે પણ‌ એ આત્મહત્યા સાબિત કરવા માટે પુરતા ન હતા. "

સરકારી વકીલ:
" બે વર્ષ જૂનો કેસ‌ કાઢી તમે નામદાર કોર્ટને ભટકાવી રહ્યા છો. આ કેસમાં તમારી પર આરોપો ઘડીને તમને કસ્ટડીમાં મોકલી આપવા છે."

નવનીત:
"આ જ તો તકલીફ છે. આપણી સરકારી વ્યવસ્થામાં ક્યાં કોઈને બોલવા દેવાય છે? તમે મારી પર આરોપો ઘડી મને કસ્ટડીમાં મોકલી આપશો પણ અસલી ગુનેગારો‌ હજી પણ મજા જ કરશે." 

જજ સાહેબ:
"નવનીત ને બોલવા દો."

નવનીત:
" મારા મિત્ર રિતેશ ની હત્યા કે અકસ્માત જે પણ થયું હોય એ વિષે વધુ પુરાવા અને માહિતી એકઠી કરવા માટે જ મેં આ કૌભાંડ કર્યું છે. એક આઈ.એ.એસ‌ તરીકે મને શું ખબર નથી કે હું કેવી રીતે બચી શકું? પણ મેં જાણીજોઈને આ ભુલ કરી જેથી એ બધા ગુનેગારો મારો ભરોસો કરે અને મારો સાથ આપે. 

પણ નસીબજોગે ચૂંટણી આવતા જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ની રાજનીતિ વચ્ચે હું ફસાઈ ગયો. "

જજ સાહેબ:
" શું તમે‌ બીજા ગુનેગારો વિષે માહિતી આપી શકો છો?"

નવનીત:
" જો મારો આ રાજ્ય સરકાર સામેનો રિપોર્ટ જ તમને ખોટો લાગે છે તો કોઈ પુરાવા વગર હું કોઈનું પણ નામ લઈશ તો એ પણ ખોટું જ લાગશે ને?

હું જે કૌભાંડ કરું એ સાચું પણ જે રિપોર્ટ આપું એ ખોટું? " 

જજ સાહેબ:
"નવનીત દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ પર કેન્દ્ર સરકારે એક કમિટી બનાવી રિપોર્ટ ની વિશ્વસનીયતા પર પરિણામ આપવું જોઈએ."

નવનીત:
"હું આજે જ ત્રીસ‌ કરોડ રૂપિયા પુરા આખી લીસ્ટ સાથે આ ખાણ મજુરોને પાછા આપી દઈશ. મને તેમનો એક રૂપિયો ન જોઈએ. પણ હા બીજા ગુનેગારો નું નામ હું વધુ પુરાવા સાથે જ લઈશ."

સરકારી વકીલ:
"તમે પૈસા આપી દેશો એટલે તમે બચી નહીં શકો. આરોપી તો તમે પુરવાર થઈ જ ગયા. "

નવનીત:
"હું બચવા માંગતો પણ નથી. તમે તો આ કેસ જીતી પોતાની ફી વધારવા સિવાય શું કરવા ના છો? પણ હું ‌સજા કાપી જરૂર આ આરોપીઓ‌ને  સાથે ન્યાય કરીશ." 

જજ સાહેબ:
"નવનીત તમારી લાગણીઓ અમને ગમી. પણ‌ કોર્ટમાં લાગણીઓ નથી ચાલતી. તમે બધા પૈસા પાછા આપી દો. તમને બે દિવસ નો સમય આપવામાં આવે છે. જો તમારી પાસે પુરાવા હોય તો હાજર કરો. પણ‌ તમે પોલીસ કસ્ટડીમાં જ રહેશો."

નવનીત:
"જી હું જરૂર પ્રયત્ન કરીશ."

(અદાલત ની કામગીરી બે દિવસ માટે મુલ્તવી રાખવામાં આવે છે. નવનીત ને પોલીસ કર્મચારીઓ ની જ સિક્યોરિટી માં કોર્ટમાં થી પાછો લઈ જવામાં આવે છે)

જયપુર 
એમ.એલ.એ સાહેબ ઘણીવાર થી મુખ્યમંત્રી ને મળવા માટે રાહ જોઈ રહ્યા હતા પણ મુખ્યમંત્રી મીટિંગ માં વ્યસ્ત હતા. પણ એમ.એલ.એ સાહેબ અમિત પારેખ ની ધરપકડ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા.થોડીવાર પછી જ એમ.એલ.એ સાહેબ મુખ્યમંત્રી ની સામે હતા.

"સર મેં બધી જ બાજી ગોઠવી દીધી છે. નવનીત હવે જેલમાં સડશે. મારી ટીકીટ તો પાકી છે ને?" એમ.એલ.એ પુછે છે.

" તમે કોર્ટની કાર્યવાહી જોઈ નથી લાગતી. શું જવાબ આપ્યા છે એ નવા છોકરાએ? ધ્યાન રાખો કે એના હાથમાં કોઈ પુરાવા ન આવે. બાકી તમે જેલભેગા થઈ જવાના.

તમારી ખુબ જ નેગેટિવ ઈમેજ બની ગઈ‌ હોવાથી આ ચુંટણીમાં તમને ટીકીટ નહીં મળે. નવનીત નો રિપોર્ટ પણ જો સાચો પુરવાર થાય તો બીજા ઘણા નેતાઓ ફસાઈ જશે. પાર્ટી હાઈ કમાન્ડ એ કોઈ પણ નેતાને ટીકીટ આપવા નથી માગતું." મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"પણ મારી મહેનત તો જોવો.." એમ.એલ.એ કહે છે.

"ચોરી કરો છો અને પકડાઈ જાવ. પછી કહો મહેનત જોવો.." મુખ્યમંત્રી ઊભા થઈ બીજા રૂમમાં જતા રહે છે.

એમ.એલ.એ સાહેબ પણ હાથ પછાડીને બહાર નીકળી જાય છે. 

દિલ્હી 
મુખ્ય નાણાં સચિવ ને કોર્ટે તરફથી આદેશ મળ્યા પછી તાત્કાલિક જ એક કમિટી નવનીત ની રિપોર્ટ ની વિશ્વસનીયતા ની ચકાસણી કરવા માટે બનાવવામાં આવી છે.

રોનક શ્રીવાસ્તવ હજી તો લંચ બ્રેક માં હતો કે અચાનક જ એમ.એલ.એ સાહેબ ફોન કરે છે.

"કેમ છો સર? " રોનક શ્રીવાસ્તવ પુછે છે.

"હું જરા પણ મજામાં નથી. અમિત પારેખ શું કરી રહ્યો હતો?" એમ.એલ.એ પુછે છે.

" એ પકડાઈ ગયો. ડાયરી મહેચ્છા ના હાથમાં લાગી ગઈ છે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"મહેચ્છા ને તો હું સમજાવીશ. નવનીત ને છોડવાની વાત કરી ડાયરી લઈ લે." એમ.એલ.એ કહે છે.

"સર હું બધું કરી લઈશ. પણ આ સમય યોગ્ય નથી. અમિત પારેખ કંઈ નહીં કહે." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"કાલ સુધી ડાયરી મારી પાસે હોવી જોઈએ." એમ.એલ.એ ફોન મુકી દે છે.

રોનક શ્રીવાસ્તવ પણ ટેન્શન માં આવી જાય છે. એ સાંજ ના સમયે મહેચ્છા ને ફોન કરવા માટે વિચાર કરે છે. સાંજે છ વાગ્યા પછી મહેચ્છા ઘરમાં જ રહેતી. 

સિરોહી પોલીસ સ્ટેશન 
આજે નવનીત ને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો. અમિત પારેખ સામે એફ. આઈ.આર કરવા માટે મહેચ્છા પોતાના સચિવ સાથે પોલીસ સ્ટેશન પહોંચી હતી.

મહેચ્છા ઈચ્છા કરીને પણ નવનીત ને મળી શકે એમ ન હતું. મહેચ્છા પોતાના મોબાઈલ થકી કોર્ટમાં જે પણ ઘટનાઓ બની એ વિષે માહિતી મેળવી ચુકી હતી.

હજી તો મહેચ્છા પોલીસ સ્ટેશન છોડી રહી હતી ત્યારે જ રોનક શ્રીવાસ્તવ તેને ફોન કરે છે.
"મહેચ્છા હું શું કરું? તું અંહી દિલ્હીમાં પણ મને નહીં રહેવા દે."

"ના સર. શું થયું? કેમ મને યાદ કરી?" મહેચ્છા નાટક કરતા પુછે છે.

"ડોન્ટ બી સ્માર્ટ. અમિત પારેખ અને ડાયરી બન્ને તને મળી ગયા છે. હું એક ડીલ કરવા માંગું છું. " રોનક શ્રીવાસ્તવ કહે છે.

"શું થયું? શું ડીલ?" મહેચ્છા પુછે છે.

"તારા પતિ પર ના બધા આરોપ ખોટા સાબિત થઈ જશે. બસ એ ડાયરી કાલ સુધી એમ.એલ.એ સાહેબ ને મળી જવી જોઈએ." રોનક શ્રીવાસ્તવ કહે છે.

"પણ‌ અમિત પારેખ નું શું?" મહેચ્છા પુછે છે.

"એને છ મહિના ની સજા ફટકારી છોડાવી દેશું." રોનક શ્રીવાસ્તવ કહે છે.

મહેચ્છા ને તો આ જ જોઈતું હતું. મહેચ્છા ફરીથી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ કરે છે. પછી અમિત પારેખ ને મળવા માટે કહે છે. પોલીસ પણ કલેકટર નું માન રાખતા તેને પાંચ મીનીટ નો‌ સમય આપે છે.

મહેચ્છા ને જોતા જ અમિત પારેખ નું લોહી બળી જાય છે. એ ગુસ્સે થઈ કહે છે:
" એમ.એલ.એ સાહેબ ને તું ઓળખતી નથી. સ્ત્રી છે તો સ્ત્રી ની જેમ જ વર્તન કર. કોઈ અંધકારમાં શું કરી દેશે તો કોઈને મોઢું પણ નહીં બતાવી શકે?" 

મહેચ્છા એક તમાચો મારી દે છે.