કોર્ટે નું વાતાવરણ ખુબ જ તણાવ થી ભરપુર હતું. નવનીત ને પોલીસ સ્ટેશન થી કોર્ટમાં લઈ જવામાં આવે છે. પણ આજે મીડિયા માટે નવનીત કરતા એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ સાથે જ અમિત પારેખ વધુ મહત્વપૂર્ણ હતા.
એમ.એલ.એ સાહેબ સાથે અમિત પારેખ તો સિરોહી માં જ હતા અને રોનક શ્રીવાસ્તવ પણ થોડા સમય પછી જ કોર્ટમાં રજૂ થવાનો હતો. કોર્ટેમાં આજે નવનીત ની સામે અમિત પારેખ અને એમ.એલ.એ સાહેબ ને રજુ કરવામાં આવે છે.
કોર્ટેની કાર્યવાહી શરૂ કરવામાં આવે છે.
જજ સાહેબ:
"આપણે બે દિવસ પછી તમારા કેસની તારીખ રાખી હતી પણ સમગ્ર ઘટનાક્રમ એટલી ઝડપથી બદલાઈ ગયું કે આજે જ કેસની સુનવણી હાથ ધરાશે.
નવનીત:
"જી સર. પાપ છાપરે ચઢીને પોકારે જ છે. મારા તમામ મિત્રો અને સાગરિતો અમિત પારેખ જી, એમ.એલ.એ સાહેબ અને રોનક શ્રીવાસ્તવ સર છે. હવે તો પુરાવાની પણ કોઈ ઉણપ નથી."
(એમ.એલ.એ અચાનક જ આક્રમક બની જાય છે)
"એ.. નવનીત..ચુપ. જ્યાં સુધી આરોપો પુરવાર ન થાય ત્યાં સુધી હું તારો સાગરિત નથી."
(જજ સાહેબ ગુસ્સે થઈ કહે છે)
"આપ અત્યારે કોર્ટમાં છો. કોઈ સંસદમાં નથી. કોર્ટે ના અપમાન બદલ તમને સજા પણ થઈ શકે. તમારી સામે થયેલા આક્ષેપો એટલા ગંભીર છે કે તમને તાત્કાલિક અસરથી ધરપકડ કરી તમારી પાર્ટી તેમજ તમારા સંવિધાન પદ પરથી તમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે."
(નવનીત સામે ઈશારો કરી આગળ વધવા કહે છે)
"ધન્યવાદ સર. હું રિતેશને ન્યાય અપાવવા માંગતો હતો. મને એટલી ખબર પડી ગઈ હતી કે આ આખી ટોળકી રિતેશના આત્મહત્યાની વિષે માહિતી ધરાવતા હતા પણ ચુપચાપ હતા.
એટલે જ તેમની સાથે ઘરોબો કેળવવા માટે મેં આ કૌભાંડમાં તેમનો સાથ આપવાનું નક્કી કર્યું. પણ ચૂંટણી આવતા કેન્દ્ર સરકાર દ્વારા મારા રિપોર્ટ ના લીધે એમ.એલ.એ સાહેબ ગુસ્સે થઈ ગયા અને આ કૌભાંડ બહાર આવી ગયું."
(જજ સાહેબ એમ.એલ.એ સાહેબ તરફ જોઈને)
"શું તમને આ કૌભાંડ વિષે માહિતી હતી?"
એમ.એલ.એ સાહેબ:
"આ બધી વિપક્ષની રમત છે. હું જાણતો હોઉં તો કૌભાંડ થાય જ નહીં. આ નવનીત કેન્દ્ર સરકાર નો માણસ છે. રાજસ્થાન રાજ્યની અસ્મિતાને પડકારી રહ્યો છે."
સરકારી વકીલ:
" આ કેસમાં ક્યાંય પણ રાજસ્થાન રાજ્યની વાત જ નથી. આપ રાજનીતિ ન કરો પ્લીઝ."
(ત્યારે જ મહેચ્છા કોર્ટ પરિસરમાં પ્રવેશ કરે છે. એક કર્મચારી જજ સાહેબ ને મહેચ્છા ના આગમન વિષે માહિતી આપે છે)
જજ સાહેબ:
"આ જીલ્લાની કલેકટર મહેચ્છા મોહન આ કેસ સાથે જોડાયેલા પુરાવાઓ કોર્ટ સમક્ષ હાજર કરવા માંગે છે. તેમને પ્રવેશ આપવામાં આવે."
(મહેચ્છા નું નામ સાંભળ્યા પછી નવનીત નો ચહેરો ખીલી ઊઠે છે. એ જ તરફ એમ.એલ.એ ના ચહેરા પરની રોનક ઊડી જાય છે)
મહેચ્છા અમિત પારેખ ની મદદથી પોલીસ દ્વારા ડાયરીના પાને પાને છુપાયેલા રહસ્યો ને ખાણ માલિક અને મજુરો ના નામ સાથે આખી યાદી બનાવી કોર્ટમાં પુરાવા રૂપે રજૂ કરે છે. ડાયરીમાં ત્રણ મહિના પહેલા જ ક્યાં ક્યા મજુરો મકાન બનાવવા માટે પૈસા જમા કર્યો હતા એ બધાનો પણ ઉલ્લેખ હતો.
એ જ સમય દરમિયાન રોનક શ્રીવાસ્તવ પણ કોર્ટમાં હાજર કરવામાં આવે છે. હવે આ કૌભાંડના ચારેય સાગરિતો અમિત પારેખ, રોનક શ્રીવાસ્તવ, એમ.એલ.એ સાહેબ અને નવનીત કોર્ટમાં હાજર હતા. પુરાવાઓ પણ તેમની વિરુદ્ધ માં જ હતા. નવનીત તો પહેલા જ પોતાનો ગુનો સ્વીકારી જમા કરેલી રકમ પાછી આપવા માટે તૈયાર હતો.
એમ.એલ.એ અને રોનક શ્રીવાસ્તવ ના ચમચાઓ અને ખુશામતખોરો ની સામે જ મહેચ્છા એક પછી એક ડાયરી થી પુરાવાઓ બતાવતી ગઈ અને અમિત પારેખ પોલીસ વિભાગના સાક્ષી તરીકે બધી જ ઘટનાઓ સમજાવતો ગયો.
લગભગ ત્રણ કલાક સુધીતો કોઈ પોતાની જગ્યા પરથી હલ્યું પણ નહીં. જાણે કોઈ રહસ્યમય ફિલ્મ ચાલી રહી હતી. રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકાર ને લગભગ ત્રણસો કરોડ રૂપિયા નો ચુનો લાગી ચુક્યો હતો.
(જજ સાહેબ કોર્ટમાં બેઠા લોકો સામે જોઈ)
"આપણા આ એમ.એલ.એ, જીલ્લા કલેકટર તેમજ રેવન્યુ અધિકારી જેવા પ્રજા સેવકો જો આવી રીતે કામ કરતા હોય તો જનતા સુખી કેવી રીતે થાય?
હજી આગળ વધુ ઊંડાણપૂર્વક અભ્યાસ કરી ડેપ્યુટી કલેકટર રિતેશની આત્મહત્યા વિષે પણ કેસ ફરીથી ચાલુ કરવામાં આવશે. બે દિવસ પછી જ્યારે બધા જ મજુરોને પૈસા પાછા મળી જશે પછી કોર્ટ આ કૌભાંડમાં સામેલ બધા જ આરોપીઓ પર સજા નક્કી કરશે. ત્યાં સુધી આ ચારેય ને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવશે."
(કોર્ટમાં સાવ સન્નાટો છવાઈ જાય છે. નવનીત ગુનેગાર હોવા છતાં મહેચ્છા સામે હવે માથું ઊંચું કરી જોઈ રહ્યો હતો. મહેચ્છા પણ પુરાવાઓ રજૂ કરી પછી હાશકારો અનુભવી રહી હતી)
નવનીત અને મહેચ્છા એકમેકની આંખ માં આંખ મિલાવીને પછી એકબીજાને આદર આપતા હોય તેમ જોઈને નીકળી જાય છે. મહેચ્છા ને બહાર નીકળતા જ મીડિયા ઘેરી વળે છે.
"શું તમારા પતિ ને બચાવવા માટે કોર્ટમાં તમે માફી યાચના નાખશો? એ તો રિતેશના ગુનેગારો ને પકડવા માટે આ કૌભાંડમાં સંડોવાયેલા હતા." મીડિયા પુછે છે.
"મારા પતિએ એક આઈ.એ.એસ ઓફીસર તરીકે જે પણ કર્યું એના પર મને અભિમાન છે. આટલી બધી મીડિયા વચ્ચે પોતાના ગુનાની કબૂલાત કરવી એ કોઈ નાની અમથી વાત નથી. એ તો ઠીક પણ પૈસા બધા જ મજુરોને પાછા મળી જશે એ હકીકત છે. બાકી મારા કરતા સારી રીતે કોર્ટમાં આ કેસ નો નિર્ણય આવશે." મહેચ્છા જણાવે છે.
"એક કલેકટર તરીકે આપ સિરોહી ની જનતા ને કંઈ કહેવા માંગો છો?" મીડિયા પુછે છે.
" એક કલેકટર તરીકે સિરોહી ની જનતાને હું ક્યારેય અન્યાય નહીં થવા દઉં.મારા પતિને પણ સૌથી પહેલાં મેં જ જેલમાં મોકલાવ્યો હતો." મહેચ્છા કહે છે.
એ જ વખતે મહેચ્છા ને કલેકટર ઓફીસથી ફોન આવે છે કે રાજ્યના મુખ્યમંત્રી આવતીકાલે સિરોહી ની મુલાકાત લેવાના હતા. મહેચ્છા ને તાત્કાલિક અસરથી ઓફીસ માં બોલાવી પછી મુખ્યમંત્રી ની સિક્યોરિટી ટીમ તેમના કાલના કાર્યક્રમ વિષે ચર્ચા કરે છે.
મહેચ્છા ની રાત ક્યાં પડી જાય છે એ સમજણ જ નથી પડતી. આખો દિવસ પુરાવા ભેગા કરવામાં અને પછી કોર્ટમાં તેમજ પછી મુખ્યમંત્રી ની મુલાકાત ની તૈયારી કરવામાં આખો દિવસ નીકળી જાય છે.
રાત્રે મધુકર મોહન મહેચ્છા ને ફોન કરે છે.
" દીકરી એક પિતા તરીકે હું તને હંમેશા આઈ.એ.એસ ઓફીસર બનાવી હું જે ન કરી શક્યો એ સપના ને જીવવા માંગતો હતો.
પણ છેલ્લા બે દિવસથી તું જે કરી રહી છે એ તો ભગવાન જ તારી પાસે કરાવી રહ્યો છે. પોતાના પતિની સામે જ ધરપકડ વોરંટ કઢાવી પછી પુરાવા શોધી તેની મદદ કરવી એ પણ તું જ કરી શકે.
નવનીત ઉપર પણ માન છે. કોર્ટે ગમે તે નિર્ણય આપે નવનીત તો પ્રજાના મનમાં વસી ગયો છે. બસ તું માફી યાચના ન આપતી."
"ના પપ્પા. જરા પણ નહીં. નવનીત પણ માફી યાચના ની વિરુદ્ધ માં જ છે." મહેચ્છા કહે છે.
"ઠીક છે.હવે કાલે મુખ્યમંત્રીશ્રી ની સાથે પણ વાતચીત કરી લે. તારા ભાથામાં એક વધુ કલગી ઉમેરાશે." મધુકર કહે છે.