prutha in Gujarati Moral Stories by Purvi Shukla books and stories PDF | પૃથા - 9

Featured Books
Categories
Share

પૃથા - 9

*પૃથા* chapter -9

પ્રકરણ - 9 નવી ચણીયાચોળી 
➖➖➖➖➖➖➖


બધી બહેનપણીઓ નવરાત્રીના પહેલા દિવસે જ ચણીયાચોળી પહેરી આવી હતી,
 પૃથા દર વર્ષે એવું ન કરી શકતી તેની પાસે એકજ જોડી સમ ખાવા પૂરતી હતા એય મમ્મીની સાડીમાંથી બનાવેલ, 

  અમીરપૂરમાં નવરાત્રીમાં દર વર્ષે છેલ્લા દિવસે સ્પર્ધા થતી,
 બેસ્ટ ડ્રેસ અપ, બેસ્ટ ગરબા રમનાર એવી બધી સ્પર્ધા 

 પણ એમાંય પાછા નિયમ જ્યાં સુધી ગરબાનો રાઉન્ડ ચાલે ત્યાં સુધી એટલે છેલ્લે સુધી જે રહ્યાં હોય એ જ સ્પર્ધક કહેવાય વચ્ચેથી નીકળી જનાર ડીસ ક્વોલિફાઈ ગણાય.

અને બેસ્ટ ડ્રેસઅપ માટે ખાસ નવી ચણીયાચોળી જોઈએ, 

  એટલે પૃથા ઘરે પહોંચી પોતાના ચણિયાચોળી મિશન પર લાગી ;ઘરનાને મનાવવા કહેવાનું ચાલુ કર્યું...... પણ પૃથાના પપ્પા એવું માનતા -ગામ કરે ઈ બધુંય આપણે નો કરાય 
 *એનાં મમ્મી બોલ્યા* -હવૅ એક દિવસની સ્પર્ધા માટે તું ખોટો ખર્ચ કરાવીશ તું તો આમપણ સ્પર્ધામાંથી બહાર નીકળીશ આખો રાઉન્ડ પૂરો કરી શકે એટલી તેવડ જ ક્યાં છે તારી!

 *પૃથા* - તમારે ના લઇ દેવા હોય તો ચોખ્ખી ના પાડો, ખોટા બહાના ના બતાવો,
 *કાકી* -"અલી રાતનો ગરબાનો થાક ઉતરી ગયો સવાર સવારમાં મંડાણી છો, 
(એટલામાં પોસ્ટમેન પૃથાના નામની ટપાલ લઈને આવ્યો )
પૃથા દોડીને લઈને આવી કાકીને વાંચવા આપી 

કાકી એ જોયું આતો ભાવનગર સોંરાષ્ટ્ર સમાચાર તરફથી હતી ખોલ્યું વાચ્યું 

એમાં લખ્યુ હતું માનનીય 
પૃથા શર્મા.......
આપે તારીખ 3/5/89 ના રોજ શબ્દ ચાવી (આડી ઉભી ચાવી ભરવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમાં આપને પ્રથમ ઇનામ 500રુ મળવાપાત્ર છે જે આપે રુબરુ ઓફિસે આવી ત્રણ દિવસમાં લઇ જવાનુ રહેશે. એટલે આ ત્રણ દિવસમાં ભવાનીપુર જવુ જ પડે.
 છાપું વાંચવું 
આવી શબ્દ અને રંગપૂરણી હરીફાઈમાં પૃથા વેકેશનમાં ભાગ લેતી 
રમવાની સાથે 
પૃથા ઘરે આવતા સોંરાષ્ટ્ર સમાચારની ક્રોસવર્ડ નિયમિત ભરતી ગુજરાતી ભાષા પર તેનું પ્રભુત્વ સારું જ્યાં અટવાય ત્યાં કાકીનું માર્ગદર્શન લે, આ સ્પર્ધા તેણે પોતે ભરીનેં મોકલી હતી...

 આ સમાચાર મળતા ઘરના રાજી 
 *પૃથા બોલી* લ્યો હવૅ તો હું ચણિયાચોળી લઈ શકુ ને ઇનામના 500 રૂ મળશે.

 *કાકા અને ઘરના બીજાં બોલ્યા* -" હાં બાપા હા હવે તો કાંઈ તને નાં નહિ પડાય!!
*પૃથા*"ક્યારે કાલે જ઼ જઈએ ઇનામ પણ લાવવાનું છૅ ને બેય કામ થઈ જાય 
*પૃથાના પપ્પા*" કાલ મને રજા ના મળે અને ભવાનીપુર લેવા જવુ પડે, એની મામ્મીને પણ ઍમ એકલા શહેરમાં જવાની ટેવ નથી 

*કાકી*" વાંધો નહીં હું જઈશ આમેય મારે ડીઇઓ ઓફિસે જવાનું જ હતું એય કામ થઇ જશે.... કાલે હુ અને પૃથા સવારે 9.30ની આસપાસ જઈએ, જઈને પહેલા મારૂ કામ પછી પૃથાનું ઇનામ અને ચણીયાચોળી.... પ્લાન તૈયાર થઇ ગયો... પૈસા પણ લઈ લીધા, પપ્પા કાકા અને મમ્મીએ પણ બે ત્રણ કામ ભવાનીપુરના સોંપી દીધા 
નક્કી થઈ ગ્યું એટલે તરતજ ચોરે ઉપડી બધી બેનપણીઓના ઘરે ઘરે જઈને કહ્યું 
*હરખાતી હરખાતી પૃથા*"કાલે તો હું એયને ભવાનીપુર જઈશ મસ્ત મજાની નવી ચણીયાચોળી 
*માયા* અલી ઓલા નવાં ગામઠી નીકળ્યા એ ચણીયાચોળી લેજે ઘેરદાર મસ્ત ઘાઘરો હોય 
તૉ *પ્રિતી*"ના ના પેલા બાંધણીના પણ આજકાલ બધા બહુ પહેરે એમાં ઓઢણી બે રંગની આગળપાછળ અલગ રંગ બદલીને પહેરી શકો 
*બિંદુ*"ઍની સાથે મેચિંગ સેટ બઁગડી પણ લેજે 
*રેખા*"પેલા શણગારેલ દાંડિયા પણ લાવજે 
*રેખા*તને તો ના પડતાંતા નેં 
*પૃથા*" ઈ તો મને શબ્દ કોયડાની સ્પર્ધામાં 500રું ઇનામ મલ્યું એટલે એય લેવા જવાનું છે એટલામાં જોઈએ એવી સરસ ચણીયાચોળી મળે.... 
*માયા*"વાહ તારી તો લોટરી લાગી હોં પાર્ટી ક્યારે આપીશ, કાંક લેતી આવજે ભવાનીપુરથી અમારી માટે 

પૃથા* હાહા ચોક્કસ લાવીશ કાકી હા પાડશે તો ચાલુ હૂં જાઉં કાલે આખો દિવસ હુ નથી સાંજે આવીશ પાછી....


પૃથા રાજી રાજી.........

વધુ આવતા પ્રકરણે....

પૃથા કેવા ચણીયાચોળી લેશે કમેન્ટમાં જણાવો?