chetana (part 7) in Gujarati Thriller by Shesha Rana Mankad books and stories PDF | ચેતના - 7

Featured Books
Categories
Share

ચેતના - 7

એકસીડન્ટનો ધડાકો હજી પણ કાનમાં તેમને ચીસ જેવો સંભળાઈ રહ્યો હતો. કાર અને ટ્રક વચ્ચે મોટી અથડામણ થઈ હતી. જેમાં કારના ફુરચા ઊડી ગયા હતા. 

ટ્રકનો આગળનો ભાગ જ તૂટી અને ચિપાઈ ગયો હતો. ડ્રાઈવર કેબીનને પણ નુકશાન થયું હતું. 

રોંગ સાઈડમાંથી આવતો ટ્રક કારમાં બેઠેલાંના જીવનને ભરખી ગયો હતો. 

ચેતના અને પ્રત્યંચ પીપળાના ઝાડ પાસે આવી પોલીસની રાહ જોતાં બેસી ગયાં હતાં. આ એક્સિડન્ટ એકદમ પીપળાના ઝાડની સામે 300 મીટર દૂર જ થયો હતો. 

પેલી બાળકી પણ આ જ જગ્યાએથી દેખાતી બંધ થઈ હતી.

કોઈપણ ઉતાવળ વગર પોલીસ આવી ગઈ. જગ્યાનું મૂલ્યાંકન અને રૂટિન પ્રોસિજરમાં પડી ત્યાં એમ્બ્યુલન્સ પણ આવી ગઇ.

ભીડ થવાનો પ્રશ્ન જ ન હતો. રસ્તો આખો સૂમસામ હતો. પોલીસના પાંચ સભ્યો પણ આરામથી કામ કરતા હતા. ચેતના અને પ્રત્યંચ ચૂપચાપ ઝાડ પાસેથી બધું જોતાં હતાં. એક કોન્સ્ટેબલ તેમની પાસેથી વિગતો લખતો હતો.

કારના દરવાજા દરવાજા કાપી ને એક પછી એક પાંચ બોડી બહાર કઢાયાં. ત્રણ બાળકો અને બે પુરુષ હતા. બાળકો માત્ર ચાર અને સાત કે આઠ વર્ષની આસપાસ હતી. 

એક છોકરી જે કદાચ ચાર કે પાંચ વર્ષની અને બાકીના બે છોકરાઓ હતા. લગભગ સાત કે આઠ વર્ષની આસપાસ હતા. 

પાંચેયના શરીરની હાલત ખૂબ જ દુઃખદ થઈ ગઈ હતી બંને પુરુષોના શરીર પર વધારે ઘા હતા. એક પુરુષનું શરીર તો હાથ પાસેથી અડધું લટકીને દરવાજાના પતરામાં ફસાઈ ગયો હતો. 

બીજાના ગળામાં સીટ બેલ્ટ ઊંડે સુધી ઉતરી ગયો હતો. કદાચ કાર ઉછળી એને કારણે બેલ્ટ ખેંચાયો હતો. ત્રણે બાળકોના માથા પાસે ગંભીર ઈજાઓ થઈ હતી.

"પ્રત્યંચ મારાથી જોવાતું નથી. પોલીસને વાત કર આપણે અહીંથી જઈએ."

"હા કહું છું. મારી હાલત પણ તારા જેવી જ છે."


હાથના ઇશારે પોલીસને પાસે બોલાવીને આખી પરિસ્થિતિ પ્રત્યંચે સમજાવી. તેમનું સરનામું અને પહેલું સ્ટેટમેન્ટ લઈને બંનેને જવા દીધા જાણે કોઈ પાછળ પડ્યું હોય તેમ બંને જણા કારમાં બેસીને રવાના થઈ ગયા. ચેતના એ કાર ફૂલ સ્પીડમાં ભગાવી દીધી. 

છતાં તેનું ધ્યાન અરીસા પર તો ગયું જ એ એકસીડન્ટ વાળી જગ્યા પાસે પેલી બાળકી તેમને દૂર જતા જોઈ રહી હતી. ચેતના થડકી ગઈ. થોડી ડરી પણ ખરી પછી થયું બાળકી ક્યાંક અહીં આટલામાં જ રહેતી હશે. પોલીસવાળા તેને યોગ્ય જગ્યાએ પહોંચાડી જ દેશે. વધારે વિચાર કર્યા વગર તેણે કારણે ખૂબ સ્પીડમાં દોડાવી દીધી હતી પ્રત્યચને કારની સ્પીડ ગમતી નહીં તેમ તેને પણ ગમતી નહીં છતાં અત્યારે ડરને કારણે સ્પીડ સામે તેણે જોયું જ ન હતું. 

રસ્તામાં વાત કરવાના હોંશ પણ રહ્યા ન હતા. કાર સીધી જ ઓફિસના પાર્કિગમાં આવીને ઊભી રહી. ત્યાં સુધી ઓફિસ છૂટવાનો સમય પણ થઈ ગયો હતો. 

પાર્કિગમાં રુદ્ર પણ પોતાની બાઇક પાસે ઉભો હતો. આ બંનેના ચહેરા જોઈ તે ચમક્યો. 

"ક્યાંકથી ચોરી કરીને આવી રહ્યાં છો કે શું."

"રુદ્ર પ્લીઝ!"

"સોરી સર! પણ આપે જવાબ ન આપ્યો"

"ના ચોરી કરવા નહોતા ગયા સાઇટ પર ગયા હતા."

"કેમ!? આજે તો ત્યાં કોઈ સિડ્યુલ ન હતું."

"ભાઈ મારી મરજી મારું કામ છે. તો મને મન થાય ત્યારે જાઉં."

"એમાં ના નહિ સર,  હું પણ આ પ્રોજેક્ટનો એક ભાગમાં સામેલ છું..તો તમે મને કહ્યું હોત તો સારું હતું."

"ના મારે તને નહોતું કહેવું એટલે ન કહ્યું હવે માથું ખરાબ ન કર."

"સર! પ્રત્યંચ સર કેવી વાત કરો છે. હું તમારાથી એક મીટર દૂર ઊભો છું.અને તમે મને આક્ષેપ કરો છો?"

"કોમેડી મેન ચૂપ થઈ જા."

"રુદ્ર પ્લીઝ ચૂપ."

"ઓકે મેમ તમે કહો છો તો ચૂપ થઈ... અને જાઉં છું. જાઉં ને મેમ!? તમે કહો તો જાઉં."

"રુદ્ર પ્લીઝ અમે સાઇટ પર ખરાબ એકસીડન્ટ નજરે જોઇને આવીએ છીએ. મૂડ અમારું ખરાબ છે."

"ઓહ! સોરી મેમ સર!, સોરી."

"રુદ્ર તું તારે નીકળ આજે કોઈ મહત્વના મુદ્દા હતા!?"

"હા વોટર રાઇડ ડેવલપમેન્ટ માટે અલગથી પરમિશન લેવી પડશે."

"ઠીક છે કાલે તું એની પ્રોઝીજર ચાલુ કરી દે જે.'

"ઓકે કહેતો એ બાઇક સ્ટાર્ટ કરતો આગળ વધ્યો. ચેતનાની કાર પાસેથી એ પસાર થયો ત્યારે ચેતનાની નજર કારની ડિકીના હેન્ડલમાં વિચિત્ર રીતે  પેલી ઢીંગલી ફસાયેલી પડી હતી. ચેતના આઘાતથી એ ઢીંગલીને જોઈ રહી. પછી અચાનક તેના ગળાં માંથી એક મોટી ચીસ પડી ગઈ."

"શું થયું ચેતના!?..."

અને બીજી જ પળે પ્રત્યંચની નજરે પણ એ ઢીંગલી ચડી ગઈ. 

બંને એ ઢીંગલીને આઘાત સાથે જોતાં જ રહી ગયાં.