Between in the doubtful waves in Gujarati Women Focused by Jalanvi Jalpa sachania books and stories PDF | શંકા ના વમળો ની વચ્ચે - 28

Featured Books
Categories
Share

શંકા ના વમળો ની વચ્ચે - 28

હવે આ લગભગ રોજનું થઈ  ગયુ હતુ. છેલ્લા બે મહિના થી સોનાલી જોતી કે તેના નાના કાકીજી રોજ આવી ને એક ની એક વર્ષો પહેલા ની વાતો તેની સાસુ પાસે કરતા, મેઘલ ને શનિ - રવિ ની રજા હોય ત્યારે પણ આવતા, સોનાલી એ બે - ત્રણ  વાર શનિ - રવિ ની રજા માં જ્યારે પણ ગીતા કાકી આવીને તેની સાસુ ને ગિલ્ટ ફીલ કરાવતા ત્યારે સોનાલી ઉપર જઈને કે મેઘલ ને ફોન કરીને બોલાવી લેતી, મેઘલ થોડીવાર તેઓ જે રૂમમાં બેસીને વાત કરતા તે રૂમ માં અને પછી બાજુ ની રૂમમાં બેસી ને વાત સાંભળતા પણ ખરા, એકવાર વાર  તો ગીતા કાકી નાં ગયા પછી જ્યારે તેનાં સાસુ રડતા હતા ત્યારે સોનાલીએ મેઘલ ને ઈશારો કર્યો અને બહાર મોકલ્યા, મેઘલે તેની મમ્મી ને પૂછયુ શું થયુ ? કેમ રડો છો? મેઘલ ની મમ્મી એક જ જવાબ આપતાં કંઈ નહિ મને એમનેમ જ, મને ખાલી ખાલી રડવુ આવે છે,  મેઘલે ફક્ત એની મમ્મીને એટલુ જ કહયુ કે ગીતા કાકી ને ના પાડી દેવાની કે આવી વાતો કરવા રોજ - રોજ નહિ આવવાનુ, અને આવે તો તમારે એની વાત પર ધ્યાન નહિ આપવાનુ, ખોટુ મગજ નહિ બગાડવાનું, પછી મેઘલ સોનાલીને તૈયાર થવાનુ કહીને બહાર નીકળી ગયા, આજે રવિવાર હતો, સોનાલી તૈયાર થવા ઉપર ગઈ,  તૈયાર માં સોનાલી ને ખાલી ડ્રેસ ચેન્જ કરવા સિવાય કંઈ ખાસ કરવાનું નહોતુ, પચાસ જાત નાં પ્રતિબંધ હતા, આ પહેરવાનુ. આ નહિ પહેરવાનુ, સોનાલી કુટુંબ માં નવી પેઢીની પહેલી વહુ બનીને આવી હતી, એટલે વર્ષો પહેલા આખુ કુટુંબ જ્યારે ભેગુ રહેતુ એ પ્રમાણે સોનાલીને રાખવાની કોશિષ કરતા, સોનાલીએ ડ્રેસ ચેન્જ કરી લીધો, મેઘલ હજુ આવ્યા નહોતા, સોનાલી મેઘલ નુ વેઈટ કરતી પણ એના વિચાર મેઘલ નાં એની મમ્મી સાથે નાં રિએક્શન પર હતા, સોનાલીને તેના પિયર નાં ઘર નુ વાતાવરણ યાદ આવી ગયુ સોનાલી સરખામણી કરતી કે જો તેની મમ્મીને કોઈ વગર કારણે રડાવી જાય તો સૌથી પહેલા એના પપ્પા જ સામેવાળી વ્યક્તિ ને વાત સાંભળતાની સાથે જ તેને બંધ કરાવી ફરી કયારેય એ વ્યક્તિ ગિલ્ટ આપતા પહેલા સો વાર વિચાર કરે, અને જો એના ભાઈ એ આવી રીતે કોઈ વ્યકિત ને તેની મમ્મીને ગિલ્ટ ફીલ કરાવીને રડાવતા જુએ તો એ વ્યક્તિ ફરી થી ઘરમાં એન્ટર થતાં પહેલા સો વાર વિચાર કરે, એવુ કાયમી સોલ્યુશન કરી નાંખે, એ પણ તરત જ, એમને આવા બધા માં કંઈ કહેવુ ના પડે, અને અહિંયા તો સાવ ઊંધુ , સોનાલી જોતી એના સસરા ને ઘરની જ ખટપટ વધારે ગમતી, અને મેઘલ પણ બે - ત્રણ વાર જોઈને ,સાંભળીને, અનુભવીને પણ પોતાની મમ્મીને સલાહ આપતા હતા ,સોનાલીએ જોયુ અને અનુભવ્યુ કે મેઘલ નું અંદર થી એક ટકા જેટલું પણ લોહી ના ઊકળ્યુ, સોનાલીને ઘરમાં આવ્યા થોડા મહિના જ થયા હતા, તો ય એને લાગતુ કે આ ખોટુ છે, મેઘલે ના પાડી હતી. એટલે સોનાલી કંઈ બોલતી નહોતી, ફક્ત જોયા કરતી, જો થોડીક છૂટ મેઘલે આપી હોત તો સોનાલી એ પહેલીવાર માં એકશન માં આવીને કાયમ ની શાંતિ કરી દે એમ હતી, એની સાસુ ને ગિલ્ટ આપીને વગર કારણે રડાવવા આવનાર આવતા પહેલા સો વાર વિચાર કરે એવુ ચક્કાજામ કરી નાંખે. સોનાલી ઉપર નાં રૂમ માં તાળુ મારી ને નીચે આવી. મેઘલ આવી ગયા હતાં, બંને બાઈક પર બેસી સોલા ભાગવત ગયા , સોનાલી અને મેઘલ નુ ફરવાનુ આવુ જ હતુ, ઘર માં બધાને લાગતુ કે મેઘલ સોનાલીને દર અઠવાડિયે ફરવા લઈ જાય છે. પણ જુદા જુદા મંદિરો માં જ જતા, સોનાલીને મૂવી જોવાનો ખૂબ શોખ, મેઘલ ને ખબર હતી, પણ સગાઈ થી લઈને આજ દિન સુધી એકપણ મૂવી જોવા લઈ ગયા નહોતા, મેઘલ ને મૂવી ની ટિકિટ લેવા જવામાં કંટાળો આવતો, અને સોનાલી બહુ કહેતી તો રવિવારે સાંજે ઘરે થી બહાર નીકળે ત્યારે સોનાલીને જુદા જુદા ચાર - પાંચ થિયેટરમાં લઈ જતા જયાં લગભગ શો ચાલુ થઈ ગયો હોય અને બીજો શૉ રવિવાર હોય એટલે હાઉસફુલ હોય અને છેલ્લા શૉ ની ટિકિટ મળતી જેમાં મેઘલ ને ફાવે તેમ ના હોય, બે -ત્રણ  વાર આવા અનુભવ પછી સોનાલી સામેથી જ મૂવી જોવા જવા ની ના પાડી દેતી, મોલ માં સોનાલી બે વાર મેઘલ સાથે ગઈ હતી, મેઘલ શોપિંગ કરવા દેતા નહોતા, ઘરમાં માથાકૂટ થવાની બીક માં સોનાલીનાં પર્સ માં આવે તેવી જ વસ્તુ લેવાની મમ્મી ને ખબર નાં પડે એવુ કહીને મેઘલ અપાવતા, સોનાલી બિલીંગ કાઉન્ટર ની લાઈન માંથી બહાર નીકળી ગઈ કંઈપણ લીધા વગર એણે મેઘલ ને ચોખ્ખી ના પાડી દીધી હતી, પછી ક્યારેય સોનાલી મેઘલ સાથે મોલ માં નહોતી જતી, ગાર્ડન માં જવુ મેઘલ ને ઓછુ ગમતુ એટલે મેઘલ અને સોનાલી દર રવિવારે જુદા જુદા મંદિર માં જતા ત્યાં જઈ દર્શન કરી શાંતિ થી બેસતા, આજે તેઓ સોલા ભાગવત માં આવી દર્શન કરી મંદિર ની પાછળ ની સાઈડ ની પાળી પર શાંતિથી બેઠા, થોડીવાર શાંતિ થી બેઠા પછી સોનાલીએ મેઘલ ને કહયુ કે તમારે તમારી મમ્મી માટે સ્ટેન્ડ લેવુ જોઈએ, આવી રીતે ગીતા કાકી ગિલ્ટ ફીલ કરાવે અને માનસિક દબાણ અને તણાવ આપી જાય અને રડાવી જાય એ સારૂ નાં કહેવાય, તમારે તમારી મમ્મી માટે આ બધુ બંધ કરાવવુ જોઈએ, મેઘલ નો એક જ જવાબ પોતે કંઈ નહિ કરે, જેને જેમ ફાવે તેમ કરે, મમ્મી શું કરવા એમને રોજ આવવા દઈને સાંભળે છે? અને જે કરે એ પપ્પા કરે હુ કંઈ નહિ કરૂ, એમનુ એ જાણે, સોનાલીને જવાબ અજુગતો લાગ્યો, એટલે સોનાલીએ પૂછી નાંખ્યુ તમે કેમ કંઈ ના કરો ? મેઘલ નો જવાબ સાંભળી સોનાલી તેની સામે જોતી જ રહી ,મેઘલનુ કહેવુ હતુ કે આખા કુટુંબમાં અને સગા -વ્હાલા અને પાડોશી માં પણ મારી છાપ અને પર્સનાલિટી એવી જ છે કે હું બહુ જ ડાહ્યો-ડમરો, સીધો - સાદો શાંત અને સરળ માણસ છુ, તુ ગમે તેને પૂછી જો, હુ મારી આ છાપ બગાડવા માંગતો નથી,  જેને જે કરવુ હોય એ કરે, સોનાલી એ ધીમે થી સમજાવવા નો ટ્રાય કર્યો કે તમે તમારી મમ્મી ના સારા માટે એકશન લો તો તમે કંઈ ખરાબ ના થઈ જાવ, આ સાંભળી મેઘલે શાંતિ થી સોનાલીને સમજાવી કે તેને ઘરની આવી કોઈ જ વાત માં પડવુ નથી તેણે પૈસા નાં અભાવવાળી લાઈફ જોઈ છે, તે ફૂલ -ફોકસ તેની કરિયર અને પર્સનલ પ્રોજેક્ટ પર કરવા માંગે છે, સોનાલી એ ફરી થી સમજાવવા નો પ્રયત્ન કર્યો કે ઘર માં શાંતિ હોય તો તે વધારે સારી રીતે ફોકસ કરી શકે, સામે મેઘલ ની જે પીડા બહાર નીકળી એ સોનાલી માટે અકલ્પનીય હતી, મેઘલ નું કહેવુ હતુ કે એની મમ્મી કે પપ્પા માટે એને કોઈ જ માન નથી,  એની અંદર ની પીડા શેર કરતા કહ્યુ કે મારી પહેલી સગાઈ રાજકોટ કરી ત્યારે મારી મરજી પૂછયા વગર જ કહી દીધુ કે સગાઈ કરવાની છે, મેં કંઈ  વિરોધ ના કર્યો  માં -બાપ છે,  જે કરે સારા માટે કરશે.ધામ - ધૂમ થી સગાઈ કરી અને સગાઈ કર્યા બાદ કંકુ પગલા કરીને આ જ ગીતા કાકી ને ઘરે એ છોકરી ને બેસવા લઇ ગયા અને ત્યાંથી એમણે એ છોકરી વિશે  નેગેટિવ વાતો કરી કે છોકરી કંઈ બોલતી નથી થોડી શ્યામ છે, એમની વાતો સાંભળી મારી મમ્મી અને પપ્પાએ મહિના ની અંદર  સગાઈ તોડી નાંખી, એવુ કહીને કે મેઘલ ને છોકરી નથી ગમતી, ત્યારપછી અચાનક મારા માસા અને કઝીન જીજાજી મને સમજાવવા આવ્યા, એ દિવસ રવિવાર હતો, હું સવાર નાં અગિયાર વાગ્યા ની આસપાસ હું કોમ્પ્યુટર પર કામ કરતો હતૉ, મારી બાજુ માં મારા માસા અને કઝીન જીજાજી બંને આવી ને બેઠા અને પૂછયૂ કે તને શું વાંધો છે ? કેમ સગાઈ તોડી નાંખવી છે? હુ શૉક થઈ  ગયો મને કંઈ ખબર જ નહોતી પડતી શું જવાબ આપવો, એટલામા મારી મમ્મી હાથ માં પાણીના બે ગ્લાસ ભરી ને આવી અને એ લોકો ને જવાબ આપ્યો કે  મેઘલ ને કંઈ ખબર નથી એટલે મેઘલ ને તમે કંઈ પૂછશો નહિ, મેં એના પપ્પા ને ફોન કર્યો એ આવીને તમને જવાબ આપશે, એ આખો દિવસ હું ચૂપ રહ્યો, મહેમાન ના ગયા પછી મારા બાપા રફુચક થઈ ગયા છેક રાત્રે સાડા દસે આવ્યા એટલે મે તરત એમના પર અને મારી મમ્મી બંને પર જોરદાર ગુસ્સો કર્યો, બહુ બધી દલીલો અને ગુસ્સા થી એ બંને નો ઈગો ઘવાયો, તેમની પાસે જે વસ્તુ પડી હતી મને છૂટ્ટી મારી અને મને કીધુ કે તુ અમારા માટે દૂધ પીતુ બચ્ચુ જ છે, એટલે હું આજીવન એમના માટે દૂધપીતુ બચ્ચુ જેવો વ્યવહાર કરે એમ જ કરવાનો, એમના માટે આગળ પડી ને કંઈ જ નહિ કરૂ સોનાલી તો આ સાંભળી સૂન્ન થઈ ગઈ,  કેમ કે જ્યારે તેની સગાઈ મેઘલ સાથે કરવાની હતી ત્યારે મેઘલ ના મમ્મી - પપ્પાએ એવુ કીધુ હતુ કે રાજકોટવાળી છોકરી ભાગી ગઈ એટલે મેઘલ ની સગાઈ તૂટી ગઈ,  સોનાલી તો ત્યાં જ રડવા લાગી, એણે મેઘલ ને વાત કરી મેઘલ ને આ પણ નહોતી ખબર કે તેઓ અમારી પાસે પણ  જૂઠઠૂ બોલ્યા હતા, સોનાલીને આજે તેના સ્વભાવ પર વધારે રડવુ આવતુ હતુ એણે સગાઈ થઈ ત્યાર થી આજ દિન સુધી મેઘલ ને એની સગાઈ કેમ તૂટી એ પૂછયુ નહોતુ, તે વર્તમાન મા માનતી હતી, મેઘલ નાં ભૂતકાળ થી એને કંઈ મતલબ નહોતો, અને એટલે એના સાસુ -સસરા ની કીધેલી વાત પછી ક્યારેય એ વાત ને રિપીટ કરી નહોતી. થોડીવાર બંને શાંતી થી બેસી રહ્યા, પછી મેઘલે મૌન તોડતા કહ્યુ કે જે કંઈ  હતુ મેં  તને કહી દીધુ તુ જે ફેમિલી માં રહી ને મોટી થઈ ત્યાં નુ અને અહીં નુ બહુ અલગ છે, તારે મારી પાસે માત્ર તારા પૂરતી જ આશા રાખવાની, તને મારો ફૂલ સપોર્ટ આખી જિંદગી રહેશે, પણ ફેમિલી ની બાબત માં હું જેમ કરૂ તેમ, એમાં તારે કંઈ કહેવાનુ નહિ. સોનાલી કંઈ બોલી નહિ પણ મન મા કહેતી રહી, કે તમે તો સવારે નવ થી રાત ના સાડા આઠ ઘર ની બહાર અને રાત્રે જમીને સીધા વોકિંગ કરવા અને આવી ને પાછા કોમ્પ્યુટર પર પર્સનલ કામ કરવાનુ ફેમીલી સાથે તો મારે જ રહેવાનું છે ચોવીસ કલાક એને મેઘલ ને કહેવા ની ઈચ્છા થઈ આવી કે મારૂ તો વિચારો ઘર માં શાંતિ હોય તો રહેવાની મજા આવે,  પણ  આટલુ બધુ મેઘલ પાસે થી  સાંભળ્યા પછી કંઈ તર્ક કે વિવાદ કરવાની એની ઈચ્છા નહોતી, સોનાલી ને બસ ચૂપચાપ શાંતિ થી બેસવુ હતુ, ઘણા સમય સુધી શાંતિ થી બંને બેઠા રહ્યા, અંધારૂ થઈ ગયુ હતુ મંદિર પણ બંધ થઇ ગયુ, સોનાલીએ એ આસપાસ જોયુ તો તેમના જેવા રડયા ખડયા એક બે કપલ છૂટા છવાયા બેઠા હતા, સોનાલી અને મેઘલ ઊભા થયા અને પાછલા રસ્તે થઇ બહાર નીકળ્યા.