આશ્કાના મિત્રો આશ્કાને બૂમો પાડતા રહ્યા પરંતુ આશ્કા ચૂપચાપ કોલેજના ગેટની બહાર નીકળી ગઈ.."અબે યાર, યે તો ગઈ કામ સે.."રવિએ ઇશાનને કહ્યું."તારે અત્યારે એના દેખતાં લવને ફોન જ નહોતો કરવાનો..""એણે જ તો ફોન કરાવ્યો.." રવિએ કહ્યું."અચ્છા એવું છે.. એને જ લવ યાદ આવ્યો હશે..""હા એવું જ હતું..""તો પછી વાત કેમ ન કરી અને ચાલી ગઈ.." રાજે રવિને પૂછ્યું."એને એમ હતું કે મારા ના પાડવાથી લવ ઈન્ડિયા નહીં જાય અને જશે તો તેને ત્યાં ગમશે પણ નહીં અને થોડા દિવસમાં પાછો આવી જશે પણ આ તો કંઈક ઉલટું જ થઈ રહ્યું છે.""બીચારી આશ્કા.. મને તો તેની ખૂબ દયા આવે છે." સિમરને કહ્યું.ઘણાં બધા યુવાન ધબકતાં હ્રદયના ચૂરેચૂરા કરીને બેફિકર દિલ ધરાવતો બેફીકરાઈથી આશ્કા જેવી કંઈ કેટલીયે હસીનાઓને રડતી છોડીને લવ લંડન જેવા સુખી સમૃદ્ધ સીટીને અલવિદા કહીને ઈન્ડિયા દોડી આવ્યો હતો...દરેક છોકરી તો ઈરા બની નથી શકતી કે લવની પાછળ પાછળ સાત સમંદર પાર ઉડીને આવી જાય.લવના હિસાબે જિંદગી જીવવાની ઢબ કંઈક અલગ હતી...પૈસા કરતાં વધારે મહત્વ તેણે પોતાની ઈચ્છાઓને આપ્યું હતું અને વળી તેના હિસાબે પૈસાનું એટલું મૂલ્ય નહોતું જેટલું તેને મન તેના ઉસુલોનું હતું.આશ્કાએ ઘરે જઈને તુરંત જ પોતાના બેડ ઉપર પડતું નાંખ્યું અને બેડ સીટમાં મોં છુપાવીને તે આજે ખૂબ રડી... ખૂબ રડી... તેના આંસુઓને રોકવાવાળુ આજે કોઈ ત્યાં હાજર નહોતું..થોડી વાર રડ્યા પછી તેણે પોતાની જાતને સંભાળી અને હોશમાં લાવવાની કોશિશ કરી.તેને એ શબ્દો યાદ હતા જે લવે તેને ઈન્ડિયા જતાં પહેલાં કહ્યા હતા, "મારી રાહ જોઈને બેસી ન રહેતી, કોઈ પૈસા વાળો ધોળિયો મળે તો પરણી જજે, હું પાછો નથી આવવાનો, હું તો ત્યાં કોઈ ભોળી ભાળી સુંદર, મને સમજી શકે અને મારું કહેલું બધું જ માને તેવી ઈન્ડિયન છોકરી સાથે લગ્ન કરી લઈશ."લવની આ વાત આશ્કાના હ્રદયમાં હજીપણ સૂળની જેમ ભોંકાઈ રહી હતી અને આ વાતનો ગુસ્સો કઈ રીતે લવ ઉપર કાઢવો તે હજી તેની સમજમાં આવતું નહોતું તે આજે પણ વિચારી રહી હતી કે, લવ પોતાના મનમાં સમજે છે શું..? શું એ નહીં હોય મારી પાસે તો હું જિંદગી નહીં જીવી શકું.. એને કોઈ ઈન્ડિયન છોકરી મળી જશે તો મને પણ કોઈ ધોળિયો મળી જશે.આશ્કા વિચારી તો રહી હતી આ બધું પણ હજી તેના હ્રદયમાં ઊંડે ઊંડે પણ લવ માટે જે પ્રેમ હતો તે જાણે રહી રહીને પણ ઉછળી ઉછળીને બહાર આવી રહ્યો હતો.તેના મનમાં એક પછી એક અનેક પ્રશ્નો ઉદ્દભવવા લાગ્યા, શું ઈન્ડિયામાં રહેતી છોકરીઓ ભોળી ભાળી હોતી હશે અને પોતાના પતિનું કહેલું બધું જ માનતી હશે. એવું જ હશે તો જ લવ કહેતો હશે અને એટલે જ તો તે ત્યાંની છોકરી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ ગયો છે.પણ મેં તેના માટે શું નથી કર્યું.. તેને ગમતું બધું જ કરવા હું તૈયાર હતી.. મારી આખી જાત મેં તેને સોંપી દીધી હતી...તે દિવસે રાત્રે સિમરનની બર્થડે પાર્ટી હતી ત્યારે હું પણ થોડી નશામાં હતી અને એ પણ થોડો નશામાં હતો ત્યારે મેં તેને કહ્યું હતું કે હું તારી જ છું લવ.. ફક્ત અને ફક્ત તારી જ...અને ત્યારે અમારી બંનેની વચ્ચે જે કંઈ પણ બન્યું તે મને હજી પણ યાદ છે... એ પણ તો મને છોડવા નહોતો માંગતો અને હું પણ તેને છોડવા તૈયાર નહોતી...અને અમે બંનેએ મન ભરીને રોમાંશ માણ્યો હતો અને આમ અચાનક તેને ઈન્ડિયાનું ભૂત વળગી જાય અને મને મૂકીને ચાલ્યો જાય તે કેટલે અંશે વ્યાજબી છે અને એને જો એવું જ કરવું હતું તો પછી તે મારી આટલી બધી નજીક શું કામ આવ્યો હતો..?કે હું એને ભૂલી નથી શકતી...હે ભગવાન શું કરું...મારી તો કંઈ જ સમજમાં નથી આવતું...પણ એક વાત છે તેણે મને પોતાની સાથે ઈન્ડિયા લઈ જવાનું પણ કહ્યું તો હતું જ પણ હું અંહીયા સેટ થવા ઈચ્છું છું અને મને એમ હતું કે તે પાછો લંડન આવી જશે...પણ કદાચ... કદાચ...તે હવે કદી પણ..કદી પણ.. પાછો નહીં આવે...હે ભગવાન, મારા લવને મોકલ ને મારી પાસે... હું નહીં રહી શકું તેના વગર...અને આશ્કા ફરીથી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી...એટલામાં તેના મોબાઈલની સ્ક્રીન ઉપર એક મેસેજ ફ્લેશ થયો તેણે જોયું તો લવે પોતાના કેટલાક ફોટોગ્રાફ્સ અપલોડ કર્યા હતા જે જોઈને આશ્કા ખૂબજ ખુશ થઈ ગઈ અને સ્ક્રીન ઉપર રહેલા પોતાના લવને હાથ વડે પંપાળવા લાગી અને ચૂમવા લાગી...થોડી વારમાં જ તેની મોમ જોબ ઉપરથી ઘરે આવી પહોંચી..આશ્કાની મોમ ડાયવોર્સી હતી તેથી તેણે અહીં યુ કે માં સેટલ થયા પછી પોતાની મોમને પણ પોતાની પાસે બોલાવી લીધી હતી.મોમ અંદર પોતાના બેડરૂમમાં આવશે અને પોતાની આંખો જોઈને કંઈ પૂછશે તો પોતે તેનો શું જવાબ આપશે તેમ વિચારીને તેણે મોબાઈલ બંધ કરીને સાઈડમાં મૂકી દીધો અને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન તે કરવા લાગી...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 23/10/26