આજે કોલેજના પેહેલા જ દિવસે મમ્મી ને ઘરના કામમાં મદદ કરાવીને નીકળવામાં મોડું થઈ ગયું.. હાર્મી એ ભાગતા ભાગતા મમ્મી પાસેથી રિક્ષાના પૈસા લીધા અને ઝડપથી ઘરની બહાર નીકળી ગઈ.. વળી રિક્ષા માટે તેને ઘરથી પાંચ સાત મિનિટ ચાલવું પડતું અને હાર્મી ઉતાવળ માં મમ્મી ને પગે લાગવાનું પણ ભૂલી ગઈ...સ્કૂલ ના દિવસોમાં સવારની સ્કૂલ ,સાંજે ટ્યુશન ,રાત્રે વાંચવાનું એટલે હાર્મી મમ્મી ને કામ માં મદદ કરાવી નતી શકતી ..એટલે મોડું તો થયું પણ તો પણ હાર્મી ખુશ થતી થતી કોલેજ જવા નીકળી...
હાર્મી બોલકી,નટખટ,બેબાક પણ સમજુ અને ઘરની મોટી દીકરી..પપ્પા સુરતની નાની એવી કંપની માં મેનેજર હતા અને ચાર બાળકોને ભણાવવું અને તમામ ખર્ચ એકલા ઉપડતા એટલે મહિનો પૂરો થાય એટલે ઘરમાં તંગી વર્તાઈ આવે.. હાર્મી ઘરમાં મોટી એટલે નાનપણ થી જ ઘરની પરિસ્થિતિથી વાકેફ હતી એટલે કોઈ ખોટા શોખ નહીં,કોઈ ખર્ચ નહીં ..તેના બારમાં ધોરણ માં સાયન્સમાં હાર્મી નું ટ્યુશન ઘરથી એટલું દૂર હતું કે તે સડસડાટ ચાલીને જાય તોય ત્રીસ મિનિટ નીકળી જાય.તો પણ એ હસતા મોંએ બધું ચલાવી લેતી.એમાંય એ જ વરસે સુરત માં ભયાનક મંદી આવી ..ફેક્ટરીઓ બંધ થવા લાગી અને હાર્મી ના પપ્પાની કંપની પણ બંધ થઈ ગઈ..જ્યારે દસમા ધોરણ નું રિઝલ્ટ આવ્યું ત્યારે હરખપદુડા થઈને સાયન્સ તો લઈ લીધું અને મહેનત પણ પૂર જોશ માં કરી પણ કોને ખબર હતી કે આટલી મહેનત એને તો પણ કામ નથી લાગવાની...એટલે વાત એમ કે હાર્મી ને બારમું સાયન્સ અડધું પૂરું થયું અને ઘરે પગાર આવતો બંધ થઈ ગયો વળી ટ્યુશન વાળા એ ફી ભરવાનું દબાણ ડબલ કરી દીધું ..એક દિવસ તો હાર્મી ને ઘરે મોકલી દીધી..બિચારી અઢાર વર્ષની દીકરી ખુબ રડી ,ખુબ શરમ આવી ,પણ શું કરે મજબૂરી હતી..તેના પપ્પાએ ઘણા સગાને ફોન કર્યા પણ કોઈ મદદ કરવા તૈયાર ન થાય...કોણ રાજી થાય કે કોઈની દીકરી ભણી ગણીને આગળ નીકળી જાય ??પણ હાર્મી બધું પચાવી ગઈ .. પપ્પા એ અઠવાડિયા માં પોતાનું એક માત્ર સાધન એમનું બાઇક વેચી દીકરી ના ટ્યુશન ના પૈસા ભર્યા અને હાર્મી ફરી ટ્યુશન જવા લાગી કારણકે બારમાં ધોરણ માં સિલેબસ લગભગ પૂર્ણ થઈને મોક ટેસ્ટ ચાલુ થવા જઈ રહી હતી ...એ મોક ટેસ્ટ આવનારી પરીક્ષા જે બોર્ડ ની પરીક્ષા કહેવાય છે તેના માટે ખૂબ જરૂરી હતી...વળી આ વર્ષે તો ગુજકેટ ની પરીક્ષા પાસ કરવાની હતી ..કે જે પાછું નવું ગતકડું હતું કે એ વર્ષે પહેલી વાર મેડિકલ માં પ્રવેશ મેળવવા આ પરીક્ષા પાસ કરવી ફરજિયાત થઈ ગઈ..હાર્મી ને આવા વાવાઝોડા જોવાની અને તેને પાર કરવાની આદત પડી ગઈ હતી.
મધ્યમ કરતા પણ નીચે કહી શકાય એવા પરિવાર માંથી આવતી પણ મમ્મી પપ્પાની ખૂબ લાડકી એવી હાર્મી એના પપ્પા નું બાઇક વેચાઈ ગયું એના દુઃખ માં પણ તે ભણી ગણી ને આગળ વધી બધું સરખું કરી દેશે એવા આત્મવિશ્વાસ સાથે ફરી ટ્યુશન જવા લાગી ..વળી તેની સ્કૂલની ફી તો તેમની નાત માંથી આવેલ ચેક માંથી,હપ્તે એમ કરીને પાર પડી ગઈ હતી એટલે ચિંતા ફક્ત ટ્યુશનની જ હતી..એ ચેપ્ટર પત્યું એટલે હાશકારા સાથે ફરી મહેનત ચાલુ કરીને દિવસો જવા લાગ્યા..બોર્ડ ની પરીક્ષા ને ફક્ત એક મહિનો બાકી હતો અને હાર્મી ને અચાનક પેટમાં બન્ને બાજુ દુખાવો ચાલુ થયો..જેમ તેમ ચાલીને ટ્યુશન જાય કારણ કે ભણવાનું ખૂબ જરૂરી હતું..એક અઠવાડિયા પછી તો એ ચાલી પણ ના શકે , ના ખાઇ શકે એવી હાલત થઈ ગઈ..એટલે હાર્મી અને એના પપ્પા ફરી પાછા ચિંતા સાથે એમના ફેમિલી ડોક્ટર હિંમતભાઈ ધોળિયા પાસે જવા નીકળ્યા...હાર્મી ને થયું કંઈક ખાવામાં આવી ગયું હશે ,થઈ જશે એમ કરી મન મનાવીને એ દવાખાના માં વેઇટિંગ એરિયા માં બેઠી અને એના પપ્પા કેસ લખવા ગયા..એમનો વારો આવ્યો એ ત્રીસ મિનિટ માં તો હાર્મી નું મગજ વિચારોના ચકડોળે ચડી ગયું ..અંદર ગઈ ડોક્ટર સાહેબે હાર્મી ની તપાસ કરી અને રિપોર્ટ કરાવવા કહ્યું..જેની બીક હતી એ જ થતું હતું...છતાંય હકારાત્મક વિચાર સાથે બધી વિધિ પતાવી અને હાર્મી અને એના પપ્પા લેબોરેટરી ની બહાર બેસી અને રિપોર્ટ આવવાની રાહ જોઈ રહ્યા ...થોડી વારમાં રિપોર્ટ એ લઈ અને બન્ને પાછા દવાખાને ગયા ..જે નિદાન આવ્યું એ સાંભળી હાર્મી કે જે હંમેશા બધું જ હસતા મોં એ સહન કરી લેતી એની આંખ માંથી દડ દડ આંસુ વેહેવા લાગ્યા......