Happy Diwali in Gujarati Short Stories by Komal Joshi books and stories PDF | Happy Diwali

Featured Books
  • कागज़ की आत्मा

    कागज़ की आत्मायादों, सपनों और एक अनसुनी आवाज़ की कहानीअध्याय...

  • Money Vs Me - Part 35

      उन्होंने मुझ पर अपने फैसले नहीं थोपे थे। उन्होंने मुझे अपन...

  • Mafia saiya chapter 10

    अध्याय 10 : हवेली का भूत और पहली किसपूरा कमरा अंधेरे में डूब...

  • CRAVE - Part - 14

    दृश्य वहीं से शुरू होता है...फ्लाइट के अंदर... ️जुशेंग अपनी...

  • तुम मिले, जब मैं खुद से बिछड़ गई - 21

    सुबह Aashi कॉलेज की लाइब्रेरी में बैठी अपनी नई कहानी के लिए...

Categories
Share

Happy Diwali

          દિવાળી નજીક આવી રહી છે. આખા દેશમાં બધી બહેનો-  માતાઓ પોતપોતાના ઘરમાં  સાફસૂફી કરવામાં  વ્યસ્ત છે. અમારા  ગામમાં પણ બધાના ઘરે  સાફસૂફી  ચાલી રહી છે. અમારું  ગામ નાનુ છે  એટલે  કોની ઘરે શું ચાલે છે તે  બધી  જાણકારી મળી  જાય. 

        શહેરોમાં તો  કંપની માથી  માણસો બોલાવીને સાફ કરાવી દે, એટલે એક  -બે  દિવસ મા કામ પૂરું થઈ જાય.  નાસ્તા પણ  બહારથી  આવી જાય. ગામમાં તો  શ્રાદ્ધ ના  દિવસો  થી જ કામ  ચાલુ થઈ જાય.   વળી પાછા  નાસ્તા તો ઘરે જ બનાવવાના હોય ચાર-પાંચ દિવસ સુધી તો નાસ્તા ચાલતા હોય.  અને  વળી પાછા નાસ્તા પણ  આઠ  દસ  જાતના હોય. 

       અમારા  બાજુમાં આવેલા ફળિયામાં  મંજુબેન ......શું વાત કરું તેમની. આખા ગામમાં સૌથી પહેલાં તેમનું દિવાળી કામ ચાલુ થાય અને સૌથી છેલ્લે  પુરું  થાય. 

         એક  દિવસ  સવાર સવારમાં ઘરના બધા  ગાદલા  અગાસીમાં તાપે  તપાવવા મૂક્યા,  સાંજે  બધાને  ધોકા માર્યા, પછી બધા ને વારાફરતી  નીચે મુક્યા. 

       બીજા દિવસે  પાણી ની ટાંકીને સાફ કરી, અગાસી ની ટાંકી પણ સાફ કરી. અગાસી ને  ધોઈ.આટલું  બધું કર્યા પછી પણ તે  શાંતિથી બેસતા ના હતા.   બધી રૂમ  ઘસી ઘસી ને ધોતાં  હતા.એક દિવસ તો તેમના ઘરના રસોડા ના બધા વાસણો બાહર તાપમાં સુકવવા મુક્યા હતા.કેટલા સરસ  ચમકતા હતા! તેમની આટલી બધી મહેનત  જોઈને હું  સ્તબ્ધ બની ગયો. 

       મેં વિચાર્યું કે મારી  ઘરવાળી આવું તો કોઈ વાર પણ  નથી કરતી! પણ કઈ નહીં, બીમાર પડશે તો મારે જ ધ્યાન રાખવું પડશે, તેના કરતાં છોડ,ના કરે તે જ સારું છે.પાછું મારે પણ  સાથે સાથે કરાવવું પડશે.  એટલે તે પણ  ફ્રી અને હું પણ ફ્રી. તેને જે કામ કરવું હોય તે તેની  મરજી પ્રમાણે કરે, ઘરના કામ મા મગજમારી  નહીં કરવાની. 

     કાલે  તો  મંજુબેને  ભારે કરી, હું તો જોઈ ને  આશ્ચર્યચકિત થઇ ગયો. તેમનું બે માળા નું ઘર છે. તે પોતાના ઘરની ઉપરની બારી પર ચઢ્યા હતા, એ તો ઠીક, પણ બહાર ની બાજુ પર  ઊભા રહીને બારી ના  કાચ પર પાણી  નાખીને ધોતાં હતા અને બીજા હાથ થી  બારી ની  જાળી પકડી રાખી હતી. મારાથી રહેવાયુ નહીં એટલે મેં બૂમ પાડી, ઓ મંજુબેન , ધ્યાન રાખો.....દિવાળી તો આવે ,તમારૂ પણ ધ્યાન રાખો, આખું વર્ષ તો રોજ સાફ કરો છો ને,! બહુ કઈ ગંદુ ના હોય.  દિવાળી માં  જુનો કચરો સાફ કરવાનો હોય, જુનો માલ સામાન  કાઢવાનો હોય જે હવે  નથી કામનો. આમ  બારી ની બહાર ઊભા રહી ને  સાફ ના કરો, ભૂલથી  હાથ છટકી જશે તો! રમેશભાઈ  નું  શું થશે, છોકરાઓ વિખેરાઈ જશે,  જરા તમે  તેમનું તો વિચારો....

      મંજુબેન  તો  અકળાઈ ઉઠયા, 'સોમાભાઈ તમને ખબર ના પડે. દિવાળી પર કામ કરવું પડે,સાફ સફાઈ  કરવી પડે ,કેમ તમારી  ઘરવાળી નથી કરતી? એટલે જ તો  મને પણ ના પાડો છો, તમારાથી  હું મારું ઘર  સાફ  કરું છું તે જોવાતુ નથી.બસ  મારા ઘર નું  રહેવા દો, તમારા ઘરનું કરો. મારો ઘરવાળો તમારી  ઘરવાળી ને કશું કહેવા આવે છે?  બોલો  બોલો....હું જે કામ કરું કે ના કરું, મારો ઘેરવાળો  કઈ  બોલતો નથી તો તમે કોણ છો  મને કહેવા વાળા ! મને  મારું કામ  શાંતિથી કરવા દો, તમે  તમારૂ કરો, જાવ હવે, ગામમાં પંચાત  કરવા, તમારા  ભાઈભાંડુ તમારી  રાહ જોતા બેઠા હસે. મારી પાસે તમારી જોડે પંચાત  કરવાનો સમય નથી. જાવ જાવ અહીં થી...

      મંજુ બેને  તો મારો  કચરો  કરી  નાખ્યો  પણ મને તો ખોટું નથી લાગ્યું . 

       પણ  એક વાત સ્પષ્ટ કરી દઉ, આ વર્ષે  લક્ષ્મી માતા  તેના જ ઘરે  પધરામણી કરશે .  રમેશભાઈ  મંજુબેન ની ઘરે જ દિવાળી છે અને  કુબેર ભગવાન  ભંડાર  ભરશે....

સૌને  દિવાળી ની શુભ કામના 🙏