પ્રશ્ન : (૧) અમારા લગ્ન ને ૫ વર્ષ થયા છે.. મારા પતિ એક વર્ષ થી સહવાસ દરમ્યાન ગલીચ શબ્દો નો વધુ પડતો અને આક્રમક પ્રયોગ કરે છે.. મને સારી લાગણી થતી નથી.. પરંતુ હું એમને પ્રેમ કરું છું.. એટલે રોકતી નથી.. એ બીજી બધી રીતે સારા વ્યક્તિ છે..એક દિવસ મને એમના ફોન માં આવી ઘણી બધી ક્લિપ્સ મળી જેમાં બે ત્રણ જણા એક સાથે આ રીતે અપશબ્દો બોલી ને સંભોગ રત હતા.. શું આ નોર્મલ છે, હું બહુ જ સંકુચિત અને ધાર્મિક વાતાવરણ માં ઉછરેલી છું.. એકાંત માં રડી લઉં છું.. હિંમત કરી ને પૂછું છું.. ઉત્તર આપશો.
ઉત્તર : તમારી સમસ્યા વ્યાજબી છે અને વ્યાપક પણ... શાળા કોલેજો માં ભાષા ના નામે આપણે કવિતા ,સાહિત્ય અને વ્યાકરણ ભણીએ છીએ.. બાળપણ માં આપણ ને શુદ્ધ ભાષા અને સારા વ્યવહાર માટે માં - બાપ તેમ જ શિક્ષકો દ્વારા ટોકવા માં આવે છે, અને યુવાની માં પ્રવેશ કરતા અભદ્ર અને ગરિમા માટે અશોભનીય શબ્દો દરેક બીજા કે ત્રીજા વ્યક્તિ ના મુખ થી સંભળાતા હોય છે.. અભદ્ર શબ્દો આજના કોમેન્ટ યુગ માં સામાજિક ટ્રેન્ડ બનતો જાય છે.. પણ દરેક વ્યક્તિ માટે આ કદાચ સામાન્ય ન હોય.. એવા સમયે એક નહી તો બીજા કારણે સહન કરવું પડે છે.. ભારતીય સમાજની ઓળખ માં રહેલ પ્રાચીન સભ્યતા, સાંસ્કૃતિક ચેતના અને આધ્યાત્મિક પ્રભાવ છત્તા ભાષા ની સમૃદ્ધિ માં ઉણપ અને શાબ્દિક દરિદ્રતા એક સામાજિક ચિંતન અને પરિવર્તન નો વિષય છે..
હવે અંતરંગ ક્ષણો ની વાત કરીએ.. તો ઘણા યુગલો માં આ બધું અત્યારે સામાન્ય ગણાય છે.. એક અમેરિકન સર્વે મુજબ અપશબ્દો એ એકબીજા ની સંમતિ થી શારીરિક ઉત્તેજના વધારે છે.. પણ તમને જો આ વિશે સમસ્યા હોય તો તમે "કાઉન્સેલિંગ" નો વિકલ્પ અપનાવી શકો છો.. જાતીય વિજ્ઞાન અંગે ના નિષ્ણાંત ચિકિત્સકો દ્વારા અંતરંગ વાતો અને તેની મૂંઝવણો અંગે " ચર્ચા અને વાર્તાલાપ " નો સેશન આપવા માં આવે છે, ત્યાં તમે અને તમારા પતિ બન્ને ડોક્ટર સાથે આ વિશે ચર્ચા કરી શકો છો..
રહી વાત એ પ્રકાર ની ફિલ્મો ની, તો એ ફિલ્મો ફક્ત એક વ્યાપારી દૃષ્ટિકોણ થી વેચાતી એક નાટ્યાત્મક કલ્પનાઓ છે.. જેમાં શોષણ અને અતિશયોક્તિ ની સાથે માનવીય જાતીય વૃત્તિ ને સાંકળી સસ્તી ઉત્તેજના વધારવાના પ્રયત્નો થાય છે...
દરેક વ્યુઝ અને હિટ સાથે કેટલાય યુવતી અને યુવાનો આ પ્રકાર ની ફિલ્મો ના ગ્રાહકો બને છે.. અને વધુ ઉત્તેજના ની લાલચ માં વ્યાકુળતા વહોરી લે છે... આ પ્રકાર ની ફિલ્મો થી ફક્ત નાટકીય ઉત્તેજના પ્રાપ્ત થાય છે.. સંભોગ નો સંતોષ તો એકબીજા પ્રત્યે ફક્ત પ્રેમ અને લાગણીથી જ મળે છે.
તમારા પતિ ને ખરેખર કાઉન્સેલિંગ ની જરૂર છે, કારણ કે સંભોગ પ્રેમ અને સહકાર થી સહવાસ નું નામ છે.. પાર્ટનરની અયોગ્ય વૃતિઓ ને સહન કરવાનું નહી..
આશા છે, તમને સંતોષપ્રદ ઉત્તર મળ્યો હશે.. થોડી વધુ હિંમત કરી ને કાઉન્સેલર ની મદદ લો.
પ્રશ્ન:(૨) એક સાથે ,એક કરતા વધારે પાર્ટનર સાથે ,સંમતિ થી સહવાસ કરવો કેટલો સુરક્ષિત છે?
ઉત્તર : આરોગ્ય ની દ્રષ્ટિથી આ જોખમી છે.... ભલે અત્યાર ના સમય માં આ રીત ના પ્રયોગો હાઈ સોસાયટી માં વધતા જાય છે..પણ જો તમે બીજા પાર્ટનર ની હેલ્થ અને હાઈજીન વિશે પૂરી રીતે માહિતગાર નથી તો આવો પ્રયોગ પોતાના તેમ જ બીજા ના આરોગ્ય પ્રત્યે સુરક્ષિત અભિગમ નથી..આ પ્રયોગો જેટલા ઉત્તેજક અને ઉન્માદક હોય છે.. એટલા જ માનસિક અને શારીરિક રીતે ચિંતા તેમ જ અસુરક્ષા ની લાગણી આપનાર પણ હોય છે..
આજના જન માનસ પર ફિલ્મો અને કથાઓ નો વધુ પડતો પ્રભાવ છે.. તમારો પ્રશ્ન એ વાત નો સૂચક છે.