સાત સમંદર પાર

(39)
  • 40
  • 0
  • 31.8k

સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી ગરમી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ જતી હતી…ભાગ્યેજ રોડ ઉપર કોઈની અવરજવર વર્તાઈ રહી હતી કારણ કે ટીવી ઉપર ગરમાગરમ ચૂંટણીના સમાચારે જાણે દરેકને પકડી રાખ્યા હતા…અને તેની કશ્મકશ દરેકને દઝાડી પણ રહી હતી…કેટલાક તોફાની ટોળા તો સરઘસ કાઢવા માટે આતુર બની રહ્યા હતા…હસમુખભાઈ પણ ટીવી ઉપર ચૂંટણીના પરિણામો જોવામાં મશગૂલ હતા…

1

સાત સમંદર પાર - ભાગ 1

સાત સમંદર પાર ભાગ-૧રાતના દશ વાગ્યા હતા…રાત જાણે દરેકને પોતાના ખોળામાં પોઢાડીને શાંત કરી દેવા મથી રહી હતી…દિવસે થોડી પરંતુ રાત્રે તો ઠંડક જ પથરાઈ જતી હતી…ભાગ્યેજ રોડ ઉપર કોઈની અવરજવર વર્તાઈ રહી હતી કારણ કે ટીવી ઉપર ગરમાગરમ ચૂંટણીના સમાચારે જાણે દરેકને પકડી રાખ્યા હતા…અને તેની કશ્મકશ દરેકને દઝાડી પણ રહી હતી…કેટલાક તોફાની ટોળા તો સરઘસ કાઢવા માટે આતુર બની રહ્યા હતા…હસમુખભાઈ પણ ટીવી ઉપર ચૂંટણીના પરિણામો જોવામાં મશગૂલ હતા…પરંતુ માયાબેનના મનમાં કંઈક અલગ જ ગડમથલ ચાલી રહી હતી…તે પોતાના પતિ હસમુખભાઈને પૂછી રહ્યા છે કે, "આપણી પિયુ હવે ત્રણ વર્ષ પૂરા કરીને ચોથામાં પ્રવેશી છે, આપણે હવે ...Read More

2

સાત સમંદર પાર - ભાગ 2

સમય વહેતો જાય છે. સમયની સાથે સાથે પ્રિયાંશી અને રાજન બંને ભાઇ-બહેન મોટા થતા જાય છે.પ્રિયાંશી બોલવામાં એકદમ મીઠી તેના નામ પ્રમાણે બધાને પ્રિય, એ જો ઘરમાં ન હોય તો ઘરમાં ગમે પણ નહિ, દીકરી વગર ઘર સૂનું સૂનું લાગે, ડાહી પણ એટલી જ, હવે તો મોટી થઇ ગઇ હતી એટલે મમ્મીને કામમાં પણ મદદ કરાવે, પપ્પા એક જ બૂમ પાડે અને " હા પપ્પા ", "બોલો પપ્પા " કહેતી હાજર થઇ જાય. નાના ભાઈ રાજનનું પણ એટલું જ ધ્યાન રાખે.પ્રિયાંશીને બહેનપણીઓ પણ એટલી જ...ધોરણ દશમાં પ્રિયાંશી 94% લાવી અને આખી સ્કૂલમાં અને સેન્ટરમાં ફર્સ્ટ આવી. માયાબેન અને હસમુખભાઈ ...Read More

3

સાત સમંદર પાર - ભાગ 3

હવે બાર સાયન્સની પરીક્ષા ચાલુ થઇ ગઇ હતી. પ્રિયાંશી શાંતિથી પરીક્ષા આપી રહી હતી. તેના પેપર્સ પણ બધા ખૂબ જતા હતા. આમ કરતાં કરતાં પરીક્ષા પૂર્ણ પણ થઇ ગઇ.વેકેશન પડે એટલે પ્રિયાંશીને મામાના ઘરે જવું હોય, ત્યાં તેના જેવી તેનાથી મોટી બે દીકરીઓ છે એકનું નામ મેઘા અને બીજીનું નામ નિશા એ બંનેને પણ પ્રિયાંશી સાથે ખૂબ ફાવે, એ બંનેના કરતાં પણ પ્રિયાંશી ખૂબ દેખાવડી હતી. મામા-મામીને પણ પ્રિયાંશી ખૂબ વ્હાલી‌...પ્રિયાંશીએ માયાબેનને કહીને મામા ને ફોન કરી દીધો કે મને આવી ને લઇ જાવ. મામા ગામડે રહેતાં હતાં ત્યાં તેમને કરિયાણાની નાની દુકાન હતી. પૈસે ટકે બહુ સુખી ન ...Read More

4

સાત સમંદર પાર - ભાગ 4

પ્રિયાંશીના ક્લાસમાં મિલાપ નામનો એક છોકરો ભણતો હતો. પોણા છ ફૂટ ઉંચો અને દેખાવમાં એકદમ રૂપાળો, બોડીમાં પણ હેલ્ધી હેન્ડસમ હતો. તેને પ્રિયાંશી ખૂબ ગમતી હતી. ઘણી બધી છોકરીઓ તેની પાછળ હતી. પણ તેને તો બસ પ્રિયાંશીમાં જ રસ હતો. તેને પ્રિયાંશીને કહેવું હતું કે એ તેને ખૂબ પસંદ કરે છે પણ કંઇ મેળ પડતો નહોતો. બસ તે મનમાં ને મનમાં વિચાર્યા કરતો હતો કે મારા દિલની વાત પ્રિયાંશીને કઈ રીતે જણાવું...?એક દિવસ પ્રિયાંશીને કોલેજમાં ખૂબ મોડું થઇ ગયુ તો તે દરરોજ જે બસમાં જતી હતી તે બસ આજે તે ચૂકી ગઈ હતી. બીજી બસ આવે તેની રાહ જોતી ...Read More

5

સાત સમંદર પાર - ભાગ 5

માછલી જેમ પાણી વગર તરફડે તેમ પ્રિયાંશીને મેળવવા માટે તરફડી રહેલો મિલાપ અવારનવાર પ્રયત્ન કરતો રહ્યો કે પ્રિયાંશી પોતાની ઢળે પરંતુ પ્રિયાંશીના જીવનનો ગોલ કંઈક અલગ જ હતો...સમય પસાર થયે જતો હતો, હવે પ્રિયાંશીની અને મિલાપની બંનેની ફાઈનલ એક્ઝામ નજીક આવી રહી હતી તેથી બંને જણાં તેની તૈયારીમાં પડી ગયા હતા...પ્રિયાંશીના ઘરમાં પ્રિયાંશીનો વાંચવાનો રૂમ અલગ જ હતો. બસ,પ્રિયાંશી અને તેની હાથમાં પણ ન સમાય તેવી જાડી જાડી ચોપડીઓ... તેને તો જાણે બીજું કંઈ જ સૂઝતું નહોતું...પ્રિયાંશી પોતાના ભાઈ રાજનને પણ અપાર પ્રેમ કરતી હતી રાજન પણ પોતાની બેનનો પડ્યો બોલ ઝીલી લેતો હતો તે પણ પોતાની બેન પ્રિયાંશીને ...Read More

6

સાત સમંદર પાર - ભાગ 6

હ્રદય અને મન જાણે પ્રિયાંશીને પોતાની બનાવી બેઠાં હતાં..હવે આ વાત પોતાને અતિપ્રિય પ્રિયાંશીને જણાવવી કઈ રીતે તે મિલાપ ને મનમાં વિચારી રહ્યો હતો...અને એટલી વારમાં તો પ્રિયાંશીનું સ્ટેન્ડ આવી ગયું અને તે ઉતરવા માટે ઉભી પણ થઈ ગઈ.મિલાપ પણ તેની પાછળ પાછળ બસમાંથી નીચે ઉતરવા માટે ઉભો થઈ ગયો...તે નિરાશ થઈ ગયો તેને ખૂબ દુઃખ થયું કે તે પોતાના મનની વાત પ્રિયાંશીને જણાવી શક્યો નહિ, પરંતુ હવે શું થાય, એક સુંદર તક તેના હાથમાંથી સરકી ચૂકી હતી..પ્રિયાંશી બસમાંથી નીચે ઉતરી ત્યારે તેનો ભાઈ તેની રાહ જોતો નીચે જ ઉભો હતો. જે તેને એક્ટિવા લઈને લેવા માટે આવ્યો હતો.પ્રિયાંશીના ...Read More

7

સાત સમંદર પાર - ભાગ 7

બસ, પ્રિયાંશી તેના દિલમાં વસી ગઈ હતી... જાણે તેને જોઈને મિલાપના દિલમાં ઘંટડી વાગતી હતી... તેની ધડકન તેજ થઈ હતી...તેને કંઈક અલગ જ ખુશીનો અહેસાસ થતો હતો...હવે તેણે મનથી નક્કી કરી લીધું હતું કે, ગમે તે થાય લગ્ન કરીશ તો પ્રિયાંશી સાથે જ... તે વિચારતો હતો કે ઈશ્વરે તેને મારા માટે જ બનાવી છે...તે ઈશ્વરને પ્રાર્થના કરતો હતો કે, "હે ઈશ્વર મને મદદ કરજે, તું મારી સાથે રહેજે, મારાથી પ્રિયાંશી સાથે વાત કરવામાં કંઈ ભૂલ ન થઈ જાય તેનું તું ધ્યાન રાખજે.."અને તેની ગાડી સો ની સ્પીડે આગળ વધી રહી હતી..‌.જેટલી સ્પિડ તેની ગાડી પકડી રહી હતી તેટલી જ ...Read More

8

સાત સમંદર પાર - ભાગ 8

મિલાપે પ્રિયાંશીની સામે જોયું અને તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યો કે, "ઓકે, તું જ્યારે કહીશ ત્યારે આપણે લગ્ન બસ..પણ, એકવાર તું મને 'હા' તો પાડી દે...તું 'હા' પાડે એટલે બસ મારા મનને શાંતિ. "હવે શું કરવું.. પ્રિયાંશી મનમાં ને મનમાં વિચારી રહી હતી.. "મમ્મી પપ્પાને મિલાપની આ વાત જણાવવી કે પછી કોઈ પણ રીતે મિલાપને ના પાડી દેવી..?"એટલામાં મિલાપ તેના મનની વાતને કળી જતો હોય તેમ બોલ્યો, "તારે ના તો પાડવાની જ નથી.. અને જો તું ના પાડીશ તો તેનું પરિણામ ખૂબ ખરાબ આવશે.."પ્રિયાંશી પણ મિલાપના મનને જાણે વાંચી રહી હતી..મિલાપના દિલમાં સતત ધસી રહેલા પ્રેમના મીઠાં તરંગોને ...Read More

9

સાત સમંદર પાર - ભાગ 9

હસમુખભાઈની તબિયત હવે કથડતી જતી હતી. પ્રિયાંશી તેમને રોજ 'ના' પાડતી હતી કે, "પપ્પા, હવે નોકરી છોડી દો. બસ,આ પૂરી થઈ જાય પછી હું કોઈ સારી હોસ્પિટલ જોઈન્ટ કરી લઉં છું તમે જરા પણ ચિંતા ન કરશો. હું તમારી દીકરી નહિ પણ દિકરો જ છું."અને હસમુખભાઈની આંખમાં પાણી આવી જતું તેમને થતું કે દીકરીને કેમ પારકા ઘરે મોકલવી પડતી હશે ? આવી સરસ ડાહી ખુદથી પણ વધારે વ્હાલી દીકરીને કેમ કરી સાસરે મોકલવી ? પારકાને હાથ તેને કેમ કરીને સોંપવી ?અને તેમની આંખો ભરાઈ જતી હતી...પ્રિયાંશી અને મિલાપ બંને હવે એક્ઝામની તૈયારીમાં પડી ગયા હતા..બંને ખૂબજ મહેનત કરતાં હતાં ...Read More

10

સાત સમંદર પાર - ભાગ 10

મિલાપે પ્રેમથી પ્રિયાંશીના બંને હાથ પકડી લીધાં અને તેને ચૂમી લીધાં અને તેની આંખોમાં આંખો પરોવીને તે પ્રિયાંશીને કહેવા કે, "પિયુ એક વાત કહું તને, હું યુ એસ એ જતાં પહેલાં તારી સાથે એંગેજમેન્ટ કરી લેવા ઈચ્છું છું. તો હું તારા મમ્મી-પપ્પાને આવીને મળી શકું છું..?"પ્રિયાંશીએ મિલાપને સમજાવ્યું કે, "મારા મમ્મી-પપ્પાને પછી મળવા આવજે, પહેલાં તારા મમ્મી-પપ્પાને તો કન્વિન્સ કરી લે. (મિલાપને પ્રિયાંશીની વાત યોગ્ય લાગી. તેથી તેણે પહેલા પોતાના મમ્મી પપ્પાને આ વાત કરવાનું નક્કી કર્યું.)મિલાપના પપ્પાનું નામ મિહિરભાઈ હતું. મિહિરભાઈ એટલે એક ખડ્ડુસ બિઝનેસમેન.. જે સ્વભાવે થોડા ગુસ્સાવાળા અને પોતાના મોભા પ્રમાણે રહેવા વાળા હતા. મિલાપની પ્રિયાંશી ...Read More

11

સાત સમંદર પાર - ભાગ 11

મિલાપ પ્રિયાંશીને પોતાનું મહેલ જેવું ઘર બતાવવા લાગ્યો અને એ બહાને તે તેને પોતાના રૂમમાં લઈ ગયો અને ક્યારનો બનેલો તેણે પોતાની પ્રિયાંશીને પોતાની બાહુપાશમાં જકડી લીધી.. અને તેને કહેવા લાગ્યો કે, "તને ખબર છે આજે હું કેટલો ખુશ છું.. મને એવું લાગે છે કે જાણે મને જન્નતનું સુખ મળી ગયું... જ્યારે મેં તને પહેલી વાર જોઈ ત્યારે જ તું મારા દિલમાં વસી ગઈ હતી અને મને તારી સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયો હતો..અને મેં ત્યારે જ નક્કી કરી લીધું હતું કે લગ્ન કરીશ તો હું તારી સાથે જ કરીશ.. અને જો આજે મારી એ ઈચ્છા પણ ભગવાને ...Read More

12

સાત સમંદર પાર - ભાગ 12

પ્રિયાંશી પણ હવે મિલાપના પ્રેમમાં તરબોળ થઈ ચૂકી હતી...થોડી ક્ષણો બંને એકબીજાનામાં ખોવાયેલા રહ્યા અને એટલામાં મિલાપના ફીઆએ મિલાપને પાડીને બહાર બોલાવ્યો...બંને જણાં જરા સ્વસ્થ થઈને રૂમની બહાર આવ્યા અને મિલાપના ફીઆએ ઘરમાં બધાનું મોં મીઠું કરાવ્યું...મિલાપ પ્રિયાંશીના મમ્મી પપ્પાને મળવા માટે તેમનાં ઘરે પહોંચી ગયો અને પ્રિયાંશી સાથેના પોતાના લગ્નની ઈચ્છા તેણે વ્યક્ત કરી...પ્રિયાંશીના મમ્મી માયાબેને આ નિર્ણય પ્રિયાંશી ઉપર છોડ્યો...પરંતુ તેમનાં મનમાં એક વાત સતત ઘૂમરાયા કરતી હતી તે એ હતી કે, મિલાપ ખૂબ જ પૈસાવાળા ઘરનો દિકરો હતો...તેમણે પોતાની દીકરી પ્રિયાંશીને સહજપણે પૂછી જ લીધું કે, "મિલાપ તો તને ગમે છે બેટા પણ તેની સાથે તું ...Read More

13

સાત સમંદર પાર - ભાગ 13

મિલાપના યુ.એસ. જવામાં માત્ર પંદર દિવસ બાકી હતા.માટે નક્કી થયું કે નેક્સ્ટ સન્ડે પ્રિયાંશી અને મિલાપની સાદાઈથી સગાઈ કરી આવે.આ નિર્ણય સાંભળીને મિલાપનું મન જાણે ઉછળી પડ્યું.માયાબેન મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા અને તેમને એ વાત સમજાતી નહોતી કે આટલું સરસ ઘર-બાર મૂકીને મિલાપને તેના પપ્પા અમેરીકા શું કામ મોકલવા માંગે છે ?? પરંતુ તે આ બાબતે કંઈ પણ બોલવા ઈચ્છતા નહોતા...માયાબેનને ખુલાસીને બધી વાત આજે જ કરી લેવી હતી તેથી તેમણે છોકરાઓને અંદર બેડરૂમમાં જઈને બેસવા માટે કહ્યું.બધા છોકરાઓ અંદર મિલાપના બેડરૂમમાં બેસવા માટે ગયાત્યારબાદ માયાબેને વાતની શરૂઆત કરતાં કહ્યું કે, "મારી પ્રિયાંશી ખૂબ ડાહી છે, હોંશિયાર ...Read More

14

સાત સમંદર પાર - ભાગ 14

“મમ્મી... હું તમારી દીકરી નથી ને?”પ્રિયાંશીના આ એક જ સવાલે માયાબેનના પગ નીચેથી જાણે ધરતી સરકી ગઈ.થોડી ક્ષણો માટે કંઈ બોલી જ ન શક્યા.તેમની આંખો સામે માત્ર પ્રિયાંશીનો ચહેરો હતો... એ જ ચહેરો જેને તેમણે જન્મ આપ્યો નહોતો, પરંતુ છેલ્લા બાવીસ વર્ષથી પોતાના હૃદયના ટુકડા કરતાં પણ વધારે સાચવી હતી.માયાબેનના હોઠ ધ્રૂજ્યા.“પ્રિયાંશી... તું... તું શું બોલી રહી છે બેટા?”પ્રિયાંશીની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા.“મમ્મી, મને ખોટું ન કહેશો... આજે પહેલી વાર મારા જીવનમાં મને એવું લાગી રહ્યું છે કે કદાચ હું તમને ઓળખતી જ નથી.”“એવું કેમ કહે છે બેટા?”“કારણ કે મેં બધું સાંભળી લીધું છે.”માયાબેનના ચહેરા પરનો રંગ ઊડી ગયો.“શું... ...Read More

15

સાત સમંદર પાર - ભાગ 15

“મિલાપ... મને આજે ખબર પડી છે કે હું મારા મમ્મી-પપ્પાની સગી દીકરી નથી.”પ્રિયાંશીના આ શબ્દો પછી ફોનની બીજી બાજુ શાંતિ છવાઈ ગઈ.એ શાંતિ એટલી લાંબી હતી કેપ્રિયાંશીને લાગ્યું કે કદાચ ફોન કપાઈ ગયો હશે.તેણે ધ્રૂજતા અવાજે કહ્યું,“મિલાપ... તું સાંભળે છે ને?”થોડી ક્ષણો પછી મિલાપનો અવાજ આવ્યો.“હા પ્રિયાંશી... હું સાંભળું છું.”આ અવાજમાં પહેલાની ખુશી નહોતી, પરંતુ ગભરાટ પણ નહોતો.પ્રિયાંશીએ આંખોમાં ભરાયેલા આંસુ લૂછ્યા.“મને ખબર નથી હું તને આ બધું કેવી રીતે કહું... આજે સુધી મને લાગતું હતું કે માયાબેન અને હસમુખભાઈ જ મારા મમ્મી-પપ્પા છે. પણ આજે ખબર પડી કે તેમણે મને જન્મ આપ્યો નથી.”મિલાપ ચૂપચાપ સાંભળતો રહ્યો.“મારી સાચી મા... ...Read More