Alisha - 5 in Gujarati Fiction Stories by kalpesh diyora books and stories PDF | અલિશા (Part-5)

Featured Books
Categories
Share

અલિશા (Part-5)

ભાગ - 5

અલિશા એ થોડાદિવસમાં જ એક સરસ મજાની હોટલ તૈયાર કરી..

અલિશાનુ હોટલનું મુહૂર્ત પણ એક ગરીબ માણસ પાસે કરાવું ..

અલિશાની હોટલમાં માત્ર ૧૦૦ રૂપિયાની ડીસ મળતી હતી..

અલિશાની હોટલમાં લોકો ધીમે ધીમે આવવા લાગ્યાં હતાં..

હવે અલિશા પણ તેની હોટલમાં સુવીધા વધારતી જતી હતી..

એક બાજુ ટીફીનની આવક અને એક બાજુ હોટલની આવક વધતી જતી હતી..

અલિશાને તેની માતાના શબ્દો યાદ હતા..

“અલિશા તું ગરીબને માટે જીવ જે”.

“ગરીબની સેવા કરજે”..

અલિશાને આજ પણ તેની માં ના શબ્દો યાદ હતા...

અલિશા એ રાત્રે જ નિણઁય લીધો..

જે લોકો વુધ્ધ છે.. જે લોકો પાસે પૈસા નથી તેને મફત ટીફીન સેવા આપશે..

અલિશા એ સવારથી જ શરું કરી દીધું ..

તે દરરોજના ચારસો ટીફીન આપી રહી હતી,

તેમાથી ૫૦ ટીફીન મફત આપવાનું નક્કી કર્યૃ ..

અલિશા ને વુધ્ધ લોકોને ગરીબ લોકોના આશીઁવાદ મળતા તેનાથી તે ખુશ થતી હતી.

અલિશાને થતું ઇશ્વર મારા કામથી ખુશ થશે કે નહી..

મારી માં કહેતી કે દુનિયામાં કોઇ પણ વસ્તુ તારી નથી ને તારે સાથે કઇ લઇ જવાનું નથી..

અલિશા વિચારવા લાગી થોડી વાર..

અલિશા એ તરત જ નિણઁય બદલ્યો હું ૧૦૦ ટીફીન મફતમા ગરીબોને આપીશ.

અલિશા ને માત્ર બે જ મહીનામા ૪૦૦ માથી ૬૦૦ ટીફીન થઇ ગયા..

અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો ..

જગતનો એક નિયમ છે..

તમે જેટલું ગરીબોને આપશો તેનાથી બમણું તમને ઇશ્વર આપશે..

આ જગતનો નિયમ અલિશાને અનુભવ થયો હતો..

આજ અલિશા પાસે એક સારી હોટલ હતી અને સારામાં સારી ટીફીન સેવા પણ શરું હતી..

પણ સ્ત્રી જેમ મોટી થાય એમ કોયના હુંફ લાગણી અને પ્રેમની તેને જરુર હોય છે..

અલિશા ઘણી વાર તેના જીવનમાં એકલતા અનુભવી રહી હતી..

અલિશા હવે સત્યાવીસ વર્ષ ની થઇ ગઈ હતી..

અલિશા એ આજ વિચાર કરો મારે કોય સારો છોકરો શોધી તેની સાથે લગ્ન કરી લેવા જોઇએ..પણ અલિશા ને થયું હુ એક બળાત્કારી યુવતિ .

નથી મારે પગ..,

નથી મારા માં-બાપ

મને કોણ પસંદ કરશે..?

પણ અલિશાને અંદરથી કોઇ કહી રહ્યું હતું અલિશા તું ઇશ્વરની પુત્રી છો..

ઇશ્વર તારા માટે નક્કી કરીજ રાખું હશે કે તારે આ છોકરા સાથે જિંદગી પસાર કરવાની છે.

અલિશાની હોટલમાં દરરોજ સાંજે જમવા માટે એક છોકરો આવતો હતો..

અલિશા ઘણી વાર તેની સાથે વાત કરતી હતી ....જમવા બાબતે..

અલિશાને તે છોકરો ગમતો હતો..

અલિશાને થયું ઇશ્વર મારા માટે જ આ છોકરાને મારી હોટલમાં જમવા માટે નહીં મેકલો હોય ને..

અલિશા થોડી વાર વિચારમાં પડી ગઇ..

તે છોકરાને અલિશા સારી રીતે જાણતી હતી..

પણ અલિશાને જાણવું હતું કે તે છોકરો મારા માટે યોગ્ય છે..

તે છોકરાનું નામ હતું ડેનીન..

અલિશા એ આજ સાંજે જ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યૂ ..

અલિશા રાત્રે તેની હોટલ પર આવી ..

ડેનિન તેની સામે જ ભોજન કરી રહ્યો હતો

હાય.. ડેનીન!!!

હાય.. અલિશા!!!!

દરરોજના જેમ આજ પણ અલિશા એ કહ્યું;કેમ છે મજામાં?

ડેનીન;..,એકદમ મજામાં

આજ અલિશા થોડી ગભરાય રહી હતી.,

જમવામા ટેસ્ટ બરાબરતો છે ને..

એકદમ મસ્ત અલિશા..!!

તું અત્યારે મુંબઇમા શું કરી રહ્યો છે..?

હુ મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યો છુ .

કોય સારા બિઝનેસની શોધમાં છુ .

ઓહ....તો તું મુંબઈમાં બિઝનેસ માટે આવ્યો છે એમને..

હા" અલિશા

પણ ,મને શું બિઝનેસ કરવો એ જ ખબર પડતી નથી અલિશા.

હું સારામાં સારી યુનિવસિઁટી માંથી અભ્યાસ કરીને આવુ છુ ,પણ મને એ નથી સમજાતું કે હું શરુવાત ક્યાંથી કરુ ..

ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો..

તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી શકો છો.,

કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ..

પણ ડેનીન અહીં મારી વાત હું પુરી કરવા નથી માંગતી ..

ડેનીન તારા શરીરમાં ઇશ્વર કોઇ એવી શકિત મુકેલી છે ..

તેને તુ જગાડ..,ઊભો થા..તેને તું શોધ..

ડેનીન તારે યાદ રાખવું પડશે કે આ શરીર તારું છે..

પણ તે એક સમયે તું છોડીને ચાલ્યો જવાનો છે..

તું કઇ લાવ્યો પણ નથી ને તું કઇ લઇ પણ જવાનો નથી..

એટલે અલિશા તું એમ કહેવા માંગે છૉ કે તું ને હુ ઇશ્વરના સંતાન છીએ..

હા" ડેનીન હું તને એજ કેહવા માંગું છુ ..

ડેનીન જમીને હાથ ધોય એ જ ટેબલ પર ફરી બેસી ગયો..

અલિશા ની વાતમાં તેને કઇક સત્ય લાગતું હતું ..

અલિશા તું મને કઇશ કે હુ શું કરવા માગું છુ?

ના" ડેનીન એ હું નહી કહી શકુ ..

તુ કોય બીજા કહે એમ ન કરી શકે.."ડેનીન "

તું તારા મનથી નક્કી કર !!

મારે ઇશ્વરને ગમે તેવું કાયઁ કરવુ છે!

તને સફળતા મળશે જ .

મને બાળપણથી લોકોની સેવા કરવી ગમે છે..

હું મારા ગામમાં પણ લોકોની સેવા કરતો મને આજ પણ લોકોની સેવા કરવામાં ઉત્સાહ આવે છે..

પણ " અલિશા તે જે આજ વાત કરી તેનાથી મારુ શરીર આજ ધુર્જી રહ્યું છે.

અલિશા જાણતી હતી ડેનીન મેનજમેન્ટ સારુ કરી શકે છે..

તે ઘણી વાર હોટલમાં મને સલાહ આપતો મેનજમેન્ટ માટે..

તેણે તરત જ કહ્યું ..ડેનીન મારી આ હોટલની સામે જ ટીફીન સેવા છે..

તે હું ચલાવી રહી છું

શું તું તેનું મેનજમેન્ટ કરી શકે..

ટીફીન સેવા અલિશા તુ ગાંડી નથી થય ગઇને..

હુ સારામાં સારી યુનિવસિઁટીમાંથી અભ્યાસ કરીને આવું છું .

હું ટીફીન સેવામાં કામ કરું ..

ડેનીન કોઇ લોકો કામને મોટું જોવે છે તો કોઇ લોકો નાનું ...

ડેનીન તું એ ટીફીન સેવા એક વાર જોઇ શકે છો.?.

ડેનીન હુ તને બતાવું કે હુ કઇ રીતે મેનજમેન્ટ કરી રહી છુ ટીફીન સેવાનું ..

ચાલ" અલિશા હું પણ જોવા માંગું છું તારી ટીફીન સેવા..

પણ " અલિશા તુ જાણે છો કે હુ સારામાં સારી યુનિવસિઁટીમાથી પાસ કરીને આવુ છું .

ડેનીન હુ ફરી વાર તને કઉ છુ કે કોઇ કામ નાનું નથી હોતું બધા કામ મોટા જ હોય છે.

અમુક લોકો તેને નાની નજરે જુવે છે તો અમુક લોકો તે કામને મોટી નજરે જુએ છે.

એ જ ફરક છે.

હા ,હું તને કામ માટે ફોર્સ નથી કરી રહી..

તને ગમે તો તું રહી શકે છો..

તારી ઇચ્છા છે કે હું કોઇની સેવા કરુ માટે હું તને કહી રહી છું ..

હા” અલિશા

ડેનીને ગરમ ભોજનનું બોડઁ જોય તેમા પ્રવેશ કરો ....

ડેનીન અલિશાની ટીફીન સેવા જોઇને આશ્ચર્યપામી ગયો..

અલિશા તું આ બધુ કઇ રીતે કરે છો..?

અલિશા એ કહ્યું ,ડેનીન હું એક ઇશ્વરની સંતાન છું.

મારી સાથે ઇશ્વર છે .હું કઇ પણ કરીં શકું છું .

મારા આ ૬૦૦ ટીફીન માંથી હુ ૧૦૦ ટીફીન ગરીબોને મફતમા આપું છું .

શા માટે અલિશા?

તારી મહેનતના પૈસા છે એ તો?

હા, ડેનીન ..હું જાણું છું કે મારી મહેનતના પૈસા છે પણ જન્મ આપનાર ઇશ્વરને તો ખુશ કરવો જોઇ ને..

ડેનીન મને ખબર નથી,

હું ક્યારે મારો દેહ છોડી ચાલી જઇશ..

એક સેકન્ડ પછીની મારી બીજી સેકન્ડ કેવી હશે તે હું જાણતી નથી..

માટે હું દરેક સેકન્ડ જીવા માંગું છુ .

જો ડેનીન તારી ઇચ્છા હોય તો તું આ ટીફીન

સેવાનું કામ કરી શકે છો..

અલિશા !!

ખરેખર !તું એક અદભુત કામ કરી રહી છો.!

હું ભલે મેનેજમેન્ટમાં ફસ્ટ રેંક લાવી પાસ થયો હોઉ પણ તુ તારા મેનજમેન્ટમા એકો છે એકૉ.......મારાથી ઘણી આગળ છે, અલિશા!!!

હું તારી આ ટીફીન સેવામાં મેનેજમેન્ટ કરવા માટે તૈયાર છું .

થેન્કયુ ..!ડેનીન,પણ એક શરત પર અલિશા!!!

કઇ શરત?

તું ના નહી પાડી શકે, મને દરરોજ હોટલમાં જમવા માટે .

અલિશા હસી!!!

મને મંજુર છે ડેનીન તારી વાત!

ડેનીન મેહનતુ હતો અને તે મેનેજમેન્ટ પણ સારી રીતે જાણતો હતો.

અલિશા હવે ડેનીન પર ભરોસો કરવા લાગી હતી.

અલિશાનો બિઝનેસ પણ હવે વધતો જતો હતો.

અલિશાને આજ સાંજે હોટલ પર મળવા માટે કોઇ આવવાનું હતું .

જેનું નામ હતું "રોયપીન મેકસ"

તે અલિશાના કામથી પ્રભાવિત થયો હતો.

તે અલિશાને મળવા માંગતો હતો.

સાંજ પડતા જ રોયપીન મેકસ અલિશાને મળવા માટે આવ્યો બન્ને ટેબલ પર બેઠા.

હુ એક બિઝનેસમેન છું,

તમારું નામ ટીફીન સેવાના વ્યવસાય બાબતે મે સાંભળ્યું છે.

અને હા , મે એ પણ સાંભળ્યું છે કે તમે ગરીબોને મફતમા ટીફીન આપો છો.

હા!!

તમારું નામ?

" અલિશા "

અલિશા મારી કમાણી માંથી અમુક પૈસા હું ટીફીન સેવામાં આપવા માંગું છુ.

જેથી તમે ગરીબો ને મદદ અને ઘણા લોકોને તમે સારુ ભોજન આપી શકો.

હું તમને દર મહિને મારી કમાણી માથી એક ચેક મોકલીશ .

તમે ગરીબ લોકો માટે મદદ કરજો.

થેન્કયુ રોયપીન મેકસ...!!

તમારી વાત મને મંજુર છે.

તમારી દરેક રકમ હું ગરીબો માટે વાપરીશ

રોયપીન મેકસે તેની બાજુમા પડેલ ચેક બુકમાંથી ચેક લખી આપ્યૉ.

એ ચેક જોઇ અલિશાનુ મોં ત્યાં જ ફાટી ગયું .....!!!

જે પાંચ લાખનો ચેક હતો.

અલિશાને દર મહિને પણ એટલો ખર્ચો થતો ન હતો.

અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો.

મને ખબર છે ઇશ્વર આ પૈસા તારા છે.

હું તારા આ પૈસાને એ રીતે ઉપયોગ કરીશ કે તું પણ ખુશ થઈશ.

સાંજે ડેનીન જમવા માટે આવ્યો અલિશા એ ડેનીનને વાત કરી ..

કોઇ રોયપીન મેકસ નામનો માણસ આવ્યો હતો

જેમણે મને દર મહીને પાંચ લાખનો ચેક આપવાનો નક્કી કરો છે ગરીબો માટે.

શું વાત કરે છો અલિશા તુ?પણ તુ એ પાંચ લાખનો કયા ઉપયોગ કરીશ ?ટીફીન સેવામાં ડેનીન,

તુ શું વાત કરી રહી છો અલિશા?

પણ તું અત્યારે ૧૦૦ ટીફીનતો ગરીબોને મફતમા આપી રહી છો.

ડેનીન હું તને એક સવાલ પુછી શકુ .

આજે કેટલા ટીફીન ગયા .

૮૫૦......!!

હવેથી ૮૫૦ ટીફીન મફતમા જશે.

અલિશા તારું મગજ ઠેકાણેતો છે ને.?

આ ડેનીન હુ સંપુણઁ જાગૃત અવસ્થામાં બોલી રહી છુ .

પણ તને ખબર છે ત્યાં કેટલા લોકો કામ કરે છે..

હા, ડેનીન પુરા ૫૦ લોકો..

એનો પગાર?

હુ મારી "ગરમ ભોજનની"હોટલ માંથી આપીશ.

ડેનીન મારી મા એ કહેલું કે જો તું તારું કામ મનગમતું કામ કરીશ તો ઇશ્વર તારી સાથે જ રહેશે.

ડેનીન તુ જાણે છે ઇશ્વર ક્યારેય દેખાતો નથી.

ઇશ્વર માણસના શરીરની અંદર છે ડેનીન પણ માણસ બહાર ભટકી રહ્યો છે.

ઇશ્વર બીજા લોકો દ્વારા આવે છે..

કાલે મારી પાસે ઇશ્વર એ કોય માણસને મોકલ્યો.

હું જાણતી પણ નથી ડેનીન એ કોણ છે? પણ તે મારા ટેબલ પર પાંચ લાખનો ચેક મુકી ચાલ્યો ગયો.

આ શરીર ઇશ્વરનુ છે,હું ઇશ્વરની એક સંતાન છુ ,મારુ આ દુનીયામા કંઇ નથી.

એ પૈસા ઇશ્વરનાં છે અને તેનો ઉપયોગ ઇશ્વરના ગમતા કામ માટે જ હું કરીશ.

કાલથી ૮૫૦ ટીફીન મફત જશે.

ઇશ્વર મારી મદદ કરી છે હું પણ

ઇશ્વરની મદદ કરીશ.....

જીંદગીની એક જ વ્યાખ્યા છે.

તમે કોઇની મદદ કરો તમારી મદદ કોઇ બીજા કરશે..

તમારી મદદ કરનાર ઇશ્વર હશે.

ક્રમશ:....

(લી-કલ્પેશ દિયોરા)