Terror 26 in Gujarati Thriller by Maulik Vasavada books and stories PDF | ટેરર ૨૬ - ભાગ 6

Featured Books
Categories
Share

ટેરર ૨૬ - ભાગ 6

૨૬ જાન્યુઆરી સવારે ૦૮૦૦ વાગ્યે ભારતીય જાસૂસી સંસ્થા
ભારતીય જાસૂસી સંસ્થા ના વડા શ્રી અશોક બસુએ પ્રધાનમંત્રી ઓફિસ સાથે વાત કર્યો પછી દિલ્હી ખાતે ડેરી પર હાજર રહેલી ટીમ ને સ્પષ્ટ સુચના આપી કે હસન અહેમદ અને શકીલ રઝા ને જોતાની સાથે જ ઠાર મારી નાખવા. જે કેમીકલ આપવાનું હતું એ તેમણે પહોચાડી જ દીધું હશે. હવે અતીક અહમદ ને જીવતો પકડી પાડવો ખૂબ જરૂરી હતો. 

૨૬ જાન્યુઆરી સવારે ૦૮ ૦૦ વાગ્યે દિલ્હી ડેરી

જે પોલીસ ટીમ અતીક અહમદ ને પકડી લેવા ગઈ હોય છે એમણે ડેરી ના રેકોર્ડ પરથી તેનું સરનામું શોધી કાઢ્યું પણ બીજા બે આતંકવાદીના ચહેરા મીડિયા પર જોતાં જ તે નાઈટ શિફ્ટ પુરી કર્યો વગર જ વહેલી સવારે ભાગી છુટયો. 

પોલીસ ટીમ ને એ પણ માહિતી મળી કે હસન અને શકીલ ૨૫ તારીખે અતીક અહમદ ને મળ્યા હતા અને તેમની વચ્ચે કોઈક લેવડ દેવડ થઈ હતી. અતીક અહમદ દુધ ના પ્રોસેસિંગ વિભાગ માં નોકરી કરતો હતો. પણ આવડી મોટી ડેરીમાં તેણે કેમીકલ કયાં વાપર્યું તેનો જવાબ ફક્ત અતીક જ આપી શકતો હતો. 

૨૬ જાન્યુઆરી કાશ્મીર સવારે ૯ વાગ્યે

ભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ કાશ્મીર પહોંચી ગયા અને પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ સામેલ થઈ ગયા. ચારેબાજુ ભારતીય પ્રધાનમંત્રી ની ખૂબ વાહ વાહ થઈ રહી હતી. ભારતીય જાસૂસી સંસ્થા દ્વારા શસ્ત્રો પકડી પાડી આતંકવાદી સંગઠન નો હુમલો નિષ્ફળ કરાયો હોવાની વાતો મીડિયા પર ચાલી રહી છે. 

૨૬ જાન્યુઆરી દિલ્હી કોઈ અજ્ઞાત સ્થળે સવારે ૧૦ વાગ્યે

ટી વી પર આ પરેડ જોઈ દિલ્હીમાં એક અજ્ઞાત સ્થળે હસન અને શકીલ હસી રહૃાા છે. 

હસન: " જયાં સુધી આ કાફીરોને આપણા પ્લાન ની ખબર પડશે ત્યાં સુધીમાં તો ન બનવાનું બની ગયું હશે. થોડા શસ્ત્રો અને દિલાવર ને પકડી ખુબ ખુશ થાય છે. થવા દો."

શકીલ: " જે ભારતીય જાસૂસી સંસ્થા ની આ પ્રશંસા કરે છે તેમને જ થોડા કલાકોમાં ગાળો પડશે. હજુ સુધી કેમીકલ તો શોધી જ નથી શકયા. "

હસન: " દિલ્હી ના રસ્તા ચેક કરે છે. કેમીકલ તો વિમાન દ્વારા આવ્યું છે. હા હા હા... "

શકીલ: " ઈગ્લેંડ ના પ્રતિનિધિ મંડળ સાથે જ વિમાનમાં આવ્યું. એ પણ પાણીની બે બોટલમાં. હા હા હા. "

હસન: " સાઈનાઇડ પાણીમાં ભેળવી આપણે લેતા આવ્યા અને  પછી પ્રોસેસ કરી તેને ફરીથી પાવડર બનાવી દીધો. આપણા બન્ને ની પાણી ની બોટલ જ કેમીકલ લઈ આવા માટે કાફી હતી. "

શકીલ: " સાઈનાઇડ પોતાની જગ્યાએ પહોંચી ગયું છે. હવે બસ થોડી જ રાહ..., "

ત્યારે જ હસન ના મોબાઈલ ફોન પર એક ઈમેઈલ આવે છે. આ ઈમેઈલ અતીક અહમદ કરે છે. 

હસન: " આ અતીક અહમદ ને મગજ જ નથી... કહ્યું છે કે આ ઈમેઈલ આઈડી પર મેઈલ કરવું એ ખતરનાક છે. પણ આ દેશી લોકોને કંઈ ખબર જ નથી પડતી... "

૨૬ જાન્યુઆરી ભારતીય જાસૂસી સંસ્થા સવારે ૧૦ વાગ્યે

ભારતીય જાસૂસી સંસ્થા ને હસન ના ઈમેઈલ આઈડી પર એક મેઈલ મળે છે. આ મેઈલ અતીક અહમદ એ કર્યો હોય છે. અરબી ભાષામાં હોય છે. 

હસન ના ઈમેઈલ આઈડી ને સર્વેલન્સ પર રાખ્યો હોવાથી તરત જ કયાં થી અતીક અહમદ એ મેઈલ કર્યો એ ખબર પડી જશે અને હસન પણ કયાં થી આ મેઈલ વાંચે છે તે પણ ખબર પડી જશે. 

"ફટાફટ આ બન્ને લોકેશન દિલ્હી પોલીસ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ને મોકલો. એમની એક જ ભૂલ આપણા માટે તક બની શકે છે. નાની નાની ટીમ બનાવી દો. મને બે કલાકમાં આ ત્રણેય જણા જોઈએ. " અશોક બસુએ હુંકાર ભર્યા. 

૨૬ જાન્યુઆરી સવારે ૧૦૩૦ વાગ્યે કાશ્મીર

ભારતીય પ્રધાનમંત્રી અને ઈગ્લેંડ ના પ્રમુખ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ભાગ લઈને દિલ્હી પરત આવવા માટે પોતાના ખાસ વિમાનમાં નીકળી ગયા. તેઓ બપોરે એક વાગ્યે દિલ્હી ની ડેરી ની મુલાકાત લઈને અબજો રૂપિયા ના કરાર કરવાના હતા. 

૨૬ જાન્યુઆરી સવારે ૧૧ વાગ્યે દિલ્હીમાં ડેરીની પાસે

પોલીસ ટીમ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ની ટીમો લોકેશન પરથી અતીક અહમદ ને પકડી પાડવા પહોંચી જાય છે.અતીક નું લોકેશન ડેરી પાસે ની એક ગલીઓમાં હોય છે.અતીક નો મિત્ર તેને બહારથી ફોન કરે છે. 

" ભાઈજાન.. જલ્દી નિકલો વહા સે.. કાફીર આપકો પકડને કે લિયે આ રહે હૈ... "

(અતીક): " ઠીક હૈ... મૈ હસન ભાઈ ઔર શકીલ ભાઈ કો આગાહ કરતાં હું.. " ( ફોન કટ કરીને સિમ બદલે છે) 

આ તરફ નીચે અતીક નો ફોટો બતાવી પોલીસ આજુબાજુના લોકોથી પુછપરછ કરે છે. એક વ્યક્તિ અતીક અહમદ ની નાનકડી કોટડી બતાવી દે છે. પોલીસ અને એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ ના માણસો ૩-૩ જણાની ચાર ટીમ બનાવી દે છે. એક આગળ રહેશે.. એક પાછળ ના દરવાજા તરફ.. એક ટીમ કવર ફાયર કરશે.. એક ટીમ ગલીના મુખ્ય દરવાજા પર રહેશે... 

(અતીક હસન ને ફોન કરે છે) 

"ભાઈ જાન.. કાફીર આ ગયે.. પતા નહીં કૈસે.. આપ ભી હોશિયાર રહો... "

(હસન ગુસ્સે થઈને) 

"સબ તેરી ગલતી હૈ.. કયો મેઈલ કિયા... વો લોગ સર્વેલન્સ પર રખા હોગા... જો હો ગયા સો હો ગયા.. અબ હમ ભી ભાગતે હૈ.. તું ભી નીકલ.. અગર પકડા ગયા તો મુંહ મત ખોલના.. જન્નત નસીબ હો.. અલ્લાહ હાફિઝ.. "

(ફોન કપાઈ જાય છે) 

આ તરફ ટીમો અતીક ની કોટડી પ્લાન પ્રમાણે ઘેરી લે છે. અતીક સમજી જાય છે કે ભાગવું હશે તો પાછળના દરવાજા થી જ નીકળવું પડશે. તે પોતાની ગન કાઢીને પાછળના દરવાજા પર અંધાધૂંધ ફાયરીંગ કરવા લાગે છે. 

સામે છેડે પોલીસ પણ ફાયરિંગ કરે છે. આગળ ના દરવાજા વાળી ટીમ કવર ફાયર કરાવી આગળ નો દરવાજો તોડી નાખે છે. અતીક ની ફાયરીંગમાં પાછળની તરફ એક પોલીસ અધિક્ષક મૃત્યુ પામે છે. 

અતીક આગળ ની તરફથી પોલીસ ટીમ ને આવતી જોઈને પોતાની ગન પોતાના માથા પર મૂકીને ચલાવી દે છે. એક ધડાકો થાય છે અને લોહીથી ખરડાયેલો અતીક નીચે પડી જાય છે. એક પોલીસ અધિક્ષક ઝડપથી અતીક ને પકડી પ્લાન વિષે પુછપરછ કરવા જાય છે પણ અતીક ફક્ત આંખો જ બંધ કરી શકે છે અને મૃત્યુ પામે છે. 

અતીક ના મૃત્યુ ની ખબર શ્રી અશોક બસુને આપવામાં આવે છે. તેના કપડાં ચેક કરતા બે ત્રણ મોબાઈલ, બે ત્રણ સીમ, અને એક ઈવેન્ટ મેનેજમેન્ટ કંપની નું કાર્ડ મળી આવે છે. 

૨૬ જાન્યુઆરી દિલ્હીમાં ડેરી થી થોડી દૂર ૧૧:૩૦ વાગ્યે

હસન અને શકીલ સમયસર પોતાની જગ્યા બદલીને બચી ગયા. જે ટીમ તેમને પકડવા ગઈ હતી એણે સઘન શોધખોળ કરી પણ કંઈ બીજી વસ્તુઓ ન મળી. 

હસન: " લાગે છે કે અતીક જન્નતવાસી બની ગયો. હવે આપણે જ પ્લાન પુરો કરવો પડશે. એક જ ભૂલ કેટલી ભારે પડશે.. પણ હવે આપણે જ બચ્યા છીએ. "

શકીલ: " જી એકદમ સાચું.. ખરા સમયે અતીક એ ફોન કરી દીધો.. બાકી હવે આપણે પ્લાન બદલવો પડશે.. હું પણ વેશપલટો કરીને અતીક ની જગ્યાએ ડેરીમાં જાઉ છું.. તમે પણ તમારો રોલ સમજી જ ગયા હશો... અલ્લાહ હાફિઝ.. ફતેહ કરો.. "