"મારે તને મળવું છે.""હા તો હું ઘરે જ આવું છું.""ના ઘરે નહીં, બહાર ક્યાંક..""કેમ શું થયું..એની પ્રોબ્લેમ..?""એ હું તને મળીશ એટલે જ કહીશ..""ઓકે, તો તું ક્યાં આવે છે.""લાઈફ લાઈનથી થોડે આગળ, રસસાગર રેસ્ટોરન્ટ છે. હું ત્યાં આવું છું.""ઓકે આઈ વેઈટ ફોર યુ.."અને પરીએ છુટકકીનો ફોન કાપ્યો અને ઓટો કરીને તે રસસાગર રેસ્ટોરન્ટ તરફ આગળ વધી....
થોડી જ વારમાં પરી રસસાગર રેસ્ટોરન્ટમાં પહોંચી ગઈ અને છુટકીનો વેઈટ કરવા લાગી...
ત્યાં સુધીમાં તેને થોડો સમય મળ્યો હતો તો તેણે પોતાની મોમ ક્રીશા સાથે વાત કરવા માટે ક્રીશાને ફોન લગાવ્યો અને તેણે ખુશી ખુશી પોતાની મોમ ક્રીશાને જણાવ્યું કે, "સંજીવની હોસ્પિટલ ખૂબ જ સુંદર છે અને અહીંનો સ્ટાફ પણ સરસ છે તેમજ મારી ફ્રેન્ડ જે મારાથી સિનિયર હતી અંજની તેણે પણ આ હોસ્પિટલમાં જ જોઈનીંગ લીધું છે એટલે જો મને પણ સારું પેકેજ મળી જાય તો હું પણ આમાં જ જોઈનીંગ લઈ લઈશ.""હા બેટા, તને જેમ ઠીક લાગે તેમ કર અમને કંઈ જ વાંધો નથી પણ તું ઈન્ટરવ્યુ માટે નીકળી પછીથી મારે તારા ડેડી સાથે વાત થઈ તો તેમનું અને મારું બંનેનું એવું માનવું છે કે તું આગળ વધુ સ્ટડી કરીને સ્પેશિયલાઈઝેશન કરે તો તે તારે માટે વધારે બેટર રહેશે..."
"પણ મોમ હજુ મારે મારી માધુરી મોમની પણ ટેક કેર કરવાની છે અને તેમની પાછળ પણ સમય આપવાનો છે તો હું હવે જોબ કરું તે જ મારા માટે બરાબર રહેશે એવું હું માનું છું મોમ... બીજું હું હવે વધારે તમારી ઉપર બોજ બનવા નથી માંગતી માટે જ મેં આ નિર્ણય લીધો છે.."પરી થોડું અચકાતાં અચકાતાં પોતાની ક્રિશા મોમને અમને કહી રહી હતી.
પરીની આ વાતથી ક્રિશા ને થોડું માઠું લાગ્યું અને તેણે પરીને સમજાવતાં કહ્યું કે, "બેટા અમે તને બોજારૂપ કે પારકી ક્યારેય ગણી જ નથી તું અમારી દીકરી જ છે જેટલી છૂટકી અમને વ્હાલી છે એટલી જ તું પણ વ્હાલી છે તો પછી આમ કેમ વિચારે છે!"
"હા મોમ તમારી વાત બિલકુલ સાચી છે પણ બસ હવે હું સેટલ થઈને પપ્પાને મદદરૂપ થવા ઈચ્છું છું."
"ઓકે બેટા તને જેમ ઠીક લાગે તેમ કર અને હા તારો ઇન્ટરવ્યૂ કેવો ગયો બેટા."
"બસ ખૂબ જ સરસ રહ્યું મોમ સમજ કે હું સિલેક્ટ જ છું." પરીએ ખુશ થતા ક્રિશા ને કહ્યું.
"ઓકે બેટા જલ્દી ઘરે આવી જજે.."
"શ્યોર મોમ."અને પરીએ ફોન મૂક્યો.
અને એટલી વારમાં છૂટકી ત્યાં પરી પાસે આવી પહોંચી તે થોડી ડિસ્ટર્બ દેખાઈ રહી હતી..
છુટકી પરીની નજીક આવી કે તુરંત જ પરીએ છુટકીને પૂછી લીધું કે, "કેમ તું થોડી ડિસ્ટર્બ લાગે છે..?"
"હા દીદી, હું તમારી સાથે એ જ વાત કરવા માટે આવી છું. તમે અને સમીર કોઈ રિલેશનશિપમાં બંધાવા જઈ રહ્યા છો તેવું મને લાગે છે પણ તમે ઇન્સ્પેક્ટર સમીર વિશે કોઈ પૂછપરછ કે તપાસ કરી ખરી..??" છૂટકીએ નાક ચડાવીને પોતાની આઈબ્રો ઉંચી કરીને પરીને પઝલમાં મૂકતાં કહ્યું.
"નો નોટ યર યટ.. અલબત્ત સમીરને આપણે લગભગ દોઢ બે વર્ષથી ઓળખીએ છીએ મને તેનામાં કોઈ અવગુણ કે કોઈ ખરાબ બાબત કે કોઈ ખરાબ હેબિટ કે કોઈ ખરાબ અવગુણ દેખાયા નથી કે ક્યારે મેં એનું એવું કોઈ વર્તન નોટિસ કર્યું નથી કે જેનાથી તે ખરાબ અથવા તો બરાબર ન હોય તેવું મને સમજાય કે લાગે.. અલબત્ત એ એક ખૂબ જ પર્સનાલિટેડ હાઈ પ્રોફાઈલ ઇન્સ્પેક્ટર છે જેનું તેના પ્રોફેશનમાં ખૂબ જ રિસ્પેક્ટ છે અને નેચર વાઇસ પણ તે મને ખૂબ ગમે છે અને મને લાગે છે કે તે મને સમજી શકે તેવો મને ગમતો એક યંગ મેન છે અને મારી પાર્ટનર લાઇફ પાર્ટનરની વ્યાખ્યામાં તે બરાબર બંધ બેસે છે મેં ઘણો સમય જવા દીધો પછી એવું વિચાર્યું છે કે સમીર મારા માટે યોગ્ય છે પણ કેમ શું થયું..? તને તેનામાં કંઈ ડાઉટ લાગે છે??" પોતાની લાઈફ વિશેની ચિંતા કરવા બદલ પરીને છૂટકી માટે થોડું પ્રાઉડ પણ થયું અને શંકા પણ ગઈ તે છૂટકીના જવાબની રાહ જોતી છૂટકી સામે એકી નજરે જોઈ રહી હતી.
એટલામાં ઓર્ડર લેવા માટે ત્યાં વેઇટર આવીને ઊભો રહી ગયો. છૂટકીએ જલ્દી જલ્દી માં ઘરે કંઈ જ ખાધું ન હતું એટલે તેણે પોતાને માટે ઈડલી વડા મંગાવ્યા અને તે પરીને તે શું ખાશે હશે તેમ પૂછવા લાગી..
પરીને અત્યારે કંઈ પણ ખાવા કરતાં પોતાની લાઈફના મહત્વના નિર્ણય ઉપર ડિસ્કશન કરવામાં વધારે રસ હતો... તેથી તેણે નકારમાં માથું ધુણાવ્યું.
છુટકીએ આ ચર્ચા વધુ આગળ ચલાવતાં કહ્યું કે, "માણસો બહારથી દેખાય છે તેવા અંદરથી નથી હોતા તે વાત તમે મારાથી મોટા હોવા છતાં સમજી શકતા નથી?"
"પણ સમીર એક ખૂબ જ સારા રિસ્પેક્ટેડ ફેમિલીમાંથી બીલોન્ગ્સ કરે છે અને મેં તેને એકદમ તો હા નહીં પાડી દીધી હોય ને હું એને ઘણી બધી વાર મળી છું, મેં તેને ઘણો નોટિસ કર્યો છે, મેં સોશિયલ મીડિયા ઉપર પણ તેનું પ્રોફાઈલ તેનું ગ્રુપ તેના ફેમિલી રિલેશન્સ વાળા માણસો બધું જ ચેક કર્યું છે અને મેઈન તો તેનો સ્વભાવ.. જે મને ખૂબ જ ગમે છે, તે એક સ્ત્રીને સમજી શકે તેવો પુરુષ છે અને ખબર નહીં પણ કુદરતી રીતે જ તે મને ખૂબ ગમવા માંડ્યો છે અલબત્ત આ વાત હું તારી સાથે શેર કરવાની જ હતી. સારું થયું આજે તું જ અહીં આવી ગઈ અને આ વાત આપણી વચ્ચે થઈ ગઈ.." પરી એક જ શ્વાસે બધું જ બોલી ગઈ હતી અને હવે તેને પોતાના દિલનો ભાર થોડો ઓછો થયો હોય તેવું મહેસુસ થવા લાગ્યું.
બંને બહેનો વચ્ચે ખૂબ જ ઇન્ટર્સ્ટિંગ ટોપીક ઉપર ઇન્ટરેસ્ટિંગ હોટ હોટ ચર્ચા ચાલી રહી હતી અને છૂટકીના ઈડલી વડા આવી ગયા એટલે છુટકીએ તે ખાવાનું ચાલુ કરી દીધું અને તેણે પરીને પણ પોતાની પ્લેટમાંથી પોતાની સાથે થોડું ખાવા માટે કહ્યું પરંતુ પરીનું મન તો આજે આ ડિસ્કશન ઉપર કાયમ માટે ફુલ સ્ટોપ વાગી જાય તેમાં હતું.. નો ડાઉટ તેને કોઈ શક નહોતો .. પોતાની ચોઈસ ઉપર પોતાના સમીર ઉપર અને પોતાના ફ્યુચર ઉપર... તે દિલ ધડક એક પછી એક વાત પોતાના સમીરની તરફેણમાં બોલી રહી હતી અને હવે તે પોતાના ડિસિઝનમાં અડીખમ રહેશે તેમ પણ તેણે પોતાની આ વાતોથી જણાવી દીધું હતું.
ત્યારે જઈને છુટકીને એમ લાગ્યું કે દીદીને મિસ્ટર સમીરથી દૂર કરવા માટે મારે કોઈ બીજો જ કીમિયો અજમાવવો પડશે...અને તે પોતાના હેન્ડ વોશ કરવા માટે ઉભી થઈ અને હેન્ડ વોશ કરીને રેસ્ટોરાંનું બિલ ચૂકવીને "ચાલ દીદી આપણે નીકળીશુ?" તેમ બોલીને.. પરી પોતાની પાછળ આવે છે કે નહીં તેની પરવા કર્યા વગર જ સડસડાટ રેસ્ટોરાંના પગથિયાં ઉતરવા લાગી...
પોતાનો અંગત સ્વાર્થ માણસને પોતાના માણસોથી પણ દૂર ખેંચી જાય છે...વધુ આગળના ભાગમાં....~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 7/9/26