ભાગ :૧
૧૦૪, સરસવન ફ્લેટ ની અંદરના ડ્રોઈંગ રૂમમાં અર્ધનગ્ન હાલત માં એક યુગલ એક બીજાના બાહુપાશ માં સમાયેલું હતું જ્યારે અચાનક ફ્લેટ ના મેઈન દરવાજા નો બેલ વાગ્યો... " પોલીસ"... દરવાજો ખોલો.. જોર થી અવાજ સંભળાયો.
મયંક : (ગાળ) આ આટલી રાત્રે પોલીસ ને શું કામ પડ્યું..
મોહના : (ગાળ).. અત્યારે જ આવવું હતું આમને?.. ( ગાળ) આખા મૂડ ની ( ગાળ) કરી નાખી..
મયંક : યુ ગો ટુ ધ રૂમ ,એન્ડ ચેન્જ.. લેટ મી સી...
મોહના : જલ્દી પતાવ.. અને ભગાડ પોલીસ ને..હું ચેન્જ કરવા માં ટાઇમ વેસ્ટ નહી કરું.. આ કપડાં ઉતારવા નો વખત છે.. પહેરવાનો નહી..
મયંક : યસ ડિયર ... (કહી ને મયંક .. મેઈન ડોર તરફ જાય છે.. મોહના પોતાના અંગો ઢાંકી ને ડ્રોઈંગ રૂમ થી અંદરની બાજુએ નજીક ના રૂમ માં જાય છે... અને બારણું બંધ કરે છે..)
મયંક : ( દરવાજો ખોલીને..) યસ .. સાહેબ.. આટલી રાતે શું થયું?
પોલીસ ઇન્સ્પેક્ટર: મયંક પટેલ... તમે જ છો ને?
મયંક : હા, સાહેબ..
પોલીસ ઇન્સ્પેક્ટર: મારું નામ રાહુલ દેવ રાઠોડ છે.. હું ક્રાઈમ બ્રાન્ચ માંથી આવું છું.. ( આઈ કાર્ડ બતાવે છે.) અંદર આવી શકું?
મયંક : સાહેબ, આવો ..
(રાહુલ રાઠોડ અંદર આવે છે... )
રાહુલ રાઠોડ : તમારી બાજુ ના ફ્લેટ ૧૦૫ માં સાવન ભાઈ માહેર રહે છે...એમના ઘરેથી એમની નોકરાણી રાજવી અને નાની બાળકી સાવિની લાશ મળી છે.. મી. સાવન અને તેમના પત્ની સોનાલી ફિલ્મ જોવા બહાર ગયેલા... તેમની દીકરી અને નોકરાણી ઘર માં એકલા હતા... અને ફિલ્મ જોઈ પાછા આવ્યા ત્યારે બન્ને ની લાશ જોઈ.. તમે પાડોશી છો... આ ઘટના છેલ્લા ત્રણ કલાક માં જ બની છે.. તમને કાઈ ખબર છે?
મયંક : ના.. ના સાહેબ .. હું તો હમણાં પોણો કલાક પહેલા જ સુરત થી આવ્યો છું... મારો સામાન પણ તમે પડેલો જોઈ શકો છો.. હું અને મારી સેક્રેટરી મોહના.. એક અગત્યની બિઝનેસ મિટિંગ માટે સુરત ગયેલા.. જસ્ટ હમણાં ૪૫ મિનિટ પહેલા જ આવ્યા.. અને અમે આવ્યા ત્યારે સાવન ના ઘર નો દરવાજો બહાર થી લોક જ હતો.. હું ખૂબ થાકેલો છું .. બસ સુવા જ જતો હતો.. અને તમારો બેલ સંભળાવ્યો..
રાહુલ રાઠોડ : તમે અહીંયા એકલા રહો છો?
મયંક : હા, હું અહીંયા એકલો રહું છું.. મારા મમ્મી પપ્પા જામનગર રહે છે... હું એક બિલ્ડર છું.. "સર્વસ્વ ડેવલપર્સ" મારી કંપની છે.. અહીંયા છેલ્લા ૧૦ વર્ષ થી રહું છું..
રાહુલ રાઠોડ : જેટલું પૂછું એટલો જ જવાબ આપવા નો સમજ્યા? ( સૂંઘે છે..) લેડીસ પરફ્યુમ ની સુગંધ આવે છે... તમે વાપરો છો?..
મયંક : હા, સાહેબ મને આ પરફ્યુમ ની સુગંધ બહુ જ ગમે છે...
રાહુલ રાઠોડ : સારું .. સારું... આ જ શોખ છે.. કે પછી લેડીસ પર્સ પણ વાપરો છો?.. ( સોફા પર પડેલું લેડીસ પર્સ ઉપાડે છે)..
મયંક : આ.. પર્સ સાહેબ .. મોહના નું છે.. એ અહીંયા થી ગઈ ત્યારે ભૂલી ગઈ હતી..
રાહુલ રાઠોડ: મિસ મોહના ને ગયે કેટલી વાર થઇ?
મયંક : લગભગ ૪૦ મિનિટ થઈ..
રાહુલ રાઠોડ : સારું.. છેલ્લે તમે સાવન ભાઈ ની નોકરાણી અને દીકરી ને ક્યારે મળ્યા હતા?
મયંક : બે દિવસ પહેલા સાવિ મને એનું ડ્રોઈંગ બતાડવા આવી હતી. ત્યારે હું સુરત જવા માટે સામાન પેક કરતો હતો.. મેં એને ઇનામ માં ચોકલેટ પણ આપી હતી.. અને એની પાછળ પાછળ રાજવી પણ આવી હતી.. સાવિ ને ઉચકી ને એ પાછી લઈ ગઈ.. અને ઘરને તાળું મારી ને હું એરપોર્ટ તરફ રવાના થયો..
રાહુલ રાઠોડ: સારું... મિસ્ટર મયંક પટેલ .. તમારી જરૂર પડશે તો ફરીથી તમને હેરાન કરીશું.. પોલીસ ને ખબર કર્યા વિના ક્યાંય બહારગામ જતા નહી.. સમજ્યા?
મયંક : ગુડ નાઇટ.. ( બગાસું ખાય છે...)
(રાહુલ રાઠોડ ગીત ગણગણતા બહાર જાય છે..)
(મયંક દરવાજો બંધ કરી ને.. મોહના નું પર્સ લઈને અંદર રૂમ માં જાય છે..)
મયંક : મોહના... આ લે.. તારું પર્સ.. ઇન્સ્પેક્ટર રાહુલ રાઠોડ ક્રાઈમ બ્રાન્ચ માંથી હતા.. બાજુ માં સાવન ભાઈ ની દીકરી અને નોકરાણી ની લાશ મળી છે... એ સંદર્ભે પૂછવા આવ્યા હતા.. મેં કહ્યું કે મોહના એનું પર્સ ભૂલી ગઈ છે.. અને ૪૦ મિનિટ પહેલા નીકળી ગઈ છે.. નહીતર આપણી પોલ ખુલી જાત... સમજી..
મોહના: ( હસી ને) : તારી વાતો બનાવવા ની આદત એવી છે કે ભલભલા ચાલાક પણ સાચી માની લે... આ ઇસ્પેક્ટર શું ચીજ છે.. ( પર્સ માંથી કોન્ડોમ નું પેકેટ કાઢે છે)..
મયંક : તું ગાડી થઈ ગઈ છે?.. બાજુ ના ફ્લેટ માં લાશ મળી છે... મારો પરસેવો જો.. માંડ માંડ પેલો ઇન્સ્પેક્ટર ગયો છે.. અને તારે આ સમયે.. આ...
મોહના : બસ મયંક .. મારો મૂડ વધારે ખરાબ ન કરીશ... તારા મોઢા પર જે ડર અને ફસટ્રેશન છે... એ મને વધારે ઉશ્કેરે છે.. તને ખબર છે ને.. આઈ લવ ઘીસ... ( એમ કહી ને મયંક ને પોતાની પાસે ખેંચી લે છે.. અને .. પોતાના તમામ વસ્ત્રો ઉતારી લે છે.. )
મયંક : આર યુ મેડ? તને...
મોહના મયંક ને થપ્પડ માટે છે.. અને લાલ થયેલા ગાલ પર એક કિસ કરે છે... અને પછી બન્ને એક બીજા માં ઓતપ્રોત થઈ જાય છે...
(થોડી વાર પછી... )
બન્ને પલંગ પર સંપૂર્ણ નગ્ન અવસ્થા માં પડ્યા છે... અને સિગારેટ ના કશ લગાવે છે.. અને ફરી થી દરવાજા પર બેલ વાગે છે...
વધુ આવતા અંકે