Chuupayela Mohra - 2 in Gujarati Fiction Stories by yeash shah books and stories PDF | છુપાયેલા મહોરા ભાગ:૨

Featured Books
Categories
Share

છુપાયેલા મહોરા ભાગ:૨

મોહના : (ગાળ).... હવે કોણ આવ્યું? બધા ને આ જ સમય મળ્યો... (ગાળ)... હું  બહાર જવું છું... તું...

મયંક: ( મોહના ને રોકે છે.) સ્વીટી .. યુ સ્ટે હિયર ઓન્લી.. હું આવું છું..
( મયંક નાઇટ ગાઉન પહેરે છે..  અને બહાર નીકળી ને દરવાજો ખોલે છે..)

પિઝા બોય: સાહેબ , પિઝા
મયંક : પિઝા?? મેં ઓર્ડર નથી કર્યો.. કોણે ઓર્ડર કર્યો છે?
પિઝા બોય : મિસ મોહના મેહતા ના નામ થી ઓર્ડર હતો...

મોહના : (નાઇટ ગાઉન માં આવે છે, જોર થી પિઝા બોય ને ધમકાવે છે.)... કલાક પહેલા એરપોર્ટ પરથી અહીંયા આવતા ગાડી માં બેસતા જ ઓર્ડર કર્યો હતો... એ ઓર્ડર છેક અત્યારે આવ્યો... (ગાળ)

પિઝા બોય : સોરી મેડમ, પ્રધાન મંત્રી ના આગમન ના કારણે.. રસ્તા બંધ છે.. રસ્તા બદલી બદલી ને આવ્યો છું.. નીચે પોલીસે મને છેલ્લી ૧૦ મિનિટ થી રોકેલ હતો.. પૂછ પરછ કરતી હતી.. એના પ્રશ્નો ના જવાબ આપવામાં મોડું થયું..

મયંક : (પિઝા નું પેમેન્ટ કરીને ડિલિવરી લઈને દરવાજો બંધ કરવા જાય છે.. અચાનક રાહુલ રાઠોડ દરવાજો રોકે છે)

રાહુલ રાઠોડ: મિસ્ટર મયંક પટેલ ..આ લેડી કોણ છે..? જે આટલા મોટે થી આ બિચારા ને લડે છે?

મયંક : સાહેબ , આ મોહના છે.. હમણાં મેં તમને કહ્યું હતું ને.. મારી સેક્રેટરી...

રાહુલ રાઠોડ: પણ આ તો ૪૦ મિનિટ પહેલા જ ઘરે જતા રહ્યા હતા ને? ( મોહના ને નીચે થી ઉપર જુએ છે..)

મયંક : સાહેબ, અંદર આવો.. આપણે શાંતિ થી વાત કરીએ.. ( રાહુલ અંદર આવે છે.. મયંક દરવાજો બંધ કરે છે)

મોહના : ઇન્સ્પેક્ટર! હું અને મયંક એક બીજા ને પ્રેમ કરીએ છીએ.. અમારું અફેર છેલ્લા ૬ મહિના થી છે.. પરંતુ મારા કે મયંક ના ઘર માં આ વાત ખબર નથી.. અમે આ રીતે જ ક્યારેક મારા તો ક્યારેક એના ફ્લેટ માં મળીએ છીએ..

રાહુલ રાઠોડ: મિસ્ટર મયંક, પોલીસ સામે જુઠ્ઠું બોલવું.. ઘણા સવાલ ઊભા કરી શકે છે તમારી વિરુદ્ધ.. સમજ્યા..?

મયંક : સાહેબ, બને ત્યાં સુધી હું આ વાત બહાર આવવા દેવા માંગતો ન હતો.. એટલે મેં છુપાવી હતી.. એ લેડીસ પરફ્યુમ પણ મોહના નું જ હતું.. એ અંદર રૂમ માં જ હતી જ્યારે તમે આવ્યા.. મે જ એને અંદર રહેવાનું કહ્યું હતું..

રાહુલ રાઠોડ: મિસ મોહના... શું તમે મિસ્ટર સાવન અને તેમના પરિવાર ને ઓળખો છો?

મોહના : ના બહુ સારી રીતે નહી.. મેં ફક્ત એક જ વાર સોનાલી સાથે વાત કરી હતી.. ત્રણ મહિના પહેલા ઓફિસ ના કાગળો લેવા હું ફ્લેટ પર આવી હતી.. ત્યારે એમણે મારા વિશે પૂછ પરછ કરી હતી..  અને મેં કહ્યું હતું કે હું ઓફિસ ના કામ થી આવી છું અને મયંક પટેલ ની સેક્રેટરી છું.. બસ નામની જ મુલાકાત કહી શકાય..મતલબ વચ્ચે..ક્યારેક આવતા જતા એકાદ વાર અમે સ્મિત કર્યું હશે.. એનાથી વધુ નહીં..

રાહુલ રાઠોડ: મિસ મોહના.. એટલે સોનાલી સિવાય તમે નોકરાણી રાજવી અથવા દીકરી સાવિ ને અથવા મિસ્ટર સાવન ને ક્યારેય નહતા મળ્યા?

મોહના : બિલકુલ નહી...

રાહુલ રાઠોડ: બાય ધ વે.. નાઇસ પ્રફ્યુમ...  તમે પણ પોલીસ ને યોગ્ય સહકાર આપશો તેવી અપેક્ષા છે..

મોહના : થૅન્ક યુ.. હા.. હા.. હું જરૂર પોલીસ ની મદદ કરીશ..

(કોન્સ્ટેબલ વિનુ દરવાજે આવે છે..)

વિનુ : રાઠોડ સાહેબ, રાજવી નો પતિ સુરેશ આવ્યો છે.. )

રાઠોડ : ઓહ, આઈ સી.. લૅટ્સ ગો... મિસ્ટર મયંક .. એન્જોય યોર પિઝા.. મેડમ.. મોહના... પ્લીઝ ટેક કેર..

( રાઠોડ અને વિનુ ફ્લેટ નંબર ૧૦૫ તરફ જાય છે..)

(વધુ આવતા અંકે...)