પરંતુ હા જો મારી ક્રીશા મોમ અને શીવાંગ ડેડ જો મને સમીરને તારે માટે છોડી દેવા કહેશે તો હું ચોક્કસ એમ કરીશ પણ તું આમ મને, મોમ ડેડની પરવરિશની આડ લઈને સમીરને છોડી દેવા કહીશ તો તે નહીં બને... અને હા, મારી બીજી પણ એક વાત સાંભળ હું એકલી જ સમીરને નથી ચાહતી એ પણ મને દિલોજાનથી ખૂબ જ પ્રેમ કરે છે.. શું એ છોડી દેશે મને, પોતાના પ્રેમને..?"પરી એક જ શ્વાસે બધું બોલી રહી હતી અને છુટકી ચૂપચાપ પરીની વાતો સાંભળી રહી હતી…પરીની વાતો સાંભળીને કવિશાના મનમાં એક વાત તો પાક્કી થઈ ગઈ હતી કે, પરી સમીરને છોડશે તો નહીં જ અને મોમ ડેડને આ વાતની ખબર પડશે તો તો તે બંને મારી જ ધૂળ કાઢી નાંખશે…અને આ વિચાર સાથે જ તેણે એક ઉંડો નિસાસો નાંખ્યો…સમીરને મેળવવાની તેની ચાહ તેના મનમાં ને મનમાં જ રહી ગઈ હતી...તે કંઈ પણ બોલ્યા વગર પગ પછાડતી ઉભી થઈ ગઈ અને કોફી તેમજ સેન્ડવીચનું બિલ ચૂકવવા લાગી.પરી તેની બાજુમાં આવીને ઊભી હતી.કવિશાએ બિલના પૈસા ગૂગલ પે થી ચૂકવી દીધા અને પરીની સામે જોયું અને તેને પૂછ્યું કે, "દીદી તું અહીંથી એકલી ઘરે ચાલી જઈશ તો હું કોલેજ જઈ શકું કે પછી તને ડ્રોપ કરવા માટે મારે ઘરે આવવું પડશે..?""ના ના તું તારી કોલેજ એટેન્ડ કર હું એકલી જ ઘરે ચાલી જઈશ.."અને પરી તેમજ છુટકી બંને છૂટાં પડ્યાં.છુટકી ત્યાંથી નીકળી કે તરત જ પરીને વિચાર આવ્યો કે, મોમને મળે ઘણાં દિવસો વીતી ગયા છે, આજે તો મોમને મળવા જ જવું છે.અને તે કેબ કરીને ડૉક્ટર નિકેતની હોસ્પિટલ પહોંચી ગઈ.તે મનમાં ને મનમાં વિચારી રહી હતી અને ઈશ્વરને પ્રાર્થના કરી રહી હતી કે, ડૉક્ટર નિકેત આજે મને ન મળે તો સારું...પરંતુ હમણાં હમણાં તેનું નસીબ જાણે તેને સાથ આપતું નહોતું...જેવી તે લિફ્ટમાં પ્રવેશી કે તેની પાછળ જ ડૉક્ટર નિકેતે પણ લિફ્ટમાં એન્ટ્રી લીધી અને સ્વાભાવિક પણે જ પોતાને ગમતી વ્યક્તિનો અચાનક જ આમ ભેટો થઈ જાય તો કોને ખુશી ન થાય..?ડૉક્ટર નિકેત પરીને જોઈને જ રાજીના રેડ થઈ ગયા અને એ બધી જ ખુશી તેમની આંખોમાં અને ચહેરા ઉપર છલકાઈ રહી હતી.."ઑહ, મિસ પરી તમે..? અહીંયા અત્યારે..? આમ સવાર સવારમાં..? વોટ અ પ્રેઝન્ટ સરપ્રાઈઝ..?" ડૉક્ટર નિકેતની બંને આઈબ્રો ઉંચી થઈ ગઈ હતી અને પોતાનામાં રહેલા વ્હાલના અખૂટ પ્રવાહને તે રોકી ન શક્યા અને ખુશી સાથે બોલી ઉઠ્યા."કેમ અમે સવાર સવારમાં તમારી હોસ્પિટલની મુલાકાત ન લઈ શકીએ..?" પરીએ પણ ઉમળકાભેર તેમના પ્રશ્નનો જવાબ આપ્યો અને તે પણ હસવા લાગી. (જોકે તેણે વિચાર્યું હતું કે આજે ડૉક્ટર નિકેત ન મળે તો સારું પણ હવે ડૉક્ટર નિકેતને લાંબા સમય પછી મળીને તે પણ ખૂબ ખુશ થઈ રહી હતી.) તેવું તેણે રિયલાઈઝ કર્યું."અરે, મેડમ આ શું બોલ્યા તમે..?ડેફિનેટલી અરે યાર તમને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે તમારા માટે આ હોસ્પિટલના અને આ દિલના દરવાજા હંમેશા ખુલ્લા જ છે.. તમે બેરોકટોક તેમાં અવરજવર કરી શકો છો.. પધારો પધારો.."ડૉક્ટર નિકેત પરી સાથે ફ્લર્ટિંગ કરી રહ્યા હતા અને મનમાં ને મનમાં વિચારી રહ્યા હતા કે "લાગ્યું તો તીર નહિ તો તૂક્કો" અને પરી પણ આજે થોડા મજાકીયા મૂડમાં હતી એટલે ડૉક્ટર નિકેતના બોલવા સામે તેને કોઈ વાંધો પણ નહોતો."એક્ચ્યુઅલી હું છુટકીની કોલેજ ગઈ હતી તો ત્યાં જે કામ હતું તે પતી ગયું તો થયું મોમને ઘણાં દિવસથી મળાયું નથી તો લાવ ને મળી આવું..""ઑહ, તો ખાલી મોમની જ યાદ આવી હતી અમારી નહીં..એમ જ ને..? ક્યારેક ક્યારેક અમને પણ યાદ કરતા રહેજો મેડમ તો અમને ગમશે.." ડૉક્ટર નિકેતે હસતાં હસતાં કહ્યું."હા હા સ્યોર સર અફકોર્સ.. અને તમને તો હું કઈ રીતે ભૂલી શકું..? મારા કરિયરની શરૂઆત જ તમારાથી થઈ છે તો.. તમને તો હું ભૂલવા માંગીશ તો પણ નહીં ભૂલી શકું... આઈ ઓલ્વેઈઝ રીમેમ્બર યુ.. મોમની તમે જે રીતે કેર કરી છે..નો ચાન્સ કે હું તમને ભૂલી શકું.."બંનેની વાતો ચાલતી રહી અને વાતો કરતાં કરતાં બંને પરીની મોમની રૂમ સુધી આવી પહોંચ્યા.ડૉક્ટર નિકેત પણ પરીની સાથે સાથે માધુરીના રૂમમાં દાખલ થયા."અરે હા, મિસ પરી, એક વાત મેં તમને નથી જણાવી એ વાત એમ છે કે બે દિવસ પહેલા તમારી મોમે બોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે કામિયાબ રહ્યા નહોતા અને પછી મને તેમને વધારે લોડ આપવાનું યોગ્ય ન લાગ્યું એટલે મેં તેમને વધારે બોલવા માટે પ્રોત્સાહિત ન કર્યા કારણ કે એમ કરવાથી કદાચ ફરીથી તે પાછા કોમામાં ચાલ્યા જાય તો...? અને માટે જ આ વાત મેં તમને નહોતી જણાવી...""નો પ્રોબ્લેમ સર" પરીએ ટૂંકમાં જ જવાબ આપ્યો અને તે પોતાની મોમ પાસે ગઈ અને તેના ગાલ પંપાળવા લાગી અને પછી તેમનો હાથ પોતાના હાથમાં લઈને તેમના પર્લ્સ ચેક કરવા લાગી.પહેલા કરતાં ઘણો સુધારો પરીને પોતાની મોમમાં દેખાઈ રહ્યો હતો અને મોમે બોલવાની કોશિશ કરી તે જાણીને પણ તે ખૂબ ખુશ થઈ ગઈ હતી.પરીએ નર્સ પાસેથી છેલ્લા કેટલાક દિવસોનો મોમનો રિપોર્ટ માંગ્યો અને તે ચેક કરવા લાગી.ડૉક્ટર નિકેતે પણ માધુરીને ચેક કરી અને પછી પરીને પોતાની કેબિનમાં આવવા માટે સૂચના આપી અને તે માધુરી મોમની રૂમની બહાર નીકળી ગયા..થોડી વાર પછી પરી ડોક્ટર નિકેતની કેબિનમાં તેમને મળવા માટે ગઈ."બોલો શું લેશો મિસ પરી?" ડૉક્ટર નિકેતે પરીને પૂછ્યું."બસ કંઈ નહીં સર. હું કવિશા સાથે કોફી પીને અને બ્રેકફાસ્ટ કરીને જ આવી છું.""ઓકે તો અમારી સાથે કંઈ નહીં લો એમ જ ને..?""ના ના એવું કંઈ નથી સર પણ હમણાં જ કોફી પીધી છે એટલે..""ઓકે ઓકે, નો પ્રોબ્લેમ.""સર હું એમ પૂછતી હતી કે તમને શું લાગે છે મોમ હવે કેટલા ટાઈમ સુધીમાં બોલતી થઈ જશે ?""હું જે પ્રમાણે તેમનું ઈમ્પ્રુવમેન્ટ જોઉં છું તે પ્રમાણે નજીકના સમયમાં જ તે બોલવા જોઈએ... અને મને એવું લાગે છે કે તે બોલવાનો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ બોલી નથી શકતા..""તો પછી સર એને માટે આપણે શું કરી પ્રયત્ન શકીએ..?""એને માટે આપણે એવું કરી શકીએ કે જો તમારા ડેડી એક બે દિવસ સતત એમને મળવા માટે આવે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે તો કદાચ ધાર્યા કરતાં આપણને વધારે સારું રિઝલ્ટ મળી શકે.""ઓકે તો હું ડેડને લઈને આવું તો બેસ્ટ હેં ને..?""હા સ્યોર..""ઓકે તો હું હવે રજા લઉં સર.""હા ઓકે મળીએ કાલે.. આવો જ છો ને તમે આવતીકાલે..?""હા સર""ઓકે તો બાય""હા બાય સર"અને પરી ડૉક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળી અને તેણે એક ઊંડો શ્વાસ લીધો..અને લિફ્ટ તરફ આગળ વધી..એટલામાં તેનો ફોન રણક્યો..પર્સમાંથી ફોન કાઢ્યો અને જોયું તો..સમીરનું નામ તેના મોબાઈલની સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યું હતું...જે જોઈને તેના હ્રદય અને મન બંનેમાં રોમાંચ છવાઈ ગયો...વધુ આગળના ભાગમાં...~ જસ્મીના શાહ 'સુમન' દહેગામ 5/10/26