વૃશાલી - પ્રકરણ ૫
એક આમંત્રણ અને કર્ણ નું રહસ્ય
કર્ણના માતા-પિતા વૃશાલીના માતા-પિતાને મળી આવ્યા હતા અને હવે બંને પક્ષે વિવાહનો સમય નક્કી કરવા અંગે વિચારણા શરૂ થઈ હતી.
પરંતુ આ આનંદના પ્રસંગની વચ્ચે પણ રાધામાતાના મનમાં એક મોટી મૂંઝવણ સતત ચાલતી હતી.
કર્ણના જન્મનું સત્ય...
આમ તો સમગ્ર નગર જાણતું હતું કે કર્ણ તેમને ગંગામાંથી પ્રાપ્ત થયેલો પુત્ર હતો. પરંતુ તેના જન્મ સાથે જોડાયેલું જે સત્ય હજી અજાણ હતું, તે વૃશાલી અને તેના માતા-પિતાને.... ખાસ કરીને વૃશાલીને જણાવવું જોઈએ કે નહીં, એ પ્રશ્ન રાધામાતાના મનને આખી રાત મથાવતો રહ્યો.
‘વૃશાલી હવે માત્ર કર્ણની પ્રિયતમા નથી... તે તો ટૂંક સમયમાં આપણા ઘરની વહુ બનવાની છે. તો શું તેને કર્ણના જીવનનું આ સૌથી મોટું સત્ય જાણવાનો અધિકાર નથી?’
પરંતુ બીજી જ ક્ષણે મનમાં બીજો વિચાર ઊઠતો....
‘જો આ સત્ય જાણ્યા પછી તેના મનમાં કોઈ પ્રશ્ન ઊભો થાય તો?’
આ વિચારોમાં રાધામાતાની આખી રાત વીતી ગઈ.
બીજે દિવસે પ્રભાતે અધિરથ પોતાના નિત્યકર્મથી નિવૃત્ત થઈને કક્ષમાં આવ્યા. રાધામાતા હજી પણ ગંભીર વિચારમાં બેઠા હતા
અધિરથે પૂછ્યું,
“શું થયું, રાધે? આજે સવારથી તમારું મુખ કંઈક વિચારોમાં ડૂબેલું લાગે છે.”
રાધામાતાએ ધીમેથી કહ્યું,
“સ્વામી... મારા મનમાં એક બહુ મોટી મૂંઝવણ છે. આપ જરા શાંતિથી વિચારશો?”
અધિરથે હળવું સ્મિત કર્યું.
“હા, કહો ને... જોકે મને તો પહેલેથી જ ખબર છે કે તમારા દરેક વિચારનો અંત ક્યાં આવે છે.”
“ક્યાં?”
“કર્ણ પર!”
રાધામાતાએ તરત જ આંખો નાની કરી.
“અચ્છા! એટલે હું માત્ર કર્ણ વિશે જ વિચારું છું?”
અને પછી જાણે વર્ષોથી સાચવી રાખેલી ફરિયાદનો પોટલો ખોલી દીધો.
“તમે નગર માં ગયા હોવ અને પાછા ન આવો, ત્યાં સુધી દ્વાર પર તમારી પ્રતીક્ષા કોણ કરે છે? તમને ભાવતું ભોજન કોણ બનાવી આપે છે? તમારા શરીરને જરા પણ ઉષ્ણતા લાગે તો કર્ણ ને વૈદ્ય પાસે કોણ દોડાવે છે?
અને આખી રાત તમારી પાસે જાગીને તમારી સેવા કોણ કરે છે? હું શું માત્ર કર્ણના જ વિચારો કરું છું?”
અધિરથ હસતાં હસતાં હાથ ઊંચો કરી બોલ્યા,
“બસ, બસ રાધે! તમે તો એવી રીતે ફરિયાદોની પોથી ખોલી બેઠાં છો, જાણે મેં તમારા માટે આ જીવનમાં કશું જ કર્યું નથી!”
રાધામાતાએ તરત પૂછ્યું,
“તો કહો, શું કર્યું છે?”
અધિરથ પણ હવે આનંદ માં આવી ને કહેવા લાગ્યા .
“જ્યારે બીજા શ્રેષ્ઠીઓ પોતાની પત્નીઓને લઈને વનવિહાર કરવા જાય છે, ત્યારે હું તેમની સાથે વનમાં જાઉં ત્યારે તમારા માટે સારાં ફળ અને સુંદર પુષ્પો શોધી ને કોણ લાવે છે ???”
રાધામાતાના હોઠ પર સ્મિત આવ્યું.
“અને નગર બહાર બજાર ભરાય ત્યારે? તમને સાથે લઈ જઈને તમારી પસંદનું વસ્ત્ર કે કોઈ આભૂષણ કોણ અપાવે છે?”
રાધામાતાએ તરત કહ્યું,
“એ તો ક્યારેક!”
“ક્યારેક?” અધિરથે હસતાં કહ્યું, “એ ‘ક્યારેક’ માટે તો મારો ઘણો સમય અને સોનામહોરો તમારી પસંદગીમાં જતી રહે છે!”
રાધામાતા હસી પડ્યાં.
અને કહ્યું તો ????શું એટલું પણ આપની પાસે અપેક્ષિત નથી મારા માટે ????
અધિરથે હસી ને હાથ જોડ્યા. ને મજાક માં બોલ્યા
“સારું માતેય તમારી સામે તો હું કંઈ જીતી જ ન શકું!”
બંને હસી પડ્યાં.
થોડી ક્ષણ પહેલાંની ગંભીરતા જાણે એ નાનકડા હાસ્યમાં ઓગળી ગઈ.
પછી રાધામાતા ફરી ગંભીર સ્વરે બોલ્યા .
“પણ સ્વામી, વાત ખરેખર કર્ણની જ છે.”
અધિરથે ધ્યાનપૂર્વક તેમની તરફ જોયું.
રાધામાતાએ ધીમેથી કહ્યું,
“આમ તો સમગ્ર નગર જાણે છે કે કર્ણ આપણને ગંગામાંથી પ્રાપ્ત થયેલો પુત્ર છે. પરંતુ તેના જન્મ સાથે જોડાયેલું જે સત્ય હજી અજાણ છે, એ વૃશાલીને અને તેના માતા-પિતાને, ખાસ કરીને વૃશાલીને, જણાવવાની મારી ઈચ્છા છે.”
થોડો વિરામ લઈ તે બોલ્યા,
“વૃશાલી કર્ણને નાનપણથી ઓળખે છે. તેણે તેનું હાસ્ય જોયું છે, તેનો ક્રોધ જોયો છે, તેની દાનવીરતા જોઈ છે... પરંતુ કદાચ તેણે એ રાતો નથી જોઈ, જ્યારે કર્ણ પોતે જ પોતાના જન્મના રહસ્ય સામે મૌન બની જતો હશે.એનું અંતર વલોવાઈ જતું હશે ”
રાધામાતાનો સ્વર વધુ ધીમો બન્યો.
“કવચ અને કુંડળ તો તેના શરીર પર જન્મથી જ રહેલા ચિહ્નો છે, પરંતુ તેમની પાછળનું રહસ્ય કર્ણના અસ્તિત્વ સાથે જોડાયેલું છે. કદાચ કર્ણ પોતે પણ આજે તેના દરેક પ્રશ્નનો ઉત્તર જાણતો નથી.”
તેણીએ ઊંડો શ્વાસ લીધો.
“એટલે જ હું ઈચ્છું છું કે વૃશાલી આ સત્ય કોઈ પરાયા મોઢેથી નહીં, પરંતુ આપણી પાસેથી જાણે. આવતી કાલે જ્યારે તે કર્ણના જીવનનો ભાગ બનશે, ત્યારે તેના હૃદયમાં કોઈ પ્રશ્ન બાકી ન રહે.”
અધિરથે થોડો સમય મૌન રહી માથું હલાવ્યું.
“હા, રાધે... આ વિચાર મારા મનમાં પણ ઘણા સમયથી આવતો હતો. પરંતુ હું યોગ્ય સમય ની રાહ જોઈ રહ્યો હતો. કેમ કે
(સત્ય કહેવા કરતા એને યોગ્ય સમયે ને યોગ્ય હૃદય સમક્ષ મૂકવું વધારે આવક્ષયક હોય છે. )
હું આવતી કાલે જ જઈને વૃશાલીના માતા-પિતાને ભોજનનું આમંત્રણ આપી આવું.”
પછી ગંભીર સ્વરે ઉમેર્યું,
“પણ આ વખતે વાત આપણે બંને જ કરીશું. કર્ણની અનુપસ્થિતિ જરૂરી છે.”
રાધામાતાએ તેમની તરફ જોયું.
“આગામી માસે કર્ણ યુવરાજ દુર્યોધન પાસે હસ્તિનાપુર જવાનો છે. એ સમય યોગ્ય રહેશે. જ્યાં સુધી કર્ણ અહીં હશે, ત્યાં સુધી વૃશાલીને આ વાત કહેવી યોગ્ય નહીં ગણાય.”
અધિરથ સમજાવતા બોલ્યા,
“કર્ણને ખબર પડશે તો તે કદાચ વૃશાલીને બધું કહી દેશે. અને જો વૃશાલીને તેના માતા-પિતાની સમક્ષ આખી વાત જાણ્યા પહેલાં કોઈ અર્ધી-અધૂરી વાત ખબર પડી જશે, તો તેમના ઘરમાં નિરર્થક ચિંતા ફેલાઈ શકે.”
રાધામાતાએ ધીમેથી માથું હલાવ્યું.
“હા, સ્વામી... તો તમે આજે જ જઈ આવો.”
અધિરથે હસીને કહ્યું,
“આમંત્રણ તો આપી આવીશ. વધારે કંઇ બોલી આવીશ એની ચિંતા તમે ન કરશો.”
“એની ચિંતા તો કરવી જ પડે,” મારા કર્ણ ને તકલીફ ન થવી જોઈએ રાધામાતાએ મલકાતાં કહ્યું.
અધિરથ હસ્યા કહ્યું તમારા લાડલા રાધેય ને તમારા રહેતા તકલીફ કઈ થાય ખરી ????
..... ..અને બીજા દિવસે જ અધીરથજી એ વૃશાલીના માતા-પિતાના ગૃહે જવાનું
નક્કી કર્યું
અધિરથજી બીજા જ દિવસે પ્રભાતે વૃશાલીના માતા-પિતાના ગૃહે પહોંચ્યા.
તેમને દ્વારે જોતાં વૃશાલીના પિતાશ્રીના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેમણે ભાવપૂર્વક અધિરથજીનું સ્વાગત કર્યું, સન્માનપૂર્વક આસન આપ્યું અને મિષ્ઠાન્ન તથા પાન અર્પણ કરીને સત્કાર કર્યો.
પછી બોલ્યા,
“અધિરથજી! આજે આપ અમારા ગૃહે પધાર્યા, એ તો અમારા ધન્યભાગ્ય. મને બોલાવ્યો હોત તો હું જ આપને મળવા આવી જાત. કહો, આપની શું સેવા કરી શકું?”
અધિરથે સ્નેહભર્યું સ્મિત કરતાં કહ્યું,
“માન્યવર, આજે હું આપને મારા ગૃહે ભોજનનું આમંત્રણ આપવા આવ્યો છું. આવતા માસની સપ્તમી તિથિએ આપ સપરિવાર અમારા ગૃહે ભોજન માટે પધારો.....એવો મારો અને રાધાનો આગ્રહ છે.”
વૃશાલીના પિતાશ્રી સહેજ સંકોચાયા.
“પરંતુ અધિરથજી, અમે કન્યાના ગૃહે ભોજન કેવી રીતે સ્વીકારીએ? વૃશાલી આપના ગૃહની પુત્રવધૂ બનવા ની છે ને?.”
અધિરથ હસ્યા.
“માન્યવર, હજી તો આપની કન્યા આપની જ છે. હજી તો વાગ્દાન પણ થયું નથી. જ્યારે એ મારા ત્યાં આવીને મારી પુત્રવધૂ બનશે, ત્યાર પછી આપ મારા ઘરનું જળ પણ ગ્રહણ ન કરો...
એ પરંપરા હું સમજી શકું છું. પણ ત્યાં સુધી તો તમારે મારા ઘરે આવવું જ પડશે.”
તેમણે હળવી આત્મીયતાથી કહ્યું,
“આપણા બંને ગૃહો વચ્ચે આટલી વર્ષોની ઓળખાણ છે.આપ મારા વરસો થી મિત્ર છો આપણે કેટલી ય વખત મિત્રતા નિભાવેલી છે આપ તો મારા ઘરે કેટલી વાર આવેલા છો. તો હવે શેનો સંકોચ, મિત્ર?”
એટલામાં વૃશાલીની માતા બહાર આવી. તેમણે અધિરથજીનું અભિવાદન કર્યું અને થોડી ચિંતાથી પૂછ્યું,
“અધિરથજી, આપ આટલી વહેલી પ્રભાતે પધાર્યા છો... બધું કુશળ તો છે ને?”
અધિરથે તરત જ કહ્યું,
“તમે જરા ચિંતા ન કરો. બધું કુશળ છે.”
.
પછી સમજાવ્યું,
“રાધાના મનમાં હતું કે એક વાર આપણે નિરાંતે બેસીએ, વાગ્દાનનો સમય નક્કી કરીએ. કર્ણ હવે તો રાજા બન્યો છે તો એની શોભા વધે એવી રીતે પ્રસંગ ની આયોજન કરીએ આ બધો વિચારવિમર્શ કરવ માટે આપ અમારા ત્યાં ભોજન માટે પધારો
.
એ મારો અને રાધા બંનેનો આગ્રહ છે.”
થોડી ક્ષણ રોકાઈ તેમણે ઉમેર્યું,
“પછી તો જ્યારે આપની પુત્રી અમારા ગૃહની પુત્રવધૂ બનીને આવશે, ત્યારે આ રીતે સાથે બેસીને ભોજન કરવાની તક ક્યાંથી મળશે? તેથી એ પહેલાં જ્યારે સમય અને સંજોગો મળે, ત્યારે આપણે સૌ સાથે બેસીએ ......એ અમને બંનેને ગમશે.”
..
વૃશાલીના પિતાશ્રીએ હવે સંકોચ છોડીને સ્મિત કર્યું.
“તો અધિરથજી, આપનો આ આગ્રહ અમે કેવી રીતે ટાળી શકીએ? સપ્તમી તિથિએ અમે અવશ્ય પધારીશું.”
અધિરથના ચહેરા પર સંતોષનું સ્મિત પ્રસરી ગયું.
“તો નક્કી રહ્યું. હવે રાધાને જઈને કહું કે આપ બંનેએ આવવાનું સ્વીકારી લીધું છે.”
અને એ સાથે અધિરથજી
ઊભા થયા.
.
પરંતુ તેમના મનમાં તેઓ જાણતા હતા કે આ માત્ર એક ભોજનનું આમંત્રણ નહોતું...
આ તો કર્ણના જીવનના એક અત્યંત મહત્વના સત્યને તેના ભાવિ જીવનસાથી સુધી પહોંચાડવાની દિશામાં ભરાયેલું પ્રથમ પગલું હતું.
પરત ફરતાં પહેલાં તેમણે વૃશાલીને પાસે બોલાવી.
“પુત્રી, મારી પાસે બે ક્ષણ બેસ. હું તારા પિતા સમાન જ છું. તું મારી વાત શાંતિથી સાંભળ.”
વૃશાલી તેમની સમક્ષ આવીને બેસી ગઈ......
અધિરથે કહ્યું,
“આ ભોજનના આમંત્રણ અંગે હમણાં તો કર્ણ સાથે કંઈ જ વાત ન કરતી. કદાચ એ જ દિવસોમાં કર્ણને હસ્તિનાપુર જવાનું થાય.”
વૃશાલી શાંતિથી સાંભળતી રહી.
“જો કર્ણને આ ભોજનના આમંત્રણની ખબર પડશે, તો કદાચ તે હસ્તિનાપુર જવાનું ટાળશે. હજી તો યુવરાજ દુર્યોધન સાથે તેની મૈત્રીની શરૂઆત જ છે અને દુર્યોધને તેને અંગરાજની પદવી આપી છે. દુર્યોધનને ખરાબ લાગી જાય અને કર્ણનું સ્થાન તેની દૃષ્ટિમાં નીચે આવી જાય, એવું આપણે કશું કરવા માંગતા નથી.”
અધિરથે થોડો વિરામ લીધો.
“અને જો કર્ણને ખબર પડશે કે તેને જવું જ પડશે, તો એ કદાચ આપણને કહી બેસે કે ભોજનનું આમંત્રણ જ ટાળી દઈએ. પરંતુ પુત્રી, હવે વાગ્દાનનો સમય નક્કી કરવો બહુ અગત્યનો થઈ ગયો છે.”
..
“તારા માટે વસ્ત્રાભૂષણ લેવાના છે, બંને કુળના સગાં-સંબંધીઓને બોલાવવાના છે. આ બધું યોગ્ય સમય અનુસાર નક્કી કરવું પડશે. માટે હમણાં તો કર્ણને તારી તરફથી કશી જ જાણ ન કરતી.”
.
વૃશાલી બે ક્ષણ વિચારમાં પડી ગઈ.
કર્ણને ત્યાં જવાનું... અને કર્ણ જ નહીં હોય?
મનમાં એક નાનકડી નિરાશાની લહેર ઊઠી.
પરંતુ તરત જ તેણે વિચાર્યું—
‘રાધામાતા અને અધિરથજી તો અમારા પરમ હિતેચ્છુ છે. જો તેઓ કોઈ વાતની ના કહેતા હોય, તો તેની પાછળ નિશ્ચિત કોઈ યોગ્ય કારણ હશે. નિર્ણયની વિરુદ્ધ ન જવું જોઈએ.’
...
વૃશાલીએ અધિરથજીના ચરણો સ્પર્શ કર્યા.
“ભલે, પિતાશ્રી. હું કર્ણને આ અંગે કોઈ જ વાતની જાણ નહીં કરું. જેથી કર્ણ વ્યથિત ન થાય અને આનંદથી હસ્તિનાપુર જઈ શકે. હું આપની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરીશ.”
.
અધિરથે સ્નેહપૂર્વક તેના માથે હાથ મૂક્યો.
તેમના હૃદયમાં ઊંડા સંતોષની લાગણી પ્રસરી ગઈ.
વૃશાલીએ માત્ર તેમની આજ્ઞા સ્વીકારી નહોતી...
તેણે તેમના હૃદયમાં રહેલી ચિંતા પણ સમજી લીધી હતી.....
અધીરથ હૃદય થી હળવા થઈ ને ઘર તરફ ચાલ્યા....."રાધા "એમણે ઘર માં પ્રવેશતા જ અવાજ કર્યો ....….રાધા માં પણ એમની જ પ્રતિક્ષા માં બેઠા ઘર ના મંદિર માં મંત્ર જાપ કરતા હતા એ જાપ પૂરા કરી ને આવ્યા એમનું મુખ પણ હળવી ચિંતા હતી પૂછ્યું ,... શું થયું કર્ણ ના પિતા એ લોકો આવવા ના છે ને???
અધીરથે બનાવટી ગંભીરતા ધારણ કરી ને કહ્યું ના વૃશાલી ના પિતાએ મના કરી કે અમે દીકરી ના ઘર નું પાણી પણ કેવી રીતે ગ્રહણ કરી શકીએ એટલે આપ પધારો અમારે ત્યાં સહભોજન માટે...
.....રાધા ના મુખ પર એકદમ ચિંતા છવાઈ ગઈ પણ સ્વામી....આ વાત આપણે કોઈ ના ગૃહે નો કરી શકીએ.......એવું કેવી રીતે શક્ય છે ?????તમારે એમને આપણા ઘરે જ સહભોજન માટે મનાવવા ના હતા
હવે શું થશે???વૃશાલી કર્ણ ને જાણ કરશે તો કર્ણ પણ આપણી સાથે જ સહભોજન માં રહેશે........અને રાધા માં ની આંખ માં આંસુ ઉમટી પડ્યા.....
એ જોઈ અધિરથ એમની પાસે જઈ પોતાના ખેસ થી એમના આંસુ. લૂછી ને હળવે થી હસી ને બોલ્યા રાધે....શું કામ આટલી ચિંતા કરો છો......મે એ લોકો ને સારી રીતે સમજાવેલુ છેઅને એ લોકો આપણા ઘરે ભોજન લેવા પણ આવવા ના છે
વૃશાલી પાસે પણ મેં વચન લીધું છે કે કર્ણ ને વાત નહીં કરે
એને કહ્યું છે કે જો કર્ણ આપણી સાથે ના સહભોજન માટે રોકાઈ જશે અને હસ્તિનાપુર જવા નું ટાળશે તો યુવરાજ દુર્યોધન ને ખરાબ લાગી જશે તો એ કર્ણ ના ભવિષ્ય માટે સારું નથી માટે વૃશાલી પણ કર્ણ ને આ વાત નહીં કરે ......
રાધા માં ના મન માં એક હળવાશ આવી ગઈ....પણ એ હળવાશ ક્ષણભર ની. જ હતી....ન જાણે ભાવિ ના ગર્ભ માં શું છુપાયેલું હશે???કર્ણ નું જન્મ રહસ્ય જાણ્યા પછી વૃશાલી ને એના માતાપિતા નો નિર્ણય આજ હશે કે બદલાશે.?¿????.....
અધીરથે સસ્નેહ કહ્યું દેવી...કર્ણ ની યોગ્યતા ને બાળપણ ના પ્રેમ અને આપણા હૃદય ની સાચી લાગણી ઉપર તમને વિશ્વાસ નથી?¿????🌞🌞સૂર્યદેવ ની કૃપા થી બધું સારું જ થશે,.........બસ હવે રાહ છે સપ્તમી તિથિ ની.........ફરી રાધા માં ના હૈયા ની માં જાગી ઊઠી ને રાધા માં કહેવા લાગ્યા ...
હવે શું શું લાવવું પડશે શું તૈયારી ઓ કરવી છે હું તમને બધું જણાવું ને હા...........કર્ણ ને આ કઈ સોંપવા નું નથી એ એના અધિકાર થી બધું તરત જ કરી શકે પણ એમ કરતા એને બધી ખબર પડી જાય એટલે બધું આપણે જ કરવા નું છે,
....
અધીરથ વાતાવરણ હળવું કરવા હસતાં હસતાં બોલ્યા શું કહ્યું હતું મેં????તમારી દરેક વાત કર્ણ પર જ પૂર્ણ થતી હોય છે ને??
?હું તો બિચારો અડધો ભૂલાઈ ગયેલો છું .....ને રાધા માં નું ખડખડાટ નિર્મળ હાસ્ય રેલાયું....ઘર માં પ્રસન્નતા છવાઈ ગઈ ......કર્ણ ના ઉજ્જવલ ભવિષ્ય ની કામના કરતા કરતા રાધા માં એ તુલસી ક્યારે દીપક પ્રગટાવ્યો....
ક્રમશઃ
II અસ્તુ ll
VISHAKHA BHATT
HCG HOSPITAL
CARDIAC CO ORDINATOR
BHAVNAGAR
આ લેખ તમને કેવો લાગ્યો તે જણાવશો
સુંદર. ❤️
સારો. 👍
ઠીક. 🙏🏻
રીએકશન આપી ને જરૂર જણાવશો જી....