College campus bhag-150 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 150

Featured Books
Categories
Share

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 150

"બોલો શું લેશો મિસ પરી?" ડૉક્ટર નિકેતે પરીને પૂછ્યું."બસ કંઈ નહીં સર. હું કવિશા સાથે કોફી પીને અને બ્રેકફાસ્ટ કરીને જ આવી છું.""ઓકે તો અમારી સાથે કંઈ નહીં લો એમ જ ને..?""ના ના એવું કંઈ નથી સર પણ હમણાં જ કોફી પીધી છે એટલે..""ઓકે ઓકે, નો પ્રોબ્લેમ.""સર હું એમ પૂછતી હતી કે તમને શું લાગે છે મોમ હવે કેટલા ટાઈમ સુધીમાં બોલતી થઈ જશે ?""હું જે પ્રમાણે તેમનું ઈમ્પ્રુવમેન્ટ જોઉં છું તે પ્રમાણે નજીકના સમયમાં જ તે બોલવા જોઈએ..."અને પરી ડૉક્ટર નિકેતની કેબિનમાંથી બહાર નીકળી અને તેણે એક ઊંડો શ્વાસ લીધો..અને એટલામાં તેનો ફોન રણક્યો..પર્સમાંથી ફોન કાઢ્યો અને જોયું તો..સમીરનું નામ તેના મોબાઈલની સ્ક્રીન ઉપર ફ્લેશ થઈ રહ્યું હતું...જે જોઈને તેના હ્રદય અને મન બંનેમાં રોમાંચ છવાઈ ગયો..."બોલ""શું કરે છે યાર તું..? નો મેસેજ..નો ફોન કોલ્સ.. ક્યાં ખોવાઈ જાય છે..?" સમીર પરીનો અવાજ સાંભળવા માટે જાણે અધીરો બની ગયો હતો.."અરે યાર, ક્યાંય નથી ખોવાઈ અહીંયા જ છું.. જો તારા દિલમાં ઝાંખી લે જરા.. દેખાઉં છું કે નહીં..એમ કહી દે મને.." અને પરી હસવા લાગી."એય, અહીંયા તને મળ્યા વગર મારો જીવ જાય છે અને તને મજાક સૂઝે છે..?" સમીર બેબાકળો બની ગયો હતો."અરે મજાક નથી કરતી સાચે જ કહું છું બસ.. તારા સમ.." પરી હજુ પણ મજાકના મૂડમાં જ હતી અને સમીરની ફીરકી લઈ રહી હતી..."જાનૂ તું તો મારા દિલમાં જ છે બસ પણ સાંભળને તને મળવું છે.. તારી આંખોમાં આંખો પરોવીને તને "આઈ લવ યુ" કહેવું છે.." સમીર પરીને પોતાના પ્રેમમાં પલાળી રહ્યો હતો."તે મને ના નહોતી પાડી કે હમણાં થોડા દિવસ હું આઉટ ઓફ ધ સ્ટેશન છું અને એક મિશનમાં બિઝી છું તો તું મને કોલ ન કરીશ એટલે...""ઓકે ઓકે, માય ડિયર એ તો હું ભૂલી જ ગયો.. ઓકે સાંભળ હવે ક્યારે તું ફ્રી થાય છે અને ક્યારે આપણે મળીએ છીએ..?""ફ્રી... અરે સાંભળ ને મારે તને એક વાત કરવાની છે." પરી જરા અટકીને બોલી."હા બોલ ને માય ડિયર શું વાત છે..?" સમીરે ચિંતા ભર્યા અવાજથી પૂછ્યું."લાઈફ લાઈન હોસ્પિટલમાં મારું સિલેક્શન થઈ ગયું છે.." પરી બેહદ ખુશી વ્યક્ત કરી રહી હતી.."અરે વાહ, બહુ સરસ કોન્ગ્રેયુલલેશન્સ માય ડિયર.. પાર્ટી તો બનતી હૈ.. બોલ ક્યાં આપે છે પાર્ટી..?""તુ જ્યાં કહીશ ત્યાં બસ..""ના ના મારે તો તું મને મળે ને એટલે બસ પાર્ટી જ પાર્ટી છે.. બોલ હવે જલ્દી નક્કી કર ક્યારે મળવું છે.. મારો જુનિયર મારા માટે વેઈટ કરે છે..""અચ્છા તો જુનિયર સે કહ દો કી પહેલે હમ દિલ બહલા લેતે હૈ બાદ મેં કામ કરેંગે..""આજે તું કંઈક વધારે જ રોમેન્ટિક મૂડમાં લાગે છે હેં ને..? તું મળ મને પછી તારી વાત છે.. છોડવાનો નથી તને..આખી અને આખી ખાઈ જવાનો છું..""અચ્છા તો ઐસા હૈ.. ઓકે સાંભળ ને નેક્સ્ટ સન્ડે મળીએ.. બરાબર છે ને.. તને ફાવે તેમ છે ને..?""હા ફાવશે હમણાં તો કોઈ સર્ચ ઓપરેશન છે નહીં.. કદાચ ઈમરજન્સી આવી જાય તો જ બાકી તો હું ફ્રી જ છું..""ઓકે તો હું શેટરડે કોલ કરું તને..?""હા ઓકે શેટરડે તો બરાબર પણ વચ્ચે વચ્ચે ફોન કરતી રહેજે યાર એટલે હું જરા રીચાર્જ થતો રહું..!""અચ્છા તો પોલીસ ઇન્સ્પેકટર મિસ્ટર સમીર મારી સાથે વાત કરીને રીચાર્જ થાય છે એમ જ ને..??"અને પરી ખડખડાટ હસી પડી..."હા યાર તારો ફોન આવે ને તો એટલું બધું સારું લાગે છે ને.‌.તૂજે પતા હૈ દિલ ગાર્ડન ગાર્ડન હો જાતા હૈ..""અચ્છા તો ઐસા હૈ.."અને બંને પ્રેમી પંખીડા એકબીજાની સાથે જ હોય એવો અહેસાસ કરવા લાગ્યા અને ખડખડાટ હસી પડ્યા...સમગ્ર વાતાવરણમાં જાણે રોનક છવાઈ ગઈ છે...અને આ રોમાંચક વાતથી જ પરી અને સમીર બંનેનું આખુંય અસ્તિત્વ જાણે ખીલી ઊઠ્યું છે..બંનેને આ દુનિયા ખૂબજ ખુબસુરત અને રંગીન લાગવા લાગી છે...સમીરથી થોડે દૂર ઉભેલ તેનો જુનિયર ઈન્સ્પેકટર મિ. ખાન પણ સમજી ગયો હતો કે.. કંઈક દિલનો મામલો લાગે છે...***************પરી પોતાના ડેડને લઈને ડૉક્ટર નિકેતની હોસ્પિટલમાં દાખલ થઈ રહી હતી અને પોતાના ડેડને સમજાવી રહી હતી કે કઈ રીતે તેમણે પોતાની માધુરીને ભાનમાં લાવવાની હતી.બંને જણાં વાતો કરતાં કરતાં માધુરીના રૂમમાં દાખલ થાય છે...માધુરી એઝ ઈટ ઈઝ હાલતમાં પોતાના બેડ ઉપર સૂતેલી છે...પરી અને શિવાંગને જોઈને જે નર્સ માધુરીની ટ્રીટમેન્ટ કરતી હતી તે દોડી આવી અને પરીને કહેવા લાગી કે, "મેડમ, સારું થયું તમે આવી ગયા તમારા મોમ અવારનવાર બોલવાની કોશિશ કરે છે પરંતુ જાણે એમને શબ્દો ન મળતાં હોય તેમ તે મારી સામે જૂએ છે મને કંઈક પૂછવાની કોશિશ કરે છે અને પછી પાછા જાણે ચૂપ થઈ જાય છે.. હું તેમને ધીમે ધીમે ઢંઢોળવાનો પ્રયત્ન કરું છું પણ તે કંઈ જ બોલતા નથી.. મને એવું લાગે છે કે તેમને ઘણું બધું કહેવું છે.. તમારે થોડા દિવસ દરરોજ એમની પાસે આવવું જ પડશે અને તો જ તે બોલતા થશે એવું મને લાગે છે.." નર્સ બધું જ એક જ શ્વાસે બોલી ગઈ હતી.. જાણે તેને પણ માધુરીની ખૂબ ચિંતા હતી."હા છાયા, તારી વાત સાચી છે.. મારી મોમને કમ્પ્લીટ ઓકે ન થાય ત્યાં સુધી હું હવે દરરોજ તેની સાથે વાતો કરવા માટે આવવાની છું અને સાથે મારા ડેડીને પણ લેતી આવવાની છું.." પરીએ છાયાને સમજાવતાં કહ્યું."તો તો બહુ સરસ મેડમ.. હવે માધુરી બેન બોલતા થઈ જશે... એવું મને લાગે છે.." અને તે માધુરીની રૂમમાંથી બહાર નીકળી ગઈ.પરી છાયા સાથે વાત કરતી હતી ત્યારે જ શિવાંગ પોતાની માધુરીની નજીક જઈને બેસી ગયો હતો.(પરીએ હમણાં પોતાના ડેડને ડિસ્ટર્બ ન કરવાનું જ યોગ્ય સમજીને તે માધુરીના બેડની સામે રાખેલા સોફા ઉપર ગોઠવાઈ ગઈ.)શિવાંગે પ્રેમથી પોતાનો હાથ માધુરીના કપાળમાં ફેરવ્યો અને તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને પંપાળવા લાગ્યો અને તે માધુરીને કહેવા લાગ્યો, "આમ ક્યાં સુધી મારાથી રિસાયેલી રહીશ? તારા લગ્ન પહેલા હું તને મળવા માટે આવ્યો હતો અને તારા લગ્ન પછી પણ મેં તને મળવાની ખૂબ કોશિશ કરી હતી પરંતુ તે શક્ય જ ન બન્યું અને હું જ્યારે રોહન અને આરતીના લગ્નમાં અમદાવાદ આવ્યો ત્યારે તો મને આપણાં ગૃપમાં રાજે સમાચાર આપ્યા કે તારા હસબન્ડ ઋત્વિક કાર એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા છે.. આ સમાચાર સાંભળીને હું ચોંકી ઉઠ્યો હતો મારું મન આ સમાચાર સાંભળવા માટે જરા પણ તૈયાર નહોતું.. હું આ વાતને સ્વીકારી જ શકતો નહોતો..."હજી તો શિવાંગનું બોલવાનું ચાલુ હતું અને માધુરીનો હાથ જે શિવાંગના હાથમાં હતો તે માધુરીએ પાછો ખેંચવાનો પ્રયત્ન કર્યો અને તેની આંખમાંથી ટપ ટપ આંસુ વહેવા લાગ્યા...શિવાંગે હાથના ઈશારાથી પરીને ઉભા થઈને પોતાની નજીક આવવા કહ્યું..પરીએ પોતાની મોમની આંખમાંથી ટપકતાં આંસુ જોયા અને પોતાના ડેડને તે ધીમા અવાજે કહેવા લાગી, "ડેડ, રિપીટ ઈટ..."શિવાંગે ફરીથી એ જ શબ્દો રીપીટ કર્યા અને સાથે સાથે તે પોતાની માધુરીને પંપાળતો ગયો.માધુરીની આંખમાંથી અશ્રુધારા વહ્યે જતી હતી...પરીને ચિંતા હતી કે આ બધું જો તેની મોમ વધારે પડતું જ મગજ ઉપર લઈ લેશે તો ફરીથી બેભાન અવસ્થામાં ચાલી જશે.. તે દોડતી દોડતી ડૉક્ટર નિકેતની કેબિન તરફ ગઈ અને ડૉક્ટર નિકેતને પોતાની મોમની હાલની પરિસ્થિતિની જાણ કરીને પૂછવા લાગી કે, "મોમ ફરીથી કોમામાં તો નહીં ચાલી જાય ને..?"તે ખૂબ જ ગભરાયેલી અને ચિંતિત હતી.ડૉક્ટર નિકેતે પહેલા તેની સામે પાણીનો ગ્લાસ ધર્યો અને તેને પાણી પીને જરા રિલેક્સ થવા સમજાવ્યું.અને ત્યાર બાદ તેમણે પરીને કહ્યું કે, "મિસ પરી, મોમને જેટલું રડવું હોય તેટલું રડી લેવા દો એ હવે કોમામાં નહીં સરી પડે તમે ચિંતા ન કરશો... બસ તમે હવે પ્રયત્ન કરતા રહો કે તે બોલતા થઈ જાય.. બધું જ બરાબર થઈ જશે.. તમે તો જાણો છો કે આવા કેસમાં આપણે રાહ જ જોવી પડતી હોય છે.. એમાં ઈમોશનલ થયે ન ચાલે મિસ પરી..""તમારી વાત સાચી છે સર પણ, જ્યારે કોઈ પોતાની વ્યક્તિ તકલીફમાં હોય ત્યારે બધું જ જાણે ભૂલાઈ જાય છે.."ડૉક્ટર નિકેત ઉભા થઈને પરીની બાજુમાં આવીને ઉભા રહ્યા અને પરીની પીઠ થાબડતાં થાબડતાં  નાજુક શબ્દોમાં ધીમા અવાજે તેને કહેવા લાગ્યા કે, "બી બ્રેવ માય ડિયર.."પરી પોતાના આંસુને રોકી શકી નહીં.અને ડૉક્ટર નિકેતે પણ પરીને પોતાનો ઉભરો ઠાલવવા દીધો...થોડી વાર પછી પરી થોડી સ્વસ્થ થઈ ગઈ અને ડૉક્ટર નિકેત તેને પોતાની સાથે લઈને માધુરીના રૂમમાં પહોંચ્યા ત્યારે માધુરી પણ શાંત થઈ ગઈ હતી પરંતુ હજી તેના હ્રદયમાં ભરાયેલો ડૂમો જાણે અકબંધ હતો...શું શિવાંગ પોતાની માધુરીને બોલતી કરી શકશે..?તો જાણવા માટે વાંચતા રહો "કૉલેજ કેમ્પસ" (એક દિલચસ્પ પ્રેમ કહાની) ભાગ-151તો મિત્રો આપણે મળીએ આગળના ભાગમાં...રિપ્લાય આપવા વિનંતી કે માધુરી બોલી શકશે..? અને બોલશે તો તેનો પહેલો શબ્દ કયો હશે..?~ જસ્મીના શાહ 'સુમન'     દહેગામ     23/10/26