Hu ek Aghori in Gujarati Classic Stories by SUNIL ANJARIA books and stories PDF | હું એક અઘોરી - 7

Featured Books
Categories
Share

હું એક અઘોરી - 7

7. અઘોરી ગુરુ પાસે

હવે તેણે મારાં લીંગ પર અલગ રીતે કોઈ મસાજ જેવી પ્રક્રિયા કરી. તે કદમાં તો એવું જ રહ્યું પણ કઈંક અંશે માનવ અવયવ જેવું થયું. મને  તેણે કમરપટ્ટાની જેમ તે વીંટી લેવા આદેશ કર્યો. તેણીએ મને  એ ગુફામાં એક પશુના ચર્મ પર આગની ધૂણી સામે બેઠેલા તેજસ્વી છતાં બિહામણા  દેખાતા વયસ્ક  નગ્ન સન્યાસી સામે પટક્યો. હા, જોરથી પટકયો. થોડી જ ક્ષણો પહેલાં જેણે 'ઋણી છું' કહેલું તેણે જ નિર્દય રીતે મને કોઈ પોટલું ફેંકે એમ ફેંક્યો. એક ક્ષણ મને મારી પાંસળીઓ તૂટી જશે તેમ લાગ્યું. એ 'નવા કમરપટ્ટાએ' જ ઇજા ન થવા દીધી. 

હું સંપૂર્ણપણે તેના વશમાં હતો. હું મારી સાથે શું થઈ રહ્યું છે તે આછું આછું સમજી શકતો હતો પણ મારો કોઈ અંકુશ મારાં શરીર પર નહોતો.

હું કોણીનો ટેકો લઈ બેઠો થયો. મેં  ગુફામાં આજુબાજુ નજર કરી. ગુરુજીની બાજુમાં કોઈ ખૂણે લોટ કે પ્રાણીજ ચરબીનું કોડીયું બનાવી અંદર રાખેલ દીવો બળતો હતો. તેનો પ્રકાશ આ બંધ ગુફામાં ફેલાતો હતો અને છત પાસે કોઈ ચમકીલા પદાર્થ પર અથડાઈ પરાવર્તિત થતો હતો. મુગલે આઝમ ફિલ્મમાં 'ચારોં તરફ હૈ ઉનકા નઝારા..' સીન જોયો છે? એવું.  એ વિચાર અત્યારે તમને કહું છું. ત્યારે હું કશું જ વિચારી શકતો ન હતો.

ગુફા સારી એવી ઊંડી હતી. તેનું 'દ્વાર' કેવી રીતે ખોલ્યું તે તમને કહ્યું. કોઈને ખબર પણ ન પડે કે આ વહેતા ધોધ પાછળ ઘાસ માટી છે અને તે ફ્રેમ બહારથી પ્રહાર કરવાથી ખૂલે છે!

ગુફામાં ખડકના પત્થરની અણી ખીલ્લી હોય તેમ તેની ઉપર એક તીક્ષ્ણ અણીદાર અને ત્રણેક ફૂટ લાંબુ હાડકું લટકાતું હતું. કોઈ પશુના પગનું હોય તેવું.

નજીકમાં  એક પાંસળીઓનું પિંજર પડેલું હતું. કેટલાંક હાડકાં  આસપાસ વિખરાયેલાં પડેલાં. આમ તો જરૂર પડ્યે ઉઠાવી શકાય તેમ વ્યવસ્થિત ખૂણે.

ગુફામાં ગુરુજી સામે અગ્નિની ધૂણી પ્રગટેલી હતી. તેનો ધુમાડો ઉપર વલયો બની જતો હતો અને એક ખડકમાં જ કોતરેલી અવ્યવસ્થિત ગોળ ડોકાં બારીમાંથી બહાર નીકળી જતો હતો. ગૂંગળામણ બિલકુલ થતી ન હતી. ગુરુજી કોઈ લાકડાંની ડાળીમાં આગળ ખાડો કરી ચમચા જેવું  બનાવી પાસે પડેલ અર્ધી ખોપરીની કાચલીમાંથી કોઈ પ્રવાહી અગ્નિમાં હોમી રહ્યા હતા.

મેં કહ્યું તેમ ગુરુજી જેની ઉપર બેઠેલા તે વ્યાધ્રચર્મ કરતાં કોઈ પશુનું, કદાચ જંગલી ભેંસનું ચામડું લાગતું હતું.

ગુરુજીનો ચહેરો નોર્થઇસ્ટ બાજુના લોકોનો હોય તેવો હતો પણ મોટી સાઈઝનો. તેમનું કપાળ ચમકતું હતું.  

તેમની આંખો પણ ખુબ મોટી અને કોઈ રાની પશુ જેવી  અંધારામાં તગતગતી હતી.

તેમની આંખ લાલ કરતાં નીલી, વાઘ કે ચિત્તાની હોય તેવી હતી અને અંધારાંમાં ચમકતી હતી. તેમના કાન મોટા હતા. ચહેરાને પાંખ ઉગાડી હોય તેવા. તેમના આખા શરીરે ભભુતી ચોળી હતી. તેમને માથેથી ઉતરી પાછળ લાંબે સુધી પથરાયેલી ખૂબ લાંબા વાળની જટા હતી. તેમનું કપાળ ખુબ  મોટું અને ઝગારા મારતું હતું.  તેમને લાંબી, પગની પાની સુધી પહોંચતી દાઢી હતી.  તેમના વાળ કાળા પરંતુ શ્વેત થઈ રહેલા હતા. કદાચ તેઓ કોઈ સાપ કે અજગરનું  કે વિશાળ વૃક્ષનાં મૂળનું ગોળ ગૂંચળું વાળી તેના ઉપર બેઠા હતા. મોટાં પર્ણોથી તેમણે મારું હમણાં કરવામાં આવેલું તેવું ખૂબ લાબું લિંગ ઢાંકયું હતું. કદાચ  એ ગૂંચળાંનો સહુથી ઉપરનો આંટો તેમનું લિંગ જ હતું.  આ બધો દેખાવ જોઈ હું ભયભીત  થઈ  ગયો. તેમણે હાથથી જ હવે મને અગ્નિ સામે ઉભા રહેવા કહ્યું. એ પછી તેમણે હાથથી જ ‘થોભો’ જેવી મુદ્રા કરી આ અઘોરી લાગતી સ્ત્રીને  થોભવા  ઈશારો કર્યો.

તેમણે એક નજર મારી સામે કરી, મારી સામે ત્રાટક કરતા હોય તેમ થોડી વાર જોયે રાખ્યું. પછી તેમણે અણગમા અને ગુસ્સા સાથે  'અઘોરા' સામે જોયું. 

અઘોરાને તેમણે હિન્દીમાં પૂછ્યું "તુઝે માલૂમ હૈ ના, કી હમારી જિંદગી કા કિસીકો પતા નહીં હોના ચાહીએ? યહ જીવ કો તું ક્યોં લે આઈ? મેંને તુઝે  કુછ આજ્ઞા દી થી લેકિન અનજાને પ્રાણી કો યહાં લાને કી નહીં. "

તેમણે ત્રાડ પાડતા હોય એમ  અઘોરાને તડકાવી "બોલ, ક્યા કરું તેરા? ઇસકે સાથ ડાલ દું ઇસ અગ્નિ મેં? ક્યોં લાઈ બાહર કે જીવાત્મા  કો? બોલ, સાફ બોલ."  એ સાથે તેમણે પેલો ચીપિયો કે ચમચો પછાડ્યો.

આમ તેમણે ગુસ્સાથી અઘોરાને મને, બહારની દુનિયાની વ્યક્તિને અહીં કેમ લાવી તેમ પૂછ્યું. અઘોરાએ ટૂંકમાં મારા રાત્રીના જંગલમાં ભૂલા પડી મદદ માટે યાચના કરવા વિશે જણાવ્યું.  હું ખીણમાં પડી જતો બચ્યો  હતો અને વિશાળ સર્પ મને ભરડો દઈ મારી નાખવા તૈયાર હતો તે કહ્યું.

તે ઉપરાંત ગુરુજીના કટ્ટર વિરોધી એવા અઘોરીની આખી ફોજ તેની પાછળ પડેલી અને મેં જાનની પરવા કર્યા વગર તેઓનો સફળ રીતે પ્રતિકાર કરેલો તે ટુંકમાં વર્ણવ્યું. આ રીતે મારામાં અન્ય જીવો પ્રત્યે દયા અને મદદની ભાવના છે, હિંમત છે અને પડકારોને પહોંચી વળું તેવો લાગું છું તેમ કહી મારાં વખાણ કર્યાં. તેણે કહ્યું કે કોઈ માનવ આત્મા, જેનું પ્રાણશરીર તેજસ્વી અને પવિત્ર છે (હું) તે ગુરુજીની અને  તેમના પંથની સેવામાં કામ લાગશે તેવી ...નાથ ની ગુરુઆજ્ઞા તેને થયેલી અને તેથી જ તે એ જંગલ અને ખીણ પરથી ઉડતી પ્રકાશપુંજમાં  ફેરવાઈ મારી મદદે આવેલી તેમ કહ્યું. તેણી મારી ભાષા સમજી શકે છે તેમ પણ કહ્યું.

અઘોરાએ મારાં રહ્યાંસહ્યાં વસ્ત્રો પણ ફાડી, ખેંચીને દૂર કર્યાં હતાં તે મેં આપને કહેલું છે.  હવે હું માત્ર અનુભવી જ શક્યો કે હું એ લોકો જેવો સંપૂર્ણ નગ્ન  અને આખે શરીરે ભભુતીનો લેપ કરેલો છું. હું જોઈ સાંભળી શકતો હતો પરંતું હું અત્યારે કોઈ વિચાર કરી કે લાગણી અનુભવી શકતો ન હતો.

તે સન્યાસી કોઈ  યજ્ઞ કરતા હતા. મને તે પ્રકારના યજ્ઞો વિશે થોડો ખ્યાલ હતો, કઈંક શાબર મંત્રો વિશે વાંચ્યું, સાંભળ્યું હતું તેવા આપણને અર્થહીન  લાગે પણ સચોટ અસર કરતા  શાબર મંત્રો બોલતાંબોલતાં તેમણે યજ્ઞમાં કોઈક વસ્તુ ઉપાડીને ફેંકીને આહુતિ આપી. અરે, અરે! એ તો માનવ હૃદય જેવો કોઈ અવયવ હતો!

આહુતિ આપતાંની સાથે જ પાસે પડેલી ખોપરી આપોઆપ  જમીન પરથી થોડી ઊંચકાઈ. થોડી વાર હવામાં રહી અને ધીમેથી નીચે યથા સ્થાને આવી ગઈ.

તેમણે અઘોરાને કહ્યું, "આપણા પરમ ગુરુ …નાથ શિવશરણ થયા છે. તેમણે આપણને આશીર્વાદ આપ્યા છે. તેમના પાર્થિવ દેહની પ્રસાદી અન્ય સાધુઓમાં વહેંચી દીધી છે. આ પ્રસાદ તું ગ્રહણ કર અને આ કાયા આપણે  શરણે આવી છે (હું) તેને આપ."

ગુરુએ એ માનવ હૃદય જેવા અવયવનો અમુક ભાગ મને આપી ખાવા કહ્યું જેની હું ના પાડી શકું તેમ ન હતો. મારૂં મગજ કોઈને વશ હતું. એક ટુકડો મેં અને એક અઘોરાએ આરોગ્યો અને બચેલી 'પ્રસાદી' અઘોરી ગુરુ અગ્નિને સ્પર્શાવી ગ્રહણ કરી ગયા.

કોઈ પણ પાર્થિવ વસ્તુ, શરીર હોય કે કચરો કે કોઈ મૃત શરીરનો અવયવ, અઘોરીઓ માટે એ પ્રકૃતિએ ઉત્પન્ન કરેલું છે એટલે ગ્રહણ કરવા યોગ્ય તો ઠીક, તે ગ્રહણ કરવું તેની ફરજ બને છે. આ જ્ઞાન મને પછીથી આપવામાં આવેલું.

"જે કસ્પ પર રાત્રીનો અંત થાય અને દિવસનો ઉદય ન થયો હોય, બરાબર તે ક્ષણે, રાત્રી અને દિવસના મિલનની સાવ પહેલાંની ક્ષણે આને જાગૃત કરીશું." તેમણે કહ્યું.

ક્રમશ: