પ્રકરણ - 19 :
એક અત્યંત દુઃખની વાત છે. ગાંધીજી એ પોતાનું લોહી વહાવી આપણા દેશને અંગ્રેજોની ગુલામીમાં થી મુક્ત કર્યું.
અને આપણા દેશના પ્રથમ વડા પ્રધાન તરીકે શ્રી જવાહર લાલ નેહરુને નિયુક્ત કર્યા હતા.
તેમણે અઢાર વર્ષ આ ભૂમિકા ભજવી. શાંતિ અને સંપ સહકારનો મંત્ર આપ્યો હતો. પણ તેમની પ્રતિભા ને પગલે નહેરુ ઇન્ડિયા બની ગયું હતું.
તેઓ અઢળક સંપત્તિમાં આળોટતા હતા. કોઈ વાતની કમી નહોતી. તેમને પોતાની બે બહેનો હતી. તદુપરાંત એક પુત્રી હતી. જેનું નામ ઇન્દિરા ગાંધી હતું. તેમણે પારસી કોમમાં લગ્ન કર્યા હતા.
તેમને બે પુત્રો હતા. રાજીવ અને સંજય.રાજીવે ઇટાલીની છોકરી જોડે લગ્ન કાર્ય હતા. તેને બે સંતાન હતા. રાહુલ અને પ્રિયંકા.
તેમના મૃત્યુ બાદ તેમની જગ્યાએ લાલ બહાદુર શાસ્ત્રીની વડા પ્રધાન તરીકે નિયુક્તિ થઈ હતી . તેઓ નહેરુની સરખામણીમાં બિલ્કુલ વિપરિત હતા. ગરીબ હતા. રોજ નિશાળે જવા માટે તેમને નદી પાર કરીને જવું પડતું હતું.
તેમણે ' જય જવાન જય કિસાન ' નું સૂત્ર આપ્યું હતું. નહેરુની સરખામણીમાં લાલ બહાદુર શાસ્ત્રી બધી રીતે ચઢિયાતા હતા. જે કામ નહેરુ એ 18 વર્ષમાં નહોતું કર્યું તે કામ શાસ્ત્રીજીએ 18 મહિનામાં કરી દેખાડ્યું હતું.
નહેરુ ખુદ તેમને વડા પ્રધાન બનવા દેવા માંગતા નહોતા. આથી તેમણે પોતાની દીકરીને વડા પ્રધાન બનવા માટે તૈયાર કરી હતી.
1965 ની સાલમાં તેમણે પાકિસ્તાનને મારી ભગાવ્યું હતું. એટલું જ નહીં તાસ્કંદ કરાર પર સહી સિક્કા કર્યા હતા . તેમની સિદ્ધિથી પાર્ટીના અન્ય સદસ્યોને તેમની હત્યા કરવાનું કાવતરું કર્યું હતું. પણ આ વાત કદી બહાર આવી નહોતી.
તેમના મૃતદેહને દિલ્હી વિમાન મથકે ઉતારતા તેના દીકરાને પોતાના શરીર પર ઝેર જેવા ડાઘા દેખાય હતા.તેમના દીકરાએ સવાલ કર્યો હતો, પણ તેનો કોઈ જ ખુલાસો કરવામાં આવ્યો નહોતો.
તેમના મોતે ઇન્દિરા ગાંધીનુ સપનું ફળ્યું હતું.. પણ આની પાછળ કોઈ ગંદુ રાજકારણ કામ કરી ગયું હતું.
અહીં વારસાગત રૂઢિની શરૂઆત થઈ હતી. ઇન્દિરા એ 18 વર્ષ વડા પ્રધાન પદ નિભાવ્યું હતું. તેણે ઘણા દુષ્કૃત્ય કર્યા હતા. તેમણે ખુદ પોતાના નાના છોકરાની હત્યા કરાવી હતી. અને તેમના મોત બાદ જ્યેષ્ઠ દીકરા રાજીવ ગાંધીને જબરદસ્તી વડા પ્રધાન બનાવ્યો હતો જેને રાજ કારણની એ બી સીડી પણ નહોતી આવડતી.
મા બાદ તેની પણ ક્રૂર હત્યા થઈ હતી.
છતાં પણ નહેરુ પરિવાર નો ખુર્શીનો મોહ અટક્યો નહોતો. રાજીવની પત્ની સોનિયા ઇટાલીની રહેવાસી હતી. લગ્ન બાદ ભારતીય તેને નાગરિકત્વ મળી ગયું હતું. અને તેણે બધું પોતાના બાપનું ગણી દેશનો કમાન્ડ પોતાના હાથમાં લઈ લીધો હતો.
તે તો વડા પ્રધાનની ખુરશી પર બેસી શકે તેમ નહોતી.. તેને આ પદ અન્ય વ્યકિત ને સોંપ્યું હતું.. જે માત્ર એક ડમી હતો.. પૂરો વડા પ્રધાન નો કાર્યભાર તેના હાથ માં હતો.
આ ખુરશી અન્યના હાથોમાં ના ચાલી જાય તે માટે તેમણે રાહુલ અને પ્રિયંકા ને આ ખુરશી માટે તૈયાર કર્યા હતા.
પણ આ નો અંત આવી ગયો હતો.. છતાં રાહુલ નો વડા પ્રધાન બનવાનો નશો ઉતર્યો નહોતો.
લોક શાહી નો મતલબ લોકોની સરકાર - ' democracy is of the people, for the people by the people '
લોકશાહીમાં હર કોઈને પોતાની રીતે જીવવાનો સંપૂર્ણ હક્ક છે. બસ સાથે એક ફરજ છે. તેનાથી બીજાને તકલીફ ના થવી જોઈએ.
અહીં એક વાત યાદ આવે છે. કોલેજમાં ભણતો હતો ત્યારની વાત છે.
રશિયાની લોકશાહીની વાત છે.
એક સ્ત્રી ફૂટપાથ છોડી રસ્તા વચ્ચે ચાલી રહી હતી.
કોઈ એ તેને રોકી હતી.
ત્યારે તેણે ફટ દઈને જવાબ આપ્યો હતો.
" હું ડેમોક્રેટિક રાષ્ટ્રની નાગરિક છું. હું ફાવે તેમ કરી શકું છું. "
હવે બધા જ આવી વિચાર ધારા ધરાવે તો વાહન ક્યાં ચાલશે?
બસ આવી જ સોચ સોનિયા ગાંધીની છે.. જે તેણે પોતાના સંતાનને વારસામાં આપી છે.
તેને સત્તાની એવી લાલચ છે. સવાર સાંજ, ઉઠતા બેસતા તે વર્તમાન સરકારને કઈ રીતે ઉથલાવવી તેના શમણાં જોયા કરે છે. રાહુલનું આ સ્વપ્ન સાકાર કરવા માટે તેને પીઠ બળ આપી રહ્યા છીએ.
વર્ષો બાદ કોંગ્રેસ પાર્ટી પોતાના પરાજયના આઘાતમાં થી ઉભરી શકી નહોતી.
રાહુલમાં કોઈ એવી આવડત કે તાકાત નથી કે તે સેકેલો પાપડ પણ ભાંગી શકે.
જે માણસ કોઈ કામ ધંધો ના કરી શકતો હોય તે જ આવો માર્ગ અપનાવે. તેનામાં સો રૂપિયા કમાવાની ક્ષમતા નથી, તે જ આવા ખોટા ફાંફા મારે છે.
પાકિસ્તાન આપણું ભવ ભવનું વેરી છે.ત્યાં જઈ લોકોને આપણા વિરુદ્ધ ભડકાવે છે.
" ભારતમાં લોકશાહી મરી ગઈ હોવાના નગર વગાડે છે. "
પણ એ બુદ્ધિના બ્રહ્મચારીને ક્યાં ખબર છે? લોકશાહી છે તો તો તું સલામત છે બાકી કોઈ જગ્યા એ હોત તો ક્યારનો તેનો ઘડો લાડવો થઈ ગયો હતો
વર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ દિન રાત એક કરીને દેશની પરિસ્થિતિ સુધારવાના અનેકાનેક પ્રયત્નો કર્યા છે. પણ રાહુલ ગાંધી તેમની ટંગડી ખેંચવાનું રોકતા નહોતા.
લોક શાહી માં વિરોધી પાર્ટીનો પ્રોટોકોલ હોય છે. તેઓ ભૂલ પરત્વે દયાન ખેંચી શકે છે,નવા સુઝાવ આપી શકે છે. પણ વિરોધી પાર્ટીની આડમાં વર્કિંગઃ પાર્ટીના ટાંટિયા ખેંચે છે.
0000000000
બીજી બાજુ પ્રકાશ પણ એવો છે.
એ વાત હું ભૂલી શકતો નથી!!
પોતે આંધળો છે. પણ તેની નાની ની માફક બધું કાંઈ જાણવાનો ફાંકો રાખે છે.
પોતાને સુપર મેન સમજે છે. કોઈ ને સાંભળતો નથી. બધી વાતોમાં સાચા હોવાનો દાવો કરે છે.
સુજાતા વધારે ભણેલી નથી. તેને વિશેષ કાંઈ ખબર નથી. તે પણ માતાની જેમ બધું જાણતી હોવાનો દાવો કરે છે. તેનામાં રસોડું સંભાળવા સિવાય બીજી કોઈ આવડત નથી.
તેને કોઈ ચીજમાં દિલચસ્પી નહોતી.
હું વાર્તા તેમ જ લેખો લખતો હતો. તે પણ તેને પસંદ નહોતું.
તે પાછલી ઉંમરમાં પાર્કિન્સન નામની બીમારીનો ભોગ બની ગઈ. બાકીની જિંદગી તેને દવા પર વિતાવવાની હતી. બીમારી સુધારવાનો કોઈ ચાન્સ નહોતો.
આયુર્વેદિક ઈલાજ આ બીમારી દૂર થઈ તેવા ગાણાં ગાતું હતું. પણ તેનાથી કોઈ જ ફર્ક વર્તાયો નહોતો.
માં દીકરો બને બીમાર હતા. આ વાતને ભૂલીને નોર્મલ હોય તેમ એક બીજાને ટોકતા હતા, ભાંડતા હતા. વાતવાતમાં શોર બકોર કરતા હતા. અને આખો દિવસ ઘરનું વાતાવરણ તંગ રહેતું હતું.
બંન્નેના દિમાગ માં માનો માઇક્રો ફોન ગોઠવ્યો હોય તેવું લાગતું હતું. રેડિયો, ટી વી, વિડીયો, મોબાઈલ ઇત્યાદિ તો જયારે ન જોઈએ ત્યારે ટર્ન ઓફ કરી શકાય પણ તેનું વોલ્યૂમ કોઈ પણ રીતે બંધ કરી શકાય તેમ નહોતું. એક વાર બોલી લીધા પછી વારંવાર એક જ વાતના પડઘા પડતા હતા. તેને રોકવા કોઈ પણ રીતે શક્ય નહોતા.
માં દીકરો એક જ નૈયાના યાત્રી હતા. તેમાં કોને પહેલો નંબર આપવો તે કઠણ કાર્ય હતું. સુજાતા તો બોલેલું સાંભળતી નહોતી, સમજતી નહોતી. તેને કાંઈ યાદ પણ રહેતું નહોતું. તેને ચાલવામાં પણ તકલીફ નડતી હતી.
છતાં 24 કલાક મારી દરેક હરકત પર નજર રાખતી હતી.
કોઈ પણ સવાલ નો હા કે ના માં જવાબ આપતાં નહોતા.
મારી દરેક વાતમાં કોઈને કોઈ ચૂક કાઢીને મને સવાલો કરતી હતી. ગુસ્સો કરાવતી હતી. તે બદલ ઘણી વાર મારો હાથ ઉપડી જતો. અવાજ પણ ફાટી જતો હતો. અને સારો દોષ મારે માથે નાખી દેવામાં આવતો હતો
હું તેમની સાથે રહી શકતો નહોતો. વારંવાર મને ડર લાગતો હતો. હું કોઈની હત્યા કરી નાખીશ યા આત્મ હત્યા કરી નાખીશ.
000000000000 ( ક્રમશ : )