પાછા વળ્યા પાછલા દિવસો

(6)
  • 234
  • 0
  • 6.6k

૩૬ વર્ષની સિંગલ મધર જાનવી એકલા હાથે પોતાના ૪ વર્ષના દીકરાને સાચવવામાં ભાંગી પડે છે અને તેને પોતાની સ્વર્ગસ્થ મા ખૂબ યાદ આવે છે. એક અકસ્માતમાં તે અચાનક ૧૫ વર્ષ પાછળ ૨૧ વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે. શું તે પોતાની માના પ્રેમની એ પળો ફરીથી જીવી શકશે? અને શું એક મા તરીકે તે પોતાના દીકરા પાસે પાછી ફરી શકશે?

1

પાછા વળ્યા પાછલા દિવસો - 1

વાર્તા પરિચય​૩૬ વર્ષની સિંગલ મધર જાનવી એકલા હાથે પોતાના ૪ વર્ષના દીકરાને સાચવવામાં ભાંગી પડે છે અને તેને પોતાની મા ખૂબ યાદ આવે છે. એક અકસ્માતમાં તે અચાનક ૧૫ વર્ષ પાછળ ૨૧ વર્ષની ઉંમરમાં પહોંચી જાય છે. શું તે પોતાની માના પ્રેમની એ પળો ફરીથી જીવી શકશે? અને શું એક મા તરીકે તે પોતાના દીકરા પાસે પાછી ફરી શકશે?એપિસોડ ૧: પાછા વડીયા પાછલા દિવસો.સવારના સાડા છ વાગ્યાનો અલાર્મ વાગતાની સાથે જ જાનવીની આંખો ખુલી ગઈ. આંખોમાં ઊંઘનો ભારેપો હજીયે અકબંધ હતો, પણ સિંગલ મધરના જીવનમાં 'પાંચ મિનિટ વધારે ઊંઘી લેવું' એ એક વૈભવ ગણાય, જે જાનવી પાસે નહોતો. તે ...Read More

2

પાછા વળ્યા પાછલા દિવસો - 2

પહેલા ભાગમાં આપણે જોઈ ગયા કે...અંધારું છવાઈ ગયું હતું ત્યાં જ અચાનક જાનવીની આંખો ખુલી. તેની સામે પોતાના જૂના ભીંતો હતી, હવામાં એ જ જૂની અને અતિ જાણીતી સુગંધ હતી.એવામાં રસોડામાંથી અવાજ આવ્યો, "જાનુ, એય જાનુ! ક્યારની ઊઠી છે, ચાલ હવે મોડું થાય છે, તારે કોલેજે નથી જવું?"એ અવાજ સાંભળતાં જ જાનવીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. આ તો તેની મા, સુમિત્રાબેનનો અવાજ હતો! જે માને ગુજરેલા કેટલાય વર્ષો થઈ ગયા હતા, તેનો અવાજ સંભળાતાં જાનવીનું દિલ જોરથી ધડકવા લાગ્યું. તેનાથી મનોમન બોલાઈ ગયું, 'આ કેમ બની શકે? મા તો...!'તે ઝટપટ ઊભી થઈ અને દોડતી રસોડા તરફ ગઈ. ...Read More

3

પાછા વળ્યા પાછલા દિવસો - 3

આગળ આપણે જોઈ ગયા કે....જાનવી પોતાના ગાલ પર હળવેકથી હાથ ફેરવતા ફેરવતા મનોમન બોલી, "આવું થોડું થાય... હું ખરેખર વહી ગઈ છું? હું પાછી કોલેજ ગર્લ બની ગઈ છું?" તેને હજી પૂરો વિશ્વાસ નહોતો આવતો.એટલી વારમાં બાજુના રૂમનો દરવાજો ખુલ્યો અને તેની મોટી બહેન હાથમાં એક મોટી સૂટકેસ લઈને બહાર આવી. બહેનને જોઈને જાનવી તો ખૂબ રાજી થઈ ગઈ, તે કેટલી જુવાન અને સુંદર લાગતી હતી!પણ તેની નજર જેવી હાથમાં પકડેલી સૂટકેસ પર પડી કે જાનવીના મનમાં અચાનક વીજળીનો ચમકારો થયો. તેને વિચાર આવ્યો, 'અરે! મારી બહેન આમ સૂટકેસ લઈને ક્યાં જાય છે? ક્યાંક આ ઘર મૂકીને કોઈ છોકરા ...Read More

4

પાછા વળ્યા પાછલા દિવસો - 5

જાનવી ઘરે પહોંચીને દ્રાક્ષની થેલી મમ્મીના હાથમાં મૂકે છે. મમ્મી થેલી ખોલીને જુએ છે તો અંદર તાજી અને મીઠી હોય છે."લે મમ્મી, આ તારા માટે! તને તો આ દ્રાક્ષ બહુ ભાવે છે ને, એટલે હું લાવ્યા વગર રહી ન શકી." જાનવીએ હસીને કહ્યું.મમ્મીએ દ્રાક્ષ જોઈને રાજી થવાને બદલે ચિંતા ભર્યા અવાજે કહ્યું, "અરે જાનવી, આવો ખોટો ખર્ચો શું કામ કર્યો? તારે તારી પોકેટ મની બચાવવી જોઈએ. આવી રીતે બધું વાપરી નાખીશ અને પોકેટ મની ખલાસ થઈ જશે તો આખો મહિનો તું શું કરીશ?"ત્યાં બાજુમાં બેઠેલા તેના પપ્પા પણ બોલી ઉઠ્યા, "હા જાનવી, મમ્મી સાચું કહે છે. જો તારી પોકેટ ...Read More

5

પાછા વળ્યા પાછલા દિવસો - 6

ભાગ ૬પાર્ટીનો કોલાહલ અને રોશની પાછળ છૂટી ગયાં. પ્રેમ જાનવીને તેના ઘરની બહાર સુરક્ષિત રીતે મૂકી જાય છે. રાત વિતી ગઈ હોવાથી અને ઘરમાં કોઈને ડિસ્ટર્બ ન કરવાના હેતુથી પ્રેમ અંદર ગયા વગર બહારથી જ શાંતિથી વિદાય લે છે.જાનવી હળવા પગલે ઘરમાં પ્રવેશ કરે છે. સામે જ સોફા પર તેની મમ્મી (પાર્વતીબેન) બેઠી બેઠી કપડાંની ઘડી કરી રહી હતી અને ધીમા અવાજે એક જૂનું મધુર ગીત ગણગણતી હતી. આ દ્રશ્ય જોઈને જાનવી ક્ષણભર રોકાઈ જાય છે. ઘરમાં ફેલાયેલી એ શાંતિ અને પાર્વતીબેનનો મધુર અવાજ જોઈને તે એ ક્ષણને, એ યાદોને પોતાના હૃદયમાં કાયમ માટે સમાવી લેવા માંગતી હતી. તે ...Read More

6

પાછા વળ્યા પાછલા દિવસો - 7

પાછા વળ્યા પાછલા દિવસો - ભાગ ૭વહેલી સવારમાં રાબેતા મુજબ પાર વિધિ બહેન રસોડામાં કામ કરી રહ્યા હોય છે તેમના પતિ રમેશભાઈ બારે ફરિયામાં ફૂલ ઝાડને પાણી પાતા હોય છે તે સવારમાં પાર્વતીબેન ને કામમાં મદદરૂપ પણ થાય છે ત્યારબાદ તે પોતાના કામે જાય છે, જ્યારે મોટો ભાઈ રોહન કંઈ પણ કામ કરતો નથી અને ભણતો પણ નથી તે નકામો છે અને કોઈ પણ ચિંતા વગર હજુ નિસ્પિકર સૂતો હતો. આ બાજુ શ્રદ્ધા પણ સવારમાં વહેલી ઉઠી જાય છે કારણ કે તે પણ પાર્લર નું કામ કરતી હોય છે તે પાર્લરમાં પાર્ટ ટાઈમ જોબ કરતી હોય છે તે ભણવામાં ...Read More

7

પાછા વળ્યા પાછલા દિવસો - 4

આગડ આપણે જોઈ ગયા કે... ​ડાયરીમાં આખો પ્લાન લખ્યા પછી જાનવીના મનને એક વિચિત્ર શાંતિ અને ખુશીનો અનુભવ થયો. નક્કી કરી લીધું કે કાલે તો ગમે તેમ કરીને કોલેજે જવું જ છે. વર્ષો પહેલાં જે દોસ્તો પાછળ છૂટી ગયા હતા, જે ચહેરા સમય સાથે અસ્પષ્ટ થઈ ગયા હતા, તે બધાને ફરીથી જોવા મળશે એ વિચારે જ તેના ચહેરા પર મીઠું હાસ્ય આવી ગયું. ​તેણે રાત્રે જ પોતાના બધાં પુસ્તકો અને ચોપડાઓ વ્યવસ્થિત બેગમાં ગોઠવી દીધા. પલંગમાં સૂતાં સૂતાં તે વિચારવા લાગી, 'કાલે હું રિયાને મળીશ... પૂજાને મળીશ... બધા અત્યારે કેટલાં સુંદર અને જુવાન લાગતાં હશે!' એ બધી જૂની ...Read More

8

પાછા વળ્યા પાછલા દિવસો - 8

ભાગ ૮​બીજે દિવસે સવારે, જાનવી અને સેજલે નક્કી કર્યા મુજબ વહેલા નીકળી જવાનો પ્લાન બનાવ્યો. શ્રદ્ધા પોતે ખૂબ જ હતી અને મોહિનીએ આપેલા સરનામે જવા માટે પોતાની મેકઅપ કિટ તૈયાર કરી રહી હતી. જાનવીએ તેને છેલ્લીવાર અટકાવવાની કોશિશ કરતાં કહ્યું, "શ્રદ્ધાબેન, હું હજી કહું છું, એકવાર વિચાર કરી લો. મોહિની વિશે સેજલે જે કીધું છે એ સાંભળ્યા પછી મને આ બિલકુલ યોગ્ય નથી લાગતું."​પણ શ્રદ્ધાએ ગુસ્સાથી એની સામે જોયું, "જાનવી, તું નાની છે તો નાની થઈને રહે! તને મારી સફળતા પચતી નથી? આટલો મોટો ઓર્ડર મળ્યો છે ને તું મને નકામી શંકાઓમાં ફસાવે છે? મારે તારી કોઈ સલાહ નથી ...Read More

9

પાછા વળ્યા પાછલા દિવસો - 9

આપણે આગળ જોઈ ગયા કે..પણ જાનવીની નજર જેવી જતીનના લોહીલુહાણ હાથ પર પડી, તેનું દિલ ધબકારો ચૂકી ગયું. જાનવી જતીનને ખૂબ પ્રેમ કરતી હતી, તેથી જતીનને આ હાલતમાં જોઈને તેનાથી રહેવાયું નહીં.તે આંખમાં આંસુ સાથે તરત જતીનની નજીક ગઈ અને તેનો હાથ પકડીને ચિંતાભર્યા અવાજે બોલી, "જતીન... જતીન! તને કેટલું વાગી ગયું છે! ચાલો, આપણે પહેલાં હોસ્પિટલ જઈએ."મનોજે પરિસ્થિતિ અને જાનવીની ચિંતા સમજી લીધી. તેણે જાનવીને કહ્યું, "એક કામ કરો, અમે લોકો પોલીસ સ્ટેશન જઈને કમ્પ્લેઈન અને આગળની કાર્યવાહી પતાવીએ છીએ. જાનવી, તું જતીનને લઈને તરત જ હોસ્પિટલ પહોંચ."જાનવીએ હા પાડી અને પોતાના ગળામાં પડેલા સ્કાફ વડે જતીનના ઘા ...Read More

10

પાછા વળ્યા પાછલા દિવસો - 10

Episode 10આગળ આપણે જોઈ ગયા કે જાનવી ડરી અને ઊભી થઈ જાય છે પછી...જાનવી ઊંઘમાં ડરાવનું સપનું જોઈને પરસેવે અચાનક પથારીમાંથી જાગી ગઈ અને આંચકા સાથે બેઠી થઈ ગઈ. તેનું દિલ જોરજોરથી ધબકી રહ્યું હતું. તેણે કંપતા હાથે ટેબલ પરથી પાણીનો ગ્લાસ લઈને બે ઘૂંટડા પીધા.એ જ સમયે, રૂમની બહારથી નીકળતી જાનવીની મમ્મીએ દરવાજા નીચેથી લાઈટ ચાલુ જોઈ અને રૂમમાં આવી. જાનવીને પરસેવાથી લથબથ બેઠેલી જોઈ મમ્મીએ તેના માથા પર હાથ મૂક્યો તો ચમકી ગઈ! જાનવીનું શરીર તાવથી તપી રહ્યું હતું. મમ્મી ગભરાઈ ગઈ અને તેણે તરત જ જાનવીના માથા પર ઠંડા પાણીની પટ્ટીઓ મૂકવાનું શરૂ કર્યું. પણ તાવ ...Read More

11

પાછા વળ્યા પાછલા દિવસો - 11

Episode 11બસ સ્ટેન્ડ પર ઊભા રહીને બસની રાહ જોતી વખતે, જાનવીના ભાઈની નજર થોડે દૂર ઊભેલા બે અજાણ્યા માણસો પડી. તે બંને અંકુશ ગેંગના ગુંડાઓ હતા અને સતત જાનવી તથા તેના ભાઈ સામે જ શંકાસ્પદ નજરે જોઈ રહ્યા હતા. ભાઈને તરત જ અહેસાસ થઈ ગયો કે આ બંને માણસો તેમનો પીછો કરી રહ્યા છે.એવામાં જ બસ આવીને ઊભી રહી. જાનવી અને તેનો ભાઈ તરત જ બસમાં ચડી ગયા. પણ બસ ઉપડ્યા પછી ભાઈએ બારીમાંથી પાછળ જોયું તો તે ગુંડાઓ બાઈક પર બસનો સતત ફોલો કરી રહ્યા હતા. ભાઈએ જાનવીના કાનમાં ધીમેથી કહ્યું, જાનવી, પેલા બે ગુંડાઓ આપણી બસની પાછળ ...Read More

12

પાછા વળ્યા પાછલા દિવસો - 12

ભાગ ૧૨સવારના સાત વાગ્યા હતા. જાનવીએ ઊઠીને જોયું તો મમ્મી રસોડામાં ધીમા પગલે કામ કરી રહી હતી. જાનવીએ તરત મમ્મીના હાથમાંથી વાસણ લઈ લીધા અને ચિંતાભર્યા અવાજે કહ્યું, મમ્મી, આજે તારે ક્યાંય જવાનું નથી અને કોઈ કામ પણ નથી કરવાનું. કાલે જ મેં તને કહ્યું હતું ને કે હું આજે કોલેજે નથી જવાની. હું બસ એક કલાક ટ્યુશન લઈને ઘરે આવી જઈશ અને આખો દિવસ તારી પાસે રહીશ. તું આરામ કર!મમ્મીએ પ્રેમથી જાનવીના માથા પર હાથ ફેરવ્યો અને હસીને કહ્યું, અરે મારી ગાંડી દીકરી! ચાર દિવસ પછી તો તારી ફાઈનલ એક્ઝામ શરૂ થાય છે. ઉપરથી તું છોકરાઓને ટ્યુશન પણ ...Read More

13

પાછા વળ્યા પાછલા દિવસો - 13

ભાગ ૧૩જાનવી પોતાના ગુસ્સા પર કાબૂ રાખીને રૂમમાં જવાને બદલે સીધી રસોડામાં ગઈ અને અધૂરું રહેલું ઘરનું કામ ઝડપથી લાગી. તેનો જીવ મમ્મીમાં જ પરોવાયેલો હતો.પપ્પા મમ્મી પાસે ગયા અને તેમનો હાથ પકડીને પૂછ્યું, ;તારી તબિયત આટલી બધી ખરાબ છે? શું થયું છે તને?મમ્મીએ અશક્ત અવાજે કહ્યું, ;કંઈ નહીં... બસ સવારનું પેટમાં બહુ દુખે છે અને વારંવાર ઊલટીઓ થાય છે.મમ્મીની હાલત જોઈને પપ્પાને પણ ચિંતા થઈ. તેમણે તરત જ કહ્યું, ચાલ, આપણે એકવાર ડોક્ટર પાસે જઈને બતાવી આવીએ.જાનવી પણ ઘરનું કામ પડતું મૂકીને તરત જ પપ્પા અને મમ્મી સાથે હોસ્પિટલ જવા નીકળી ગઈ.હોસ્પિટલ પહોંચીને ડોક્ટરે મમ્મીની પ્રાથમિક તપાસ કરી ...Read More