Artificial Intelligence - 13 in Gujarati Motivational Stories by Ramesh Desai books and stories PDF | આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 13

Featured Books
Categories
Share

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ - 13

                          : પ્રકરણ - 13 :

         અમે લોકો ગીતા બહેનની જનેતાએ તેમને આપેલી રૂમમાં રહેતા હતાં.. અમારી બાજુમાં ગીતા બહેનની મા ની બીજી રૂમ હતી જે તેમની સાવકી બહેન જાનકીને ભાગે આવી હતી...જેમાં જીવનકાળ દરમિયાન નાની મા રહેતા હતાં.

         માસીનો પોતાનો બંગલો હતો. તે સિવાય તેમણે સુરતમાં મા ના બિલ્ડિંગનો અડધો ભાગ પણ પચાવી લીધો હતો.. અને અમારા હિસ્સાની જગ્યા તેમની દેરાણીને આપી દીઘી હતી.

         આગલા હિસ્સામા પિતાજીના મિત્રનું પરિવાર રહેતું હતું.

        અમારી બાજુમાં એક પરિવાર રહેવા આવ્યું હતું. ઘરની મુખ્યા લલિતા બહેન હતાં.. તેઓ પાંચ સંતાનની માતા હતી . તેમનો પતિ તેમના રોજ રોજના કકળાટથી કંટાળીને આત્મહત્યા કરી દુનિયા છોડી ગયો હતો.. અને ઘરની સારી જવાબદારી તેમના માથે આવી ગઈ હતી.. આ સ્થિતિ માટે તેઓ ખુદ જવાબદાર હતાં, પણ તેઓ એ આ વાત કદી સ્વીકારી નહોતી. 

        તેમના જેઠાણીનું નામ પુષ્પા બહેન હતું. તેઓ પણ વિધવા હતાં.. અને તેઓ અલગ રહેતા હતાં. લલિતા બહેનથી તેઓ બિલ્કુલ અલગ હતાં. તેમને દિયર ના છોકરાઓ પ્રત્યે તેઓ અપાર લાગણી, સ્નેહ ધરાવતા હતા. ઘર બદલાતા તેમણે લલિતા બહેનની એક છોકરીને પોતાની કસ્ટડીમાં લઈ લીધી હતી. જેનો સારી રીતે ઉછેર થયો હતો. તે બધાથી અલગ હતી.

         લલિતા બહેનની પહેલી પુત્રી તેના પિતાની માફક સીધી ભોળી હતી.. પણ બીજા અને ચોથા નંબરની પુત્રીઓ બિલ્કુલ તેમની મા પર ગઈ હતી.

          બીજી છોકરીનું નામ સુહાની હતું. તે પોતાની માતાના નકશે કદમ પર ચાલી રહી હતી. 14 વર્ષની ઉંમરે તેના બે અલગ છોકરા જોડે ચક્કર ચાલું થઈ ગયા હતાં.

          લલિતા બહેન બહું જ પહોંચેલી માયા હતાં.. ભલભલાને ઉલટી પટ્ટી પઢાવવા માટે માહેર હતાં. માતા પિતાની એકલવાયી સંતાન હતાં, ખૂબ જ લાડકોડમાં ઉછર્યા હતાં. પાણી માંગતા દૂધ મળે તેવી આર્થિક સ્થિતિ હતી. તેમને સંપત્તિનો મોહ હતો. તેની ખાતર તેમણે કોઈ પણ કાવાદાવા બાકી છોડયા નહોતા.

          તેમને કાંઈ જ ખબર નહોતી. પણ બધું જાણતા હોવાનો દાવો કરતાં હતાં. તેઓ દુનિયાની એક નંબરની મહિલા હતાં જેને ઘર કરતાં બીજાની વધારે બળતરા થતી હતી. ઘરની જવાબદારી પ્રત્યે તેઓ બિલ્કુલ બેદરકાર હતાં. તેઓ પરિવાર પ્રત્યેની જવાબદારી ઉપાડવાને બદલે લોક નિંદાની ખાઈમાં ઊંડે સુધી ખૂંપી ગયા હતાં. જૂઠ તેમના જીવનનો મંત્ર બની ગયો હતો .

          તેઓ પહેલાં જ્યાં રહેતા હતાં ત્યાંથી તેઓ પોતાના દુર્વ્યવહારથી તડીપાર થઈ ગયા હતાં. તેઓ સંપૂર્ણ રીતે બદનામ થઈ ગયા હતાં. તેમના સંતાન પણ તેમની ખોટી વિચાર સરણીને કારણે ભટકી પડ્યા હતાં.

          14-15 વર્ષની કાચી ઉંમરે તેમની બીજી દીકરી સુહાનીના બિલ્ડિંગના બે છોકરા સાથે ચક્કર ચાલું થઈ ગયા હતાં. તે લોકો ખૂબ વગોવાઈ ગયા હતાં.. પણ તેની ના તો સુહાની ને પડી હતી અને ના તો તેની જનેતાને..  તેઓ સઘળું જાણતા હતાં. છતાં દીકરીને કાંઈ કહી શકતા નહોતા. તેઓ અંદર ખાને પોતાની દીકરીથી ડરતા હતાં કેમ કે તે એક જ એવી હતી જે માતાના કરતુતોથી સંપૂર્ણ રીતે માહિતગાર હતી.

          સંજય ધનવાન પરિવારનો નબીરો હતો. તેના ઘરમા પૈસાની કોઈ અછત નહોતી. જે માંગે તે મળી જતું હતું.

          આ જોઈને સુહાનીએ મિલ્કતની લાલચ અને ભૌતિક સુખ ખાતર તેને પ્રેમ કરવાનો જૂઠો દાવો કર્યો હતો. સંજયને ફાવે તેમ નચાવતી હતી. સંજય તેના પ્રેમમાં આંધળો, ગળાડૂબ થઈ ગયો હતો. તે સુહાનીની ભીતર છુપાયેલું જૂઠ કળી શક્યો નહોતો. તે જે માંગતો હતો તે સુહાની ખુશી ખુશી તેને આપતી હતી.. તેથી તે ખુશ રહેતો હતો અને સુહાની તેને કઠપૂતળીની જેમ નચાવતી હતી.

           સુહાની ભૌતિક સુખ તેમ જ મોજ મસ્તી માટે સંજયને પકડીને બેઠી હતી અને તેના ગજવા ખાલી કરાવતી હતી.

            બીજો છોકરો અનિકેત હતો જે સંજય કરતાં હજાર ગણો સારો હતો. તે સુહાનીને સાચા દિલથી પ્રેમ કરતો હતો. સુહાનીને પણ તેના પ્રત્યે પ્રેમ હતો પણ તે ગરીબ હતો તેથી તેને વિશેષ ભાવ આપતી નહોતી 

            અનિકેતના પિતાજી નાની ઉંમરે સ્વર્ગ સિધાવી ગયા હતાં. આ સ્થિતિમાં ઘરનો સારો ભાર અનિકેતના માથે આવી ગયો હતો.               ઘરમાં બે કુંવારી બહેનો બેઠી હતી. તેના લગ્નની જવાબદારી પણ તેના માથે હતી. તે સખત મહેનત કરતો હતો તેની પાસે સુહાનીને મળવાનો કે તેને હોટલ સિનેમા લઈ જવાનો ખર્ચો પરવડે તેમ નહોતો.

            તેમના પરિવારમાં લલિતા બહેન સાથે તેમના જેઠાણી પુષ્પા બહેન હતાં.. તેમનું પોતાનું કોઈ સંતાન નહોતું. તેમના પતિ પણ પરલોક સિધાવી ગયા હતાં.. આ સ્થિતિમાં પુષ્પા બહેન દેરાણીના સંતાનને પોતીકા ગણતા હતાં.. છોકરીઓ પણ તેમને ' બડી મા ' કહી બોલાવતા હતાં.

            તેમણે દેરાણીની ત્રીજી છોકરીના ઉછેરની જવાબદારી પોતાના શિરે ઓઢી લીધી હતી.                તેમની મોટી છોકરીનું નામ પણ સુજાતા હતું. જેનો પરિચય મારી નાની બહેન થકી પરિચય થયો હતો.                          અમારો પરિચય બહું જલ્દી દોસ્તીમાં પલોટાઇ ગયો હતો.

         તે પહેલાં એક અનિચ્છનીય કિસ્સો બન્યો હતો.

         પડોશમાં રહેતા અનિશના પિતાજીનું એક અસાધ્ય બીમારીમાં અવસાન થયું હતું. ત્યારે મારી અનિશ જોડે ગાઢી દોસ્તી હતી. સહાનુભૂતિના નામે સુહાની અને લલિતા બહેન તેમના ઘરમાં ઘુસી ગયા હતાં અને જોતજોતામાં અનિશ તેમના પરિવારનો સદસ્ય બની ગયો હતો. અને ઘણું પલટાઈ ગયું હતું.

          અનિશની સાવકી મા આનંદી બહેન જોડે અમારો ઘર જેવો સંબંધ હતો.. ગરિમા ચેપ્ટરમા તેમણે જ મને છાતીએ વળગાડી આશ્વસ્ત કર્યો હતો, તે જ વ્યકિત લલિતા બહેનના કારણે મારી સામે પુંઠ ફેરવી ગઇ હતી..

          આનંદી બહેને મારો ગરિમા સાથેનો કિસ્સો લલિતા બહેનને સવિસ્તાર જણાવ્યો હતો. તેથી લલિતા બહેનને પહેલેથી મારા પ્રત્યે કોઈ અણગમો થઈ ગયો હતો.

           બંને મોડી રાત સુધી બહાર ચાલીમાં બેસી લોકોની કુથલી કરતા હતાં.

         " ફ્લાણાના છોકરાએ આમ કીધું.. બીજાની છોકરી ભાગી ગઈ. "

           અને ઘરની અંદર જ તેમના છોકરાઓ રાસ લીલા ખેલતા હતાં. જેનાથી તેઓ અજાણ, બેખબર હતાં!!

            હોળીના શુભ તહેવારે અનિશે વિના કારણ બખેડો ઊભો કર્યો હતો.

            બધા લોકો હોળી રમી રહ્યા હતાં., જેમાં મારા  સિવાય હર કોઈ શામેલ હતું.

            ભાવિકા અને સુજાતા આપસમાં હોળી ખેલી રહ્યા હતાં. બીજી તરફ અનિશ સુહાનીને રંગ લગાડી રહ્યો હતો. સુજાતા તેની બહેન હતી આ હિસાબે તેને પણ તેને રંગ લગાડવાનો જાણે અધિકાર મળી ગયો હતો

             તેણે સુજાતાને રંગ લગાડવાની કોશિશ કરી હતી અને તેણે મારી ખાતર તેને રંગ લગાડવાની ના પાડી હતી. આથી ગુસ્સે ભરાઈ તેણે લલિતા બહેન પાસે જઈ ફરિયાદ કરી હતી.

            " સુજાતા મને રંગ લગાડવા દેતી નથી, પણ સંભવ ભાઈને રંગ લગાડવા દે છે. "

             આ સાંભળીને લલિતા બહેન રોષે ભરાયા હતાં. તેમણે દીકરીની ઝાટકણી કરી હતી. અને સુજાતાએ આવીને મને વાત કરી હતી.

           અને મેં અનિશને એટલું જ પૂછ્યું હતું.

           તેં મને સુજાતાને રંગ લગાડતા જોયો હતો?

           તેણે વિચાર્યું પણ નહોતું કે આવું કાંઈ થશે. તેં મારી વાત સાંભળીને ગેંગે ફેંફે થઈ ગયો હતો. અને મેં તેની બોચી પકડી એક લપડાક લગાવી દીધી હતી. અને મામલો ઓર બિચકી ગયો હતો.

           સાંભળીને તેના મોટા બાપા મારી પાસે દોડી આવ્યા હતાં. તેઓ એલફેલ બોલવા માંડ્યા હતાં. અધૂરામાં પુરુ લલિતા બહેને તેમને ચઢાવ્યા હતાં.

           " તમે તેને શા માટે મોઢે લગાડો છો? તેં તો ચશ્કેલ છે ! "

.          આ સાંભળીને તેના મોટા બાપામાં હિરો જેવું શુરાતન આવી ગયું હતું. તેમણે મને તુમાખી ભાષામાં સવાલ કર્યો હતો.              " તારી દાદાગીરી  આટલી બધી વધી ગઈ છે? "

           ગરિમાના કિસ્સામાં મેં દાદાગીરી કરી હતી તેવી તેમની સમજ હતી. હું તેમની આ વાત સહી નહોતો શક્યો. અને મેં ગુસ્સામાં તેમની કફની ફાડી નાખી હતી.                   લલિતા બહેને વગર વિચાર્યે આગમાં તેલ રેડ્યું હતું.               અને અમારી વચ્ચે વાતચીતનો નાતો તૂટી ગયો હતો.      

                      0000000000  ( ક્રમશ : )