🌺
વૃશાલી 🌺પ્રકરણ – ૬ સાંબ સદા શિવ ની સાક્ષી એ
શ્રાવણ માસની પંચમીનો દિવસ હતો.
વૃશાલી વહેલી સવારે ઊઠી, સ્નાનાદિથી નિવૃત્ત થઈ પોતાની માતાની પૂજા પુષ્પો લેવા તૈયાર થઈ ને ઘર ના ઉદ્યાન માં આવી .
તેણે હળવા મોરપીંછિયા લીલા રંગનું રેશમી વસ્ત્ર ધારણ કર્યું હતું, જેની કિનારે ઝીણી સુવર્ણ જરીની વેલ શોભતી હતી. તેના ઉપર તેણે કેસરી આભા ધરાવતી પાતળી ઓઢણી ઓઢી હતી, જે સવારની ઠંડી હવામાં હળવેથી લહેરાતી હતી.
સ્નાન પછી તેના લાંબા કેશ ભીના હતા. તેણે કેશને પાછળ લઈ જઈ એક લાંબી વેણી ગૂંથી હતી અને વેણીના અંતે નાનાં મોગરાનાં પુષ્પો ગૂંથી દીધાં હતાં.
કપાળ પર નાનું કુમકુમ ચંદનનું તિલક, ભ્રમર જેવી ઘેરી આંખોની ઉપર કાજળની ઝીણી રેખા અને નાકમાં નાનકડી મોતીની નથ શોભતી હતી. કાનમાં સુવર્ણનાં નાજુક કુંડળો, ગળામાં પાતળી મોતીની માળા, હાથમાં લાખ ની લીલી અને સુવર્ણ ની બંગડીઓ અને પગમાં ઝીણાં નૂપુર હતાં.
શણગાર ભવ્ય નહોતો, છતાં તેની સાદગીમાં એક એવું શિતળ મોહકતા હતી....
તે પોતાની માતાની પૂજા માટે બગીચામાંથી ફૂલો લેવા નીકળી.
બગીચામાં ત્રણ માળીઓ પોતપોતાના કાર્યમાં વ્યસ્ત હતા.સૂર્યદેવ હજી સપ્તાશ્વ રથ લઈ ને હજી હમણા જ આવ્યા હતા , પ્રભાત ની ઠંડી હવામાં એક અનોખી તાજગી હતી.
એટલામાં દૂરથી ઘોડાઓના ઘુઘરા ઓ નો ઘમકાર સંભળાયો.
વૃશાલીનું મન તરત જ એ અવાજને ઓળખી ગયું.
રાધેય…'
કર્ણ હવે પોતાનો રથ લઈને રાજદરબારમાં આવતો જતો હતો. અને સારથ્ય પણ પોતે જ કરતો.
થોડી જ વારમાં કર્ણે રથ માં થી કૂદકો મારી ને સાદ પાડ્યો .......વૃષુ........ અને તેની સામે આવી ઊભો રહ્યો.
પહોળા ખભા, ઊંચું કપાળ, તેજસ્વી મુખ, પવનમાં લહેરાતા વાળ અને સવારના સૂર્યપ્રકાશમાં ઝળહળતાં દિવ્ય કુંડળો........કર્ણનું વ્યક્તિત્વ જાણે સવારના પ્રકાશમાં વધુ જ ઉજળી ઊઠ્યું હતું.
કર્ણની નજર વૃશાલી પર પડી અને ક્ષણભર માટે ત્યાં જ અટકી ગઈ.
સવારના સૌમ્ય પ્રકાશમાં તેનું મોરપીંછિયા લીલું રેશમી વસ્ત્ર અને તેની સુવર્ણ જરીની કિનારી ઝીણી ઝળહળી રહી હતી. કેસરી ઓઢણી પવન સાથે હળવેથી લહેરાતી હતી. સ્નાન પછીની ભીની વેણીમાં ગૂંથાયેલા મોગરાનાં પુષ્પો અને તેના મુખ પરની તાજગી કર્ણની નજરને ખેંચી રહી હતી.
કપાળ પરનું કુમકુમ ચંદનનું તિલક, કાજળથી વધુ ઊંડી લાગતી તેની આંખો, નાનકડી મોતીની નથ અને કાનમાં ઝળહળતાં સુવર્ણ કુંડળો—કર્ણની નજર એક પછી એક તેના શણગાર પર થોભતી ગઈ.
ગળાની પાતળી મોતીની માળા, હાથમાં ખણખણતી લીલી-સુવર્ણ બંગડીઓ અને પગમાંના ઝીણાં નૂપુર તેના સૌમ્ય રૂપને વધુ નિખારતા હતા.
કર્ણના મુખ પર અનાયાસ સ્મિત આવી ગયું.
આટલા વર્ષોથી પરિચિત વૃશાલી આજે પણ એ જ હતી… છતાં આજે તેને જોતા કર્ણના અંતરમાં કોઈ નવી જ લાગણી હળવેથી જાગી ઊઠી.
વૃશાલીએ જ્યારે પોતાની ઉપર કર્ણની નજર અનુભવી, ત્યારે તે સહેજ સંકોચાઈ ગઈ. તેને અચાનક યાદ આવ્યું કે બગીચામાં માળીઓ પણ હાજર છે.
તે અંદર જવા વળી.
કર્ણે પણ આસપાસ નજર કરી. માળીઓને જોઈ તેને સહેજ સંકોચ થયો.
પરંતુ હવે તે માત્ર રાધેય નહોતો. તે અંગરાજ હતો.
તેણે માળીઓ તરફ જોઈને કહ્યું,
"એકાંત."
ત્રણે માળીઓ નમ્રતાથી પોતાના મહારાજ ની આજ્ઞા માની માથું નમાવી ત્યાંથી ચાલ્યા ગયા.
હવે બગીચામાં માત્ર કર્ણ અને વૃશાલી હતાં.
કર્ણે વૃશાલી તરફ જોયું.
"વૃશાલી, હું હસ્તિનાપુર જાઉં છું. યુવરાજ દુર્યોધને મને રાજકાર્ય માટે બોલાવ્યો છે. જતાં પહેલાં એક વાર તને જોઈ જાઉં એવું મન થયું."
વૃશાલી સહેજ હસી.
"આજે??? શું થયું, રાધે? પહેલાં તો મને તમારી બધી જ ખબર રહેતી, પણ હવે…અત્યારે જ કહો છો???"
કર્ણ હસ્યો.
"રાજકાર્ય વધ્યું છે, વૃશાલી. યુવરાજની નજરમાં હું અંગરાજ તરીકે યોગ્ય છું એ સાબિત કરવાનું છે."
થોડી ક્ષણ પછી તેણે કહ્યું,
"કૃષ્ણ પક્ષ સુધી ત્યાં રહેવાનું છે. રાજકાર્ય છે અને પાંચ દિવસ પછી મૃગીયા પણ છે."
પછી સહેજ મસ્તીથી પૂછ્યું,
"કહે, હસ્તિનાપુરથી તારા માટે શું લાવું? આભૂષણ કે વસ્ત્ર?"
વૃશાલીએ તરત પૂછ્યું,
"મૃગીયા(શિકાર) માટે પણ જવાના છો?"
"હા."
"અને પછી?"
કર્ણે કહ્યું,
"દુર્યોધન સાથે ત્રણ-ચાર દિવસ ગાંધારના ઉપવનમાં રહેવાનું છે."
વૃશાલીના મનમાં સ્ત્રી સહેજ ઈર્ષ્યા ઊઠી.... એનો ભ્રુકુટી ભંગ થયો.....પૂછ્યું
"ઉપવનમાં જવાના છો? ત્યાં તો ઘણી દાસીઓ અને નર્તકીઓ પણ હશે ને? મને ભૂલી તો નહીં જાઓ?"
કર્ણે તેની ઈર્ષા ને માણતા તેની સામે સ્મિત કરી કહ્યું હોય તો ???તો શું???પ્રિયે???? વૃશાલી સામે રીસ કરી ને અવળી દિશા માં ફરી ગઈ કે કર્ણ એ તેને પ્રેમ થી પોતાના તરફ ફેરવી ને કહ્યું .....
"દુર્યોધન મારો મિત્ર છે. મિત્ર મૃગયા માટે બોલાવે તો હું કેવી રીતે ના પાડું? પણ એ દાસીઓ અને નર્તકીઓનું મારા હૃદયમાં શું સ્થાન? મારું હૃદય તો તારી પાસે જ હશે" હવે કહે તારા માટે શું શું લાવું???
વૃશાલીએ તેની વાત અધૂરી જ રહેવા દીધી.
"મારા માટે? મારો રાધેય… બસ એને એ જ પાછા લાવજો ... અંગરાજ કર્ણ નહીં, ધનુર્ધર કર્ણ પણ નહીં… માત્ર ને માત્ર મારો રાધેય."
કર્ણ થોડો સમય ઊંડા સ્નેહ થી તેને જોતો રહ્યો. પછી કહ્યું વૃષુ...
"મારે હવે જવું પડશે. પરંતુ જતાં પહેલાં તને મળવા અને તારી વિદાય લેવા જ આવ્યો હતો."
કર્ણ પાછો વળી રથ માં બેઠો .....વૃશાલી જાણે એકદમ જાગી.....ને કર્ણ પાછળ એણે દોટ મૂકી ને બોલાવ્યો
"રાધે… રાધે, બે ક્ષણ…"
કર્ણ ફરી વળ્યો. હાંફતી વૃશાલિ ના યૌવન ને તીરછી નજરે જોઈ રહ્યો ને હસી ને પૂછ્યું બોલ,પ્રિયે .....
"અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે. ચાલો ને સાંબસદાશિવના દર્શન કરવા જઈએ. અહીં નજીકમાં જ મંદિર છે, જ્યાં હું પૂજા કરવા જાઉં છું. બસ થોડી જ ક્ષણો માટે ????."
કર્ણ ક્ષણભર મૌન રહ્યો.
એક તરફ હસ્તિનાપુર અને રાજકાર્ય હતું અને બીજી તરફ વૃશાલીની વિનંતી.
"રાધેય ચાલો ને… થોડો જ સમય થશે બસ?"
કર્ણ હસી પડ્યો.
પ્રિયતમા ની વિનંતી અને ભ્રૂભંગ આગળ તો મોટા મોટા વીર પણ હારી જાય!!!! તો અંગરાજ નું તો શું ચાલે??? વૃશાલી ની આ વિનંતી ઉપર.. ઐરાવત ના પગ માં જાણે સોના ની સાંકળ પડી ગઈ.😍😍😍😍......
તે હસ્યો.
"ચાલ, જલ્દી કર. રથમાં બેસી જા."
કર્ણે વૃશાલી નો હાથ હળવે થી પકડી ને રથમાં બેસાડી. પોતે સારથ્ય સંભાળ્યું.
ઘોડાઓના ઘુઘરા ફરી રણકવા લાગ્યા.
શ્રાવણની સવારની ઠંડી હવામાં રથ આગળ વધ્યો.
થોડો રસ્તો ગયા પછી વૃશાલીએ કહ્યું,
"રાધે… આ બાજુ નહીં. પેલો થોડો લાંબો રસ્તો છે ને… એ રસ્તે લઈ લો. હું ત્યાંના શિવમંદિરે હંમેશાં પૂજા કરવા આવતી. યાદ છે ને?"
કર્ણ ખડખડાટ હસી પડ્યો.
"હા… તારું એ શિવમંદિર કેમ ભૂલું? એ મંદિર તો મને બરાબર યાદ છે."
કર્ણના હોઠ પર સ્મિત વધુ ગાઢ બન્યું.
"એ જ શિવમંદિરમાં બિલીપત્ર ચડાવવા માટે તું મને બિલીના ઝાડ પર ચડાવતી. પછી ઉપરથી બૂમ પાડતી—'રાધે, અહીંથી પાંદ તોડો બીલી ફળ તોડો… અહીંથી વધુ છે… પેલું પણ તોડો!'"
વૃશાલી પણ હસી પડી.
કર્ણે હસતાં હસતાં કહ્યું,
"ખબર છે, તારા એ બિલીપત્ર માટે મેં કેટલી વાર મારા હાથ-પગમાં કાંટા ખૂંપાવ્યા હતા?"
વૃશાલીના મુખ પર બાળપણની એ જ નિર્દોષ સ્મિતની ઝલક આવી ગઈ. પરંતુ ક્ષણભરમાં એ સ્મિતમાં લજ્જાની લાલિમા ભળી ગઈ.
તેણે ધીમા સ્વરે કહ્યું,
"રાધે… ....એ કાંટાનો ઉપચાર પણ તો હું જ કરતી હતી ને."
કર્ણે તેની તરફ જોયું.
"તમારા હાથ-પગમાંથી એક-એક કાંટો કાઢતી… પછી ગંગાજળથી એ ઘા ધોતી… લેપ લગાડતી અને વસ્ત્રની પટ્ટી પણ બાંધી આપતી."
આટલું કહેતાં જ તેનું મુખ શરમથી રક્તિમ થઈ ઊઠ્યું. તેણે નજર નીચે કરી લીધી.
પછી ધીમેથી બોલી,
"પણ રાધેય…... એ કાંટા તો તમને માત્ર હાથ અને પગમાં જ ચૂભતા હતા…"
તે ક્ષણભર અટકી.
" પણ તમારો એક-એક કાંટો… મને તો મારા હૃદયમાં ચૂભતો હતો."એટલું બોલતા એના ગાલ પર લજ્જા ની લાલી ઉપસી આવી...
કર્ણની આંખોમાં અચાનક મસ્તીની ચમક ઊભરી આવી. તેણે અનંત સ્નેહથી વૃશાલી તરફ જોયું અને હળવા હાસ્ય સાથે પૂછ્યું,
"એમ? તો પછી તે મને ક્યારેય કહ્યું કેમ નહોતું?"
વૃશાલી હસી પડી.
"બધું શું કહેવાનું હોય, રાધેય?"
એટલામાં શિવમંદિર આવી ગયું.
કર્ણે રથ રોક્યો અને નીચે ઊતર્યો. પછી વૃશાલી તરફ હાથ લંબાવી તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેને રથમાંથી નીચે ઉતારી.
સાથે જ કર્ણ ખડખડાટ હસ્યો.
" સાચે જ મને પહેલાં કહેવું હતું? ને વૃષુ....."
વૃશાલીએ સહેજ છણકો કરતાં તેની તરફ જોયું.
"અચ્છા… પહેલાં કહેવું હતું,???કહ્યું હોત તો શું?"
કર્ણની આંખોમાં ફરી એ જ મસ્તી ઝળહળી.
તેણે વૃશાલીના ચહેરા પાસે હાથ લઈ જઈ તેની એક લટને હળવેથી પાછળ સરકાવી. પછી તેની ઉન્માદક નજર ધીમે ધીમે વૃશાલીના મુખ પર ફરી.
ક્ષણભર માટે તેની નજર તેના અધરો પર અટકી… પછી ગ્રીવા પરથી સરકતી તેના ઉન્નત ઉરોજો ને સ્પર્શી ને તેના કટિપ્રદેશ સુધી ગઈ અને ફરી પાછી તેના લજ્જાથી રક્તિમ બનેલા મુખ પર આવી અટકી.
કર્ણના હોઠ પર એક મર્માળુ રહસ્યમય સ્મિત આવ્યું.
"તો તો તારા હૃદયે ચુભેલા એ કાંટા હું જ કાઢી દેત… અને તને લેપ પણ હું જ લગાડી દેત. બીજું શું?"
વૃશાલીએ કર્ણની એ નજર ને અર્થ નો અનુભવ કર્યો....... એના હૃદયમાં અચાનક એક કંપન ઊઠ્યું, જાણે હૃદયના કોઈ અજાણ્યા ખૂણે સિતારના તાર ઝણઝણી ઊઠ્યા હોય.
એના ગાલ લજ્જાથી અતિશય રક્તિમ બની ગયા. એના ઓષ્ઠ થરથરી ઊઠ્યા. એના શરીરમાં એક મીઠી ધ્રુજારી ફરી વળી.
ન જાણે કેમ… કર્ણની એ નજર, એનું એ મસ્તીભર્યું સ્મિત અને એની નજીકતાનો એ અનુભવ વૃશાલીના મનને અંદર સુધી સ્પર્શી ગયો.......
તેને માટે આ લાગણી નવી હતી… અજાણી હતી… અને કદાચ એટલા માટે જ વધુ મીઠી હતી........
કર્ણે પણ તેની લજ્જા અનુભવી. તેને એક ક્ષણ માટે એવું લાગ્યું કે વૃશાલીના મનમાં ઊઠેલી લાગણીનો સ્પર્શ જાણે તેના પોતાના અંતર માં આવી પહોંચ્યો હોય. તે જાણે કોઈ જુદા જ વિશ્વ માં પહોંચી ગયો ......
.તેણે હળવેથી વૃશાલીના બંને હાથ પોતાના હાથમાં લીધા અને તેના હાથ પર પોતાના અધર મૂકી દીધા. પછી તેને સાવ હળવે થી સહેજપણે પોતાની નજીક ખેંચી અને ખૂબ ધીમા સ્વરે કહ્યું,.......
"વૃશાલી… વિધાતાની ગતિ મનુષ્યના મન પ્રમાણે ક્યાં ચાલે છે? આવતી કાલે રાજ્યકાર્યની કઈ દિશા હશે, કાળ આપણને કયા વળાંકે લઈ જશે, એ હું જાણતો નથી. જીવનમાં કેટલાંય પરિવર્તનો આવે, સંજોગો ગમે તેટલા બદલાય…
પરંતુ એક વાત અચળ રહેશે...........મારો તારા પ્રત્યેનો પ્રેમ.
મારું હૃદય એક વાર જેને પોતાનું માની ચૂક્યું છે, તેને હવે કોઈ રાજસત્તા, કોઈ સંજોગ કે કાળની ગતિ પણ મારાથી અલગ કરી શકશે નહીં.
મારી ❤️હૃદયાજ્ઞી તારા સિવાય કોઈ નહીં હોય વૃશાલી......
મારા પ્રત્યેક શ્વાસમાં તું વસે છે… મારા અંતરમાં પ્રેમનો પ્રથમ સ્પર્શ થયો, એ તારા કારણે થયો છે.
મારો પ્રણય નો પહેલો શ્વાસ તારા નામે હતો ..........
અને જ્યારે આ જીવનનો અંતિમ શ્વાસ નીકળશે… ત્યારે પણ એ શ્વાસ સાથે ઉચ્ચારાતું નામ માત્ર તારું જ હશે."
વૃશાલી થોડી ક્ષણ નિઃશબ્દ રહી.
પછી ધીમેથી તેની નજર ઊંચી થઈ. તેની આંખ માં હર્ષાશું હતા
"હવે શું કહું, રાધે…"?
એના સ્વરમાં લજ્જા હતી, સ્નેહ હતો અને એક ઊંડો વિશ્વાસ પણ.
"રાધેય શું બોલું ?મારું તો સમગ્ર જીવન જ તમને સમર્પિત છે 🙏🏻🙏🏻મારો શ્વાસ પ્રાણ જ તમે છો."
એણે સહેજ સ્મિત કર્યું.
"બસ… આટલું જ યાદ રાખજો કે હું તમારી રાહ જોશે. અને એ રાહ જોનારને બહુ મોડું કરાવશો નહીં."
કર્ણ અને વૃશાલી થોડી ક્ષણ માટે જાણે સમગ્ર વિશ્વને ભૂલી ગયા હોય તેમ એકબીજાનો હાથ પકડીને ઊભાં રહ્યાં.
એટલામાં🛕 મંદિરના ગર્ભગૃહમાંથી ઘંટારવ સંભળાયો અને આરતીનો પ્રારંભ થયો. ઘંટોના નાદ સાથે 🛕મંદિરનું વાતાવરણ એકાએક ભક્તિમય બની ગયું.
ધીમે ધીમે નગરજનો પણ દર્શન માટે 🛕મંદિરમાં આવવા લાગ્યા. કર્ણ અને વૃશાલી ગર્ભગૃહ તરફ આગળ વધ્યાં.
કર્ણના વ્યક્તિત્વમાં એવો પ્રભાવ હતો કે મંદિરના દ્વારેથી અંદર આવતાં જ બે-ત્રણ લોકોની નજર અનાયાસે તેના પર અટકી ગઈ.
એક નગરજને બીજા તરફ જોઈ ધીમેથી પૂછ્યું,
"કોઈ રાજપુરુષ લાગે છે…"
બીજાએ ધ્યાનથી કર્ણ તરફ જોયું.
"રાજપુરુષ નહીં… મને તો ઓળખાય ગયા છે ."
"કોણ?"
"અંગદેશના મહારાજ…"
આ શબ્દો સાંભળતાં જ નજીક ઊભેલા કેટલાક લોકોનું ધ્યાન પણ કર્ણ તરફ ગયું.
"અંગરાજ કર્ણ?"
હવે બધા એકથી બીજા સુધી વાત પહોચાડવા લાગ્યા.
"હા… એ જ છે." એજ છે
"મહારાજ કર્ણ!"
થોડી જ ક્ષણોમાં મંદિરમાં દબાયેલા સવારે થતી વાતચીત જયઘોષમાં બદલાઈ ગઈ.
"અંગરાજ કર્ણનો જય!"
પૂજારીનું ધ્યાન પણ હવે કર્ણ તરફ ગયું. તેમણે કર્ણને ઓળખ્યા અને તરત જ આગળ આવી વિનમ્રતાથી પ્રણામ કર્યા.
"મહારાજ… આપ અહીં પધાર્યા?"અમારા મહાભાગ્ય,
કર્ણે સહજ સ્વરે કહ્યું,
"સાંબશિવના દર્શન કરવા અને તેમની પૂજા કરવા આવ્યા છીએ." શિવજી પાસે બધા સરખા જ હોય મહારાજ...... વૃશાલી શાંત ગર્વ થી આ સઘળું જોઈ રહી ને કેવળ આશ્ચર્ય પામતી રહી........
પૂજારીએ કર્ણ અને વૃશાલી બંનેને ગર્ભગૃહમાં આવકાર્યા. પૂર્ણ વિધિપૂર્વક જલાભિષેક કરાવ્યો અને સાંબસદાશિવની પૂજા કરાવી.
પૂજા પૂર્ણ થયા પછી કર્ણે ભક્તિપૂર્વક નમન કર્યું અને પૂજારીને સોના મહોરોનું દાન આપ્યું.
મંદિરમાં ઉપસ્થિત નગરજનો ફરી એકવાર જયજયકાર કરવા લાગ્યા.
"અંગરાજ કર્ણનો જય!"
એ જયઘોષ વચ્ચે કર્ણ અને વૃશાલી મંદિરની બહાર આવ્યા.
આ વખતે વૃશાલીના મુખ પર સહજતાથી જ એક સ્મિત આવી ગયું. તેના થી આપોઆપ બોલાઈ ગયું
"મહારાજ કર્ણ, હવે આપ પધારો. હું મારી સહેલી સાથે જ ઘરે જતી રહીશ."
કર્ણ હસી પડ્યો.
"વૃશાલી… તું પણ આ બધા નગરજનોની વાતમાં આવી ગઈ?"
તે મસ્તીભર્યા સ્વરે બોલ્યો,
"હું તારો રાધેય છું. તને આમ એકલી કેવી રીતે છોડી શકું? ચાલ, રથમાં બેસી જા. હું તને ઘરે મૂકી જાઉં."
વૃશાલીની આંખોમાં અચાનક આનંદનાં આંસુ આવી ગયાં.
તેણે મનમાં જ સાંબસદાશિવને નમન કર્યું.
'હે સાંબસદાશિવ… આપે મને જે આપ્યું છે, એને હું જીવનભર સાચવી શકું એટલું જ મને આપજો.'
તેની નજર કર્ણ પર સ્થિર થઈ.
'મારો કર્ણ… કેટલો તેજસ્વી છે… છતાં કેટલો નિરાભિમાની. કેટલો વીર છે… છતાં હૃદયમાં કેટલો સ્નેહ.'
કર્ણ વૃશાલીને તેના પિતૃગૃહે મૂકવા માટે રથ લઈને નીકળ્યો.
થોડા જ સમયમાં તેઓ વૃશાલીના ગૃહ પાસે આવી પહોંચ્યા.
કર્ણે રથ રોક્યો. ઘોડાઓના ઘુઘરોનો નાદ શાંત થતાં જ બંને નીચે ઊતર્યા.
એટલામાં વૃશાલીના માતા-પિતા પણ ગૃહની બહાર આવી ગયાં. બંનેના મુખ પર સહેજ ચિંતા દેખાતી હતી.
કર્ણે તેમને જોઈ તરત જ પૂછ્યું,
"શું થયું કાકાશ્રી? કાકીશ્રી આપ બંને આટલા ચિંતિત કેમ દેખાઓ છો?"
વૃશાલીની માતાએ વૃશાલી તરફ જોઈને કહ્યું,
"પુત્રી, તું કર્ણ સાથે ગઈ હતી?"
પછી પોતાની ચિંતા વ્યક્ત કરતાં બોલી,
"પરંતુ અમને કહ્યું પણ નહીં. એટલે અમે થોડા ચિંતિત થઈ ગયા હતા કે તું અત્યારે ક્યાં ગઈ હશે. માળીઓને પણ કંઈ ખબર નહોતી. તેઓ તો એટલું જ કહી શક્યા કે મહારાજ અહીં પધાર્યા હતા."
કર્ણે વૃશાલીના માતા-પિતાના ચિંતિત મુખ તરફ જોયું. ક્ષણભર માટે તેના મુખ પરનું સહજ તેજ થોડું સંકોચાઈ ગયું.
વૃશાલી એ વાત તરત જ પામી ગઈ.
જે કર્ણ રાજસભામાં નિર્ભયતાથી ઊભો રહી શકે, જેની સામે રાજાઓ અને મહારથીઓ પણ આદરથી જુએ એ જ કર્ણ આજે તેના માતા-પિતા સામે થોડો સંકોચાયેલો ઊભો હતો.
વૃશાલીના હૃદયમાં એક મીઠી લાગણી ઊઠી.
કર્ણે તરત જ બંનેને પ્રણામ કર્યા.
"કાકાશ્રી… કાકીશ્રી, ક્ષમા કરશો. આપને ચિંતા કરાવવાનો મારો કોઈ આશય નહોતો."
એક ક્ષણ માટે કર્ણ સહેજ સંકોચાયો. પછી વૃશાલી તરફ જોઈને ધીમેથી બોલ્યો,
"હું હસ્તિનાપુર જવા નીકળ્યો હતો. વૃશાલીએ સાંબસદાશિવના દર્શન કરી ને જવા ની વાત કરી… એટલે અમે મંદિર થઈને આવ્યા."
કર્ણ થોડો અટક્યો.
"મારે થોડી ઉતાવળ હતી… એટલે વૃશાલી પણ અચાનક મારી સાથે રથમાં આવી ગઈ. આપને કહેવાનો અવકાશ જ રહ્યો નહીં."
તેણે ફરી માથું નમાવ્યું.
"મારી ઉતાવળને કારણે આપ બંનેને ચિંતા થઈ… એ માટે ક્ષમા કરશો."
વૃશાલી નિઃશબ્દ કર્ણને જોતાં રહી.
તેના મનમાં એક જ વિચાર આવ્યો—
'આ જ મારો રાધે છે… દુનિયા સામે અંગરાજ, પરંતુ મારા માતા-પિતા સામે હજુ પણ એટલો જ વિનમ્ર.'
વૃશાલીના માતા-પિતાએ હસીને કર્ણને આશીર્વાદ આપ્યા. ને કહ્યું
" રાધેય, આપ સાથે હો એટલે અમારે કોઈ ચિંતા જ ન હોય. આપ પ્રસન્નતાપૂર્વક પધારો અને સકુશળ પાછા આવો. સાંબશિવ આપની રક્ષા કરે."
વૃશાલીની માતાએ વૃશાલીને કહ્યું,
"પુત્રી, તેં યોગ્ય જ કર્યું. કર્ણના જતા પહેલાં એક વાર સાંબસદાશિવની પૂજા કરીને જાય. પવિત્ર શ્રાવણ મહિનો છે, તો તે ઉત્તમ કાર્ય કર્યું."
કર્ણે હસીને બંનેને પ્રણામ કર્યા.
પછી ફરી રથમાં બેસી ગયો.
રથમાં બેસતાં પહેલાં તેણે એક નજર વૃશાલી સામે નાખી, હસ્યો અને ઘોડાઓને હળવો ચાબુક માર્યો.
ઘોડા દોડવા લાગ્યા.
રથ દૂર… દૂર… દૂર જતો ગયો.
વૃશાલીને લાગ્યું કે જાણે એનું આત્મા, એનું હૃદય પણ કર્ણ પોતાની સાથે લઈ ગયો.
આંખોમાં આનંદનાં આંસુ સાથે વૃશાલી ઘરમાં આવી અને માં અંબા ને પ્રાર્થના કરવા લાગી,
"હે માતા, મારા કર્ણને ચક્રવતી બનાવજો પણ મારા માટે એને મારો રાધેય જ રાખજો. એને સકુશળ રાખજો."
પછી એને થયું
'આજે કેમ હું પણ રાધામાની જેમ તુલસીક્યારા પાસે દીવો કરી કર્ણ માટે પ્રાર્થના ન કરું?'
અને એ પણ અસલ રાધામાની જેમ જ તુલસીક્યારા પાસે દીવો કરી કર્ણ ના ક્ષેમકુશળ માટે પ્રાર્થના કરવા ઊભી રહી ગઈ
ક્રમશઃ
II અસ્તુ ll
VISHAKHA BHATT
HCG HOSPITAL
CARDIAC CO ORDINATOR
BHAVNAGAR
આ પ્રકરણ તમને કેવુ લાગયુ તે જણાવશો
સુંદર. ❤️
સારો. 👍
ઠીક. 🙏🏻
રીએકશન આપી ને જરૂર જણાવશો જી....