અર્જુન : "શાસ્ત્રો" માં બ્રહ્મ,આધ્યાત્મ, કર્મ ,અધિભુત અને અધિદૈવ તેમ જ અધિયજ્ઞ કહ્યો છે એ વાસ્તવ માં કોણે જાણવો?
કૃષ્ણ : હે અર્જુન ,શાસ્ત્રો માં વર્ણિત મારા વિસ્તાર નો અંત નથી.. તેમ છત્તા એ વર્ણનો પરિવર્તનશીલ અને કાળ થી પ્રભાવિત થાય છે..
પરંતુ તારી જીજ્ઞાસા ના સંતોષ માટે " શાસ્ત્ર" સંમત વિસ્તાર પણ હું જણાવું છું.
જે પરમ અક્ષર કહ્યો છે, તે બ્રહ્મ છે.. જેનાથી સૃષ્ટિ નો વિસ્તાર થયો છે.. આ વિસ્તાર માં જે પણ જીવન છે તે આધ્યાત્મ છે. અને આ જીવન જીવનારા જે અલગ અલગ જીવોનો જીવન નિર્વાહ માટે જે પુરુષાર્થ છે તે કર્મ કહ્યો છે. સમસ્ત નાશવંત પદાર્થો અધિભુત છે.. તેમ જીવો ના જ જન્મ નું તેમ જ મૃત્યુ નું કારણ અધિદૈવ છે. અને આ સંપૂર્ણ અસ્તિત્વ ની અંદર રહેલો સમસ્ત શરીરો, કાળ તેમ જ પદાર્થો નો જ્ઞાતા "પ્રાણ" એટલે કે અંતર્યામી અધિયજ્ઞ તું મને જાણ.
જે મનુષ્યો જીવન ભર જડ પ્રકૃતિ નું સ્મરણ કરે છે એ અંત કાળે પણ જડ પ્રકૃતિ ને જ જાણે છે. અને જે મનુષ્યો જીવન ભર મારી ચેતન પ્રાણ સ્વરૂપ પ્રકૃતિ નું સ્મરણ કરે છે એ અંતકાળે સ્મરણ કરતા મને જ પ્રાપ્ત થાય છે. માટે તું મારું આ સમયે પણ મારું જ સ્મરણ કરી ને યુદ્ધ કર.
"શાસ્ત્રો" માં યોગી જનો દ્વારા મૃત્યુ સમયે આ પ્રકારે એક નિશ્ચય કરીને અજર અમર એવા જીવન ના પ્રવાહ માં પ્રાણ ચૈતન્ય અર્પણ કરવાની વાત કરી છે. આ અજર અમર જીવન પ્રવાહ ને "વેદ" સત્ ચિત્ આનંદ સ્વરૂપ અવિનાશી પરમ પદ કહે છે."
પૂર્વે કહેલા કર્મ સંન્યાસીઓ અને જ્ઞાનયોગ દ્વારા પરમ અક્ષર બ્રહ્મ નું ચિંતન કરનારા મનુષ્યો એટલે કે બ્રહ્મચારી જનો શરીર ત્યાગ સમયે હૃદય પૂર્વક ૐ નું સ્મરણ કરી ને પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે. ૐ એ મારું જ નાદ સ્વરૂપ છે જે નિર્ગુણ છે.. પણ એમ ત્યારે જ શક્ય છે જ્યારે જીવન ભર એમણે નિરંતર નિર્ગુણ સ્વરૂપ નું ચિંતન કર્યું હોય.
"શાસ્ત્ર" ના મત મુજબ આ રીતે અંત પામેલ યોગી પુનઃજન્મ પામતા નથી એટલે પરમ શાંતિ પામે છે.
અધિ દૈવ બ્રહ્માએ જે સુખ દુઃખ રૂપી ચાર યુગોવાળી સૃષ્ટિનું નિર્માણ કર્યું છે... એને જો એક દિવસ માનીએ તો આ એક દિવસ ની શરૂવાત માં સવારે શરીરો નો તેમ જ સર્વે નાશવાન પદાર્થો નો જન્મ થાય છે અને રાત્રે આ સર્વે શરીરો નો ,તેમ જ પદાર્થો નો વિનાશ થઈ જાય છે.. પણ આ રાત્રિ પછી પણ જેનો વિનાશ થતો નથી એ "અક્ષર" છે. અને આ અક્ષર ને પામનાર મુક્ત થઈ જાય છે.
આ "અક્ષર" ને વેદ પઠન,દાન પુણ્ય તેમ જ કર્મકાંડી યજ્ઞ થી પામી શકાતો નથી.. એટલે શાસ્ત્ર ને તત્વ થી જાણનાર બ્રાહ્મણ ક્યારેય સ્થૂળ ક્રિયાઓ માં પડતો નથી.. એ જ્ઞાન માર્ગે ચૈતન્ય રૂપી પ્રાણ ને પ્રકાશિત થયેલ જુએ છે.. અને પ્રસન્ન મન થી ઉત્તમ ગતિ નું મૃત્યુ પ્રાપ્ત કરે છે.. શાસ્ત્રો માં વિવિધ રૂપકો દ્વારા આ દેવયાન માર્ગ આપ્યો છે... જેમાં જ્ઞાનયોગને અગ્નિના અભિમાની દેવતા વડે, ચૈતન્ય રૂપી પ્રાણને દિવસના અભિમાની દેવતા વડે . પ્રસન્ન મનને શુક્લપક્ષ ના દેવતા વડે અને ઉત્તરાયણ ના છ મહિના ને ઉત્તમ ગતિ ના રૂપક થી વર્ણવેલ છે.. અને
એ જ રીતે જે મનુષ્યો ફરી ફરી બ્રહ્મા ના દિવસ ને પ્રાપ્ત થાય છે, એમની ગતિને પિતૃ યાન માર્ગ તરીકે જણાવેલ છે.. એમની ગતિ અજ્ઞાન ની છે જે વિષયોની આસક્તિને લીધે પીડા રૂપી મોહ ને પ્રાપ્ત થાય છે અને કામનાયુક્ત થયેલ મન વડે ફરી થી કર્મ બંધન પામે છે. જેને ક્રમશ: ધૂમ્ર માર્ગ, રાત્રિ, કૃષ્ણપક્ષ અને દક્ષિણાયન ના છ મહિના દ્વારા જણાવાયેલ છે.. આ કામના યુક્ત મન ફરી ઈચ્છાઓ પૂર્ણ કરવા શરીર ધારણ કરે છે.
મેં પૂર્વે કહ્યું તેમ આ યોગ એક પુરાતન પરમ ગુપ્ત રહસ્ય છે એટલે માત્ર યોગ્ય પાત્ર સમજે એ રીતે શાસ્ત્રોમાં રૂપકો દ્વારા વર્ણવેલ છે.
શાસ્ત્રો નું જે વિદ્વાન તત્વ થી ચિંતન કરે છે એ આ રીતે આ પરમ રહસ્ય જાણીને ઉપયુક્ત કહેલ પરમ પદ ને પ્રાપ્ત થાય છે.