Bhagwatgeeta Bhavanuvad in Gujarati Spiritual Stories by yeash shah books and stories PDF | ભગવદ્ગીતા ભાવાનુવાદ ભાગ :૭

Featured Books
Categories
Share

ભગવદ્ગીતા ભાવાનુવાદ ભાગ :૭

ગીતા સાર :૭
કૃષ્ણ : હે અર્જુન મેં તને શાસ્ત્રો ની દૃષ્ટિએ આ પ્રાચીન યોગ જણાવ્યો.. અને તારા દ્વારા પૂછેલ સદગતિ અને દુર્ગતિ ના માર્ગો ને યોગ્ય રીતે પણ જણાવ્યા. હજી પણ શાસ્ત્રીય દૃષ્ટિએ રહસ્ય રૂપ આ સર્વ વિધ્યા ના રાજા એવા ગોપનીય માર્ગ ને તું શાંતિ પૂર્વક જાણી લે જેનાથી તું દુઃખ મુક્ત અને પવિત્ર થઈશ.
       કાં તો કોઈ મનુષ્ય ચૈતન્ય સ્વરૂપ ને પામે છે અથવા વિષયો ની આસક્તિ ને.. પરંતુ વિષયો અને એના થી પ્રભાવિત થયેલ ઇન્દ્રિયો,મન,બુદ્ધિ,અને અહંકાર રૂપી પ્રકૃતિ પણ પ્રાણ તત્વ થી જ જીવંત થાય છે, આ જાણવા યોગ્ય બાબત છે.
       પ્રાણ થી અભિવ્યક્ત આ જડ પ્રકૃતિ પણ અલગ વિષયો ની વાસના અનુસાર મનુષ્યો ને અલગ અલગ ગતિ આપે છે.. શાસ્ત્રો ની દૃષ્ટિ એ કર્મ થી બંધાયેલ મનુષ્યો પુણ્ય હોય ત્યાં સુધી દેવ ગતિ ,પાપ હોય ત્યારે અસુર ગતિ ને પ્રાપ્ત થાય છે.. 
    વળી બીજા વિષયો ને આધિન મનુષ્યો સુખ ,દુઃખ રૂપી કર્મો ને આધારે સારી તેમ જ ખરાબ ગતિ ને પ્રાપ્ત થાય છે.. જે જેવા ભાવ થી જે વિષયો સાથે બંધાયેલા છે પૃથ્વી લોક માં એવા કર્મો કરી ને એવા પ્રકાર ના તમામ સુખો અને દુઃખો ને પ્રાપ્ત કરે છે. સુખ શાંતિ માટે દેવતા અને પિતૃઓ ને ભજનાર મનુષ્યો તેમને પ્રાપ્ત થાય છે.. તેમ જ અન્ય પદાર્થો અને કામનાઓ નું ચિંતન કરનાર મનુષ્યો જે તે ભૂતોને પ્રાપ્ત થાય છે. આ પુરાતન શાસ્ત્રો ના મત અનુસાર સ્વાર્થ થી ગતિ પામેલ આ આત્માઓ માટે સ્વર્ગ થતા નર્ક ની કલ્પનાઓ કરેલ છે.
પણ જે નિત્ય પ્રાણ સ્વરૂપ એવા અવિનાશી સત્ ચિત્ આનંદ સ્વરૂપ એવા મારું નિત્ય સ્મરણ કરે છે.. એ મને પ્રાપ્ત થાય છે. 
          મારો જડ પ્રકૃતિ ની સ્વભાવિક ગતિ સાથે કોઈ સંબંધ નથી.. જે ક્ષણે કોઈ મનુષ્ય આ જડ પ્રકૃતિ નો પડદો ઉઠાવી લે છે.. એ ક્ષણે એના સમસ્ત કર્મબંધનો મિથ્યા થઈ જાય છે.. 
          કારણ કે જડ પ્રકૃતિ વ્યક્તિ ના મન ,બુદ્ધિ અને અહંકાર થી કર્મો માં ફળ વડે તેને બાંધીને તેના કર્તાભાવ અનુસાર જ તેની અલગ અલગ ગતિ નિશ્ચિત કરી શકે છે.. 
જડ ગતિ અનુસાર આ મનુષ્ય સમુદાય અલગ અલગ વર્ણો તેમ જ ક્રિયાઓ ને પ્રાપ્ત થાય છે... અને અહંકાર પૂર્વક ફરી થી અવિરત એવા આવાગમન ના ચક્ર માં ફરે છે.. આને જ જન્મ તેમ જ પુન:જન્મ નું ચક્ર કહે છે.. કોઈ મૂઢ બુદ્ધિ મનુષ્ય મને.પૂજા ,પાઠ, જપ ,તપ આદિ ક્રિયાઓ થી પામવાનો પ્રયત્ન પણ કરે છે છતાંય પોતાની પ્રકૃતિ થી વશીભૂત થઈ ને સકામ બુદ્ધિ ને જ પ્રાપ્ત થાય છે.. 
જેના કર્મો નો ક્ષય થયો છે એટલે કે જે કોઈ પણ માર્ગે થી જડ પ્રકૃતિ થી મુક્ત થયા છે.. એ લોકો જ્ઞાનયોગ, કર્મ યોગ તેમ જ કર્મ સંન્યાસ દ્વારા સહજ મને પ્રાપ્ત કરી લે છે. અહંકાર ની ગતિ ઘણા પ્રકારની છે ... અને વિવિધ કર્મો અનુસાર બાંધનારી છે.
.
જ્યારે મારી તો એક જ ગતિ છે.. પરમ શાંતિ અને પ્રસન્નતા.. એટલે મને પામેલ કોઈ પણ જીવ એ સ્ત્રી, વૈશ્ય, શુદ્ર કે ચંડાળ પણ કેમ ન હોય પરમ ગતિ ને પ્રાપ્ત થાય છે. કારણ કે સર્વ માં અભેદ દૃષ્ટિ એ જ પ્રાણ સ્વરૂપ નિષ્ઠા છે. 
હવે શાસ્ત્ર ની દૃષ્ટિએ પુરાતન અર્થો ને રૂપકો થી મુક્ત કરી ને પણ મેં તને અલગ ભાષા માં એ જ વાત પુન: સમજાવી અને આ વાત ને દૃઢ કરવા હું મારો બાહ્ય વિસ્તાર હજી પણ તારી સમક્ષ રજુ કરીશ જે " શાસ્ત્ર" માં વર્ણવેલ છે.