સંજય : એમ કહી નારાયણ અંતર્ધ્યાન થઈ ગયા.. અને અર્જુને રથ માં ઊભેલા શ્રીકૃષ્ણ ને પૂછ્યું..
અર્જુન : તમે ઐશ્વર્ય યુક્ત વિભૂતિઓ વડે સગુણ રૂપે પણ જાણવા યોગ્ય છો તેમ તમે પૂર્વે કહ્યું તેમ વેદો માં રહેલ પરમ અક્ષર સત્ ચિત્ આનંદ રૂપે એટલે કે નિર્ગુણ રૂપે પણ જાણી શકાય તેવા છો, તો બન્ને માંથી કયા પ્રકારના ઉપાય વડે તમારી ભક્તિ કરવી મારા વડે શ્રેષ્ઠ છે?
કૃષ્ણ : જો કોઈ શ્રદ્ધા વાન પુરુષ મને શીઘ્ર જાણવા ઈચ્છે તો સગુણ રૂપે મારું ચિંતન સુલભ છે.. ધ્યાન, ચિંતન, નામ સ્મરણ અને ભજન થી પણ સગુણ સ્વરૂપ ના ગુણો નો બોધ થાય છે... પણ આ પ્રકારે સગુણ રૂપ માં આસક્તિ થવી પણ શક્ય છે... એટલે કે પૂર્વે જે ઇન્દ્રિયો વિષયો ના ચિંતન માં આસક્ત થતી હતી.. હવે વિવિધ ઉપાયે મારા સાકાર રૂપ પ્રત્યે આસક્ત થઈ શકે છે.. એટલે આ માર્ગ માં શ્રદ્ધા નો હેતુ ગુણો નું ચિંતન હોવું એ અનિવાર્ય છે.. સ્વરૂપ નું ચિંતન નહિ..
તેમ છતાંય આસક્તિ થી બંધાયેલ ભક્ત માટે નિર્ગુણ સ્વરૂપ ને પામવું સગુણ કરતા પણ વધુ કષ્ટ દાયક છે.
આ સંદર્ભે મારા બે નિશ્ચય સાંભળ
જો તું સગુણ સ્વરૂપ ના ધ્યાન માં જડ પ્રકૃતિ રૂપી મન અને બુદ્ધિ ને લગાડતી નિષ્ઠા દ્વારા મારા પારાયણ થઈ કર્મ કરવા ઇચ્છતો હોય તો પણ તું ગુણો ના ચિંતન દ્વારા આસક્તિ થી મુક્ત રહીશ....
પણ તું મારા નામસ્મરણ ના નામે કર્મો થી દૂર રહીશ તો મારા સ્વરૂપ માં અને ઇન્દ્રિયો ના વિષયો માં કોઈ ફરક નહી રહે.
અને જો તું નિર્ગુણ ઉપાસના માં મર્મ ના અભ્યાસ અર્થે ફ્કત શાસ્ત્રો ના મત નું અનુસરણ જડતા પૂર્વક કરીશ, રોજ યજ્ઞ અને કર્મકાંડ કરીશ તો પણ તું મૂઢતા ને પામીશ.. આ રીતે તું શુક્લપક્ષ માં દિવસના સમયે ઉત્તરાયણ ના ૬ મહિના વખતે વિધિ વિધાન પૂર્વક ૐ નું સ્મરણ કરી ને પ્રાણ ત્યાગીશ તો પણ આવાગમન ની જડ ગતિ ને જ પામીશ.. મને નહી પામે..
માટે ભક્તિ ના માર્ગ નું અનુસરણ કરવામાં પણ કર્મ કરવું અનિવાર્ય છે.. અને આ માર્ગ માં પણ કર્મો ના ફળ નો ત્યાગ થઈ શકે છે. તારી શ્રદ્ધા અને ભક્તિ નો હેતુ પણ સમભાવ પ્રાપ્ત કરી નિષ્કામ પ્રેમ થી મારા પારાયણ થઈ ને કર્મ કરવાનો જ હોવો ઘટે....
ભલે તું ચતુર્ભુજ નારાયણ ના સગુણ સ્વરૂપ ને શ્રદ્ધા અને પ્રેમ થી જોવે અને સર્વે કર્મો એમને સમર્પિત કરે તો પણ એ મને જ પ્રાપ્ત થશે.
કારણ કે સગુણ સ્વરૂપ મારી જ યોગ શક્તિ ને આધિન છે.. તેમ જ તેની ઉપાસના અને ધ્યાન થી પણ નિષ્કામ બુદ્ધિ ફલિત થાય છે... તેમના જપ મંત્ર તથા ધ્યાન દ્વારા પણ ઇન્દ્રિયોના વિષયોમાંથી મન ને ખસેડી શકાય છે.. વળી ઘણા ભક્તો ધ્યાન માં પ્રેમ થી આ સ્વરૂપ ને પત્ર,પુષ્પ,ફળ વગેરે અર્પણ કરી ને માનસ પૂજા દ્વારા પ્રસન્નતા પામે છે અને આ સગુણ સ્વરૂપ પણ એ જ રીતે પ્રસન્નતા પૂર્વક આ સર્વે ગ્રહણ પણ કરે છે. પરંતુ આ સગુણ સ્વરૂપ નો સાક્ષાત્કાર માનસ અંતર માં જ શક્ય છે..
પરંતુ આ માર્ગનું પાલન કરીને ,જો ભક્તિ કરતા પણ જડ પ્રકૃતિ રૂપી મન,બુદ્ધિ અને અહંકાર યથાવત્ રહે અને નિષ્કામ બુદ્ધિ સ્થિર ન થાય અને ભક્તિ માર્ગે જો પ્રાણ તત્વ નો સાક્ષાત્કાર ન થાય.. તો પૂર્વે કહ્યું એમ કર્મ યોગ દ્વારા સહજ રૂપે સર્વે કર્મફળ નો ત્યાગ કરવો.. કારણ કે ભક્તિ માર્ગનું અધૂરું અજ્ઞાન પૂર્વક કરેલું અનુસરણ ઇન્દ્રિયો સહિત મન ને ભ્રમિત અને વિકૃત કરે છે.
માટે તુજ અંતર માં સ્થિત પ્રાણ સ્વરૂપ ચૈતન્ય ની ભક્તિ દ્વારા કર્મ રૂપી નિષ્ઠા અર્પણ કરવી મુક્તિ નો માર્ગ છે.. કારણ કે શાસ્ત્ર માં કહેલ આ પ્રકાર નો પરમાત્મા પહેલા ભક્ત પોતાના માં જોવે છે.. પછી જ એને બહાર ના વિશ્વ માં આનો સાક્ષાત્કાર થાય છે.