Back in the days - 20 in Gujarati Fiction Stories by Dhamak books and stories PDF | પાછા વળ્યા પાછલા દિવસો - 20

The Author
Featured Books
Categories
Share

પાછા વળ્યા પાછલા દિવસો - 20

એપિસોડ ૨૦: 

રાત્રિની શાંતિ, જતીનની ધમકી, મનોજના વિચારો અને શ્રદ્ધાનું આગમન

જાનવી સગાઈનો બધો જ કાર્યક્રમ પતાવીને અને મનોજની મદદથી પોતાના ઘરની અંદર પ્રવેશ કરે છે.

જાનવીના ઘરમાં ગયા પછી, રોડની બીજી તરફ પોતાની કારમાં બેઠેલો જતીન આ બધું જોઈને ગુસ્સાથી ઉકળી રહ્યો હતો. તેના મનમાં મનોજ પ્રત્યેની ઈર્ષા આગની જેમ ભડકી રહી હતી. તેને આ સહન નહોતું થઈ રહ્યું કે મનોજ જાનવીની આટલી નજીક જાય અને તેની કાળજી રાખે. થોડીવાર પછી, જ્યારે મનોજ પોતાની કાર લઈને ત્યાંથી પાછો ફરવા નીકળ્યો, ત્યારે જતીને તક ઝડપી લીધી. જતીને પોતાની કાર મનોજની કારની આગળ અચાનક ઊભી રાખી દીધી અને નીચે ઉતરીને મનોજ પાસે ગયો. ગુસ્સાથી લાલ થયેલા ચહેરા સાથે જતીને મનોજને રોકી લીધો અને કડક અવાજમાં ધમકી આપતા કહ્યું, સાંભળી લે મનોજ! તારી ઓકાત ભૂલીને જાનવીની આટલી નજીક જવાની કોશિશ પણ ન કરતો. જાનવી ફક્ત મારી છે અને ભવિષ્યમાં જો તું તેની આસપાસ પણ દેખાયો તો તારા માટે સારું નહીં થાય. મનોજે શાંત સ્વભાવથી જતીનની આ ધમકી સામે કોઈ મોટો વિવાદ ન કર્યો, પણ તેની આંખોમાં જતીનના આ અહંકાર સામે એક અડગતા જરૂર હતી. થોડી ક્ષણોની તીખી બોલાચાલી પછી બંને પોતપોતાની રસ્તે છૂટા પડીને ત્યાંથી નીકળી ગયા.

આ તરફ ઘરમાં, આખો દિવસ લગ્ન પ્રસંગની ભારે દોડધામના લીધે ઘરના બધા લોકો થાકીને પોતપોતાની જગ્યાએ આરામ કરી રહ્યા હતા, પરંતુ જાનવીના મમ્મી-પપ્પા હજુ પણ જાગીને તેની જ રાહ જોઈ રહ્યા હતા. જાનવીને જોતાની સાથે જ તેના પપ્પા ખુશ થઈને કહે છે;બેટા, આજનો સગાઈનો પ્રસંગ બહુ જ સરસ રીતે પાર પડી ગયો અને ભગવાનની દયાથી એકેય જાતની ઉણપ કે કમી રહી નથી.

પપ્પાની વાત સાંભળીને જાનવી થોડી હળવાશ અનુભવે છે અને સીધી પોતાની મમ્મી પાસે જઈને બેસે છે. મમ્મી તેની દીકરીનો થાક અને તેની ભૂખની ચિંતા કરતી નજરે જોઈ રહી હતી. મમ્મી પ્રેમથી જાનવીના માથા પર હાથ ફેરવતા હેતથી કહે છે, આજ તો આખો દિવસ બધું સરસ પાર પડી ગયું, તોય દીકરા તું આખો દિવસ દોડીને ખૂબ થાકી ગઈ હોઈશ! તેં કંઈ ખાધું કે નહીં?

જાનવી પોતાની મમ્મી સામે જોઈને સ્મિત આપતા કહે છે, "હા મમ્મી, મેં થોડુંક ખાધું હતું, પણ આજે આખો દિવસ એટલી બધી વ્યસ્ત હતી કે મને શાંતિથી જમવાનો સમય જ ન મળ્યો.

મમ્મી તો પહેલેથી જ જાણતી હતી કે જાનવી હજુ ભૂખી જ હશે, એટલે તેમણે અગાઉથી જ રસોડામાં જમવાની એક સરસ ડિશ તૈયાર કરીને રાખી હતી. મમ્મી તરત જ રસોડામાંથી તે ખાવાની ડિશ લઈને આવ્યા અને તેની સાથે ઓરેન્જ જ્યુસનો એક ગ્લાસ પણ જાનવી પાસે મૂકી દીધો. મમ્મીએ પ્રેમથી આગ્રહ કરતા કહ્યું, એમનેમ સૂઈ ન જતી દીકરા, થોડુંક આ જમી લે, પછી નિરાંતે આરામ કરજે. મમ્મીની આ અસીમ પ્રેમ અને ઈચ્છાને માન આપીને જાનવી થોડુંક જમી લે છે. થોડીવાર પછી મમ્મી-પપ્પા કહે છે કે હવે મોડું થઈ ગયું છે અને અમને પણ થાક લાગ્યો છે એટલે આપણે સૂઈ જઈએ, અને એમ કહીને બંને પોતપોતાના રૂમમાં આરામ કરવા માટે ચાલ્યા જાય છે.

હવે લિવિંગ રૂમમાં જાનવી એકલી જ બેઠી હતી. તેણે હાથમાં ઓરેન્જ જ્યુસનો ગ્લાસ લીધો અને ધીમે-ધીમે પીવા લાગી. જ્યુસ પીતા-પીતા તેના મનમાં આજના આખા દિવસની યાદો ઘૂમરાવા લાગી. તેણે વિચાર્યું કે આજનો આટલો મોટો પ્રસંગ જો મનોજે આટલી બધી મદદ ન કરી હોત, તો તેના માટે એકલાં આ બધું સંભાળવું અશક્ય બની જાત. મનોજે દરેક પળે સાથ આપ્યો હતો. એ બધું યાદ કરતા કરતા જાનવીના મનમાં સ્વિમિંગ પૂલ પાસે બનેલી ઘટના પણ યાદ આવી ગઈ—જ્યારે મનોજ પાણીની બોટલ લઈને આવ્યો હતો અને તે પાણી પી રહી હતી, ત્યારે અચાનક મનોજની નજર તેના ગળા પર અટવાઈ ગઈ હતી અને પછી તરત જ ભાન થતાં તેણે નજર ફેરવી લીધી હતી. આ બધું યાદ કરીને જાનવીના મનમાં થોડા વિચારો આવ્યા, પણ તે મનોમન સમજી ગઈ કે મનોજ મૂળભૂત રીતે એકદમ સજ્જન અને સંસ્કારી માણસ છે, ક્યારેક અજાણતાં આવું થઈ જતું હોય છે, એટલે તેણે આ વાતને બહુ મોટું સ્વરૂપ ન આપ્યું અને નજરઅંદાજ કરી દીધી.

જાનવીએ ઓરેન્જ જ્યુસનો ગ્લાસ પૂરો કર્યો, પછી વધેલો નાસ્તો પાછો ફ્રીજમાં મૂકી દીધો અને ગ્લાસ ધોઈને પોતાની જગ્યા પર મૂકી દીધો. ત્યારબાદ તે પોતાના રૂમમાં ગઈ. રૂમમાં પહોંચીને તેણે આજના ભારે કપડાં બદલીને હળવા નાઇટ ક્લોધ્સ પહેર્યા. પથારી પર આડી થઈને તે હજુ પણ મનોજ વિશે જ વિચારી રહી હતી કે મનોજ કેટલો સારો અને મદદગાર સાબિત થયો છે.

એટલામાં અચાનક ઘરની ડોરબેલ રણકી. જાનવી તરત જ પથારીમાંથી ઊભી થઈ અને બહાર આવીને દરવાજો ખોલ્યો. જોયું તો સુમિત શેઠ મોટી બહેન શ્રદ્ધાને મૂકવા માટે આવ્યા હતા.

જાનવીએ આદરપૂર્વક આવકાર આપતા કહ્યું, આવો અંદર બેસો, ચા-પાણી બનાવી આપું.

પરંતુ સુમિત શેઠે નમ્રતાથી ના પાડી દીધી અને કહ્યું, ના જાનવી, આજ તો તમે લોકો પણ એટલા થાક્યા હશો અને હું પણ એટલો જ થાક્યો છું. બીજી વાર ક્યારેક ચોક્કસ, હું તો ખાલી શ્રદ્ધાને અહીંયા મૂકવા જ ઘરે આવ્યો છું.

જાનવીએ આભાર માનતા કહ્યું, ઠીક છે, થેંક્યુ.

એટલામાં શ્રદ્ધાએ જાનવી સામે જોઈને કહ્યું, &જાનવી, તું અંદર જા, હું હમણાં સુમિતને કાર સુધી સી-ઓફ કરીને પાછી આવું છું.

જાનવી બધું સમજી ગઈ અને હસીને બોલી,

 હા, હા... જાઓ જાઓ, કાંઈ વાંધો નહીં!

 પછી શ્રદ્ધા સુમિત શેઠને કાર સુધી મૂકીને પાછી આવી.

આખો દિવસ લગ્નની દોડધામના કારણે શ્રદ્ધા પણ બુરી રીતે થાકી ગઈ હતી, એટલે તે સીધી જાનવીની પાસે સોફા પર ફસડાઈ પડી અને બોલી, આજ તો હું ખરેખર બહુ થાકી ગઈ છું! આ લહેંગાનો વજન તો જો, કેટલો બધો ભારે છે? આખો દિવસ આ સાચવીને અને સંભાળીને જ મારા તો શ્વાસ ચડી ગયા છે.

જાનવીએ હસતા-હસતા પૂછ્યું, ;કેવું રહ્યું?"

શ્રદ્ધાના ચહેરા પર એક સરસ સ્મિત આવી ગયું અને તે બોલી, ખૂબ સરસ રહ્યું! એ લોકોનો આવકાર બહુ સરસ હતો અને એ લોકોનું ઘર પણ ખૂબ સુંદર છે.

જાનવીએ થોડું હસતા અને મસ્તીના અંદાજમાં પૂછ્યું, ;એમ? તો પછી સુમિત કેમ છે?

આ સાંભળીને શ્રદ્ધા શરમાઈ ગઈ. તેણે શરમ અને વહાલથી જાનવી સામે જોયું અને બોલી, 

"હું તારી મોટી બહેન છું, જીભ સંભાળીને વાત કર!

જાનવી વધુ મોટેથી હસવા લાગી અને શ્રદ્ધાના ખભા પર આંગળી મૂકીને ચીડવતા બોલી,

 કે ને... કે ને... મને કે ને કે વાત શું છે?

શ્રદ્ધા શરમ અને થાક બંનેથી કંટાળીને હસતા-હસતા બોલી, ચૂપચાપ તારા રૂમમાં જઈને સૂઈ જા અને મને હેરાન ના કર. હું પણ બહુ થાકી ગઈ છું,તો  ચાલ મને થોડી મદદ કર. આ હેરસ્ટાઈલ કાઢવામાં મારા વાળમાંથી બધી પીનો કાઢી આપ, માથું બહૂ ભારે લાગે છે જેથી થોડું હળવું થઈ જાય.

જાનવી તરત જ પ્રેમાળ હાથે પોતાની મોટી બહેન શ્રદ્ધાના માથામાંથી હેરપિન અને હેરસ્ટાઇલ છૂટી પાડવા લાગી. વાળમાંથી મોટો બ્રોચ કાઢતા તેણે કાળજીપૂર્વક પૂછ્યું, શ્રદ્ધા... તને બધું ઠીક તો લાગે છે ને?

શ્રદ્ધાએ જાનવીના હાથ પર પોતાનો હાથ હળવેથી મૂકીને એકદમ હૂંફાળા અવાજે કહ્યું, જાનવી, તું જરાય ચિંતા ન કર, બધું જ એકદમ બરાબર છે. એ લોકો ખૂબ જ સારા અને સંસ્કારી છે, અને સુમિત પણ બહુ જ સારો અને સમજદાર છે.

શ્રદ્ધાની આ વાત સાંભળીને જાનવીએ એક નિરાતનો શ્વાસ લીધો. તેને ખૂબ જ શાંતિ થઈ કે તેની મોટી બહેન સુરક્ષિત હાથોમાં છે. જાનવીએ ઝડપથી શ્રદ્ધાના વાળની બધી હેરસ્ટાઇલ છૂટી પાડી દીધી અને કાઢેલી પીનો તથા બ્રોચ ટેબલ પર વ્યવસ્થિત મૂકી દીધા.

પછી જાનવીએ શ્રદ્ધાને સમજાવતા કહ્યું, "ચાલ હવે, શ્રદ્ધા તું કપડાં ચેન્જ કરી લે અને આરામથી સૂઈ જા. કાલે તારે વહેલા ઉઠવાની કોઈ જરૂર નથી, પાર્લરમાં મોડી જઈશ તો પણ ચાલશે. કાલે મારે સવારે વહેલા નીકળી જવું પડશે કારણ કે મેં બે-ત્રણ દિવસથી ટ્યુશન નથી લીધાં. કાલથી મારે વહેલું જવું પડશે અને બાળકોને ભણાવવા માટે એકાદ કલાક વધુ સમય પણ આપવો પડશે, કેમ કે કાલે મારે સળંગ આઠ ટ્યુશન છે. એટલે હું બપોરે ઘેર થોડી મોડી આવીશ.

આટલું કહીને જાનવી પોતાના રૂમમાં જતી રહી.

આ તરફ શ્રદ્ધાએ પણ પોતાના ભારે કપડાં બદલીને હળવા નાઇટ ક્લોધ્સ પહેરી લીધા અને જેવી તે પથારી પર આડી થઈ, કે તરત જ ગાઢ નિદ્રામાં સરી પડી. આખો દિવસની દોડધામ અને થાકના કારણે તે એટલી બધી બેહાલ થઈ ગઈ હતી કે તે બીજું કાંઈપણ વિચારવા સક્ષમ નહોતી.

ક્રમશ.........