એપિસોડ ૨૧: સવારની શરુઆત, સહેજલની મદદ અને સુમિતનો રોમાન્ટિક ફોન
ગાઢ નિદ્રા અને ગઈકાલના ભારે થાકથી ભરેલી રાત્રિ શાંતિથી વીતી ગયા પછી, પ્રકૃતિના પટ પર સૂર્યોદય સાથે એક નવા અને તાજગીભર્યા દિવસની શરૂઆત થાય છે. સવારના બરાબર સાડા સાત વાગ્યાનો સમય થયો છે. બહાર આકાશમાં સોનેરી સૂર્યના હૂંફાળા કિરણો પૃથ્વી પર રેલાઈ ચૂક્યા છે, પરંતુ ઘરના સભ્યો હજુ ગઈકાલના સગાઈના ભવ્ય પ્રસંગની દોડધામ અને થાકમાંથી પૂરેપૂરા બહાર આવી શક્યા નથી. બધાની આંખોમાં હજુ પણ પૂરતી ઊંઘ ન થયાનો ભાર સ્પષ્ટ વર્તાઈ રહ્યો છે.
ઘરના એક ખૂણામાં મૂકેલો જાનવીના ફોનનો અલાર્મ અચાનક રણકવા લાગે છે. અલાર્મનો અવાજ સાંભળતાની સાથે જ જાનવી પથારીમાંથી જાગી જાય છે. તેને ગઈકાલે રાત્રે શ્રદ્ધા સાથે થયેલી વાત બરાબર યાદ આવી જાય છે કે આજે મારે સવારે વહેલા ટ્યુશન માટે નીકળી જવું પડશે, કારણ કે છેલ્લા બે-ત્રણ દિવસથી સગાઈના કામોમાં વ્યસ્ત રહેવાને કારણે ટ્યુશન બિલકુલ બંધ રહ્યા હતા. જો આજે પણ ક્લાસ ન ભરાયા તો બાળકોનો અભ્યાસ ખૂબ પાછળ રહી જશે. આજે તેને સળંગ આઠ ટ્યુશન લેવાના છે, એટલે સમયસર પોતાના નિયત સ્થળે પહોંચવું અનિવાર્ય અને અત્યંત જરૂરી છે.
આ બધી બાબતો મગજમાં સ્પષ્ટ હોવાથી જાનવી એક સેકન્ડનો પણ વિલંબ કર્યા વગર ફટાફટ પથારીમાંથી ઊભી થઈ જાય છે. તે ઝડપથી ફ્રેશ થઈને ટ્યુશન માટેના પોતાના સાદા અને સુંદર કપડાં પહેરીને તૈયાર થઈ જાય છે. ઘરની અંદર નજર કરીએ તો, જાનવીની મમ્મી વહેલી સવારે જ જાગી ગઈ છે અને રસોડાની જવાબદારી સંભાળી રહી છે. જાનવીના પપ્પા પણ પોતાના કોઈક અગત્યના કામ માટે જાનવીની સાથે જ ઘરની બહાર નીકળી જાય છે. ઘરના બાકીના હિસ્સામાં જાનવીનો નાનો ભાઈ અને તેની મોટી બહેન શ્રદ્ધા હજુ પણ ઘસસતા ગાઢ નિદ્રામાં સૂતા હોય છે.
જાનવી ઘરની બહાર નીકળવાની તૈયારી કરતી વખતે પોતાની મમ્મી પાસે જાય છે અને પ્રેમથી કહે છે, "મમ્મી, આજે મારે ટ્યુશનમાં સળંગ ક્લાસ હોવાથી ઘણું મોડું થશે, એટલે હું બપોરે ઘેર મોડી આવીશ."
જાનવીની આ વાત સાંભળીને માતૃત્વ છલકાતી મમ્મી તરત જ પ્રેમથી તેને સમજાવતા કહે છે, "દીકરા, તું ચિંતા ન કર. તું ફ્રેશ થઈને પેલા થોડો નાસ્તો કરી લે, હું તને નાસ્તાનો એક સરસ ડબ્બો ભરી દઉં છું અને સાથે તાજા પાણીની બોટલ પણ ભરી આપું છું, જેથી તું વચ્ચે સમય મળે ત્યારે નિરાતે ભૂખ લાગે ત્યારે જમી લેજે." એમ કહીને મમ્મી સ્નેહપૂર્વક જાનવીને નાસ્તાનો ભરેલો ડબ્બો, પાણીની બોટલ અને તેની નોટબુકવાળી બેગ હાથમાં સોંપી દે છે.
પોતાના હાથમાં નાસ્તાનો ડબ્બો અને બેગ લઈને જાનવી તરત જ ઘરના દરવાજામાંથી બહાર પગ મૂકે છે. તે ચાલીને નજીકના જ બસ સ્ટેન્ડે પહોંચી જાય છે અને ત્યાં ઊભા રહીને બસની રાહ જોવા લાગે છે. તે બસની વાટ જોઈ રહી હતી, એટલી વારમાં જ અચાનક ત્યાંથી તેની ખાસ અને અત્યંત અંગત બહેનપણી સહેજલ પોતાનું સ્કૂટર લઈને નીકળે છે. સહેજલની નજર સીધી બસ સ્ટેન્ડે ઊભેલી જાનવી પર પડે છે, એટલે તે તરત જ સ્કૂટર તેની નજીક લાવીને બ્રેક મારે છે અને ઉત્સાહથી વાત શરૂ કરતા કહે છે, "અરે વાહ જાનવી! કાલનો સગાઈનો બધો જ પ્રસંગ કેવો સરસ અને શાંતિથી પતી ગયો, નહીં? કોઈ જ તકલીફ વગર બધું જ કેવું સરસ પાર પડી ગયું!"
સહેજલની આ ખુશહાલ વાત સાંભળીને જાનવી પણ સ્મિત આપતા કહે છે, "હા સહેજલ! ભગવાનની અસીમ કૃપાથી એકેય જાતની અડચણ વગર બધું જ ધાર્યા કરતા પણ બહુ સરસ રીતે પતી ગયું."
જાનવીને બસની રાહ જોતી જોઈને સહેજલથી ન રહેવાયું અને તે તરત જ બોલી ઊઠી, "અરે ગાંડી! બસની રાહ જોવામાં કેમ સમય બગાડે છે? લાવ, તું બેસી જા સ્કૂટર પર, હું તને તારા ટ્યુશનના સ્થળ સુધી મૂકી દઉં."
પછી જાનવી સહેજલના સ્કૂટર પાછળ બેસી જાય છે અને બંને રસ્તા પર સફર કરતી વખતે હસતી-રમતી વાતો કરવા લાગે છે. વાતચીતમાં આગળ વધતા સહેજલ યાદ કરીને કહે છે, "અરે હા, તને એક વાત તો કહેવાની રહી જ ગઈ! સગાઈના આ સમગ્ર કાર્યક્રમમાં તને જે પણ ગિફ્ટ, ભેટ-સોગાદો અને કવરો મળેલા હતા, તે બધું જ મેં ગઈકાલે જ તારા ઘરે સુરક્ષિત રીતે પહોંચાડી દીધું હતું. મેં શ્રદ્ધાના રૂમમાં એકદમ વ્યવસ્થિત રીતે એક સાઈડમાં બધી જ ચીજવસ્તુઓ મૂકી દીધી છે, તું ઘરે જઈને જરાક એ બધું જોઈ લેજે. અને હા, કઈ-કઈ વ્યક્તિની કઈ ગિફ્ટ છે તેનું આખું ડિટેલ લિસ્ટ બનાવીને મેં તને વોટ્સએપ પર મેસેજ પણ કરી દીધો છે, જેથી તારે હિસાબ રાખવામાં કોઈ મુશ્કેલી ન પડે."
જાનવી સહેજલની આ અદ્ભુત મદદ બદલ તેનો હૃદયપૂર્વક આભાર માને છે.
ત્યારબાદ સહેજલ સ્કૂટર ચલાવતા-ચલાવતા આગળ કહે છે, "અરે જાનવી, આ બધાય પ્રસંગનો જે આખો હિસાબ અને બાકી રહેલા ખર્ચાઓનું લિસ્ટ છે, તેની ચર્ચા આપણે કોઈક વાર જ્યારે તું નિરાંતે ફ્રી હોઈશ ત્યારે બેસીને કરી લઈશું, કારણ કે મનોજભાઈને પણ આ બાબતે થોડોક હિસાબ તને આપવાનો છે અને થોડી ચર્ચા કરવી છે. તો તું જણાવ કે તું ક્યારે ફ્રી હોઈશ, જેથી આપણે બધા નિરાંતે ભેગા થઈ શકીએ?"
જાનવી થોડી ક્ષણો માટે વિચારે છે અને પછી જવાબ આપે છે, "આજે તો સળંગ ટ્યુશન હોવાથી બિલકુલ શક્ય નહીં બને, એક કામ કરીએ આપણે કાલે સાંજે ફ્રી થઈને નિરાતે ભેગા થઈએ."
આટલી સુંદર વાતચીત પૂરી થાય છે ત્યાં જ જાનવીનું પહેલું ટ્યુશનનું સ્થળ આવી જાય છે. સહેજલ તેનું સ્કૂટર બરાબર ટ્યુશન ક્લાસના દરવાજા આગળ ઊભું રાખે છે અને જાનવીને નીચે ઉતારતા હસતા-હસતા કહે છે, "ચાલ ત્યારે જાનવી, બાય ડાર્લિંગ! કાલે સાંજે આપણે પાછા મળીએ છીએ!" એમ કહીને સહેજલ ત્યાંથી પોતાના રસ્તે વિદાય લે છે અને જાનવી ઉત્સાહ સાથે બાળકોને ભણાવવા માટે અંદર ચાલી જાય છે.
આ તરફ, સૂર્ય જેમ-જેમ ઉપર આવે છે તેમ-જેમ ઘરમાં શ્રદ્ધા મોડે સુધી ગાઢ નિદ્રામાં સૂતી રહે છે. ગઈકાલના સગાઈના ભવ્ય પ્રસંગના ભારે થાક અને ઉજાગરાના કારણે શ્રદ્ધા સવારના નવ વાગ્યા સુધી નિરાંતે સૂતી જ રહે છે. ઘરનું વાતાવરણ એકદમ શાંત હોય છે, ત્યાં જ અચાનક તેના મોબાઈલ ફોનની જોરજોરથી રિંગ વાગવા લાગે છે. ફોનની આ સતત રિંગિંગના અવાજથી શ્રદ્ધાની ગાઢ ઊંઘ અચાનક તૂટી જાય છે અને તેની નીંદર ઊડી જાય છે.
તેની બંને આંખો હજુ પણ ઊંઘના ભારે ભારથી બંધ જ હોય છે. તે પોતાની ઊંઘ ભરેલી, ઘેરી નીંદરવાળી અને ગાઢ નિદ્રાવાળી થાકેલી આંખો માંડ-માંડ અડધી-એકાદી ખોલીને સ્ક્રીન જોવાનો પ્રયત્ન કરે છે કે આ સવારે કોનો ફોન આવી ગયો છે! જેવા તેના અર્ધ-ઉઘાડા નયનો મોબાઇલની સ્ક્રીન પર પડે છે અને તે નંબર ઓળખે છે, તરત જ તેના હોશ ઉડી જાય છે—ફોન બીજું કોઈ નહીં પણ ખુદ સુમિતનો જ હોય છે!
સુમિતનો ફોન સ્ક્રીન પર ઝગમગતો જોઈને શ્રદ્ધાની આળસ એક જ ક્ષણમાં ગાયબ થઈ જાય છે. તે પથારીમાંથી કોઈ ચમત્કાર થયો હોય તેમ એકદમ ઝાટકા સાથે સટ્ટાકીને બેઠી થઈ જાય છે. તેના હૃદયના ધબકારા વધી જાય છે. તે અડધી નિંદ્રા અને આળસની હાલતમાં જ ફોન રિસીવ કરી લે છે અને સીધો કાન પર લગાવીને ઊંઘાડા અવાજે ધીમેથી બોલે છે, "હાલો... કોણ છે?"
બીજી તરફથી ફોનમાં એકદમ મધુર, ઘનગેર અને હસતા અવાજે સુમિત સાહેબનો અવાજ સંભળાય છે, "હું છું... તમારો ભાવિ પતિ, તમારો થનારો પતિ!"
સુમિતનો આ રોમાન્ટિક અને મસ્તીભર્યો અવાજ જેવો શ્રદ્ધાના કાને પડે છે, કે તેને બીજું કંઈ પણ સૂચતું જ નથી કે આના જવાબમાં શું બોલવું! શરમ અને ઓચિંતી ઘેરાયેલી ખુશીના કારણે તે માત્ર એટલું જ પડાપડીમાં બોલી શકે છે, "ગુડ... ગુડ મોર્નિંગ!"
તેનો આ શરમાયેલો, અચકાયેલો અને તોથડાતો અવાજ સાંભળીને બીજા છેડેથી સુમિત શેઠ ખડખડાટ હસી પડે છે અને હસતા-હસતા મજાકના અંદાજમાં કહે છે, "કેમ શ્રદ્ધાજી? ગઈકાલના પ્રસંગનો બહુ વધારે પડતો થાક લાગ્યો છે કે શું? હજુ પણ તમારા અવાજમાં ઊંઘની ગાઢ અસર સ્પષ્ટ દેખાય છે!"
સુમિતની આ રમુજી અને વ્હાલભરેલી વાત સાંભળીને શ્રદ્ધા વધુ ભરાઈ પડે છે અને ઉતાવળમાં ફટાફટ પોતાની વાત ઢાંકતા બોલી જાય છે, "હા... અરે ના ના! એવું કંઈ જ નથી... કેમ છો તમે?"
સુમિત ફરીથી હસી પડે છે અને પછી પોતાની વાત આગળ વધારતા કહે છે, "શ્રદ્ધા, મેં તને સવારે વહેલા આટલી હદે ફોન એટલા માટે કર્યો હતો કારણ કે આજે સાંજે મારા કેટલાક અત્યંત ખાસ મિત્રો અને તેમના ધર્મપત્નીઓ સાથે શહેરની એક ખૂબ જ સરસ અને નામાંકિત હોટલમાં જવાનો એક નાનોસરખો પ્રોગ્રામ અને ડિનર પ્લાન છે. હું મારા આ ખાસ મિત્રો સમક્ષ તને મારા જીવનની સૌથી ખાસ વ્યક્તિ તરીકે સત્તાવાર રીતે ઇન્ટ્રોડ્યુસ કરવા માંગું છું, એટલે તું આજે સાંજે આના માટે પૂરેપૂરી તૈયાર રહેજે."
આ સાંભળીને શ્રદ્ધા થોડી ક્ષણો માટે અસમંજસમાં પડી જાય છે અને આશ્ચર્યથી પૂછે છે, "અરે! પણ સાંજે કઈ જગ્યાએ જવાનું છે અને મારે શું પહેરીને તૈયાર થવાનું રહેશે?"
સુમિત અત્યંત પ્રેમથી અને આત્મીયતાથી સમજાવતા કહે છે, "એ વાતની તું જરાય ચિંતા ન કર, એ બધું મેં પહેલેથી જ વિચારી લીધું છે. હું હમણાં જ થોડીવારમાં મારા એક ભરોસાપાત્ર માણસને મોકલીશ, જે સીધો તારા ઘરે આવીને એક સરસ મજાનું પાર્સલ મૂકી જશે. એ પાર્સલની અંદર મેં ખાસ તારા માટે જ એક ખૂબ જ સુંદર ડ્રેસ મંગાવ્યો છે, મને પૂરો વિશ્વાસ છે કે તને એ ડ્રેસ ખૂબ જ ગમશે. તું આજે સાંજે એ જ ડ્રેસ પહેરીને તૈયાર થઈ જજે!"
સુમિત એટલા પર જ ન અટકતા આગળ ઉમેરે છે, "આપણે આજે સાંજે શહેરની સૌથી પ્રખ્યાત અને જાણીતી હોટલ 'ધ રોયલ પેરેલલ' નામના ભવ્ય રેસ્ટોરન્ટ ખાતે મળવાનું છે. હું ત્યાં સમયસર બધું ગોઠવી દઉં છું, તું બરાબર સમયસર ત્યાં પહોંચી જજે!"
સુમિતની આ અદ્ભુત સરપ્રાઇઝ ભરેલી અને રોમાન્ટિક વાત સાંભળીને શ્રદ્ધાનું નાજુક દિલ ખુશીથી અનહદ ધડકવા લાગે છે. તે સહેજ અચરજ સાથે આશ્ચર્ય પામીને પૂછી બેસે છે, "અરે! પણ તને મારા માપની શી રીતે ખબર પડી કે મને કયા માપ નો ડ્રેસ આવશે?"
બીજી બાજુથી સુમિત એકદમ મસ્તીના મૂડમાં હસતા-હસતા રોમાન્ટિક અંદાજમાં જવાબ આપે છે, "અરે શ્રદ્ધાજી, ગઈકાલે સગાઈના એ પ્રસંગમાં જ્યારે આપણે એકબીજાને ભેટ્યા હતા, બસ ત્યારે જ મને અંદાજ આવી ગયો હતો કે તારા પર કયા પ્રકારનો ડ્રેસ સારો લાગશે અને તારું માપ શું હશે!"
સુમિતની આ રોમાન્ટિક વાત સાંભળીને શ્રદ્ધા એકદમ ક્ષણભરમાં શરમાઈ જાય છે. શરમ અને સંકોચની લાલી તેના ચહેરા પર છવાઈ જાય છે. તેના બંને કાનની બુટ્ટીઓ અને ગાલ શરમથી એકદમ લાલચોળ થઈ જાય છે. તેનાથી આગળ કોઈ શબ્દ જ મુખમાંથી બહાર નથી નીકળતો. તે હળવા, ધ્રૂજતા અને ધીમા અવાજે માત્ર એટલું જ માંડ બોલી શકે છે, "હા... ઠીક છે, હું એ પહેરીને પછી તમને ફોટો મોકલી આપીશ," અને એટલું બોલીને તે શરમથી તરત જ ફોન કટ કરીને મૂકી દે છે. બીજી તરફ સુમિત શેઠને હસવું આવે છે કે તેણે તો શ્રદ્ધાની બહેનપણી પાસેથી તેનું માપ પૂછી લીધું હતું પણ તેની જાણ શ્રદ્ધાને નહોતી. તેમાંનો મન હશે છે
ફોન મૂક્યા પછી શ્રદ્ધા પોતાના ધડકતા હૃદયના ધબકારા સાચવતી પથારીમાં જ બેસી જાય છે. તેના ગાલની લાલાશ હજુ પણ યથાવત હોય છે અને તે મનોમન વિચારવા લાગે છે— "જોઈને તો કેટલો સીધો-સાદો લાગે છે, પણ આ માણસને વળી એવું કેમ કરીને ખબર પડી ગઈ કે મારું આટલું બધું ચોક્કસ માપ હશે? ખાલી એક જ વાર ભેટવાથી કોઈ આટલું બધું જાણી શકે?!"
એ વિચારતાની સાથે જ તેને મનમાં અચાનક ગાઢ શરમ આવી જાય છે અને તે શરમથી લાલ થઈને પોતાનું મોં ગોદડા નીચે સંતાડી દે છે. થોડીવાર ગોદડાની અંદર જ શરમાઈને હસ્યા પછી, તે ફ્રેશ થવા માટે રૂમમાંથી બહાર નીકળે છે.
શ્રદ્ધાને આમ જાગેલી જોઈને તેની મમ્મી તેને વ્હાલથી કહે છે, "બેટા, તું જલ્દીથી ફ્રેશ થઈને બ્રશ કરીને આવી જા."
મમ્મીની સૂચના મુજબ શ્રદ્ધા ફ્રેશ થઈને બ્રશ કરીને ડાઇનિંગ ટેબલ પાસે આવે છે. ટેબલ પર ગરમાગરમ ચા અને નાસ્તો તૈયાર પડેલો હોય છે. ઘરના બધા સભ્યો ભેગા મળીને સાથે બેસીને ચા-નાસ્તો કરવા લાગે છે.
નાસ્તો કરતા-કરતા ગઈકાલના સગાઈના પ્રસંગની વાતો નીકળે છે. મમ્મી પ્રેમથી શ્રદ્ધાને પૂછે છે, "બેટા, ગઈકાલે સગાઈમાં તો બહુ દોડધામ રહી, પણ તું જરા જણાવ તો ખરી કે આ વરરાજાનો પરિવાર અને ખાસ કરીને સુમિતનો આખો પરિવાર સ્વભાવે કેવો છે? બધા કેમ લાગ્યા તને? માં-બાપ તરીકે અમને પણ ચીન્તા થાય કે જ્યાં જવાની છે, ત્યાંના લોકો કેવા છે!"
ક્રમશ.........