એપિસોડ 29
સોમવારની વહેલી સવારે મેનેજર કાકાની કડક સૂચના મુજબ જતીનને મેઇન બ્રાન્ચમાંથી હટાવીને દસ દિવસના ઓડિટ અને ડેટા એન્ટ્રીના કામ માટે શહેરની બીજી દૂર આવેલી બ્રાન્ચે મોકલી દેવામાં આવ્યો, જેથી જાનવીની આસપાસથી તેનો ત્રાસ હટી જાય.
બીજી તરફ, મનોજ રોજ સમયસર ઓફિસે પહોંચતો હતો, પરંતુ બે દિવસ સુધી તે જાનવીથી સંતાઈને રહ્યો. ત્રીજા દિવસે જ્યારે મનોજ કોઈ કામ માટે લિફ્ટ તરફ આવ્યો અને લિફ્ટનો દરવાજો ખોલીને અંદર દાખલ થયો, ત્યારે અંદર પહેલેથી જ ઊભેલી જાનવીની નજર તેના પર પડી. જાનવીએ જોયું કે મનોજ તેની અંદર એન્ટર થઈ ચૂક્યો છે. એ જ ક્ષણે લિફ્ટમાં થોડી જ વારમાં મેનેજર કાકા પણ આવીને અંદર દાખલ થયા.
મેનેજર કાકાએ મનોજ સાથે અત્યંત સહજતાથી અને આદરપૂર્વક વાત કરવાનું શરૂ કર્યું, "ગુડ મોર્નિંગ સર, આજની મીટિંગની બધી તૈયારી થઈ ગઈ છે ને?" મેનેજર કાકાના મોંમાંથી 'સર' શબ્દ સાંભળતાની સાથે જ લિફ્ટમાં ઊભેલી જાનવીના પગ નીચેથી જમીન સરકી ગઈ! તેની આંખો ફાટી ગઈ; તેને તરત જ સમજાઈ ગયું કે જેને તે અત્યાર સુધી સામાન્ય કર્મચારી સમજી રહી હતી, એ મનોજ બીજું કોઈ નહીં પણ આ આખી કંપનીનો બોસ (માલિક) છે! જાનવી એકદમ સ્તબ્ધ થઈને ચૂપચાપ ઊભી રહી ગઈ.
થોડી જ વારમાં લિફ્ટનો દરવાજો ખુલી ગયો અને મેનેજર કાકા બહાર નીકળી ગયા. તેમની પાછળ જાનવી પણ લિફ્ટમાંથી બહાર નીકળવા માટે ઝડપથી આગળ વધી, પણ મનોજે તેનો હાથ પકડીને તેને અટકાવી દીધી અને કહ્યું, "જાનવી, મારે તારી સાથે વાત કરવી છે." જાનવીએ ગુસ્સા અને અભિમાન સાથે પોતાનો હાથ છોડાવતા સ્પષ્ટ ના પાડી દીધી, "મારે તમારી સાથે કોઈ જ વાત નથી કરવી!"
છતાંય મનોજ કંઈ સાંભળવા તૈયાર ન થયો અને તેણે જાનવીની ના છતાં તેને બળપૂર્વક પાછી લિફ્ટની અંદર ખેંચી લીધી અને સીધો તેને ટેરેસ પર લઈ ગયો. ટેરેસ પર પહોંચીને મનોજ પોતાની ઓળખ છુપાવવા પાછળનું કારણ સમજાવવા અને બધી વાત સ્પષ્ટ કરવા લાગ્યો, પરંતુ જાનવી અત્યંત આઘાતમાં અને ગુસ્સામાં હોવાથી કંઈપણ સાંભળવા માટે જરાય તૈયાર ન થઈ. તે ગુસ્સામાં ત્યાંથી છૂટીને નીકળી ગઈ અને કંપનીની નોકરી કાયમ માટે છોડીને બહાર જતી રહી.
જાનવીના આમ અચાનક નોકરી છોડીને ચાલ્યા જવાથી મનોજ આખો દિવસ ભારે બેચેની અને ચિંતામાં ડૂબેલો રહ્યો. સામેની ઓફિસમાંથી આ બધું નોટિસ કરી રહેલી તેની બહેન વંશિકા તરત જ દોડીને મનોજ પાસે આવી. મનોજનો ચહેરો સાવ રડવા જેવો થઈ ગયો હતો, છતાં તે રોયો નહીં; તેણે ફક્ત એટલું જ કહ્યું, "દીદી... જાનવીને સાચી વાતની ખબર પડી ગઈ છે અને તે ગુસ્સામાં નોકરી છોડીને જતી રહી છે."
વંશિકાએ તેને પ્રેમથી દિલાસો આપતા સમજાવ્યું, "તું મનમાં બધું ખોટું ધારીને બેસી ન રહે, એકવાર શાંતિથી તેની સાથે મળીને વાત તો કર!" વંશિકાની આ વાત સાંભળીને મનોજે હામ ભીડીને હા પાડી.
ઓફિસેથી નીકળીને જાનવી અંદરથી ખૂબ જ ભાંગી પડી હતી અને તેને ભારે દુઃખ થયું હતું. સેજલ તેની એકમાત્ર પાકી અને ભરોસાપાત્ર બહેનપણી હોવાથી, જાનવી સીધી તેની પાસે જ પહોંચી ગઈ. બંનેએ એક શાંત કાફેમાં બેસીને આખી વાત ખોલીને કરી. જાનવીની બધી જ વાત ધ્યાનથી સાંભળ્યા પછી સેજલે તેને શાંત્વના આપી અને સમજાવ્યું, "જાનવી, મનોજ એક સારો છોકરો છે, તું એને આ રીતે સદંતર નેગ્લેક્ટ ન કર. તેણે ઓળખ છુપાવવા પાછળ ચોક્કસ કોઈ મોટું કારણ રાખ્યું જ હશે, એટલે તું એની સાથે લડીશ નહીં પણ એકવાર શાંતિથી વાત કરીને બધી ગેરસમજ સ્પષ્ટ કરી લે."
આ તરફ, રોહને પોતાની મહેનતથી કેટરિંગનો એકદમ વ્યવસ્થિત અને મોટો નવો ધંધો (એક મોટી બ્રાન્ચ) શરૂ કરી દીધો હતો. રોહનના આ નવા અને ભવ્ય સાહસમાં તેના બંનેવી (સુમિત શેઠ), જાનવી તેમજ તેના મમ્મી-પપ્પા ત્રણેયે પોતાના તરફથી ખુશી-ખુશી નાણાંનું રોકાણ કર્યું હતું.
વખત વીતતો ગયો અને જાનવીના લગ્નની તારીખ તથા ભવિષ્યમાં બનનારી તે નિર્ણાયક ઘટનાને હવે માંડ દસ દિવસ જ બાકી રહ્યા હતા. એક રાત્રે જાનવીએ ઘરમાં રૂમની દીવાલ પર લાગેલા કેલેન્ડર સામે નજર કરી અને તારીખોની ગણતરી કરી. તેને અહેસાસ થયો કે હવે માત્ર દસ જ દિવસ બાકી છે, એટલે તેણે મનોમન પાકું નક્કી કરી લીધું કે, "મારે હવે ગમે તેમ કરીને પેલી બાજુ જતીનથી અને આ તરફ મનોજથી—બંનેથી હંમેશાં માટે દૂર જ રહેવું જોઈએ."
પરંતુ બીજી તરફ, એ જ રાત્રે મનોજને ઊંઘમાં ફરીથી એ જ ભયાનક અને હૃદયદ્રાવક સ્વપ્ન આવ્યું—જેમાં એક પૂરઝડપે દોડી આવતો બેફામ ખટારો તેની બહેન વંશિકાની કારને જોરદાર ટક્કર મારીને ઉડાડી દે છે. એ ભયાનક અકસ્માતમાં વંશિકા તેની જ નજર સામે લોહીલુહાણ હાલતમાં તરફડીને મૃત્યુ પામે છે અને મનોજ પણ ગાડીમાં તેની સાથે જ હોવાથી તે પણ મૃત્યુ પામે છે (એટલે કે ગત ભવમાં આ ભાઈ-બહેન બંને આ જ ભયાનક અકસ્માતમાં સાથે મોતને ભેટ્યા હતા).
આ ભયાનક સ્વપ્નની જાળમાંથી બહાર આવતા જ મનોજ પરસેવે રેપજેપ થઈને હડબડાટમાં પથારીમાંથી બેઠો થઈ ગયો. તેની નજર તરત જ રૂમના કેલેન્ડર પર પડી અને તે ધ્રૂજી ઉઠ્યો—તેણે જોયું કે આ અકસ્માત અને હોનારત બનવામાં હવે માત્ર બે જ દિવસ બાકી છે! મનોજે ધ્રૂજતા અવાજે અને મક્કમ નિર્ધાર સાથે મનોમન કહ્યું, "ગમે તે થઈ જાય, આ વખતે મારે મારી બહેન વંશિકાને આ મોતના મુખમાંથી બચાવવી જ પડશે!"
વાચકોના મનમાં સ્વાભાવિક રીતે જ પ્રશ્ન થાય કે મનોજને આ બધું અગાઉથી કઈ રીતે ખબર પડી જાય છે? તો તેનું અસલી રહસ્ય એ હતું કે મનોજનું પણ 'રીબોર્ન' (પુનર્જન્મ) થયું હતું! તેને પોતાના ભૂતકાળની કડવી વાસ્તવિકતા અને ભવિષ્યમાં ઘટવાની બધી જ ઘટનાઓ બરાબર યાદ હતી. તે એટલા માટે જ જાનવીની નાની-નાની બાબતોમાં અને કેટરિંગના કામમાં પણ મદદ કરતો હતો, જેથી જાનવીનું ભવિષ્ય બદલાઈ શકે અને તે તમામ મુસીબતોથી સુરક્ષિત રહી શકે. આ નવા જીવનમાં તે પોતાની જૂની ભૂલો સુધારીને પોતાનું, પોતાની વ્હાલી બહેનનું અને પોતાના પરિવારનું ભવિષ્ય બચાવવા માટે મેદાનમાં ઉતર્યો હતો.
To be continue...